Tuesday, June 12, 2012

નારેશ્વરનો  નાદ
-મહેન્દ્ર ભટ્ટ

મને વ્હાલું રંગ નામ, રંગ રંગ રંગ  નામ
રંગ અવધૂત નામ, રંગ રંગ રંગ નામ
બોલો ભાઈ પ્રેમથી તમે  રંગ રંગ નામ,મને વહાલું .......
નારેશ્વરથી  ગુન્જાયો  એ નારેશ્વરનો નાદ
ભક્તિ ભરપુર પ્રવાહે નારેશ્વર વચ્ચે ધાય
ભક્તોની સદા સહાય કરતા રંગ મહારાજ,મને વ્હાલું.....
ગુજરાતે નારેશ્વરમાં એવા સંતનો પ્રભાવ,
ધરા ગુર્જરી સદા ભરેલી ભક્તોને સંતોથી
બાપજી ને ભક્તો વચ્ચે સદા ભક્તિનો વાસ,મને વ્હાલું......
આંઠ વર્ષની વયે ગુરુની થાય મુલાકાત,
રેવા કિનારે શુકલતીર્થ પવિત્ર ધામ કહેવાય
પિતાશ્રીની સાથે સંધાયો ગુરુજીનો સાથ , મને વ્હાલું .......
આરામ ખુરશી માં બેઠેલા ગુરુની સ્મૃતિ થાય
પ્રસાદીમાં ગુરુએ આપ્યું કેળું હાથોહાથ
ત્યારથી રંગાયોને રેલાયો ગુરુજી નો સાથ ,મને વ્હાલું .....

ગુરુદેવ દત્ત

No comments:

Post a Comment