Tuesday, February 14, 2017

નવધા ભક્તિ (પ્રથમ ભક્તિ)

નવધા ભક્તિ

પ્રથમ ભક્તિ




નવધા ભક્તિ રામચરિત માનસમાં ભગવાન શ્રી મર્યાદા પુરુસોત્તમ રામજીએ  અરણ્યકાંડમાં ભક્ત સબરીને બતાવતા કહ્યું હતું કે આ નવ પ્રકારની ભક્તિ તમારામાં સંપૂર્ણ પણે વ્યાપ્ત છે,ત્યારે સબરીએ કહ્યું હતું પ્રભુ હું તો અભણ એક ભીલડી છું મને તેનો કઈ ખ્યાલ નથી હું તો મારા પ્રભુની રાહ જોતા જોતા પ્રભુને પ્રત્યક્ષ પામી છું,ત્યારે રામજી ખુબ સંતુષ્ટ થયા હતા,અને નવધા ભક્તિનો મહિમા સબરીમાઈને સમજાવ્યો હતો,જેથી તેની મુક્તિ થઇ પરમલોકને  પામી હતી,

નવધા ભક્તિ કહઉં તોહી પાહિ.
સાવધાન સૂનું ધરું મન  માંહી
પ્રથમ ભગતી સન્તઃ કર સંગા

પહેલી ભક્તિ સંતના સત્સંગની છે જેથી ભગવાનની કથાનું શ્રવણ થાય છે શબરીબાઈ એક શ્રવણ કન્યા હતી તે પંચમ જાતિની હતી,ચાર જાતિ બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર થી પણ નીચી જાતિ સમાજ તેનો છાંયો પણ ન લે,જંગલમાં ઉછેર એટલે કોઈ પણ જ્ઞાન નહિ,પણ પ્રભુ પ્રત્યેનો અપાર પ્રેમ,અંતરમાં તે સિવાય કોઈ આકાંક્ષા નહિ તેને પ્રભુએ સામે ચાલી દર્શન આપ્યા અને  નવધા ભક્તિનો મહિમા સમજાવ્યો અને અંતે તે મુક્તિને પામી. જ્યારે તેના માતપિતાએ તેના વિવાહમાં પશુઓ દહેજમાં આપ્યા તે જોઈને તેનો પવિત્ર આત્મા કંપી ઉઠ્યો,તેના વિવાહમાં પશુઓના કતલથી તેને પોતાના માં બાપ માટે ઘૃણા  થઇ અને તેમને છોડીને તે વિવાહમાંથી ભાગી ગઈ સહારો શોધતી વનમાં ભટકવા મંડી ત્યાં મતંગ મુનિના આશ્રમમાં આવી પડી ત્યાં મતંગ ઋષિને પહેલા તો નવાઈ લાગી કેમકે ઋષિ મુનિઓ એકાંતમાં રહી તપ કરતા હોય પણ સબરીનો પવિત્ર ભાવ જોઈ તેને આશ્રમમાં આશરો આપ્યો ત્યાં સફાઈ વગેરે કામ કરવાની સેવા તેને મળી  તે મુનિઓની સેવા કરવા મંડી અને ભગવાનના ગુણોની કથા માં તેને ખુબ રસ પડવા મંડ્યો  તે રોજ કથા સાંભળતી અને આશ્રમના રસ્તો પોતાના વસ્ત્રોથી સાફ કરતી જેથી સાધુ સંતોને કાંટા કાંકરાથી ઇજા ન થાય,મુનિ શ્રીએ સબરીને કહ્યું તને કથા સાંભળવામાં  ખુબ રસ પડે છે તે ભગવાન શ્રી રામ અહીં આશ્રમમાં એક દિવસ જરૂરથી આવશે,પછી તો તેને શ્રી રામ ના દર્શનની લગની લાગી તે ભગવાનના આગમનની રાહ જોવા લાગી ઘણો સમય પસાર થઇ ગયો મુનિ પણ પોતાનો કાળ સમાપ્ત થતા ન રહ્યા પણ સબરી ભગવાનની રાહ જોતી રહી અને તેપણ વૃદ્ધાવસ્થાએ પહોંચી છતાં તેનો ઉત્સાહ ઓછો ન થયો,છેલ્લે પ્રભુ નું અરણ્ય કાંડમાં આગમન થયું,જયારે પ્રભુ આશ્રમમાં પધાર્યા ત્યારે શબરી ખુશીની મારી પાગલ થઇ ગઈ તેણે ભગવાનને એક ઊંચા સ્થાને આસાન પાથરી બેસાડ્યા અને જંગલમાંથી ચાખી ચાખીને ભેગા કરેલા મીઠા બોર ધર્યા પ્રભુએ ખુબ ખુશ થઇ બોર આરોગ્યા અને કહ્યું માતા આવી વાનગી જીવનમાં પહેલી વખત આરોગવા મળી આજે અમે ધન્ય બની ગયા અને ખુબ ખુશ થઇ ભગવાને સત્સંગમાં સબરીને  નવધા ભક્તિ વિસ્તારથી સમજાવી,આમ તો નવ પ્રકારની  ભક્તિમાંથી કોઈ પણ પ્રકાર મનુષ્યને મુક્તિ અપાવે છે.ભગવાનની પ્રાપ્તિ માટે સંતોનો સત્સંગ એ પ્રથમ પગલું છે ભગવાન એ કોઈ એક પરમ તત્વ છે જે આપણી નજીક હોવા છતાં અપ્રાપ્ય છે જેને સમજવા સંતોનો સત્સંગ ખૂબ જ મહત્વનો છે,તેની પ્રાપ્તિ થતી નથી પરંતુ અનુભૂતિ જરૂર થાય છે,જેમ શ્વાસ લેવાની ક્રિયા હવાનું મહત્વ સમજાવે છે,જે આપણી જીવન ટકાવી રાખવાની પહેલી જરૂરિયાત છે તે જીવન સાથે સહજ રીતે જોડાયેલી છે,તેની અનુભૂતિ થાય છે,તેનું ઊંડાણ જાણવા માટે ભણવું પડે છે,તેના વિષે ભણેલા તેનું મૂલ્ય સમજાવી શકે છે તેમ ભક્તિ નું મૂલ્ય પણ સંત સમજાવી શકે છે,માટે તે પ્રથમ ભક્તિ તરીકે સમજાવી છે,
 સંતના સત્સંગથી વાલિયા લુટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા અને વાલ્મિકી રામાયણ ની રચના કરી,લૂંટ કરતા હતા ત્યારે નારદ મુનિનો ભેટો થયો અને સત્સંગ થયો સમજાવ્યું કે લૂંટ એ  પાપ છે અને તેમાં કોઈ ભાગીદાર નથી તારે પોતે ભોગવવું પડે છે ત્યારે વાલિયાએ તે પોતાના કુટુંબના ભરણ પોષણ માટે  કરે છે માટે તેઓ મારા પાપમાં ભાગીદાર છે  તો મુનિ શ્રી એ કુટુંબને પૂછી જોવા કહ્યું અને પરિણામમાં જયારે કુટુંબે ઇન્કાર કર્યો ત્યારે મુનિશ્રીના ચરણોમાં પડી માફી માંગી ત્યારે રામ નામનો મંત્ર તેને મળ્યો અને મરા મરા કરતા વાલિયો વાલ્મિકી બની ગયો.આ સત્સંગનો મહિમા હતો,
ભક્તિ મળ્યા પછી તેનો પ્રભાવ ખુબ હોય છે મહાવીર ભગવાન જૈનોના તીર્થંકર જયારે જંગલમાંથી પસાર થતા તો કહેવાય છે ભક્તિના પ્રભાવથી તેમની આસપાસ માઈલ સુધી હિંસા અટકી જતી,ગુજરાતમાં નારેશ્વર તીર્થ ધામના પૂજ્ય રંગ અવધૂત મહારાજની ભક્તિથી તે જે લીમડાના ઝાડનો ટેકો લઈને તપ કરતા હતા તો તેમના ભક્તિના પ્રભાવથી  લીમડો જે કડવો હોય છે તેણે પોતાની કડવાશ છોડી દીધી હતી મહારાજની આજુબાજુના ઘણા પાંદડા નો વિસ્તાર કડવાશ છોડી મીઠો થઇ ગયો હતો,

No comments:

Post a Comment