Wednesday, January 2, 2013

તારા આધારે ..........(ગુરુ ભજન)
 
તારા આધારે બેઠો છું રંગા ,તારી છે મોટી આશ(2)
તારી આશાએ બેઠેલા બાળને જોજે ન કરતો નિરાશ
આજે લાજ મારી તો  જાશે વાલા હસી તારી થાશે -તારા આધારે......
ડગમગ ડોલતી નાવડી મારી કંઠે  આવ્યા મારા પ્રાણ,(2)
તારા વિના બીજું કોણ બચાવે,સોપ્યું મેં તુજને શૂકાન
નાવ મારી તારો કે મારો ,મારે એક આશરો તારો(2) -તારા આધારે.......
દોડ દોડતો ભક્ત હે પ્યારા દુભાઈ તારો બાળ (2)
તારા બાનાની પટ રાખવાને (2) દોડને વહેલો દયાળ
આજે કેમ વિલંબ કીધો, ભરોશો શીદને દીધો(2)-તારા આધારે........
લોકો કહેશે કે જોયો જોયો હવે તારો નારેશ્વરનો  નાથ(2)
દીન  બાળકને દુઃખમાં દીઠો(2) તારો ન ઝાલ્યો હાથ ,
લોકો એમ મેણા દેશે,વાલા થી કેમ સહેવાશે(2)-તારા આધારે...........
શ્રધ્ધાને જોરે કહું છું કે,મારી અવધૂત રાખશે લાજ,(2)
ભક્તને કાજે દોડશે એને હૈયે છે ભકતની જાણ
બાળકની આશા પૂરી થાશે ,નીંદકોના મો  પડી  જાશે (2)-તારા આધારે ..........
ઓમ શ્રી રંગા,ઓમશ્રી રંગા ,ઓમશ્રી રંગા,ઓમ(2)

ઓમ શ્રી દત્તા,શ્રી રંગ અવધુતા

No comments:

Post a Comment