Sunday, February 19, 2017

નવધા ભક્તિ ( દ્વિતીય ભક્તિ)

નવધા ભક્તિ 

દ્વિતીય  ભક્તિ




પ્રથમ ભગતિ સંતન્હ કર સંગા I
દુસરિ રતિ મમ કથા પ્રસંગા II

બીજી ભક્તિ શ્રી મર્યાદા પુરુસોત્તમ ભગવાન શ્રી રામે ભક્ત શબરીને સમજાવતા કહ્યું કે મારી કથાનું    વર્ણન થતું હોય ત્યારે તેમાં રતિ એટલે એકચિત્ત થઇ શ્રવણ કરવું ,કથા ના પ્રસંગોનું ધ્યાન થઇ સાંભળવાથી તેનો જરૂર ઉદ્ધાર થાય છે,મારી કથા અને તેના પ્રસંગો પતિત પાવન છે,તેમાં સંશય ન કરવો,જીવન યાત્રામાં આ ભક્તિથી ક્યારેક તે જે રીતે ભગવાનને મેળવવા માંગતો હોય તે રીતે તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેને પરમ તત્વની અનુભૂતિ થાય છે,તેમાં જાત, પાત,નાત કે ઉમર કઈ જોવાતું નથી દરેકને કથામાં એકાગ્ર થતા અનુભૂતિ જરૂર થાય છે,પ્રસંગોની રજૂઆતથી કથાની સમજ એકદમ સરળ થઇ જાય છે.
રામકથામાં જ્યારે પ્રભુ શ્રી રામને નાગપાશથી બંધક બનાવી દેવામાં આવે છે ત્યારે લીલામાં બંધાયેલા
પૂર્ણ પુરુસોત્તમ ભગવાન રામ ના વિષ્ણુ અવતાર માટે ઘણા બધાને સંશયો થાય છે જેમ શંકાનું કોઈ સમાધાન નથી તેમ આ યુદ્ધમાં બંધાયેલા મર્યાદા પુરુસોત્તમ શ્રી રામના નાગપાશના બંધને તોડવાનું કામ ભક્ત શ્રી હનુમાનજીને સોંપવામાં આવે છે,ત્યારે યુદ્ધના વડાઓના મંતવ્ય પ્રમાણે શ્રી હનુમાન શ્રી વિષ્ણુભગવાનના વાહન શ્રી ગરુડજી પાસે જાય છે ત્યાં તેમને વિષ્ણુ ભગવાનનો અવતાર શ્રી મર્યાદા પુરુસોત્તમ રામ તરીકે થઇ ચુક્યો છે અને તેઓ હાલમાં યુદ્ધમાં નાગપાશના બંધમાં બંધાઈ ગયા છે તેમાંથી મુક્ત કરવા આપની મદદની જરૂર છે,ગરુડજી સંમત થાય છે પરંતુ શંકા થાય છે વિશ્વના રચયિતા આ રીતે બંધાય એ માનવા જેવી વાત નથી અને એટલામાં નારાયણ નારાયણ કરતા નારદજીનો પ્રવેશ થાય છે અને શ્રી હનુમાનજીની વાત ની પુષ્ટિ થાય છે,શ્રી ગરુડજી સાપને ખાઈ શ્રી રામજીને બંધન મુક્ત કરે છે પરંતુ ઉભી થયેલી શંકાનું પૂર્ણ સમાધાન થતું નથી,પાછા વળતા આકાશ   માર્ગમાં દેવાધિદેવ શ્રી મહાદેવનો ભેટો થઇ જાય છે,શ્રી ગરુડજી પોતાની શંકાના સમાધાન માટે વાતની રજૂઆત શ્રી મહાદેવજીને કરે છે ત્યાં દેવાધિદેવ જુએ છે,જો હું શંકાનું સમાધાન  કરીશ તો ગરુડજીનું અભિમાન વધી જશે અને તેમ થશે તો તેનું અહિત થશે અને ભક્તનું અહિત ભગવાનને મંજુર નથી તે કાયમ ભક્તનું ભલું ઇચ્છતા હોય છે એટલે તેમને ઉપાય શોધ્યો અને કહ્યું હું એટલી જલ્દી કેવી રીતે કહી શકું પણ તું કાગ ભુસંડી નો સત્સંગ કર તે જરૂર તેનું સમાધાન કરશે આમ શ્રી પક્ષીરાજ ગરુડજીને નીચલી કક્ષાના કાગ  ભુસંડી પાસે મોકલ્યા જેથી તેમને બંધન તોડ્યાનું અભિમાન ન આવે અને શંકાનું સમાધાન થાય.
આવીજ રીતે દેવાધી દેવ સાથે આકાશમાર્ગે સહેલ કરતા માં જગદંબાને પણ જ્યારે દેવાધિદેવ નીચે પૃથ્વી તરફ જોઈને મુગ્ધપણે હસતા જોઈ શંકા થઇ અને પૂછ્યું એવું તો શું છે કે તમે આટલા આનંદમાં છો ત્યારે દેવાધિદેવે કહ્યું મારા પ્રભુ શ્રી વિષ્ણુનો અવતાર પૃથ્વી થઇ ચુક્યો છે અને તેમની લીલા જોઈ હું આનંદમાં મગ્ન થઇ ગયો છું માતાજીએ   જોયું તો રામ સીતાની શોધમાં આંસુ વહાવતા સીતે સીતે કહી તેમના ભાઈ સાથે ફરી રહ્યા હતા એટલે તેમને શંકા થઇ ભગવાન આમ એક સ્ત્રીના વિયોગમાં આંસુ વહાવે તેમને જાતે ખાતરી કરવાનું મન થયું અને તેની રજુઆત દેવાધિદેવ પાસે કરી દીધી મહાદેવ વિસ્મય પામ્યા અને દેવીનું અહિત જોયું સમાધિ લાગી ગઈ પણ કરણી ને કોણ રોકી શકે તેમણે દેવીને ખાતરી કરવાની અનુમતિ  આપી ,માં અન્નપૂર્ણાએ સીતાનું રૂપ લીધું અને જ્યાથી બંને ભાઈયો વિચરતા ત્યાં આગળ જઈ એક વૃક્ષની નીચે બેસી ગયા,જ્યારે શ્રી રામે દૂરથી જોયા ત્યારે વિના વિલંબે કહી દીધું માતાજી એકલા કેમ અને દેવાધી દેવ ક્યાં ? અને દેવી ભોંઠા પડ્યા પકડાઈ ગયા એટલે કહ્યું તેઓ હવે આવે છે,આમ શ્રી રામની લીલાની શંકા માતાજીને ખુબ ભારે પડી પછીતો પોતાના પ્રભુમાં પોતે કહેવા છતાં માતાજીએ શંકા કરી,કેમકે દેવાધિદેવનું કથન ક્યારેય ખોટું ન હોય,દેવાધિદેવે માતાજીનો ત્યાગ કર્યો,

ભગવતી કથામાં રતિને અનુલક્ષીને બીજી ભક્તિની વાત કરીયે તો રામાયણ સિવાય ઘણા બધા પુરાણોમાં ઘણા બધા પ્રસંગોનું વર્ણન છે, ભાગવત માં પરીક્ષિતનો પ્રસંગ લઇ ભક્તિનું સંયોજન થયું છે,જેમાં પાંડવોના એકમાત્ર પૌત્ર જેનો અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણે અશ્વથામાએ છોડેલા   બ્રહ્માસ્ત્રને ગર્ભમાં જઈ સુદર્શનથી બચાવ કર્યો હતો તે પરીક્ષિત કે જેમણે પોતાના કાળમાં હસ્તિનાપુરનું રાજ્ય ભોગવતા અશ્વમેધ યજ્ઞ કરી પોતાને પાંડવોના ઉત્તરાધિકારી તરીકે યશસ્વી સાબિત કર્યો હતો,તે પરીક્ષિત માં પણ અભિમાન વ્યાપ્ત થયું,અને નામ તેનો નાશ સદા રહેલો છે,જયારે કળિયુગ દિગ્વિજયી રાજાના પ્રદેશમાં પ્રવેશ કરી બળદ ગાયને કાળા વેશમાં મારવા દોડે છે,ત્યારે પરીક્ષિત ધનુષ્યનો ટંકાર કરી કલિયુગને ચેતવે છે જ્યાં કળિયુગ પરીક્ષિતના શરણોમાં આવે છે ક્ષત્રિય હોવાથી તેને શરણું મળેછે પણ દેશનિકાલનો આદેશ મળે છે છેલ્લે કળિયુગ કહે છે મારો કાળ  છે મહારાજ તમે દિગ્વિજયી છો બધે તમારું રાજ છે તો હું ક્યાં રહીશ,આખરે તેને રાજાએ,અધર્મ,જુગાર,દારૂ અને વ્યભિચારી સ્ત્રી,આ ચાર સ્થાન રહેવા આપ્યા,પણ કલિયુગને તો રાજા  પર  આક્રમણ કરવું હતું,એટલે કહ્યું આ બધા ખરાબ સ્થાનો આપ્યા તો એકાદ તો સારું સ્થાન આપો,તો તેની વિનંતીથી રાજાને દયા આવી અને કહ્યું અનીતિથી કમાયેલા સોનામાં તું રહી શકીશ,પછી કળિયુગ રાહ જોવા લાગ્યો,ત્યારે એક વખત પરીક્ષિત પ્રાચીન વસ્તુઓ જોવા લાગ્યા અને ફરતા એક બંધ ઓરડો જોયો,તેના ઉપર તાળું હતું અને ન ખોલવાની ચેતવણી લખેલી  હતી પણ રાજાને પોતાના પિતૃઓએ આવું કેમ કર્યું તે જાણવાની ઈચ્છા થઇ,અને તાળું તોડી ઓરડો ખોલાવ્યો,તો તેમાં એક પેટાળ હતો તેના ઉપર તાળું હતું તે તોડાવ્યું,તો તેમાં એક પછી એક તાળા વાળી પેટીઓ તોડાવતો ગયો તો છેક અંદરની પેટીમાંથી સોનાનો રત્ન જડિત  મુકુટ નીકળ્યો,આ મુકુટ તેના પૂર્વજ ભીમસેને જરાસંઘને મારીને અનીતિથી લઇ લીધો હતો,પણ વિધિના લેખમાં કોણ મેખ મારે,ચેતવણી છતાં પરીક્ષિતે આ સુંદર મુકુટ માથા પર ગ્રહણ કર્યો અનીતિનું સેવન થયું અને કલિયુગે પ્રવેશ કર્યો,પરીક્ષિત એક વખત જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં હરણની પાછળ દોડતા તે થાક્યો તેને તરસ લાગી,જળાશય ન દેખાયું પણ નજીકમાં એક આશ્રમ હતો તેમાં સમીપ નામના મુનિ તપ કરતા હતા,અને સમાધિમાં હતા રાજાને પોતાનું અભિમાન,બધાએ તેનું સ્વમાન કરવું પડે,પણ સમીપ ન હાલ્યા ,કલી ના વધતા પ્રભાવમાં તેને મુનિ ઢોંગી લાગ્યા અને સજાના રૂપમાં નજીકમાં પડેલા મરેલા સાપને તેમના ગળામાં પહેરાવી દીધો,અને તે ત્યાંથી પાણી શોધતો બીજે જતો રહ્યો,જયારે સમીપ મુનિનો  પુત્ર સુંગી આવ્યો ત્યારે પોતાના પિતાની હાલત જોઈ ક્રોધ આવ્યો, પિતા તો સમાધિમાં હતા,
પુત્રે કૌશિક નદીનું પાણી હાથમાં ગ્રહણ કર્યું અને શ્રાપ આપતા કહ્યું જેણે આ દુષ્કૃત્ય કર્યું છે તેને આજથી સાતમા દિવસે તક્ષક નાગ કરડશે અને તેનું મૃત્યુ થશે,જ્યારે સમીપ મુનિની સમાધિ છૂટી તો શ્રાપની ખબર પડી તેમણે ધ્યાનમાં જોયું,આ ખોટું થયું શ્રાપ ખોટો ન પડે,પોતાના બે શિષ્યોને તાત્કાલિક રાજાને આ ખબરથી વાકેફ કરવા મોકલ્યા,સમાચાર મળતા રાજા ખુશ થઇ ગયો,મૃત્યુ નું કોઈ નિવારણ નથી પણ તેને સાત દિવસ પહેલા ખબર પડી તેટલો તે નસીબદાર હતો,હવે મૃત્યુ ન સુધારે તો તેના જેવો કોઈ દુર્ભાગી નહિ તે વલ્કલ વસ્ત્રો ધારણ કરી  મૃત્યુને  સુધારવા તેના જેવોજ તેના તેજસ્વી પુત્ર જન્મેજયને ગાદી સોંપી નીકળી ગયો,સુતજી પાસે પુરા સાત દિવસ ભગવતી મહિમાની કથા એકચિત્ત થઇ સાંભળી તેણે  પોતાનું મૃત્યુ સુધાર્યું,
આ સુતજી બાળપણથીજ વિદ્વાન હતા,જ્યારે દેવાધિદેવ માતાજીને અમર કથા કહેતા હતા ત્યારે માતાજીને સમાધિ લાગતા કલ્પવૃક્ષ પર બેઠેલો  સુક હકાર ભણવા લાગ્યો અને મહાદેવને દેવી સુઈ ગયા હતા તેની ખબર પડી તો હકાર કોણ ભરતું હતું તો શુકની ખબર પડી અને મહાદેવ તેને મારવા દોડ્યા તો શુક વ્યાસજીના આશ્રમમાં આવી તેમની પત્ની ગર્ભવતી હતી તેના ગર્ભમાં સંતાઈ ગયો, મહાદેવે વ્યાસને શુક વિષે પૂછ્યું તો વ્યાસજીએ દેવાધિદેવના ક્રોધને શાંત કરતા કહ્યું,કે હવે તે અમરકથા સાંભળી અમર થઇ ગયો તમે તેનું કઈ બગાડી નહિ શકો માટે મારી વિનંતી સાંભળી મારે મારા પુરાણો માટે તેનો ફેલાવો કરવા આપની સેવા ની જરૂર છે તો મારી વિનંતી સ્વીકારો તો મહાદેવજીને વાત સમજતા વ્યાસજીને તેમનો પુત્ર બની આવવાનું વચન આપી જતા રહ્યા,આ પુત્ર તે સુતજી,પણ તેઓ ચાર વર્ષ સુધી ગર્ભમાંથી બહાર ન આવ્યા ત્યારે પૂછવામાં આવ્યું હવે ક્યારે બહાર આવો છો તો કહ્યું હજુ બહારનું વાતાવરણ શાંત નથી,હું ભગવતીઅવતારના આગમન વખતે બહાર આવીશ અને જયારે કૃષ્ણ અવતારનું સર્જન થયું ત્યારે તેમણે  બહાર આવી નાનપણથીજ વેદો અને  પુરાણોનું વિસ્તરણ કર્યું અને ભગવતી કથાને શૌનક મુનિઓ તથા પરીક્ષિતને  સંભળાવી તેનો ઉદ્ધાર થયો,સાતમા દિવસે તક્ષક ફૂલમાં કીડો બનીને આવ્યો અને તક્ષકને ડંસ દેતા તેનું મૃત્યુ થયું ,
 ભાગવતમાં એક વખત નારદજીએ ભગવાનને પૂછ્યું પ્રભુ તમે ક્યાં રહો છો તો ભગવાને જવાબ આપ્યો હતો કે હું જ્યા મારી કથાનો મહિમા ગવાતો હોય ત્યાં હું સતત હાજર રહું છું,એટલે બીજી ભક્તિનો મહિમા પ્રભુની કથા તથા પ્રસંગોમાં રતિ રાખવાથી પૂર્ણ થાય છે.તેવું સંતોનું વિધાન છે,

પદ ગીતામાં અર્જુનને પોતે શું છે તે ભગવાન સમજાવે છે.

મૈ કર્તા,મૈ  હી કારક,મૈ યૌવન, મૈ રૂપ,મૈને ઇસ સંસારમે બદલે હૈ કઈ રૂપ -હે અર્જુન...
મૈ તપન હું સૂર્યકી, મૈ પવનકા જોર,મૈ હી નરસિંહ,રામ હું,મૈ હી માખણચોર-હે અર્જુન...
મૈ હરી,મૈ શ્યામ હું,મૈ વિષ્ણુ અવતાર,મૈ હી ઘટ ઘટમે બસા હું,બનકે જીવનસાર-હે અર્જુન...
મૈ  કભી જન્મા નહિ,મૈ અમર હું પાર્થ,મૈ સબમેં પહલે હું, મૈ હું સબકે બાદ-હે અર્જુન....
મૈ જીવનકા અંશ હું,મૈ હું મૃત્યુકા આધાર,જન્મદાતા પુણ્યકા ,મૈ હી પાપ સંહાર -હે અર્જુન...
મૈ હી સબસે સુક્ષ્મ હું ઔર મૈ હી સબસે વિશાલ,મૈ જગતકા પાલક હું ઔર મૈ હી સબકા કાલ-હે
મૈ શીતલ,મૈ તાપ હું,મૈ ભાદો કા ફુંહાર,મૈ હી પતઝડ,મૈ હી સાવન,મૈ બસંત બહાર -હે અર્જુન...
મૈ ઋતુ ઔર યુગ ભી મૈ,ઔર મૈ હી સુબહા,શ્યામ,નવગ્રહ હૈ,મેરે હી સમતુલિત,મૈ તીર્થ,મૈ ધામ-હે
મૈ અર્જુન સંપન્ન હું,મૈ સકલ સંતાપ, મૈ રહું જિનકે સમ્મુખ,વહા રહે ન પાપ -હે અર્જુન....
વ્યર્થ ચિંતા કયું કરે,ક્યુ ડરે બિન બાતા,આત્મા તો અમર હૈ,કયું કરે પશ્ચાતાપ -હે અર્જુન....
પરિવર્તન સંસારકા,હૈ નિયમ સુન પાર્થ, ખાલી તુમ આયે ધરામે,જાના ખાલી હાથ -હે અર્જુન...
તું હૈ અર્જુન કુછ નહિ,નાં તેરે હૈ કોઈ સાથ,સબ અકેલે હૈ ધરામે,ધર્મ હૈ કેવળ સાથ-હે અર્જુન...
હે અર્જુન અબ યુદ્ધ કરો,ત્યાગો મનકે વિચાર,દેતા હું આદેશ તુમ્હે,મૈ વિષ્ણુકા અવતાર -હે અર્જુન...
દેખ નારાયણકો સમ્મુખ,અર્જુન ઝુકાયે શીશ,રૂપ થા વિકરાળ ઐસા,કઈ થે જિનકે શીશ-હે માનવ....
જગકી હર  એક વસ્તુકો ધારણ કિયે થે નાથ,એકમુખી,જ્વાળામુખી,થર થર કંપે પાર્થ,-હે માનવ...
ક્ષમા કરો ભગવાન મુઝે,યે રૂપ ન દેખા જાય,ઇતના કહકે વીર અર્જુન લિયા ધનુષકો ઉઠાય-હે
ફિર ધનુષ ગાંડીવકી ઐસી ખીચી કમાન,જિસકી ગર્જન તીન લોક્મે,ગુંજી વ્રજ સમાન-હે માનવ..
ભીષ્મ પીતાકે ચરણોમેં છોડા પહેલા બાણ,સમજ ગયે કે પૌત્ર અર્જુન માંગે આશીર્વાદ-હે માનવ....
ફ્લકી ઈચ્છા નાં કરો,કર્મ કરો ઇન્શાન,સત્ય વચન કો પીંડ કહે યહી હૈ ગીતા જ્ઞાન-હે અર્જુન

No comments:

Post a Comment