Monday, December 9, 2019

દુર્વાશા મુનિ અને દ્રૌપદીનું અક્ષય પાત્ર

દુર્વાશા મુનિ અને દ્રૌપદીનું અક્ષય પાત્ર 



એક વખત દુર્વાશા મુનિ દુર્યોધનને ત્યાં આવ્યા ,બ્રાહ્મણ અતિથિનું સ્વાગત અનિવાર્ય, કેમકે દુર્યોધન મુનિની પ્રચંડ શક્તિને જાણતો હતો.પણ હંમેશા અધર્મનો સાથ લઇ પોતાના પિતૃ ભાઈયો પાંડવો કેવી રીતે હેરાન થાય તેના જ વિચારો તેને ભરી દેતા.તે જો દુર્વાસાને નારાજ કરે તો જરૂર તેમના શ્રાપથી અનહોની થાય.પધારેલા દુર્વાશા માટે આવેલા એક વિચારે તેણે કહ્યું પૂજ્ય શ્રી  અમો સર્વે માં યુધિષ્ઠિર મોટા  હોય આપ તેમને ત્યાં અન્ન ગ્રહણ કરો તે સારું લાગે,દુર્વાશા ઋષિ તેમના શિષ્યોના મોટા સમુદાય સાથે હતા.એટલે  તેમને પણ તેમ યોગ્ય લાગ્યું પણ દુર્યોધનને ખબર હતી યુધિષ્ઠિર અને તેમની પત્ની દ્રૌપદીએ અત્યારે તો ભોજન લઇ લીધું હતું.અને દ્રૌપદી પાસે રહેલું અક્ષયપાત્ર દ્રૌપદી જમી લે પછી
કોઈ ભોજન ભરી ન શકે એટલે આટલા મોટા સમુદાય જો ભૂખ્યા રહે તો જરૂર દુર્વાશા ઋષિનો શ્રાપ તેમના ઉપર ભયંકરતા સર્જે એટલે તેની ખરાબ યોજનાનો દુર્વાશા ઋષિ ભોગ બન્યા અને યુધિષ્ઠિરના મહેલ તરફ તે સમુદાયે પ્રસ્થાન કર્યું.યુધિષ્ઠિર તો ધર્મરાજા ખુબજ સ્વાગત પછી મુનિવરને કહ્યું ગુરુવર આપ આપની સંધ્યા વિધિ પતાવો ત્યાં સુધીમાં ભોજન તૈયાર થઇ  જશે હું ભીમને આપના  અતિથિ સત્કાર માટે મોકલીશ જે આવતા આપ સમગ્ર શિષ્ય સમુદાય સાથે પધારજો અને યુધિષ્ઠિરના કહેવાથી મુનિવર પ્રસન્ન થઇ પોતાની સંધ્યા વિધિ પતાવવા સમુદાય સાથે નદી તરફ ગયા

 દ્રૌપદીને આ વાતની ખબર પડી અને તે એકદમ  ગભરાઈ ગઈ કે શી રીતે બાહ્મણોને ભોજન કરાવી શકાય અને મુનિના ક્રોધથી બચાય.કઈ સૂઝ ન પડતા તેણે અંતિમ સમયે શ્રી કૃષ્ણને યાદ કર્યા એટલે ભક્તોના રખવાળ હાજર થઇ ગયા ,દ્રૌપદીએ સંશયની રજુઆત કરી એટલે ભગવાને તેનું અક્ષય પાત્ર માંગ્યું.દ્રૌપદીએ કહ્યું મેં જમી લીધું છે હવે અક્ષય પાત્ર કઈ કરી ન શકે પણ પ્રભુની માંગણીનો સ્વીકાર કરી તેણે અક્ષય પાત્ર શ્રીકૃષ્ણને આપ્યું શ્રી કૃષ્ણે તે અક્ષય પાત્રમાં એક ભાજીનું નાનું પાંદડું ચોટેલું હતું તે તેમના મુખમાં મુકવા કહ્યું.દ્રૌપદી વિસ્મય પામી પણ શ્રી કૃષ્ણ તો શ્રી કૃષ્ણ હતા.વિસ્મય દ્રૌપદી એ જયારે 'હવે શું '
પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું બહેન શાંતિ રાખ  અને ભગવાનમાં વિશ્વાસ રાખી અધીરી દ્રૌપદી  વિચારી રહી અને શ્રી કૃષ્ણે કહ્યું હવે ભીમને મુનિવરને ભોજન માટે કહેવા કહે દ્રૌપદીએ તે પ્રમાણે કહ્યું અને ભીમ નદી કિનારે ગયો અને મુનિવરને પ્રણામ કરી ભોજન માટે કહ્યું.પરંતુ મુનિવર બોલ્યા બેટા અમારું પેટ ભોજનથી ભરાઈ ગયું છે હવે તેમાં કઈ વધારે જાય તેમ નથી એટલે હું આપ સહુને મારા આશીર્વાદ આપી અહીંથી જ વિદાય લઉ છું આમ આશીર્વાદ આપી તેઓ ગયા અને ભીમ સમાચાર લઇ યુધિષ્ઠિરને આપ્યા અને ભગવાનની લીલાથી વિસ્મય દ્રૌપદીં ના ચહેરા ઉપર હાશનો અનુભવ થતા તેની આંખો બંધ થઇ અને ખુલી ત્યાં શ્રી કૃષ્ણ ન હતા.ભગવાન ભક્તને સહાય કરવા સદા તત્પર છે પરંતુ ભક્તિ નું સામર્થ્ય તેમાં ભાગ ભજવે છે .એવા શ્રી ભગવાનને ખુબ ખુબ સાષ્ટાંગ દંડવત.

જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment