Tuesday, December 6, 2016

અવધૂતજીનો પરિચય


                                    અવધૂતજીનો  પરિચય



અવધૂતજીના કુળનો પરિચયમા  બધાજ પરિવારના સભ્યો આધ્યાત્મિકતા  તરફ વળેલા હતા,સંસારના સર્વે ક્લેશમાંથી છુટકારો મેળવી ધ્યાન- મોક્ષ કેળવી જન્મ મરણની ઝંઝારમાથી   છૂટી પ્રભુ તરફ જવું,

એમનું મૂળ વતન રત્નાગીરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં આવેલું  દેવળે નામનું નાનું ગામ એમના બાપ દાદા ત્યાં રહેતા હતા,ખડગેશ્વર મહાદેવની ઉપાસના આજે પણ એ કુળમાં ચાલે છે.દાદા જેંરામ  ભટ્ટને,બાલં ભટ્ટના વહાલા નામથી ઓળખતા.તે અતિ વિદ્વાન દસગ્રંથિ બાહ્મણ હતા,યજ્ઞયાગાદિમા તેમની ખૂબ ખ્યાતિ હતી,બ્રાહ્મણધર્મ ખુબજ કડકરીતે પાળતા,પરોપકારી અને ધર્મમય જીવન ગુજારતા,
જે રામ ભટ્ટને ચાર દીકરા હતા,તેમાં ત્રીજા નંબરના દીકરાનું  નામ વિઠ્ઠલ હતું,તેજ અવધૂતજીના પિતાજી અવધૂતજીનું મૂળ નામ પાંડુરંગ હતું.માતાજીનું મૂળ નામ કાશી હતું.પરંતુ દક્ષિણી રિવાજ મુજબ તેમનું નામ રુક્મણિ રાખવામાં આવ્યું અને પાછળથી  તેઓ અવધૂત પરિવારમાં  માં રુકમામ્બા તરીકે
જાણીતા થયાં.
ગોધરા( જિલ્લો પંચમહાલ) મા વિઠ્ઠલમંદિર આવેલું છે.એના મૂળ પુરુષ સખારામ સરપોતદાર કરીને હતા.તેમની વિનંતીથી જેરામ ભટ્ટજીએ તેમના ત્રીજા નંબરના  પુત્ર શ્રી વિઠ્ઠલ ભટ્ટજીને વિઠ્ઠલ મંદિરના પૂજા કાર્ય  માટે મકલ્યા .આથી વિઠ્ઠલ પંત અને રુક્મણિ માતા ગોધરા આવીને વસ્યા .વિઠલ મંદિરની પુંજા ઉપરાંત તેઓ યજ્ઞયાગ્યાદિનું  કાર્ય પણ કરતા થોડા સમયમાં તેમનું કાર્ય પ્રશંસાને  પાત્ર બન્યું ,
તેઓ થોડા સમયમાં એક વિદ્વાન બ્રાહ્મણ તરીકે પ્રખ્યાત થયાં. માતા રુકમામ્બા વ્રત તપ પૂજા નિત્ય કરતા.તેઓ તુલસીની પૂજા કાયમ કરતા.એક વખત તો તેમણે એક વ્રત તરીકે તુલસીની એક લાખ પ્રદક્ષિણા કરી હતી.શ્રદ્ધા અને ત્યાગનું  તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા.તેઓ સદા પ્રસન્નવદન અને વાત્સલ્યપૂર્ણ હતા.

આવા પવિત્ર કુળમાં શ્રી અવધૂતજીનો જન્મ કારતક સુદી (આઠમ ઉપર) નોમને  દિવસે વી.સં .1955 ,તા.21-11-1898 ને સોમવારે પ્રદોષ સમયે થયો  હતો.એમના  જન્મ  પહેલાજ વિઠ્ઠલ મંદિર નજીક આગ લાગી હતી.તે વખતે બમ્બા તો હતા નહીં એટલે માતા રુક્મણિ પણ અન્ય વ્યક્તિઓ સાથે આગ ઓલવવાના કામમાં
લાગ્યા હતા.આગ શાંત થયા પછી થોડીજ વારમાં પાંડુરંગનો જન્મ થયો હતો જગતના ત્રિવિધ તાપને શમાવવા તેમનો જન્મ છે તેવું પ્રકૃતિ માતાનું સૂચન હોય તેમ તેમણે અનેક બળેલા હૈયાને શાતા આપી હતી

પાંડુરંગ બાળપણથીજ હોશિયાર અને તેજસ્વી હતા, નવ મહિનાની  ઉંમરે તો તે સ્પષ્ટ રીતે વાતચીત કરતા હતા, એક વખત સ્મશાનમાં મડદાને લઈ જતા તેના સગાવ્હાલાને રડતા જોઈ પિતાને પૂછ્યું 'આ બધા કેમ રડે છે? અને તેને ક્યાં લઈ જાય છે,'પિતાએ પાંડુરંગને જવાબ આપતા કહ્યું' તે મરી ગયો છે અને એને બાળવા માટે સ્મશાન લઈ જાય છે.એના મરી જવાથી તેના સગા વ્હાલા રડે છે,'તો બીજો પ્રશ્ન આવ્યો' તેને બાળે તો તે દાઝે નહીં 'તો પિતાએ જવાબ આપ્યો 'મરી જાય તે દાઝે નહીં 'તો પ્રશ્ન થયો'મરી જવું એટલે શું' અને તેનો પણ જવાબ આપતા પિતાએ કહ્યું 'ખોળિયામાંથી જીવ જતો રહે અને બીજે જન્મ લે 'તો કુતુહુલવશ પુત્રે પૂછ્યું'એટલે એ જન્મે અને પાછો મરે,ફરી જન્મે અને ફરી મરે એવું થયા કરે ઍમજને' પિતાએ ટૂંકમાં કહ્યું  'હા'ત્યારે તેણે પૂછ્યું 'એનાથી છૂટાય નહીં  મરવુંજ ન પડે એવું  કઈ ન થાય?' ત્યારે પિતાએ કહ્યું 'જરૂર થાય' 'રામનું નામ લેવાથી જન્મવું પણ નપડે અને  મરવું પણ ન પડે' અને આમ બાળકને ગુરુમંત્ર મળી ગયો દોઢ વર્ષની નાની  ઉંમરે રામનામના તારકમંત્રની ઉપાસના શરૂ કરી દીધી,
પાંડુરંગ આઠ વર્ષના હતા ત્યારે તેમને જનોઈ આપવા માતાજી દેવળે ગયા પિતાજી વિઠ્ઠલપંત તેમની પાંચ વર્ષની ઉંમર હતી ત્યારે ગોધરામાં ચાલેલા પ્લેગના રોગનો ભોગ બન્યા હતા,અને તેમના એક નાના  ભાઈ નારાયણ ત્રણ વર્ષના હતા.જનોઈનો પ્રસંગ પૂરો થયા પછી દેવના દર્શન કરવા બધા નરસોબાની     વાડીએ ગયા.દત્તાત્રેયના અવતાર શ્રીનૃસિંહ સરસ્વતીનું લીલાસ્થાન છે, મહારાષ્ટ્રમાં કોલ્હાપુર નજીક આવેલું છે,તે વખતે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ત્યાં બિરાજતા હતા,તેથી તેમના  દર્શને બધા ગયા,તેમને દત્તાત્રેય ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો .બાળ પાંડુરંગને જોતાજ સ્વામી બોલી ઉઠ્યા "આ બાળક તો અમારો છે,કેમ રે છોકરા તું કોનો?"બાળકે તરત જવાબ આપ્યો"આપનો" અને તે સ્વામીના ખોળામાં માથું મુકવા અપવિત્ર કપડાં સાથે દોડ્યા માતાજીએ તેમને રોક્યા પણ મનોમન તેમણે  માની લીધું કે ગુરુકૃપા થઈ ગઈ છે અને મનોમન પોતાનું સર્વસ્વ ગુરુચરણમાં   અર્પણ કરી દીધું
આમ નાનપણમાંજ તેમને ગુરુજી તરફથી અનોખી દીક્ષાએ મળી ગઇ.આ ગુરુમહારાજના સદેહે ફરીથી દર્શન ન થયા પણ જ્યારે પણ વાત નીકળે તેઓ શ્રી કહેતા તમને મારું માથું ભલે ધડ પર દેખાતું હોય પણ મેં તો મારું માથું ગુરુ મહારાજના ખોળામાં ત્યારનુજ મૂકી દીધું છે.
શ્રી પાંડુ રંગ એક સ્પષ્ટ વક્તા હતા,બેફિકર અને હાજરજવાબી હતા, મેટ્રિકની મૌખિક પરીક્ષામા  તેઓને પ્રથમ નંબર મળ્યો હતો,તેઓ બ્રાહ્મણના લેબાશમાં હતા, વિશિષ્ઠ પહેરવેશ માથે ચોટલી અને બધાથી જુદા તરી  આવતા હતા તેમણે જનોઈ,ચોટલી,ઘારી વગેરે અંગે એવા તો હાજરજવાબ આપ્યા કે તેમને પહેલે નંબરે પાસ કરી દીધા અને એમણે આર્ય સંસ્કૃતિના પ્રતીક છે એમ પુરવાર કર્યું હતું .

તેઓનું સ્થાન સ્કૂલમાં કલાસમાં પહેલી પાટલી ઉપર રહેતું,તેઓ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી હતા,તેમને નાનપણથી જ્ઞાનવૈરાગ્ય ભક્તિપ્રધાન સાહિત્યમાંજ વધારે રસ હતો,છઠ્ઠા ધોરણમાં શિક્ષકોએ પણ ન વાંચ્યા હોય તેવા પુસ્તકો તેઓ વાંચતા,રાજકીય પ્રવુતિ અને વિદ્યાર્થી મંડળની પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતા,
અવધૂતજી જ્યારે ગોધરામાં ભણતા ત્યારે તેમનીસાથે એક મામલતદારનો છોકરો ભણતો,તેનું દફ્તર તેનો પટાવાળો  ઉંચકીને ચાલતો એટલે પાંડુરંગ તેને કહેતા આટલો સરસ્વતીમાતાનો ભાર તારાથી નથી ઉંચકાતો પછી સરસવતી માતા તારા ઉપર કેવીરીતે કૃપા કરે,સરસ્વતીમાતાની ઉપાસના કરનાર વિદ્યાર્થીએ જાતે મહેનત કરે તો ભગવાનની કૃપા ઉતરે.
 એક વખત પાડોશમાંથી કોઈ બાઈ રીંગણાં આપી ગઈ તેને વધ્યા હશે તે આપી ગઈ,આવો વ્યવહાર માતાજી પાંડુરંગની ગેરહાજરી હોય ત્યારે કરતા,આમ તો  વિઠઠલપંતનાં અવસાન પછી પૈસા ન હોય ત્યારે શાક લાવવામાં આવતું નહીં,જેમ બાળક માતાજીને ઓછું ન આવે તેવો વ્યહાર કરે એટલે તેમ માતાજી પણ બાળકની કાળજી રાખતા, પણ પેલી બાઈ તે દિવસે પાંડુરંગની હાજરીમાં રીંગણા આપી ગઈ,બાઈના ગયા પછી પાંડુરંગે માતાજીને કહ્યું મા તમે બધું કરજો, બધું ભુલી જજો પણ એ ન ભૂલશો    તમે  સિંહની માતા છે,મારી બે હાથ જોડીને પ્રાર્થના છે શાક વગર ચલાવશું,પણ આમ ઉધાર કે ઉછીનું જરા પણ કરશો નહીં,
ઈંટરની પરીક્ષા હતી અને પાંડુરંગ બીમારીમાં પટકાયા,તે વખતે એક બંગાળી સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું તારા ગ્રહો સારા નથી,માંદગીને લીધે તું પરીક્ષા આપવાનું માંડીવાળ,નાપાસ થઈશ તો તારી આબરૂ જશે તેમણે તેજસ્વીતા અને આત્મબળના હિસાબે સ્વામીજીને વિનયપૂર્વક કહ્યું હું પરીક્ષા આપીશ  અને પાસ પણ થઈશ,ને તેઓ બધાના આશ્ચર્ય વચ્ચે બીજા વર્ગમાં ઉતીર્ણ થયા,

 ગોધરામાં અભ્યાસ કરતા ત્યારે રોજ સાંજે અડધો કલાક વાંસળી વાગડતા, એક દિવસ બેચેની જેવું   લાગ્યું  ને વાંસળી વગાડી નહીં,સીધા ફરવા બહાર જવા નીકળ્યા .સામેની મેડી ઉપર બારીમાં એક બહેન બેઠેલા એમણે પૂછ્યું "કેમ આજે વાંસળી વગાડી નહીં ?"તે ચમકી ગયા,સામે પ્રશ્ન પૂછ્યો " તમે    કેમ આમ પૂછો છો?""મને તમારી વાંસળી સાંભળવી ગમે છે .હું દરરોજ  તે સાંભળું છું અને આ સમયે
રોજ રાહ જોઈને બેસું છું ." તે ઘેર પાછા ગયા અને એક મોટા પથ્થરથી તે વાંસળી તોડી નાખી કુવામાં પધરાવી દીધી,પાણી મૂક્યું કે આજથી કોઈ દિવસ વાંસળી વગાડવી નહીં કોઈના મોહનું કારણ બનવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા જ ન દેવી  એ જ  આની પાછળનું કારણ હતું.

તેમને એકાંતમાં વહેલી સવારે ભજન લાલકારવાનો અભ્યાસ હતો પણ તેથી માજીની ઊંઘમાં ખલેલ પડે છે તેની જાણ થઈ એટલે તે શોખ પણ વિના સંકોચે છોડી દીધો
વાળ કપાવવામાં પણ બીજાના ઉપર આધાર રાખવો પડે છે તે જ્યારે અનુભવાયું તો તેને બંધ કરી  લાંબા વાળ રાખવાનું શરૂ કર્યું. આમ વિધ વિધ રીતે તે જીવન ભર તે સ્વાવલંબી રહ્યા.

જય ગુરુદેવ

No comments:

Post a Comment