Tuesday, March 27, 2018

બાણાશૂરની કથા

બાણાશૂરની કથા

Banasura


બાણાંશૂર એ બલી રાજાનો પુત્ર હતો,અસુર રાજા આસામ રાજ્યની શોણિતપુર જે હાલમાં તેજપુર કહેવાય છે તે રાજધાની હતી,હિન્દૂ પૌરાણિક માહિતી અનુસાર બાણાસુરને  એક  હજાર હાથ હતા,જ્યારે શિવજી તાંડવઃ નૃત્ય કરતા ત્યારે તે મૃદંગ વગાડતો આથી મહાદેવે ખુબ પ્રસન્ન થઇ તેને વર માંગવા કહ્યું ત્યારે શિવના પુત્ર તરીકેનું સ્થાન,અને કેટલીય માયાવી શક્તિ તેમજ અમૃત્યુનુ વરદાન માંગી લીધું અને તેના પ્રભાવે તે અતિ અભિમાની અને ક્રુઅલ થઇ ગયો,તે વખતે ભગવાનનો કૃષ્ણાવતાર પૃથ્વી પર ધર્મ સંપાદન કરી પૂર્ણતાના આરે ઉભો હતો અનેક અસુરોના ત્રાસથી પૃથ્વીને મુક્ત કરી કાર્ય પૂરું થવા જઈ રહ્યું હતું ત્યારે બાણાશૂરનું ખુબ આભિમાન વધી રહ્યું હતું પરંતુ શિવની અનુમતિ સિવાય તેને દંડ આપવો પણ યોગ્ય ન હતો.તેના વરને હિસાબે તેને મારી તો ન શકાય અને તે ભક્ત પ્રહલાદનો અંશ હતો.બ્રહ્મા પુત્ર મારિચી થી કશ્યપ,કશ્યપઃથી બે પુત્રો ,હિણાકશ્યપુ તથા હિરણક્ષય અને હિણાકશ્યપુ થી પ્રહલાદ(વિષ્ણુ ભક્ત),પ્રહલાદથી વિમોચના,વિમોચનાથી બલી અને
બલીથી બાણાંશૂર.
આ બાણાશૂરની પુત્રી ઉષા તે ખૂબ જ સુંદર હોય તેના પર સતત યુવકો તેનો હાથ  માંગવા  આવતા એટલે તેને એક ઉંચા કિલ્લામાં કેદ કરી રાખી હતી જેથી તે કોઈ ખોટું કામ કરી ન બેસે, પણ એક રાત્રે ઉષા એ સ્વપ્નમાં એક યુવાન જોયો અને તે પ્રભાવિત થઇ તેના મોહમાં પડી ગઈ,પરંતુ સ્વપ્ન તો યાદો છોડી ઓંજલ થઇ ગયું એટલે તે ખુબ દુઃખી  થઇ પરંતુ તેની સખી ચિત્રલેખાને તેણે પોતાની વ્યથા કહી અને કોઈ પણ ભોગે તે યુવાનને પ્રાપ્તિની ઈચ્છા બતાવી,ચિત્રલેખા એક પ્રસિદ્ધ ચિત્રકાર હતી,તેના પિતા કમાન્દ્ય  બાણાશૂરનો સેનાપતિ હતો,અને તેથી જ ચિત્રલેખાને ઉષા સાથે રહેવાની અનુમતિ હતી,ઉષાના સ્વપ્ન પ્રમાણેના વર્ણન ઉપરથી ચિત્રલેખાએ ઘણી આકૃતિ કંડારી આખરે જે આકૃતિ ઉષાને પૂર્ણ ખુશ કરતી ગઈ તે અનિરુદ્ધની હતી,જે કૃશ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન નો પુત્ર હતો,હવે તેને કઈ રીતે મેળવવો,કેમકે કૃષ્ણ ના દરબારમાં સતત સુદર્શન ચક્રનો પહેરો હતો,ચિત્રલેખા માયાવી શક્તિ ધરાવતી હતી એટલે તે આકાશ માર્ગે જઈને અનિરુદ્ધને મેળવી શકે પરંતુ મહેલમાં પ્રવેશવું ખૂબ જ કઠિન હતું,પરંતુ સખીઓની મુસીબતના નિવારણ અર્થે ત્યાં નારદજીનું પ્રાગટ્ય થયું ,બંને સખીઓ એ નારદજીને પ્રણામ કરી પોતાની મુસીબત અને તેના નિવારણ માટે મદદની માંગણી કરી,લાગ્યું કે શિવજી અને શ્રી કૃષ્ણ વચ્ચે વિવાદ થવાની શક્યતાઓ દેખાઈ અને નારદજીનું તો એ કામ એટલે બંને સહેલિયોને મદદની પુરી ખાતરી આપી. ચિત્રલેખા રાત્રિને સમયે કૃષ્ણ ધામમાં પહોંચી ત્યાં નારદજીએ સુદર્શનને વાતોમાં નાખ્યો અને ચિત્રલેખાનું કામ સહેલું થયું તે સીધી અનિરુદ્ધનાં શયન રૂમમાં ગઈ ત્યાં અસ્ત્ર શસ્ત્ર સાથે સુતેલા અનિરુદ્ધને તેના કોટ સાથે જ ઉપાડ્યો અને આકાશમાર્ગે ઉષા પાસે લઇ ગઈ જ્યાં અનિરુદ્ધ જાગતા તેના ગુસ્સાને શાંત કરતા પોતાની મુસીબતો સમજાવી અને તેને મનાવ્યો જ્યા અનિરુદ્ધની ઉષા સાથે મંદિરના દેવતાની સાક્ષીએ લગ્ન કરાવ્યા પણ ત્યાં તો બાણાશૂરને વિશ્વાસઘાતનો ખ્યાલ આવ્યો અને અનિરુદ્ધને પડકાર ફેંક્યો ખુબજ યુદ્ધ થયું પરંતુ બાણાંશૂર અનિરુદ્ધને બંદી બનાવવામાં સફળ થયો અને તેના સેનાપતિને ઉષા ચિત્રલેખા તેમજ અનિરુદ્ધને કારાગૃહમાં મોકલી દેવા કહ્યું અને ત્રણે જણાને મૃત્યુ દંડની સજા કરી પોતાની પુત્રીની વિનંતીનો પણ અનાદર કર્યો,પણ કૃષ્ણધામમાં અનિરુદ્ધની ગેરહાજરીથી સુદર્શનને પૂછવામાં આવ્યું પણ સુદર્શને પોતાની ભૂલ ની માફી માંગી,ગુપ્તચરોની શોધમાં બાણાશૂરની પુત્રિ સાથેનો વિવાહ તથા કારાવાસ સુધીની માહિતી કૃષ્ણ બલરામને યુદ્ધ સુધી ખેંચી લાવી,કૃષ્ણે પોતાની પુત્રવધુ સોંપી યુદ્ધનું નિવારણ માટે સૂચવ્યું પરંતુ શિવ પુત્ર તથા શિવના વરથી અભિમાનમાં ડૂબેલા બાણાસુરે કોઈ નમતું ન આપ્યું અને યુદ્ધ અનિવાર્ય થયું,શિવજીની આજ્ઞા મેળવી શ્રી કૃષ્ણે યુદ્ધમાં બાણાસુરના હજાર હાથોમાંથી બે
હાથ રાખી બધા કાપી નાખ્યા આખરે બાણાસુરને પરાજયની ખાતરી થઇ , શ્રી કૃષ્ણ તો અંતિમ લીલા કરી રહ્યા હતા,તેનું અભિમાન હણી નાખ્યા પછી સર્વસંમતિથી ઉષા અને અનિરુદ્ધને શ્રી કૃષ્ણ ધામમાં લઇ આવ્યા જ્યા ઉષા અને અનિરુદ્ધને સહુ વડીલોના આશીર્વાદ મળ્યા, સાથે વિવાહિત જીવનનો પ્રારંભ થયો.

રજૂઆત :મહેન્દ્ર ભટ્ટ 
(પૌરાણિક માહિતીના આધારે)

No comments:

Post a Comment