Monday, February 27, 2017

નવધા ભક્તિ (તૃતીય ભક્તિ)



નવધા ભક્તિ

તૃતીય ભક્તિ






ભક્તિ કરો તો ભક્તની ભાવના ક્યારેય નિષ્ફળ નથી થતી,કેમકે એ ભક્ત અને ભગવાન વચ્ચેનો અનન્ય પ્રેમનું ઉત્પાદન છે,શબરીના એ અનન્ય પ્રેમની પુષ્ટિ માટે તેના અંતકાળમાં પણ શ્રી રામ ખેંચાઈને તેને મળવા આવી પહોંચ્યા,જીવન પછી શું એ તો પછીની વાત હતી પણ જેની ભક્તિમાં શબરી તરબોર થઇ,એક અબુધ શ્રવણ કન્યાને તેના બુઢાપામાં ભગવાન રામ દર્શન આપવા ખુદ આવ્યા અને નવધા ભક્તિનો બોધ આપ્યો,ત્રીજી  ભક્તિમાં પ્રભુએ કહ્યું શબરી ત્રીજી ભક્તિમાં ગુરુજીના પદ પંકજમાં સેવા કરવી અને તે પણ કોઈ પણ પ્રકારનું મનમાં અભિમાન લાવ્યા વગર,ગુરુજીનું સહેજ પણ અમાન કર્યા વગર સેવા કરવી,જે શબરી તે સેવા  તારા ગુરુજી માટે તેમની હયાતી સુધી તે પ્રેમથી કરી છે,

પ્રથમ ભક્તિ સંતાન સત્સંગા
દૂસરી મમ રતિ કથા પ્રસંગા

ગુરુ પદ પંકજ સેવા,તીસરી ભક્તિ અમાન

ગુરુના ચરણ કમળોની કોઈ પણ પ્રકારના અભિમાન વિના સેવા કરતા મુક્તિ મેળવવી,ગુરુજીના પંકજમાં સેવા એટલે ગુરુજીને પોતાનું સર્વત્ર માનવું,તેમની કહેલી વાત ઉપર ગમે તે સ્થિતિમાં વિશ્વાસ ગુમાવવો નહિ,ગુરુ એટલે શિષ્ય માટે શિક્ષક પોતાના વિદ્યાર્થીની આવડત કે સમજ પ્રમાણે તેને શીખવાડવું શિષ્ય કોઈ હોશિયાર હોય અને કોઈ અબુધ હોય,પણ સમર્થ ગુરુ તેની ગ્રહણ કરવાની શક્તિ પ્રમાણે તેને શીખવાડી જીવનમાં સામર્થ્ય આપે,તેનું જીવન ઉજળું કરી દે,અને શિષ્ય તેનો આદર કરીને ગુરુના ચરણ કમળમાં કોઈ પણ જાતના આડંબર રહિત શીશ નમાવી પોતાના ગુરુની સેવા કરે,જ્યારે ગુરુદીક્ષા લઇ ગુરુના આશ્રમમાં પ્રયાણ કરે ત્યારે તેની માતા પણ તેને એકજ સલાહ આપે બેટા ગુરુના ચરણ  કમળમાં સેવા કરજે,

પ્રહલાદનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો તેના પિતા હિણાકશ્યપુએ પોતાના પુત્રને પોતે ભગવાન છે તેમ માનવાની ફરજ પાડી ,પુત્ર તે પ્રમાણે માનવા તૈયાર ન થયો ત્યારે તેના ઉપર અત્યાચાર ગુજારવા મંડ્યો,તેને પર્વત ઉપરથી ફેંકી દીધો,અને એવી ભયંકર સજાઓ કરી પણ પ્રહલાદનો વાળ વાંકો ન કરી શક્યો,તેણે ભક્તિ કરી વરદાન મેળવ્યું હતું કે તેનું મૃત્યુ જમીન પર ,આકાશમાં ,મનુષ્યથી,કે પશુથી   કોઈ પણ પ્રકારે ન થાય ,ભગવાન તો ભક્ત તપષ્યા કરે એટલે પ્રસન્ન થઇ વરદાન માંગવા કહે,પછી તે ભક્ત રાક્ષશ હોય  તો પણ તેનું વરદાન ફળે,તે પ્રમાણે હિરણકશ્યપુને મારવા જ્યારે ભક્ત પ્રહલાદ પર અત્યાચાર વધી ગયો ,તેણે સળગતા લોહ સ્તંભ પાસે લઇ જઈ આમાં તારો ભગવાન છે તો ભર બાથ અને પ્રહલાદે પોતાના ભગવાનને યાદ કરી સ્તંભને બાથ ભરી,અને ભગવાને ન્રુસિન્હ રૂપ તેના વરદાનને અનુરૂપ લીધું અને હિરણ્યકશ્યપુને થાંભલામાંથી પ્રગટ થઇ માર્યો અને પ્રહલાદને તારી તેને રાજ્ય અપાવ્યું,અંતે હિરણકશ્યપુ પણ ભક્ત તો હતોજ એટલે તેને તારી સ્વર્ગ અપાવ્યું.આમ ગુરુ તરફથી મળેલા ભગવાન માટેના જ્ઞાનથી પ્રહલાદને રાજ મળ્યું,સમર્થરાજ કરી અંતે મુક્તિ મેળવી,

જ્યારે ગુરુ દ્રોણ પાંડવોને આશ્રમમાં શિક્ષા આપતા ત્યારે એક વખત એકલવ્ય નામના શ્રવણે આશ્રમમાં આવી પોતાને શિષ્ય  બનાવી શિક્ષા આપવાની વિનંતી કરી,તો ગુરુ દ્રોણે તેને કહ્યું હું ફક્ત રાજ કુંવરોને જ વિદ્યા આપી શકું,તને નહિ,આથી એકલવ્ય નિરાશ થયો ,એ તો જગલમાં રહેતો હતો પણ તે પોતાની હામ ન હાર્યો,તેણે  ગુરુ દ્રોણનેજ પોતાના ગુરુ માન્યાં અને તેમની માટીની પ્રતિમા બનાવી તેમના ચરણ કમળમાં શીશ નમાવી વિદ્યા શીખવાનું ચાલુ કર્યું અને જોત જોતામાં તેને તીરંદાજીમાં સફળતા મળી ,તે ખુબ ખુશ થયો,એક વખત એક ભોક્તા કુતરાના મોઢામાં એક સામટા  કેટલાય બાણોથી તેનું મોઢું ભરી દીધું,જ્યારે આ કૂતરો આ સ્થિતિમાં પાંડવોએ પોતાના ગુરુને બતાવ્યો તો દ્રોણ નવાઈ પામી ગયા અને પામી ગયા કે આતો કોઈ પોતાના પ્રિય શિષ્ય અર્જુનથી પણ હોશિયાર બાણાવળીનું  કામ છે, અને અર્જુન કરતા વધારે જાણનાર કોઈ હોવો જ ન જોઈએ એટલે તેઓ જંગલમાં આગળ વધ્યા અને આગળ જતા એકલવ્યનો ભેટો થયો ગુરુને જોતા એકલવ્ય તેમના ચરણકમળમાં નમી પડ્યો ,ગુરુએ પૂછ્યું બેટા આ કૂતરાની આ દશા તે કરી ત્યારે એકલવ્યે શીશ ઝુકાવી હા કહી અને તમેજ મને શીખવાડ્યું છે,
મેં તો તને ના પાડી હતી એવું કેવી રીતે બની શકે અને એકલવ્યે પોતે કેવી રીતે શીખ્યો તેનું વર્ણન કર્યું પણ ગુરુજીને તે મંજુર ન હતું એટલે તેમણે  એકલવ્યને ગુરુ દક્ષિણમાં તેનો જમણા હાથનો અંગુઠો માંગ્યો કે જેનાથી તે બાણ ચલાવતો હતો,એકલવ્યે વિના વિલંબે કટારથી
અંગુઠો કાપી ગુરુને આપી દીધો,આમ ગુરુનાંમાંજ માનતો એકલવ્ય ભલે અર્જુનને મહાત ન કરી શક્યો પણ ગુરુ ચરણ કમળમાં પોતાની દક્ષિણા આપી ખુબ ખુશ થઇ ધન્ય બની ગયો,તેને પોતા કરતા ગુરુનું મહત્વ વધારે માન્યું,આવા ગુરુ અને ચેલાના ઉદાહરણો તો પુરાણોમાં ભર્યા પડ્યા છે,
પૂર્ણ પરસોત્તમ ભગવાન રામે વૃદ્ધ થયેલી શબરીને આ ત્રીજી ભક્તિનો મહિમા કહેતા કહ્યું કે તારું આખું જીવન તે ગુરુ ચરણોની સેવામાં કોઈ પણ જાતના સ્વાભિમાન વગર કાઢ્યું છે તેનું આ પરિણામ છે કે હું આજે આપને ત્યાં પધાર્યો છું.માતા અને મીઠા બોર આરોગી રહ્યો છું.

1 comment:

  1. નવધા ભક્તિ ત્રણ વાંચી હવે બાકીની ક્યાં છે.

    ReplyDelete