Wednesday, June 5, 2024

મારો શ્રી કૃષ્ણ ભગવાન તરફનો અનુભવ

 મારો શ્રી કૃષ્ણ ભગવાન તરફનો અનુભવ 



આજે  તારીખ મેં મહિનાની પાંચ પરોઢની ઊંઘમાં એક સ્વપની આડમાં એક  વાંસળી મને પકડાવી અને મેં મારી બાજુમાં બેઠેલા પુત્રને ખુશી વ્યક્ત કરતા કહ્યું  મને ભગવાને વાંસળી આપી અને મેં વાંસળીમાં ફૂંક મારી વાંસળીનો સાદો અવાજ આવ્યો પુત્ર મને જોતો રહ્યો અને આંખ ખુલી ત્યારે સદા મૃત્યુ પછી પણ મારો સાથ નિભાવી રહેલી મારી પત્નીએ ( જેના પિતાશ્રી નાપા શ્રી ગોવર્ધનનાથજી મંદિરના મુખ્યાજી હતા,જે હિસાબે કૃષ્ણ ભક્તિ તેના પાયામાં હતી પણ કાળક્રમ અને નસીબે સાથ છોડતા સૂક્ષ્મ સ્વરૂપે સાથ નિભાવી રહી છે.)

મારા જમણા હાથના સ્નાયુ પર સ્પર્શ કરી ઈશારો કર્યો જે હું તેની ભાષા સમજુ છું તે પ્રમાણે મેં સામે ઘડિયાળ તરફ જોયું જેમાં સવારના ૪:૧૮ વાગ્યા હતા,અઢાર નંબર સાથે પણ મારો સતત લગાવ છે હું મારુ નિત્ય પાઠ પઠન કરું છું ઘણી વખત મન લાગે છે અને ઘણી વખત નહિ પણ હજુ સુધી ગમે એમ કર્યા કરું છું. આ પહેલા પણ અનુભવો થયા છે પણ હું બધું ઇગ્નોર કરતો રહ્યો છું અત્યારની દુનિયા માને કે ન માને પણ દરેકની આજુ બાજુ કોઈ ભગવાન રૂપી તત્વ ફરતું રહે છે અત્યારે આ સ્વપ્ન પછી ઊંઘે વિદાઈ લઇ લેતા મને એમ લાગ્યું કે આ સ્વપ્નની વાત લખવી જોઈએ એટલે લખી છે હવે મારે ૭૭ વર્ષની ઉંમરે કોઈ પ્રતિષ્ઠાની જરૂર નથી બસ મારા આવા અનુભવો દુનિયાને જણાવવા જોઈએ એટલે જણાવું છું,દુનિયા કેવી રીતે જોશે એ દુનિયાને ખબર,આભાર,

-જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment