Saturday, October 20, 2012


આજ રિસાઈ ......(રચના -સુરેશ દલાલ )
આજ રિસાઈ અકારણ રાધા,આજ રિસાઈ અકારણ,(૨)
બોલકણી એ મૂંગી થઈને મૂંગું એનું મારણ, રાધા આજ.....
મોરલીના સૂર છેડે માધવ,(૨)વિધ વિધ રીતે મનાવે,
નીલ ભૂરા નિજ મોરપીંછને, ગોરા ગાલ લગાવે,
આજ જવાને કોઈ બહાને,નેણથી નીતરે શ્રાવણ,રાધા આજ.......
છાની છેડ કરે છોગાળો ,(૨) જાય વળી સંતાઈ,
તોયે ન રીઝે રાધા,કા'નનું  કાળજું જાયે કંતાઈ,
થાય રે આજે શામળીયાને,અંતરે બહુ અકરામણ,રાધા આજ......

જય શ્રી કૃષ્ણ   

No comments:

Post a Comment