Thursday, October 6, 2016

રામ કથા



રામ કથા


રામ કથા છે ઘણી શુભકારક,દિપક ધૂપ પુષ્પોની સજાવટ,
મંચની શોભા મંગલકારક,વિશાળ હોલમાં ભક્તોની જમાવટ,
મંચે બિરાજે શુભ સંત અને ગાયક,અમૃતવાણી,થઇ ગીતોથી પ્રવાહિત,
રસમય ભક્તિ નો છે હરિ નાયક,તેની ગાથા,સંત જન સમજાવટ,
ધર્મમયી જીવન છે શુભકારક,રહો ન વિચલિત સંત સમજાવટ.
જન્મ ,મરણ ચક્કર ભયાનક,ન સમજે માનવ હરિ તે બનાવટ.
સુખ દુઃખના પ્રાસે,બને દુઃખ દાયક,ત્યારે હરિસ્મરે આ માનવજાત.
સમજ દીપકજ્યોત છે  પ્રકાશક,અંધારું ભાગે રહે ખાલી પ્રકાશ,
સમજે તો સારું ,પાપ છે દુઃખદાયક,કહે સંત પ્રભુ શરણ ઉપાય.
દિપક જલે ને પ્રસરે પ્રકાશ,તેમાં રહ્યો બોધ સમજ ગુરુની  વાત.

જય શ્રી કૃષ્ણ

મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment