Saturday, December 24, 2016

સપનાની બંગડી

સપનાની બંગડી


Image result for sonani bangadi

 જં ગલના રસ્તે પસાર થતા,સંધ્યારાણીના આગમનને માન આપી સુરજ દાદા અસ્તાચલમાં ગતિમાન હતા,જે સ્થળે રેણુ અને ગિરીશને જવાનું હતું તે અડધા કલાકના અંતરે હતું,અને ગાડીની લાઈટ ઓન કરવી પડે તેટલું ઝાંખું દેખાતું હતું,રોડ ના કિનારે કેટલાક હરણાં ચરતા નજરે પડતા હતા,અંધારે હિંસક પશુ પણ દેખાતા હશે.રસ્તો પાકો હતો પણ જંગલના કિનારે હોય તેમ વચ્ચે ખુલ્લો ભાગ દેખાતો હતો,કપલ હતું એટલે ગિરીશ ક્યારેક મઝાક કરતો રેણુને બીવડાવતો હતો,રેણુને કઈ બીક નહોતી લાગતી પણ મસ્તીમાં તે પણ બી જતી હોય એવી એક્ષન કરતી હતી,અને મઝાક માં ગિરીશે થોડુંક વધારે જોડી દીધુંને બોલ્યો,
"રેણુ જો ગાડીમાં કઈ થાય ને રોકાય જાય તો, અહીં શું થાય.!"
"તને આવું સૂઝે છે, બીજો કોઈ વિષય નથી, મને આવી મઝાક પસંદ નથી."
અને રેણુ બગડી,હવે બગડી એટલે,તેના ચહેરા પરનું હાસ્ય પણ અટક્યું,નવું કપલ હતું, ગિરીશને પણ જંગલનો કોઈ અનુભવ નહોતો,પણ જંગલ આવ્યું એટલે તેના મનમાં આવ્યું એ કહી દીધું,હવે રેણુના ચહેરા ઉપર ગભરાટ  ઉપસતો દેખાયો તેણે બારી બાજુ મોઢું ફેરવી લીધું,અને બારી ખુલ્લી હતી તે ગ્લાસ ચઢાવીને બંધ કરી દીધી,
ગિરીશે હસતા ચહેરે તેને મનાવવા પ્રયત્ન કર્યો,હું તો મઝાક કરતો હતો,રેણુ,નારાજ થઇ ગઈ,સોર્રી ,વગેરે જે ઉપયોગમાં લેવાય તેવા શબ્દનો પ્રયોગ કરી તેણે રેણુ ને મનાવી,રેણુને  પણ એમ થયું આ જંગલમાં ચારે બાજુ ભય છવાયો હોય, ત્યાં એકબીજા સિવાય અહીં કોણ,એટલે ગિરીશની હસી ને તેણે સ્વીકારી અને તેની નજીક સરકી,પછી કઈ બોલી નહિ,કેમકે હજુ ગભરાટ તેનામાંથી જતો ન હતો,કઈ બને નહિ તો ભગવાનનો પાડ,પણ બને તો,તોતેર મણ ના તોનું  શું કરવું, તેની નજર આજુબાજુ ફરી વળી અહીં કોઈ રહેવાનું સ્થાન પણ દેખાતું ન હતું,એક વખત ગભરાટનાં વિચાર મન માં ક્યાંક સ્થાન પ્રાપ્ત કરે પછી,લાબું ચાલે,આંખ બંધ કરી અંદર ખોવાઈ જાય તોય તે પીછો ન છોડે,અને સ્ત્રીનું હૃદય તો આમેય કોમળ, ગિરીશને પણ થયું કે મોટી ભૂલ થઇ તેનો એક હાથ સ્ટિયરિંગ ઉપર અને બીજો પ્રિયાને શાંત કરતો રહ્યો,ગાડી હતી,કપલ પાસે પૈસાની કોઈ ખુંટ ન હતી,પણ રસ્તો જંગલનો હતો,અને સંધ્યા ઢળતી જતી હતી,ઘડી પછી અંધારું સ્થાન લેવાનું હતું
સારામાંની ગાડી હતી એટલે ગિરીશને વિશ્વાસ હતો,ગાડીમાં તો કોઈ તકલીફ ન થાય.,અડધો પોણો કલાકનો સમય છે પછી તો તેના કાકા નું ઘર આવી જશે,રસ્તો પણ પાકો હતો,આ કપલ પેહેલી વખત કાકાના આગ્રહને માન આપી મુલાકાત માટે જઈ રહ્યું હતું,આ વનમાં હરણાં હતા એટલે ક્યાંક હિંસક પશુઓ હોવાની શક્યતાઓ હતી,તેમની નજરે હજુ હરણાં સિવાય બીજું કઈ નજરે નહોતું પડ્યું અને હરણાં પણ શાંતિથી ચરતા નજરે પડતા હતા,કાકાએ તો કહ્યું હતું કે અહીં બધું સેફ છે,અહીં કોઈ બનાવ  એવો બન્યો નથી કે જેનાથી કોઈ માન હાનિ થઇ હોય,રસ્તો તેમના માટે નવો હતો,પણ કાકાના વિશ્વાસે ગિરીશ ભય વગર ગાડી ચલાવી રહ્યો હતો,હવે ગભરાયેલી રેણુને શાંત કરવાનું તેનું પ્રથમ ધ્યેય થતું જતું હતું,થોડી વારે તો તેના ચહેરા પર પણ પોતાની મઝાક કેટલી ગંભીર હતી,તે ઉપસતી જતી હતી,પણ જો તે હિમ્મત ગુમાવે તો,રેણુ થી કોઈ મદદ થાય એવી તો નહોતી,અને પડી એવી દેવાશે,એ વાક્ય પણ જ્યારે ખરેખરી પડે ત્યારે કેટલું સાચું પડે,ઘણું અઘરું પડી જાય,અને પૈસામાં માલતા આ કપલે તો કોઈ મુસીબત જોઈ જ નથી.ગિરીશે ગાડીની લાઈટ ચાલુ કરી એટલે રસ્તો એકદમ ઉજળો થઇ ગયો અને અંધારું કાપતી ગાડી આગળ વધી આગળ એક વણાંક આવ્યો,રેણુની આંખ ઘડીક માટે ગિરીશના ખભે માથું ઢળતા મીચાઈ ગઈ,ગિરીશે અનુભવ કર્યો પણ રેણુની સ્થિતિને એમ ને એમ રહેવા દીધી,રસ્તો આગળ વણાંક લેતો હતો  એટલે ગિરીશે ગાડી થોડી ધીરી કરી ત્યાં વણાંક ઉપર એક માણસ ફાનસ લઈને ઉભો રહ્યો હતો અને લાકડી  રોડ બાજુ લાંબી કરી,ગાડીને ઉભી રાખવાનું સૂચન કરતો દેખાયો,હવે ગિરીશના ચહેરા ઉપર ગભરાટે સ્થાન લીધું ,શું કરવું,એક ઝડપી વિચાર પસાર થઇ ગયો,રેણુ પણ તેજ સ્થિતિમાં હતી,મિનિટ પણ પુરી વિચારવાની ન હતી,જંગલ હતું,કાકાના વિશ્વાસે જઈ રહેલો ગિરીશ ખુબ ચિંતિત થઇ ગયો,પણ કદાચ કોઈ મદદ માટે ઉભું હોય,તેના મનમાં થોડીક દયા ડોક્યું કરી ગઈ અને બ્રેક વાગી ગાડી ઉભી રહી ગઈ,રેણુ જાગી ગઈ,બેબાકળી બની જોવા મંડી,
પેલો ગ્રામીણ માણસ સફેદ પાઘડી અને મોટી મોટી વણાંકવાળી સફેદ મૂછોવાળો બારી નજીક આવ્યો,હાથમાં ફાનસ હતું,તેણે બારી ખોલવા કહ્યું,ગિરીશે તેના કહેવા પ્રમાણે બારી ખોલતા પહેલા રેણુ સામે જોયું,સુંદર ચહેરાવાળી રેણુની સ્થિતિ યથાવત રહી,તેનું કોઈ સૂચન ન જોતા,ગિરીશે, હિમ્મત કરી બારી ખોલી,
"સાહેબ ગભરાવવાની જરૂર નથી, હું કોઈ ડાકુ લૂંટારો નથી, બેન ગભરાશો નહિ, મારે થોડી મદદની જરૂર છે."
અને ગિરીશ બોલ્યો,"જુઓ કાકા ,અમે અહીં અજાણ્યા છીએ, અને ચોર લૂંટારા ઉપર કોઈ નામ લખેલું નથી હોતું,એટલે તમારે શું કહેવું છે તે કહો,અમારાથી થશે તો મદદ કરીશું."
"સાહેબ અમે આ ઝાડીમાં રહીયે છીએ, મારી દીકરી જેવી છોરી,ખુબ ઘમ્ભીર છે અને જો સહાય ન મળે તો તે બચી ન શકે,અહીં અડધા કલાકથી ઉભો છું,હજુ મોડું નથી થયું જો તમે મદદ કરો નજીકના ગામે લઇ જઈ શકાય."
મદદની જરૂર હતી અને બીજો કોઈ રસ્તો ન હતો અજાણ્યા સ્થળે ગિરીશ રેણુ સામે જોઈ રહ્યો રેણુ પણ નિશ્ચિત ન કરી શકી,ભાર પુરે પૂરો વધી ગયો,ઉંમરવાળા કાકાના હાથ જોડાયેલા હતા,અને આંખોમાં પારાવાર કરુણા દેખાતી હતી ગિરીશે હિમ્મત કરી મદદ માટે સંમત થયો,કાકાના ચહેરા ઉપર ખુશીની લાગણી પ્રસરી ગઈ,
"સાહેબ, ગાડી તો અંદર નહિ જઈ શકે પણ તમે જો મદદ કરો તો આપણે બે ત્રણ મિનિટમાં દીકરીને લઇ આવીયે," હવે ખરેખરી કસોટીમાં  ગિરીશે કઈ સમજ ન પડતા માથું ખજવાળવા માંડ્યું ,રેણુના શ્વાસની ગતિ પણ વધી ગઈ,કાકાએ જોયું માંડ મદદ મળી ને આ ભાઈ ના પાડી દે તો મોટી મુશ્કેલી થઇ જાય,
ગિરીશ બોલ્યો
"બીજું કોઈ મદદ  ન કરી શકે,મારી પત્નીને એકલી મૂકી કેવી રીતે અવાય,"
"સાહેબ બીજું કોઈ નથી હું ને સપના બેજ છીએ"અને ગિરીશે રેણુ ને પૂછ્યું તું થોડીવાર એકલી રહી શકશે,"અને રેણુ તરત બોલી
"ના હું એકલી એક સેકન્ડ માટે પણ ન રહું , ગાડી થોડી બાજુ પર લઇ લો ને હું પણ સાથે આવું."
કાકા તરત બોલ્યા" અહીં કોઈ ડર જેવું નથી ,પણ રાત છે એટલે થોડું સાવચેત રહેવું પડે."ગિરીશે રેણુ સંમત થઇ તેનાથી ખુશ થયો,અને અહીં કોઈને મદદ થશે તેનાથી સંતોષ લીધો, સારું કામ હતું.
છેલ્લે કારને રસ્તા ઉપર છોડી આગળ કાકા, ગિરીશ અને તેની નજીકમાં તેનો હાથ પકડીને રેણુ ચાલવા માંડ્યા,રસ્તા પરથી એક કેડી અંદર જતી હતી,રસ્તા પર કારની લાઇટનો પ્રકાશ હતો કેડી ઉપર ફાનસ ના અજવાળે તેઓ ચાલ્યા જતા હતા,ગિરીશને રેણુ છેલ્લી નજર રોડ પર નાખી બધું યથાવત હતું,ભલે બધું યથાવત હતું,પણ કેડી પર આગળ વધતા બંને સતત ચિંતિત હતા,આમ તો ગામડાના માણસો બહુ ભોળા હોય એટલે ગિરીશ બધું ભગવાન ભરોશે છોડી જઈ રહ્યો હતો,આગળ એક જૂનું મકાન ફાનસના પ્રકાશમાં દેખાયું.અંદર બીજા ફાનસનો પ્રકાશ હતો તેઓ પગથિયા ચઢી અંદર પ્રવેશ્યા અને ખાટ પર સુતેલી છોકરી બેઠી થઈને બોલી "આવો"રેણુ ને ગિરીશ હેબતાઈ ગયા,અને પાછા વળી દગો થયો એવું લાગતા પાછા ફરી ભાગવાનો પ્રયત્ન કર્યો કેમકે છોકરી એકદમ સાજી હતી અને તેનું શરીર ફાનસના પ્રકાશ કરતા પણ વધારે ઉજળું દેખાતું હતું ,પેલા કાકા તો પગથિયા ઉપર ફાનસ મૂકીને નટ મસ્તક બેસી ગયા.ગિરીશે તેમની સામે જોયું,રેણુ ગિરીશને વળગી પડી,ગિરીશને ગુસ્સો આવ્યો તે કઈ કહેવા જતો હતો પણ બોલી ન શક્યો,
