*સબરસ ની પૌરાણિક કથા*
દિવાળીનો શ્રેષ્ઠ તહેવાર હતો . દ્વારિકાનગરી માં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણી હીંચકા પર બેઠા હતા આનંદ ની પળો હતી. રુક્મણી ખુશ મિજાજ માં હતા. અચાનક રુક્ષમણી થી પુછાય ગયું કે " પ્રભુ આપ મને કેટલો પ્રેમ કરો છો ? " હું તમને કેટલી વહાલી લાગુ છું "? અચાનક પૂછેલા પ્રશ્ન થી ભગવાન શ્રી કૃષ્ણ એ એવોજ ઉત્તર આપ્યો " તું મને મીઠા જેટલી વહાલી લાગે છે ". આ સાંભળીને રુક્ષમણીજી રિસાઈ ગયા એમને ખોટું લાગ્યું " બસ મીઠા જેટલીજ મારી કિંમત કરી "? એમનું મોઢું ચડી ગયું મીઠા જેવી શુકસ ચીજવસ્તુ સાથે મારી તુલના કરી .રિસાઈને હીંચકા પર થી ઉઠી ગયા ને પોતાના મહેલમાં જતા રહ્યા , ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કરી રુક્ષમણીજી ને સમજાવવા નું નક્કી કર્યું. જાતે રસોડામાં જઇ રુક્ષમણીજી ને ભાવતી રસોઈ બનાવા આદેશ કર્યો. અને કહ્યું કે વ્યંજનમાં ક્યાંય મીઠું ન નાખશો . આદેશ મુજબ રસોઈ તૈયાર કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી સાથે જમવા બેઠા, થાળી પીરસવામાં આવી રુક્ષમણીજી જેવો કોળિયો મોમાં મુક્યો મોઢું બગડી ગયું " આ શું છે? કોણે રસોઈ બનાવી ?" મીઠા વગર ની ગળે કેમ ઉતરે "?
ભગવાન બોલ્યા " રસોઈમાં માત્ર મીઠું જ નથી .. બાકી તો બધું તો બરાબર છેને ?"એમાં શું થઈ ગયું "?
રુક્ષમણીજી બોલ્યા " મીઠા વગર ની રસોઈ ગળે ન ઉતરે ".
ભગવાન બોલ્યા " હા હવે તમે બરાબર સમજ્યા .. હું મીઠા જેટલોજ તમને પ્રેમ કરું છું .અર્થાત મીઠા જેટલા વહાલા છો " .
રુક્ષમણીજી ને પોતાની ભૂલ સમજાઈ પ્રભુ પાસે ક્ષમા માંગી " હવે આવી ભૂલ ક્યારેય નહિ કરું મને માફ કરી દો ".
મીઠાનું મહત્વ જેમ મને સમજાવ્યું તેમ આવતીકાલે નુતનવર્ષ ના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓ ને મીઠાનીજ ભેટ આપશુ અને મીઠાનું મહત્વ સમજાવશું
ભગવાને કહ્યું " આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખશે .મીઠું શુકનવંતુ ગણાશે .નવાવર્ષ ની શરૂઆત માં સૌપ્રથમ મીઠાની ખરીદી કરશે .
બસ ત્યારથી નુતનવર્ષ ના પ્રથમ દિવસે વહેલી સવાર થીજ સો ' સબરસ ' ની ખરીદી કરતા થયા છે.
" શુભ શુકન સબરસ "
" શુકન લ્યો શુકન "
અવાજ સંભળાય તો જરૂર થી સબરસ લેજો
આ પ્રથા ધીરેધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલું રખશું તો આવનારી પેઢી ને આપણી પરંપરા ને અનુસરશે ખરું ને !!
એક પબ્લિશ્ડ લેખ
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment