Wednesday, November 7, 2012

પાન બાઈ ભજન
મેરુ તો ડગે પણ જેના મંનડા ડગે નહિ ને,ભાંગી રે પડે બ્રહ્માંડ જી,(2)
વિપત્ત પડે પણ.....વણસે નહીરે રે,સોઈ હરિજનના પ્રમાણજી ,સોઈ....
ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખેને,કરે નહિ કોઈની આશ જી,(2)
દાન રે દિયે પણ રહે જે અજાચક ,વચનોમાં રાખે વિશ્વાસ જી,મેરુ તો........
હરખ અને શોકની જેને આવે નહિ હેડકીને આઠે પહોર જેને આનંદ  જી(2)
નિત્ય રહે એ તો સદા સત્સંગમાં ને,તોડે રે માયા કેરા ફંડ જી,મેરુ તો.........
તન,મન,ધન એ તો પ્રભુને રે અર્પેને,ધન્યને જાણે નર  ને નારી જી,(2)
એ તો શીવ  શેવીને અલખને આરાધે,તો પ્રભુજી પધારે એને ધ્વાર જી,મેરુ તો ......
સંગતું કરો તો તમે એવાની રે કરજો પાનબાઈ,ભજનોમાં રહેજો ભરપૂર જી,(2)
ગંગા સતી બાઈ એમ કરી બોલ્યા,જેની નયનોમાં વરસે સાચા નૂર જી ,મેરુ તો........
જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment