Tuesday, November 27, 2012

હે શિવ શંકર (શિવ ભજન )







હે શિવ શંકર (શિવ ભજન )


હે શિવ શંકર ,હે કરુણાકર સુનિયે અરજ હમારી,(2)
ભવસાગરસે પાર ઉતારો આયે શરણ તિહારી , હે શિવ શંકર .........
ચંદ્રલલાટ ભભૂત જમાયે ,ઘટ નાગર બલીહારી ,
કરમે ડમરું ગલે ભુજંગા,નંદી ખડો દ્વારે
હે ગંગાધર દર્શ દીખાદો ,હે ભોલે ભંડારી, હે શિવ શંકર .........
જનમ મરણ કે તુમ હો સ્વામી,હે શંકર અભિલાષી ,
કણ કણમેં હૈ રૂપ તુમ્હારા,હે ભોલે કૈલાશી
ચરણ શરણ મેં આયા જો ભી ,રખીયો લાજ હમારી,હે શિવ શંકર ........
હર હર મહાદેવ .

Thursday, November 22, 2012

પૈસો કેવા પાપ કરાવે.. ..........(ગુજરાતી ભજન)


                                                   



પૈસો કેવા પાપ કરાવે.. ..........(ગુજરાતી ભજન)


પૈસો કેવા પાપ કરાવે,માનવતા વિશરાવે છે,પાપ તણા ડુંગર ખડકીને મન બધા પ્રજરાવે છે,
પતન કરે છે કૈક પરાયા,પ્રભુથી દૂર કરાવે છે,મધુ ઘેલા કૈ માનવીઓ શિયળ કૈક ચટાવે છે,
માનવ ખુદ શેતાન બને છે,નૈતિકતા અભડાવે છે,માતપિતા,ભ્રાતાં  ,ભગીનીનાં પૈસો ખૂન કરાવે છે, પૈસો કેવા.. .......
વેરઝેરના ભાવો વાળી,સગપણને સળગાવે છે,બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે,
પૈસો કેવા.. .......
પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો ,સત્ય બધું એ છુપાવે છે,સંતો,ભગતો  ભલભલાને પૈસો નાચ નચાવે છે,
પૈસો કેવા.. .......
આપ કહે માળી તમે થાશો,પર ઉપકારે જે વાવે છે,પૈસો બેડો પાર કરેને ,જગને પગમાં ઉતારે છે,
પૈસો કેવા.. .......

જય શ્રી કૃષ્ણ 


Monday, November 19, 2012

દેવા તો પડે છે અંતે .......(ગુજરાતી ભજન)

દેવા તો પડે છે અંતે .......(ગુજરાતી ભજન)






















દેવા તો પડે છે અંતે સહુને નડે છે ,કરેલા  કરમનાં  બદલા દેવા પડે છે (2)
જીવડો લીધેલો એણે શ્રવણકુમારનો, અંધોને અંધી એની સુરતે ચઢે છે,(2)
દેણું રે દીધેલ, રાજા દશરથ જાણે,પુત્રના વિયોગે એનું ખોળિયું પડે છે,કરેલા કરમનાં .......
અવધપુરીના રાજા રામે વાલી માર્યો ,એના ન્યાય નાં હણેલા બંધન લાગથી લડે છે ,
જોર છે જગતનું તોયે કઈ નવ હાલ્યું ,કાશીના પાદર એનું ફળિયું પડે છે,
કરેલા કરમનાં .......
વામન  થઈને,રે જ્યારે બલી રાજા છેતર્યો ,વગર વિચારે વાલો પગલાં ભરે છે,
ભૂમિની સાતે,પછી ભૂદર આવ્યા,કાળીયો બનીને એના ફેરા તો ફરે છે ,
કરેલા કરમનાં .......
લાજ તો લુટાવી એથી ભીમની ગદાને ભાળી ,જાંઘ ઝોખમાવી એનો પુરાવો જડે છે ,
કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા ,હેમાળાના ખોળે એના હાડકા ગળે છે ,
કરેલા કરમનાં .......
અમૃત કેરી જ્યારે વહેચણી  કીધી,ત્યારે ચંદ્ર ને સૂર્ય એની ચાડીયું કરે છે,
આપકે એના કીધા,આડા એને આવે,રાહુને ભાળીને,એવા કાવા રે પડે છે ,
કરેલા કરમનાં .......
કર્મના છોડે કોઈને,ભલે હોય ભગવાન,દેણું પડે આપવું,માનવ રાખો ધ્યાન,દેવા તો પડે 
.......

