Thursday, March 29, 2012

શ્રીનાથજી ભજન







શ્રીનાથજી ભજન


અમીભરેલી નજર્યું રાખો ,મેવાડના શ્રીનાથજી
ચરણકમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી રે
દયા કરીને ભક્તિ દેજો,મેવાડના શ્રીનાથજી, અમી ભરેલી......
હું દુ:ખીયારો તારે દ્વારે આવી ઉભો શ્રીનાથજી રે
આશિષ દેજો ઉરમાં લેજો ,મેવાડના શ્રીનાથજી , અમી ભરેલી......
તારે ભરોસે જીવનનૈયા મૂકી રહ્યા શ્રીનાથજી રે
બની સુકાની પાર ઉતારો,મેવાડના શ્રીનાથજી રે, અમી ભરેલી......
ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી રે
મુઝ આંગણીયે વાસ તમારો મેવાડના શ્રીનાથજી રે,અમી ભરેલી.......
દર્શન આપો દુ:ખડા કાપો ,મેવાડના શ્રીનાથજી (૩).

જય શ્રી કૃષ્ણ

Sunday, March 25, 2012

શિવ ભજન (હિન્દી)









શિવ ભજન (હિન્દી)


એક બીલી પત્તમ,એક પુષ્પમ,એક લોટા જલકી ધાર
દયા લુરી કે દેખ હૈ ગંગ્મૌલી ભલચાર
વ્યઘામ્બરમ,ભશમાધરન,જતાજુધ લિબાસ
આસન જમાએ બૈઠે હૈ કૃપા સિંધુ કૈલાશ

કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું (૨)
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું (૨)
ભક્તોકો કભી શિવને નિરાશ ના કિયા
માંગા જીહને જો ચાહા વરદાન દે દિયા
બડા હૈ તેરા દાયજા,બડા દાતાર તું,(3)આયો શરણ.....
વખાણ ક્યાં કરું મૈ રાખોપે ઢેરકા
ચપટી ભભૂતિમેં હૈ ખજાના કુબેરકા
હૈ ગંગાધર,મુક્તીધાર ઓમકાર તું (૩)આયો શરણ.....
ક્યાં ક્યાં નહિ દિયા (૨) હમ ક્યાં સન્માન દે
બસે ગયે ત્રિલોક પ્રભુ તેરે ધ્યાનસે,
ઝહર પિયા, જીવન દિયા, કિતના ઉદાર તું (૩)આયો શરણ.....
તેરી કૃપાકે બીના ન હિલે એક ભી અણુ
રહતે હૈ શ્વાસ તેરી દયાસે તનું તનું
કહે દાસ એકબાર મુઝકો નિહાર તું (૩) આયો શરણ ......

Friday, March 16, 2012

ગુરુજી





ગુરુજી
-મહેન્દ્ર ભટ્ટ
ગુરુજીની સેવા,ગુરુજીની વાતો,ગુરુ ભગવંત,રંગ અવધૂત,
રંગ આનંદ,રંગ મારી મસ્તી,રંગે રંગાઉં ,ગુરુજીની ભક્તિ,
ભક્તિનો રંગ,ભક્તિનો સંગ,ભક્તનો ત્રાતા,ગુરુ અવધૂત,
ગુરુજીની વાતો,ગુરુજીના ભજનો,ગાતા ભક્તો,રંગ અવધૂત,
નારેશ્વર રંગ,નર્મદા સંગ,પાવન કિનારે નાતા રંગ,
ગુરુજીના ચિત્રો,ગુરુજીના મિત્રો,ભાવે પુકારે રંગ અવધૂત,
ગુરુજીના દર્શન,ગુરુ વિના જીવન ,કેમ વિતાવું,રંગ અવધૂત,
નારેશ્વર નાદ,નારેશ્વર નો સાદ, મારો રંગ ,રંગ અવધૂત,
ગુરુ મારી ભક્તિ,દત્તાની શક્તિ,મનડું પુકારે રંગ અવધૂત ,
ગુરુ મારું જીવન,ગુરુ ભગવંત,રંગ અવધૂત,રંગ અવધૂત.

માનવતાનો દીવો




માનવતાનો દીવો

-મહેન્દ્ર ભટ્ટ

જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો
બની દુઃખીના દુઃખનો સહભાગી,તારે માનવતાનો રસ પીવો
જીવનની વહેતી સરિતાને,નથી કોઈ એક સીધો રસ્તો
પહાડોથી પડતી,પડી સમલતી ,ફરી વનરાઈમાં થઇ વહેતી
સુખ ને દુઃખમાં સંભાળી,મૂકજે મહેક જીવનની તું વહેતી
જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો
મુસીબતોથી ભરેલી આ દુનિયામાં,હશે ઠોકર ડગલે ને પગલે
હસતા ને રડતા આ જીવનની પળેપળ તોલાશે તારી
સંભાળી જીવનની સમતુલા,ભરજે પગલા જીવનધારામાં
સતમાર્ગ પર જીવન છે, જ્યાં જીવન છે ત્યાં માનવતા
જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો
હસી લેજે પડીને તું,જો રડશે તો સત્ય છે તું ફર્રી પડશે
પડાપડી નાં આ ક્રૂર ક્રમને તોડી, ભરજે સુગંધી જીવનની
ભૂલો તો જીવનમાં સહજ છે ,રડતી દુખી આંખોની જડ છે
જડશે નહિ રસ્તો ત્યારે ,અંધારે વિચરતા રાહેં,
કરજે વ્હાલા પ્રભુને પુકાર,જ્યોત ઝલકતા નહિ લાગે વાર.
જો તારા હૃદયામાં ઝલકે કદીક માનવતાનો એક દીવો

Sunday, March 11, 2012

હે માં સરસ્વતી ( પ્રાર્થના )

Maa Sharda 



હે માં સરસ્વતી
-મહેન્દ્ર ભટ્ટ

હે માં સરસ્વતી,તારા બાળકો ,તને વંદન કરે ને નમન કરે 
માં છવાયેલા આ હૃદયઅંધારે ,સૂરનો દીવો પ્રગટાવો માં 
વીણાધારીણી, માતા સરસ્વતી. માતા સરસ્વતી 
રીત,ગીત,ન જાણે તારા બાળકો,પ્રીત તારા ચરણની જાણે માં 
અજ્ઞાનનાં આ અંધારામાં, સાચો માર્ગ બતાવો માં
 વીણાધારીણી, માતા સરસ્વતી, માતા સરસ્વતી 
શુરનીદેવી માં તું કહેવાતી,લાજ બાળકોની રાખજે માં
 તારાચરણોમાં આશા સાથે,આશિષ વર્ષા કરજો માં, 
વીણાધારીણી માતા સરસ્વતી. માતા સરસ્વતી
 હૃદયે રાખી તમને માતા ,કરે અર્પણ પુષ્પ માલા માં, 
સ્વીકારી શિશુના વ્હાલને માતા,જ્ઞાન દીવા પ્રગટાવજો માં, 
વીણાધારીણી ,માતા સરસ્વતી, માતા સરસ્વતી.


Saturday, March 10, 2012

સંતવાણી (ગાલીબ )



સંતવાણી

એક ચાંદ હરરોજ નિકલતા હૈ
દેને અપની ચાંદની ઇસ અંધેરી રાતકો,
ઇસ રાતકો ભી ઇસ ચાંદ્સે પ્યાર હૈ
પર પતા નહિ ઇસ દિલ કયું નહિ માનતા,
ના જાણે ઇસે કિસ ચાંદ્કા ઇન્તેઝાર હૈ.

