Monday, October 10, 2016

પ્રાચીન ગરબા....

પ્રાચીન ગરબા....



પડવેથી પહેલું....



પડવેથી પહેલું માનું નોરતું જીરે(2)
એવા બીજ તણા અપવાસ, માત  આશાપુરા ગરબે રમે જી રે...(2)
ગરબે રમે ને તાલિ પડે જી રે...(2)એના પડછંડે ટહુકે ઝીણા મોર ...માત આશાપુરા...........
પડવેથી પહેલું માનું નોરતું જી રે....

ત્રીજેથી ત્રીજું માનું નોરતું જી  રે....(2)
એવી ચોથ તણા અપવાસ ..માત આશાપુરા.....
માં ગરબે રમે ને તાલિ પડે જીરે..(2) એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા....
માં ગરબે રમે ને તાલિ પડે જી રે.....

માં પાંચમેંથી પાંચમું માનું નોરતું જી રે...(2)
એવા છઠ તણા અપવાસ રે...માત આશાપુરા....
માં ગરબે રમે ને તાલિ પડે જીરે(2)એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા.......
.
માં સાતમેથી સાતમું માનું નોરતું જી રે...(2)
એવા આઠમના ૐ ,હવન થાય...માત આશાપુરા......
માં ગરબે રમે ને તાલિ પડે જી રે...(2) એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા.......
.
માં નવમેથી છૂટયા માના નોરતા જી રે...(2)
એવા દશમના જય જયકાર ...માત આશાપુરા ગરબે રમે જીરે
માં ગરબે રમે ને તાલિ પડે જી રે....(2)એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા.......
માં ગરબે રમે ને તાલિ પડે જી રે....(3)...

છલકાતું આવે બેડલું.....


છલકાતું આવે બેલડું(2)
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેલડું (2)
છલકાતું આવે બેલડું...
મારા ગામના સુથારી રે,વીરા તમને વિનવું
માની માંડવડી કરી લાવો રે ,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારા ગામના લુહારી રે ,વીરા તમને વિનવું
માની માંડવડી પુરી લાવો રે ,મારી સાહેલીનું બેલડું.
છલકાતું આવે બેલડું..
મારા ગામના કુંભારી રે ,વીરા તમને વિનવું
માના ગરબે કોડિયાં મેલ રે,મારી સાહેલીનું બેલડું.
છલકાતું આવે બેલડું..
મારા ગામના પીંજારી રે,વીરા તમને વિનવું,
માના ગરબે પેટ મુકાવ રે ,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારા ગામના ગાંચીડા રે,વીરા તમને વિનવું
મન ગરબે દિવેલ પૂરાવ રે,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારા ગામના મણિયારા રે ,વીરા તમને વિનવું,
માના ગરબે રટણ ચઢાવ રે,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારી ગામની વહુ રાણી રે ,બેની તમને વિનવું,
માના ગરબે રમવા આવ રે, મારી સાહેલીનું બેલડું  
છલકાતું આવે બેલડું..(2) મલકાતી  આવે નાર રે,

મારી સાહેલીનું બેલડું,મારી સાહેલીનું .........મારી....

પુરા થતા નોરતે માં સહુને આશીર્વાદ આપે,સહુની રક્ષા કરે,અવની ઉપર પવિત્રતા વધે,પાપ ઓછા થાય.

જય માં જગદંબે.....

No comments:

Post a Comment