Sunday, October 7, 2012

માડી તારું કંકુ ............(ગુજરાતી ભજન)

હે માડી  તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો (૨)
જગમાથે  જાણે   પ્રભુતાએ પગ મુક્યો ,કંકુ ખર્યુંને......
મંદિર સર્જાયુંને ઘંટારવ ગાજ્યો(૨)
નભનો ચંદરવો માએ આખ્યુંમાં આંજ્યો(૨)
દીવો થાવા મંદિરનો ચાંદો આવી થોભ્યો,કંકુ ખર્યુંને.......
માવડીની ખોટે માં તારાના મોતી(૨)
જનનીની આખ્યુંમાં પૂનમની જ્યોતિ(૨)
છડી રે પુકારે માની મોરલો ટહુક્યો,કંકુ ખર્યુંને.....
માવડીના રખના ભૂખરા વાગ્યા(૨)
અજવાળી રાતે માએ અમૃત ધોર્યા(૨)
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો ,કંકુ ખર્યુંને.....
માડી તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મુક્યો ,કંકુ....

No comments:

Post a Comment