Saturday, March 10, 2012

સંતવાણી
એક ચાંદ હરરોજ નિકલતા હૈ
દેને અપની ચાંદની ઇસ અંધેરી રાતકો,
ઇસ રાતકો ભી ઇસ ચાંદ્સે પ્યાર હૈ
પર પતા નહિ ઇસ દિલ કયું નહિ માનતા,
ના જાણે ઇસે કિસ ચાંદ્કા ઇન્તેઝાર હૈ.

આ કહેવાવાળા ગાલીબ ને એક વખત મહારાજનું આમંત્રણ મળ્યું ,ગાલીબ તો ગાલીબ હતા પોતાની જાત અને પોતાની શાયરીમાં મસ્ત,સરકારના આમંત્રણથી ખુશ થઇ ગયા,અને જેવા કપડા પહેર્યા હતા એવા કપડામાં નીકળી પડ્યા,રસ્તામાં ખુબ ખુશ એવા ગાલિબને જોઈ લોકોને અજાયબી થઇ અને પ્રશ્ન કર્યો,
"શું આજે ખુબ ખુશ છો ગાલીબ,ખુશીનું કારણ પૂછી શકું છું..!"જવાબમાં ગાલિબે કહ્યું
"ભાઈ ગાલીબ તો ક્યારેય નાખુશ ન હતા પણ આજે મહારાજ સાથે ભોજન લેવાનું છે એટલે ગાલીબ વધુ
ખુશ છે,અને તમેજ કહો ,કોણ ખુશ ન હોય !!"
"જરૂર ગાલિબજી,પણ મહારાજ સાથે તમારો આ પહેરવેશ તૂટા ફૂટા કપડા,ક્યારેય ફીટ નહિ થાય,જરા સારા કપડા પહેરીને જાઓ,"
અને જવાબમાં ગાલિબે કહ્યું" મહારાજે ગાલિબને માન આપ્યું છે ગાલીબના કપડાને નહિ " અને સલાહકારે સલાહ આપી
" ગાલિબજી જો સારા કપડા ન હોય તો હવે કપડા પણ ભાડે મળે છે,ભાડે લઇ લો ,પણ આ કપડા તો નહિજ.."પણ દિલના સબંધોમાં માનવાવાળા ગાલિબે સલાહકારની સલાહને હસી કાઢી અને પોતે જેવા કપડામાં હતા
એવા કપડામાં નીકળી પડ્યા, પહોચ્યા મહેલના દરવાજે સજ થજ થયેલા બીજા મહેમાનો વચ્ચે ગાલીબ હસી મઝાકનું કારણ બન્યા લોકો તેમને હસવા લાગ્યા,જેમ તેમ કરી ગાલીબ દરવાજે પહોચ્યા અને દરવાને તેમને રોક્યા,
"ચલ એય ભીખારી અહીંથી ભાગ," અને દરવાને ધક્કો માર્યો ગાલીબ પડ્યા, પડતા ગાલિબે દરવાનને
આજીજી કરી અને પોતાની વાત કહી પણ દરવાને ગાલીબની એકેય ન સાંભળી,અને નિરાશ ગાલિબને સલાહકારની વાત ન માનવાનું દુઃખ થયું ,સરકારનો દરવાન તો તેની ફરજ બજાવતો હતો ,ગાલીબના દિલની તેને શું કિંમત,ગાલિબે પોતાની જાતને સહીસલામત રાખવામાં પોતાની ભલાઈ સમજી અને ત્યાંથી પાછા વળ્યા,ભાડાના કપડાની દુકાને પહોચ્યા અને ત્યાંથી સારા કપડા લઇ તૈયાર થઇ નીકળ્યા હવે ગરીબ ગાલીબ એક
નામદાર ગાલીબ દેખાવા લાગ્યા,અને રસ્તામાં લોકોનું માન મળ્યું અને મહેલના દરવાજે પહોચ્યા,દરવાજો એજ હતો જ્યાં પહેલા તેમને ધક્કો મારી પાડી નાખવામાં આવ્યા હતા,દરવાનો એજ હતા પણ સલામ ભરી માન આપતા હતા,દરવાનોને ગાલીબના ચહેરા સાથે કોઈ ઓળખાણ ન હતી,અને દબદબાથી ગાલિબને મહારાજ
સુધી પહોચાડી દેવામાં આવ્યા,મહારાજ સામેથી આવી ગાલિબને ભેટ્યા અને પૂછ્યું
"ક્યારની રાહ જોતો હતો ક્યાં ગાયબ હતા ગાલીબ...?"ગાલીબ કઈ ન બોલ્યા અને
અનેક વાનગીઓથી ભરેલા થાળ પાસે રાજા અને ગાલિબે બેઠક લીધી ત્યારે ગાલીબ બોલ્યા,
"હે મારા પાટલુન ખાઓ પેટ ભરીને ,હે મારા ખમીશ ખાવો પેટ ભરીને ....."મહારાજા અચરજમાં પડ્યા
" શું બોલો છો ગાલીબ "હસતા હસતા પ્રશ્ન થયો અને જે બન્યું તેનાથી ગાલિબને કોઈ રંજ ન હતો પણ કપડા બદલવાથી તેને માન મળ્યું તેનું દુખ હતું,અને એટલેજ બહાદુરશાહ ને જતા જતા ગાલિબે કહ્યું કે જ્યાં જ્યાં માણસોને ઓળખવામાં નથી આવતા ત્યાં ત્યાં હું આવવાનું પસંદ નથી કરતો ....મહારાજને પણ વાત જાણી દુઃખ થયું ,આવા મહાન શાયરીકાર પોતે જેવા હોય એવા રહેવામાં માનતા હતા.

No comments:

Post a Comment