Monday, November 19, 2012

દેવા તો પડે છે અંતે .......(ગુજરાતી ભજન)

દેવા તો પડે છે અંતે સહુને નડે છે ,કરેલા  કરમનાં  બદલા દેવા પડે છે (2)
જીવડો લીધેલો એણે શ્રવણકુમારનો, અંધોને અંધી એની સુરતે ચઢે છે,(2)
દેણું રે દીધેલ, રાજા દશરથ જાણે,પુત્રના વિયોગે એનું ખોળિયું પડે છે,કરેલા કરમનાં .......
અવધપુરીના રાજા રામે વાલી માર્યો ,એના ન્યાય નાં હણેલા બંધન લાગથી લડે છે ,
જોર છે જગતનું તોયે કઈ નવ હાલ્યું ,કાશીના પાદર એનું ફળિયું પડે છે,
કરેલા કરમનાં .......
વામન  થઈને,રે જ્યારે બલી રાજા છેતર્યો ,વગર વિચારે વાલો પગલાં ભરે છે,
ભૂમિની સાતે,પછી ભૂદર આવ્યા,કાળીયો બનીને એના ફેરા તો ફરે છે ,
કરેલા કરમનાં .......
લાજ તો લુટાવી એથી ભીમની ગદાને ભાળી ,જાંઘ ઝોખમાવી એનો પુરાવો જડે છે ,
કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા ,હેમાળાના ખોળે એના હાડકા ગળે છે ,
કરેલા કરમનાં .......
અમૃત કેરી જ્યારે વહેચણી  કીધી,ત્યારે ચંદ્ર ને સૂર્ય એની ચાડીયું કરે છે,
આપકે એના કીધા,આડા એને આવે,રાહુને ભાળીને,એવા કાવા રે પડે છે ,
કરેલા કરમનાં .......
કર્મના છોડે કોઈને,ભલે હોય ભગવાન,દેણું પડે આપવું,માનવ રાખો ધ્યાન,દેવા તો પડે 
.......

જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment