આજ રિસાઈ ......(રચના -સુરેશ દલાલ )
આજ
રિસાઈ અકારણ રાધા ,
આજ રિસાઈ અકારણ ,(
૨)
બોલકણી
એ મૂંગી થઈને મૂંગું એનું મારણ ,
રાધા આજ.....
મોરલીના
સૂર છેડે માધવ ,(
૨)વિધ વિધ રીતે મનાવે ,
નીલ
ભૂરા નિજ મોરપીંછને ,
ગોરા ગાલ લગાવે ,
આજ
જવાને કોઈ બહાને ,
નેણથી નીતરે શ્રાવણ ,
રાધા આજ.......
છાની
છેડ કરે છોગાળો ,(
૨) જાય વળી સંતાઈ ,
તોયે
ન રીઝે રાધા ,
કા '
નનું કાળજું જાયે
કંતાઈ ,
થાય
રે આજે શામળીયાને ,
અંતરે બહુ અકરામણ ,
રાધા આજ......
જય શ્રી કૃષ્ણ
પ્રેમળ જ્યોતિ તારો ....(કવિ-નરસિંહ દિવેટિયા)
પ્રેમળ જ્યોતિ તારો દાખવી ,મુજ જીવન પંથ ઉજાળ,
દૂરપડ્યો નિજ ધામથી હૂં,ને ઘેર ઘન અંધાર ,(૨)
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં(૨) ,નિજ શિશુને સંભાળ ,
મારો જીવન પંથ ઉજાળ ,પ્રેમળ.........
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દૂર નજર છો ન જાય,(૨)
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,(૨)એક ડગલું બસ થાય ,
મારે એક ડગલું બસ થાય ,પ્રેમળ .........
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ન લગાર,(૨)
આપ બળે માર્ગ જોઇને ચાલવા ,(૨)હામ ઢળી મૂઢ બાળ,
હવે માર્ગ તુજ આધાર,પ્રેમળ.....
ભભકભર્યા તેજથી લોભાયો,ને ભય છતાં ધર્યો ગર્વ, (૨)
વીત્યા વર્ષો ને લોપ સ્મરણ શ્રી(૨),સ્ખલન થયો જે સર્વ,
મારે આજ લગી નવું પર્વ ,પ્રેમળ.....
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !,આજ લગી પ્રેમભર(૨)
નિશ્ચય મને તે સ્થિર પગલેથી,(૨)ચલવી પહોચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની શેર ,પ્રેમળ.....
કર્દમ ભૂમિ કળણ ભરેલી,ને ગિરિવર કેરી કરાડ,(૨)
ધસમસતા જળકેરા પ્રવાહો,(૨)સર્વ વટાવી કૃપાળ,
મને પહોચાડશે નિજ દ્વાર,પ્રેમળ....
રજનિ જશે ને પ્રભાત ઉજળશે,ને સ્મિત ફરશે પ્રેમાળ,(૨)
દિવ્ય ગણોના વદન મનોહર,(૨)મારે હૃદય વસ્યા ચિરકાળ,
જે મેં ખોયા હતા ક્ષ ણ વાર ,પ્રેમળ.......
જય શ્રી કૃષ્ણ .
માડી તારું કંકુ ............(ગુજરાતી ભજન)
હે માડી તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો (૨)
જગમાથે જાણે પ્રભુતાએ પગ મુક્યો ,કંકુ ખર્યુંને......
મંદિર સર્જાયુંને ઘંટારવ ગાજ્યો(૨)
નભનો ચંદરવો માએ આખ્યુંમાં આંજ્યો(૨)
દીવો થાવા મંદિરનો ચાંદો આવી થોભ્યો,કંકુ ખર્યુંને.......
માવડીની ખોટે માં તારાના મોતી(૨)
જનનીની આખ્યુંમાં પૂનમની જ્યોતિ(૨)
છડી રે પુકારે માની મોરલો ટહુક્યો,કંકુ ખર્યુંને.....
માવડીના રખના ભૂખરા વાગ્યા(૨)
અજવાળી રાતે માએ અમૃત ધોર્યા(૨)
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો ,કંકુ ખર્યુંને.....
માડી તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મુક્યો ,કંકુ....
ભોલે તેરી જતામે...(શિવ ભજન)
ભોલે તેરી જતામે , શિવજી તેરી જતામે ,
બહતી હૈ ગંગ ધારા , બહતી હૈ ગંગ ધારા....
ગળે મુન્ધ્માલા રાસે , શશી બાલમે બિરાજે ,
હો ડમરુનો નાદ બાજે , કરમે ત્રિશુલ ધારા ,( ૨)ભોલે તેરી......
જબ દિન તેરે રાશી , કટિબંધ નાગ ફાંસી ,
ગીરીજા હૈ સંગ દાશી , સબ વિશ્વકે આધારા(૨) ભોલે તેરી .....
મૃગચર્મ વસ્ત્ર ધારી , રસરાજ્પે સવારી ,
નિજ પાપ દુઃખ હારી , કૈલાશમે બિરાજા
( ૨) ભોલે તેરી......
શિવ નામ જો ઉચ્ચારે , સબ પાપકો સ્વીકારે ,
બ્રહ્માનંદના વિષાદે , ભવ સિંધુ પાર પામે (૨)ભોલે તેરી ......
હર હર મહાદેવ