જય શ્રી કૃષ્ણ 

Thursday, November 15, 2012

ભક્તિ રે કરવી એને(પાનબાઈ ભજન)






ભક્તિ રે કરવી એને(પાનબાઈ ભજન)


ભક્તિ રે કરવી  એને રાંક  થઈને રહેવુંને ,મેલવું  અંતરનું અભિમાન રે(2)
સદગુરૂ  ચરણોમાં શીશ નમાવીને, સમજવી ગુરુજીની શાન રે
જાતીપણું છોડીને થાવું અજાતીરે,કાઢવો વર્ણ વિકાર રે (2)
જાતીભાતી નહિ,હરિ કેરા દેશમાં ,નિરમાની થાયે નીર ધાર રે
દોષ અને અવગુણ જુએ નહિ કોઈના જે ,એને રે કહીએ હરિનાં દાસ  રે,
આશાને તૃષ્ણા એકે નહિ ઉરમાં,એવો રે હોય વિશ્વાસ રે
ભક્તિ કરો તો તમે થાજો નિર્માની રે,વચનનો જાણી મહિમાય રે,
ગંગાસતી રે બોલ્યા રે એનો,જનમ સફળ થઇ જાય રે
 
ભક્તિ રે કરવી  એને રાંક  થઈને રહેવુંને ,મેલવું  અંતરનું અભિમાન રે(2)
સદગુરૂ  ચરણોમાં શીશ નમાવીને, સમજવી ગુરુજીની શાન રે

 

જય શ્રી કૃષ્ણ 

Thursday, November 8, 2012

નૈયા ઝુકાવી મેં તો.......(ભજન)







નૈયા ઝુકાવી મેં તો.......(ભજન)


નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય નાં,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાઈ નાં,(2)
સ્વાર્થનું સંગીત ચારેકોર ગાજે,
દુનિયામાં કોઈનું કોઈ નથી આજે,(2)
તનનો તંબૂરો મારો બેસુરો થાય નાં,ઝાંખો  ઝાંખો .....
પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા,(2)
રાગ અને ધ્વેશ આજે ઘેર ઘેર ગોન્ધાતા,
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય નાં,ઝાંખો ઝાંખો ......
શ્રધાના દીવડાને,જલતો જ રાખજે,(2)
નીશ દિન સ્નેહનું દીવેલ એમાં પુરજે,
મનના મંદિરીએ મારે અંધારું થાય નાં,ઝાંખો ઝાંખો .......
નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય નાં,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાઈ નાં,(2)
જય શ્રી કૃષ્ણ.

Wednesday, November 7, 2012

પાન બાઈ ભજન




પાન બાઈ ભજન



મેરુ તો ડગે પણ જેના મંનડા ડગે નહિ ને,ભાંગી રે પડે બ્રહ્માંડ જી,(2)
વિપત્ત પડે પણ.....વણસે નહીરે રે,સોઈ હરિજનના પ્રમાણજી ,સોઈ....
ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખેને,કરે નહિ કોઈની આશ જી,(2)
દાન રે દિયે પણ રહે જે અજાચક ,વચનોમાં રાખે વિશ્વાસ જી,મેરુ તો........
હરખ અને શોકની જેને આવે નહિ હેડકીને આઠે પહોર જેને આનંદ  જી(2)
નિત્ય રહે એ તો સદા સત્સંગમાં ને,તોડે રે માયા કેરા ફંડ જી,મેરુ તો.........
તન,મન,ધન એ તો પ્રભુને રે અર્પેને,ધન્યને જાણે નર  ને નારી જી,(2)
એ તો શીવ  શેવીને અલખને આરાધે,તો પ્રભુજી પધારે એને ધ્વાર જી,મેરુ તો ......
સંગતું કરો તો તમે એવાની રે કરજો પાનબાઈ,ભજનોમાં રહેજો ભરપૂર જી,(2)
ગંગા સતી બાઈ એમ કરી બોલ્યા,જેની નયનોમાં વરસે સાચા નૂર જી ,મેરુ તો........
જય શ્રી કૃષ્ણ.