આ કહેવાવાળા ગાલીબ ને એક વખત મહારાજનું આમંત્રણ મળ્યું ,ગાલીબ તો ગાલીબ હતા પોતાની જાત અને પોતાની શાયરીમાં મસ્ત,સરકારના આમંત્રણથી ખુશ થઇ ગયા,અને જેવા કપડા પહેર્યા હતા એવા કપડામાં નીકળી પડ્યા,રસ્તામાં ખુબ ખુશ એવા ગાલિબને જોઈ લોકોને અજાયબી થઇ અને પ્રશ્ન કર્યો,
"શું આજે ખુબ ખુશ છો ગાલીબ,ખુશીનું કારણ પૂછી શકું છું..!"જવાબમાં ગાલિબે કહ્યું
"ભાઈ ગાલીબ તો ક્યારેય નાખુશ ન હતા પણ આજે મહારાજ સાથે ભોજન લેવાનું છે એટલે ગાલીબ વધુ
ખુશ છે,અને તમેજ કહો ,કોણ ખુશ ન હોય !!"
"જરૂર ગાલિબજી,પણ મહારાજ સાથે તમારો આ પહેરવેશ તૂટા ફૂટા કપડા,ક્યારેય ફીટ નહિ થાય,જરા સારા કપડા પહેરીને જાઓ,"
અને જવાબમાં ગાલિબે કહ્યું" મહારાજે ગાલિબને માન આપ્યું છે ગાલીબના કપડાને નહિ " અને સલાહકારે સલાહ આપી
" ગાલિબજી જો સારા કપડા ન હોય તો હવે કપડા પણ ભાડે મળે છે,ભાડે લઇ લો ,પણ આ કપડા તો નહિજ.."પણ દિલના સબંધોમાં માનવાવાળા ગાલિબે સલાહકારની સલાહને હસી કાઢી અને પોતે જેવા કપડામાં હતા
એવા કપડામાં નીકળી પડ્યા, પહોચ્યા મહેલના દરવાજે સજ થજ થયેલા બીજા મહેમાનો વચ્ચે ગાલીબ હસી મઝાકનું કારણ બન્યા લોકો તેમને હસવા લાગ્યા,જેમ તેમ કરી ગાલીબ દરવાજે પહોચ્યા અને દરવાને તેમને રોક્યા,
"ચલ એય ભીખારી અહીંથી ભાગ," અને દરવાને ધક્કો માર્યો ગાલીબ પડ્યા, પડતા ગાલિબે દરવાનને
આજીજી કરી અને પોતાની વાત કહી પણ દરવાને ગાલીબની એકેય ન સાંભળી,અને નિરાશ ગાલિબને સલાહકારની વાત ન માનવાનું દુઃખ થયું ,સરકારનો દરવાન તો તેની ફરજ બજાવતો હતો ,ગાલીબના દિલની તેને શું કિંમત,ગાલિબે પોતાની જાતને સહીસલામત રાખવામાં પોતાની ભલાઈ સમજી અને ત્યાંથી પાછા વળ્યા,ભાડાના કપડાની દુકાને પહોચ્યા અને ત્યાંથી સારા કપડા લઇ તૈયાર થઇ નીકળ્યા હવે ગરીબ ગાલીબ એક
નામદાર ગાલીબ દેખાવા લાગ્યા,અને રસ્તામાં લોકોનું માન મળ્યું અને મહેલના દરવાજે પહોચ્યા,દરવાજો એજ હતો જ્યાં પહેલા તેમને ધક્કો મારી પાડી નાખવામાં આવ્યા હતા,દરવાનો એજ હતા પણ સલામ ભરી માન આપતા હતા,દરવાનોને ગાલીબના ચહેરા સાથે કોઈ ઓળખાણ ન હતી,અને દબદબાથી ગાલિબને મહારાજ
સુધી પહોચાડી દેવામાં આવ્યા,મહારાજ સામેથી આવી ગાલિબને ભેટ્યા અને પૂછ્યું
"ક્યારની રાહ જોતો હતો ક્યાં ગાયબ હતા ગાલીબ...?"ગાલીબ કઈ ન બોલ્યા અને
અનેક વાનગીઓથી ભરેલા થાળ પાસે રાજા અને ગાલિબે બેઠક લીધી ત્યારે ગાલીબ બોલ્યા,
"હે મારા પાટલુન ખાઓ પેટ ભરીને ,હે મારા ખમીશ ખાવો પેટ ભરીને ....."મહારાજા અચરજમાં પડ્યા
" શું બોલો છો ગાલીબ "હસતા હસતા પ્રશ્ન થયો અને જે બન્યું તેનાથી ગાલિબને કોઈ રંજ ન હતો પણ કપડા બદલવાથી તેને માન મળ્યું તેનું દુખ હતું,અને એટલેજ બહાદુરશાહ ને જતા જતા ગાલિબે કહ્યું કે જ્યાં જ્યાં માણસોને ઓળખવામાં નથી આવતા ત્યાં ત્યાં હું આવવાનું પસંદ નથી કરતો ....મહારાજને પણ વાત જાણી દુઃખ થયું ,આવા મહાન શાયરીકાર પોતે જેવા હોય એવા રહેવામાં માનતા હતા.

Tuesday, March 6, 2012

શ્રીનાથજી ભજન





શ્રીનાથજી ભજન

મનડું મારું જોને ડોલ ડોલ થાય
સત્સંગમાં શ્રીજીનો સંગ મળી જાય (૨)
માયાના વજનથી કેમ રે છુપાય ,મનડું જોને .....
વૈષ્ણવનો સંગ મને આપજો શ્રીનાથજી,
ભક્તિના પુષ્પો ખીલાવજો શ્રીનાથજી ,
સેવા સત્સંગમાં મનડું બંધાય,સત્સંગમાં શ્રીજીનો ....
મનડું મારું જોને ડોલ ડોલ થાય (૨)
અંતરથી શ્રીજીનું નામ જ્યાં લેવાય છે,
થઈને બહુ રાજી શ્રી યમુના હરખાય છે ,
વલ્લભ જો સાથી ભવસાગર તરી જાય ,સત્સંગમાં શ્રીજીનો....
મનડું મારું જોને ડોલ ડોલ થાય (૨)
ધન્ય શ્રી દ્વારકેશ રાય ગિરિધારી (૨)
દુઃખ દૂર કરશે શ્રી વિઠ્ઠલ સુખકારી (૨)
વૈષ્ણવને પુષ્ટિનો મારગ સમજાય,સત્સંગમાં શ્રીજીનો....
મનડું મારું જોને ડોલ ડોલ થાય (૨)
માયાના વજનથી કેમ રે છુપાય ,સત્સંગમાં શ્રીજીનો.....
મનડું મારું જોને ડોલ ડોલ થાય (૨)
સત્સંગમાં શ્રીજીનો....સત્સંગમાં શ્રીજીનો.... સત્સંગમાં શ્રીજીનો....

જય શ્રી કૃષ્ણ

Thursday, March 1, 2012

ગુજરાતી દત્તબાવની











ગુજરાતી દત્તબાવની 


જય યોગેશ્વર દત્ત દયાળ,તુજ એક જગમાં પ્રતિપાળ
અત્ર અનસૂયા કરી નિમિત્ત,પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત્ત(૧) 
બ્રહ્મા હરિહરનો અવતાર,શરણાગતનો તારણહાર 
અંતર્યામી સત્ત ચિત્ત સુખ,બહાર સદ્ગુરુ દ્વિભુજ સુમુખ (૨)
ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય ,શાંતિ કમંડલ કર સોહાય 
ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર,અનંત બાહુ તું નીર્ધાર.(૩) 
આવ્યો શરણે બાળ અજાણ,ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ, 
સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સાક્ષાત .(૪)
દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર,
કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણ મુજને ના આલંબ.(૫) 
વિષ્ણુ શર્મ દ્વિજ તાર્યો એમ ,જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ,
જંભ દૈત્યથી ત્રાસ્યાં દેવ. કીધી મહેર ત્યાં તતખેવ.(૬) 
વીસ્તારી માયા  દિતિ સુત ઇન્દ્ર  કરે હણાવ્યો તૂર્ત,
એવી લીલા કઈ કઈ સર્વ ,કીધી વર્ણવતા તે સર્વ .(૭) 
દોડ્યો આયુ સુતને કામ,કીધો એને તે નિષ્કામ, 
બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ.(૮)
એવી તારી કૃપા અગાધ ! કેમ સૂણે ના મારો સાદ ? 
દોડ અંત ! ના દેખ અનંત ? માં કર અધવચ શિશુનો અંત ? (૯) 
જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું ની:સંદેહ,
સ્મૃતુગામી કલિતાર કૃપાલ, તાર્યો ધોબી છેક ગમાર.(૧૦)
પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉતાર્યો ક્ષિપ્રઃ ,
કરે કેમ ના મારી વહાર, જો આણીગમ એક જ વાર !(૧૧) 
શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર! થયો કેમ ઉદાસીન અત્ર, 
જર્જર વંધ્યા કેરા સ્વપ્ન, ક્યાં સફળ તે સુતનાં કૃત્સ્ન.(૧૨) 
કરી દૂર બ્રાહ્મણનો કોઢ, કીધા પુરણ એના કોડ,
વંધ્યા ભેસ દૂઝવી દેવ,હર્યું દારિદ્રય તે તતખેવ.(૧૩)
ઝાલર ખાઈ રીઝ્યો એમ,દીધો સુવર્ણ ઘટ સપ્રેમ, 
બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તે નીર્ધાર.(૧૪) 
પિશાચ- પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઉઠાડ્યો શૂર,
હરિ વિપ્રમદ અંત્યજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત. (૧૫)
નિમેશમાત્રે તંતુક એક, પહોંચાડ્યો ક્ષિશૈલે દેખ, 
એકી સાથે આઠ સ્વરૂપ,ધરી દેવ બહૂ રૂપ અરૂપ.(૧૬)
સંતોષ્યા નિજ ભક્ત સુજાત,આપી પરચાઓ સાક્ષાત,
યવનરાજની તાળી પીડ,જાતપાતની તને ન ચીડ.(૧૭)
રામકૃષ્ણ રૂપે તે એમ, કીધી લીલાઓ કઈ તેમ,
તાર્યા પથ્થર ગણિકા વ્યાધ, પશુ પંખી પણ તુજને સાધ.((૧૮)
અધમ ઓધારણ તારું નામ, ગાતા સરે ના શાં શાં કામ,
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણમાત્રથી સર્વ .(૧૯)
મુઠ ચોટ ના લાગે જાણ,પામે નર સ્મરણે નિર્વાણ,
ડાકણ,શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર.(૨૦)
નાસે મુઠ્ઠી દઈને તૂર્ત,દત્તધૂન સાંભળતા મૂર્ત,
કરી ધૂપ ગાએ જે એમ,દત્તબાવની આ સપ્રેમ. (૨૧)
સુધરે તેના બંને લોક,રહે ન તેને ક્યાંયે શોક!
દાસી સિદ્ધિ તેની થાય,દુઃખ દારિદ્ર્ય તેના જાય.(૨૨)
બાવન ગુરુવારે નિત નેમ,કરે પાઠ બાવન સપ્રેમ,
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.(૨૩)
અનેક રૂપે એ જ અભંગ, ભજતાં નડે ન માયા રંગ,
સહસ્ત્ર નામે નામી એક, દત્ત દીઘમ્બર અસંગ છેક.(૨૪)
વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નીર્ધાર,
થાકે વર્ણવતા જયાં શેષ, કોણ રાંક હું બહુકૃત વેષ.(૨૫)
અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર,સુણી હશે તે ખાશે માર,
તપસી તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ.(૨૬) 

ૐ ગુરુ દત્તાત્રેય નમઃ
ગુરુદેવ દત્ત.