Thursday, November 22, 2012

પૈસો કેવા પાપ કરાવે.. ..........(ગુજરાતી ભજન)


                                                   



પૈસો કેવા પાપ કરાવે.. ..........(ગુજરાતી ભજન)


પૈસો કેવા પાપ કરાવે,માનવતા વિશરાવે છે,પાપ તણા ડુંગર ખડકીને મન બધા પ્રજરાવે છે,
પતન કરે છે કૈક પરાયા,પ્રભુથી દૂર કરાવે છે,મધુ ઘેલા કૈ માનવીઓ શિયળ કૈક ચટાવે છે,
માનવ ખુદ શેતાન બને છે,નૈતિકતા અભડાવે છે,માતપિતા,ભ્રાતાં  ,ભગીનીનાં પૈસો ખૂન કરાવે છે, પૈસો કેવા.. .......
વેરઝેરના ભાવો વાળી,સગપણને સળગાવે છે,બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે,
પૈસો કેવા.. .......
પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો ,સત્ય બધું એ છુપાવે છે,સંતો,ભગતો  ભલભલાને પૈસો નાચ નચાવે છે,
પૈસો કેવા.. .......
આપ કહે માળી તમે થાશો,પર ઉપકારે જે વાવે છે,પૈસો બેડો પાર કરેને ,જગને પગમાં ઉતારે છે,
પૈસો કેવા.. .......

જય શ્રી કૃષ્ણ 


No comments:

Post a Comment