Friday, November 2, 2012

માતાજીની આરતી

















માતાજીની આરતી





ઓમ જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પંડિત માં ,જ્યો જ્યો માં જગદંબે
દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું માં શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાઉં ,હર ગાઉં હર માં ,જ્યો જ્યો માં જગદંબે,
તૃતીયા ત્રણ સ્વરૂપ ,ત્રિભુવનમાં બેઠા, માં ત્રિભુવનમાં બેઠા
ત્રયાથકી તરવેણી તું તરવેણી માં ,જ્યો જ્યો માં જગદંબે,
ચોથે ચતુરા મહાલક્ષ્મી માં,સચરાચર વ્યાપ્યા માં સચરાચાર વ્યાપ્યા,
ચાર ભુજાચો  દિશા,પ્રગટ્યા દક્ષીણમાં જ્યો જ્યો માં જગદંબે,
પંચમી પંચ ઋષિ પંચમે ગુણપદમાં  માં પંચમે ગુણપદમા
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે પંચે તત્વોમાં,જયો જયો માં જગદંબે
ષષ્ટિ તું  નારાયણી મહિસાસુર માર્યો ,માં મહિસાસુર માર્યો
નરનારીના રૂપે વ્યાપ્યા સર્વે માં,જયો જયો માં જગદંબે,
સપ્તમે સપ્ત પાતાળ સાવીતી સંધ્યા,માં સાવીતી ,
ગૌ ગંગા ગાયત્રી ,ગૌરી ગીતા માં ,જયો જયો માં જગદંબે,
અષ્ઠમે અષ્ઠ ભુજા માં આયી આનંદા માં આયી આનંદા
શુરીનર મુનીવર જન્મ્યા  દેવ દૈત્યોમાં ,જયો જયો માં જગદંબે
નવમે નવકુળ  નાગ સેવે નવદુર્ગા માં સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના  અર્ચન, કીધા હર બ્રહ્મા,જયો જયો માં જગદંબે,
દશમે દશ અવતાર ,જય વિજયા દશમી માં જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો માં, જયો જયો માં જગદંબે,
એકાદશી અગિયારસ કાત્યા અનીકા માં,માં કાત્યા અનીકા માં,
કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા,જયો જયો માં જગદંબે,
બારસે બાળા રૂપ ,બહુચરી અંબામાં ,માં બહુચરી અંબામાં,

બટુક ભૈરવ સોહિયે માં,કાલભૈરવ સોહિયે,તાર્યા છે તુજ માં,માં જયો જયો માં જગદંબે,
તેરસે તુલજા રૂપ તું તારુણી માતા,માં તું તારુણી માતા,
બ્રહ્મા,વિષ્ણુ,સદાશિવ ગુણ તારા ગાતા,જયો જયો માં જગદંબે,
ચૌદશે ચૌદા રૂપ
ચંડી ચામુંડા,માં  ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કઈ આપો,ચતુરાઈ કઈ આપો,સિંહવાહિની માતા,જયો જયો માં જગદંબે
પૂનમે કુંભ ભર્યો  માં, સાંભળજો કરુણા માં,સાંભળજો  કરુણા,
વશિષ્ઠ દેવે વખાણ્યા,માર્કંડ દેવે વખાણ્યા,ગાઈ શુભ કવિતા,જયો જયો માં જગદંબે,
સંવત સોળ સત્તાવન સોળશે બાવીસ માં,સોળશે બાવીસ માં,
સંવત સોળે પ્રગટ્યા,રેવાના તીરે,માં ગંગાના તીરે,જયો જયો માં જગદંબે,
ત્રમ્બાવતી નગરી માં,રૂપાવતી નગરી,માં મંછાવતી
નગરી ,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે ,ક્ષમા કરો ગૌરી,માં દયા કરો ગૌરી,જયો જયો માં જગદંબે,
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે,માં જે ભાવે ગાશે,

ભણે શિવાનંદ સ્વામી,સુઃખ સંપતિ થશે,હર કૈલાશે જાશે,માં અંબા દુઃખ હરશે,જયો......
એકમે એક સ્વરૂપ ,અંતર નવ ધરશો,માં અંતર નવ ધરશો,
ભોળા ભવાનીને ભજતા ભાવ સાગર તરશો ,માં જયો જયો માં જગદંબે.

જય માં જગદંબા ભવાની.

Thursday, November 1, 2012

વા વાયા ને વાદળ.......(ગરબો)










વા
 વાયાને  વાદળ.......(ગરબો)


વા વાયાને વાદળ ઉમટયા,ગોકુલમાં ટહુક્યા મોર ,
મળવા આવોને સુંદર શામળિયા ,
હે તમે રમવા ન આવો શા માટે?(૨)
હે.... ન આવો તો નંદજીની આંણ, મળવા આવોને.......
હે  તમે વ્રજમાં વાંસળી વગાડંતા,(૨)
તમે ગોપીયોના છો ચિત્તચોર,મળવા આવોને.......
હે તમે યમુનાના તીરે રાસ રમતા (૨)
હા  હો  અમને તેડી રમાડવા રાસ ,મળવા આવોને.....
વા વાયાને વાદળ......

જી રે જી રેચુદડીયે (ગરબો)





જી રે જી રે
ચુદડીયે
(ગરબો)


 જી રે જી રે ચુદડીયે રંગ લાગ્યો,હોવે હોવે ચુદડીયે રંગ લાગ્યો,
માની ચુંદડીના ચટકા ચાર,
ચુદડીયે.........
હે ,... માના દર્શન કરવાનો મને રંગ લાગ્યો,(૨)
માનું મુખડું જોઇને મન ભાયું,
ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે....
હે માના કાળા તે કડલા શોભતા,(૨)
હે માને ઝાંઝરનો ઝમકાર ,
ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે
હે માએ સોળે શણગાર અંગે ધર્યા,(૨)
હે માને હૈયે હરખ ન માય,
ચુદડીયે..........હોવે હોવે....ચુદડીયે

જય માં જગદંબે ભવાની

માં તારો ગરબો....(ગરબો).







માં તારો ગરબો....(ગરબો).



માં તારો ગરબો ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ (૨)
માં તારી ઓધણી રાતી ચોળ,ઉડે રંગ સોળ ,પાવાગઢની પોળમાં રે   લોલ  (૨)
હે.. માડી તારા પગલાથી પાવન પગ થાય ,હે માં તારી ઓધણી રાતી...........
હે માં તારો ગરબો
ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ
હે ખમ્મા ખમ્મા માં તારો જય જયકાર ,માડી તારા ચરણોમાં ઝાંઝર ઝમકાર
માં તારે ગરબે ફૂલોનો હિંડોળ ,મોંઘો અણમોલ,
પાવાગઢની પોળમાં રે   લોલ  (૨)
માં તારો ગરબો ઝાકમઝોલ ,ગુમે ગોળે ગોળ પાવાગઢની પોળમાં રે લોલ (૨)
માં તારી ઓધણી રાતી ચોળ,ઉડે રંગ સોળ ,પાવાગઢની પોળમાં રે   લોલ  (૨)


જય માં જગદંબે ભવાની

બન્સીવાલોકે ચરણોમે શીર હો....(હિન્દી ભજન)








બન્સીવાલોકે ચરણોમે શીર હો....(હિન્દી ભજન)


બન્સીવાલોકે ચરણોમે  શીર હો મેરા ફિર ના પૂછો કે  ઉસ વક્ત ક્યા બાત હૈ,
બન્સીવાલોપે ડાલા હૈ જબસે દેરા ,ફિર ન પૂછો કે કૈસી મુલાકાત હૈ ,બન્સીવાલો કે ચરણોમે.........
યે  ન ચાહુ કે ઉસકો જુદાઈ મિલે,યે ન ચાહું મુઝે બાદશાહી મિલે,
આભ ધરતી મિલે યે મુકદ્દર મેરા,ઇસસે બઢકર બતાઓ કે ક્યા બાત હૈ ,બન્સીવાલો કે ચરણોમે......
હો ગુલામી અગર આલી દરબારકી,યે ખુદાઈ ભી હૈ બાદશાહી ભી હૈ,
દાસી ધરતી ભિખારણ બને કૃષ્ણવત ,ઇસસે બઢકર બતાઓ કે ક્યાં બાત હૈ,બન્સીવાલોકે ચરણોમે.......
ગોવિંદ મેરે હૈ, ગોપાલ મેરે હૈ ,શ્રી બાંકી બિહારી નંદલાલ મેરે હૈ....(૩)

જય શ્રી કૃષ્ણ