"હું સપના છું,માલુકાકા ને જે કહેવું પડ્યું તે માટે હું માફી માંગુ છું પણ એમ ન કહે તો તમે અહીં આવતે નહિ બંને જણા શાંત પડો, હું કોઈ ઇજા નહિ પહોચાડું" અને છતાં ગિરિશનો અવાજ ન ખુલ્યો,તેને કોઈ પરલોકના જીવનો ભેટો થયો એવું લાગ્યું ,પણ આંખનો એક પણ મિચકારો ન મારતી સપના બોલી
"હું કેટલાય જન્મોથી અહીં છું, અને તું મારા ભવોભવનો સાથી હતો,હું તે જાણું છું અને તેની તને ખબર નથી,પણ તારી સાથે તારી આ ભવની પત્ની લાગે છે,એના રસ્તામાં હું અડચણ ઉભી નહિ કરું,કદાચ તે યોગ્ય પણ નથી,ફક્ત મારી આ બે સોનાની બંગડી તારી આ પત્ની ધારણ કરી લે એટલે હું મુક્ત થઈશ અને માલુકાકાની પણ મુક્તિ થશે." અને બંગડી ગ્રહણ કરવાની વાતથી રેણુ ખુબ ડરી ગઈ,અને ગિરીશની વાચા ખુલી
"સપના,તું જે હોય તે,પણ તું માનવ નથી,તો તારી સાથે બનેલી ઘટનાથી તું અમને શું કામ હેરાન કરે છે,
શું ખાતરી કે બંગડી ધારણ કર્યા પછી મારી પત્ની હેમખેમ રહેશે"
"જો તે ગ્રહણ નહિ કરે તો મને ખબર નથી મારુ શું થશે, પણ મને મુક્તિ નહિ મળે,એક પત્ની તરીકે અત્યાર સુધી રાહ જોતી પત્ની માટે હવે બધો તારા પર આધાર છે,પણ મારી મુક્તિ થતા તેનાથી તારા જીવનમાં ક્યાંય અડચણ નહિ આવે.બસ મને મુક્ત કર" અને તે ઉભી થઇ અને ગિરીશના પગમાં પડી,કાકા દયામણા ચહેરે જોતા રહ્યા ત્યાં રેણુમાં ક્યાંકથી હિમ્મત આવી તેને અહીંથી છૂટવું હતું, સપનાના હાથમાંથી તેણે  
 બંગડી લઇ પહેરી લીધી,સપના ઉભી થઇ તેના શરીરમાંથી પ્રકાશ ફેલાયો અને બંને જણાને પગે લાગતી તે વાતાવરણમાં ભળી ગઈ,કાકા પણ ત્યાં ન હતા,અને મકાન પણ જતું રહ્યું,
સપાટ જમીન પર બંને ઉભા હતા,અચરજ પામ્યા,ત્યાં કોઈ પ્રકાશ નહોતો,બધું ક્યાં જતું રહ્યું કઈ ખબર ન પડી,અને કેડી જે ઝાંખી દેખાતી હતી,તેના પર છેલ્લા નમસ્કાર કરી નવું કપલ રોડ તરફ જવા પાછું વળ્યું,રોડ પર આવ્યું ગાડી યથાવત હતી,ગાડીમાં બેઠા પછી બંને એકબીજાને વળગી પડ્યા,કોઈ ભયાનક તત્વનો અનુભવ લઇ આ ઘટના કોઈને ન કહેવાના નિર્ણય સાથે ગિરીશે ગાડી આગળ વધારી, રેણુએ જોયું બધું અલોપ થઇ ગયું પણ સપનાની બંગડી તેના પહોંચામાં એવી ને એવી હતીગાડી અંધારું ફાડતી  ત્યાંથી જતી રહી.

-મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment