Sunday, March 8, 2020

શ્રીનાથજી નાથદ્વારા મંદિર

શ્રીનાથજી નાથદ્વારા મંદિર


નાથદ્વારા શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની મુખ્ય પીઠ છે જ્યાં ભગવાન શ્રીનાથજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.પ્રભુ શ્રીજીનું  પ્રાગટ્ય વ્રજના ગોવર્ધન પર્વત ઉપર જતીપુરા ગામની નજીક થયું હતું.મહાપ્રભુ વલ્લભાચાર્યએ  અહીં મંદિરનું નિર્વાણ કરાવીને સેવા ની શરૂઆત કરી હતી.ભારતના મોગલકાળના શાસક અકબરથી માંડીને ઔરંગઝેબ સુધીનો ઇતિહાસ પુષ્ટિ સંપ્રદાયના ઇતિહાસની ની સમાંતરે ચાલતો રહ્યો.સમ્રાટ અકબરને સંપ્રદાયની ભાવનાઓનોસ્વીકાર કર્યો હતો.મંદિરના ગોસાઈ શ્રી વિઠ્ઠલદાસજીનાસમયે સમ્રાટની
બેગમ બીબી તાજતું શ્રીનાથજીની પરમ ભક્ત હતી.તાનસેન,બીરબલ ,ટોડરમલ પુષ્ટિમાર્ગના ઉપાસક રહ્યા હતા.નાથદ્વારામાં શ્રીનાથજીના આઠ દર્શન થાય છે.શયનના દર્શન ગરમીના દિવસોમાં  જ થાય છે.બાકી દિવસોમાં શયનના દર્શન નથી ખુલતા. એમ તો શ્રીનાથજીના બધા દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.પણ ભોગ અને આરતીના દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.લોકો મંગળાના દર્શનમાં વધારે આવે છે.ભોગ ,આરતી અને મંગળાના દર્શન અને શૃંગાર મનમોહક થાય છે.શ્રીનાથજીનું મંદિર ખુબ જ મોટું છે.મંદિરના પ્રવેશ માટે ત્રણ દરવાજા છે. મુખ્ય દરવાજાનું નામ મોતીમહેલ છે.મોતીમહેલ સામી બાજુ મોટો દરવાજો છે જે ચોપાટી બાજુ ખુલે છે ચોપાટીને નાથદ્વારાની હૃદયસ્થલી પણ કહે છે.દરવાજાની અંદર એક મોટો ચોક  છે.જેને મોતીમહેલ કહે છે.મોતીમહેલની વચ્ચે એક ફુવારો છે.મોટીમહેલ પસાર કરીને એક આરસપહાણની ગલીમાં થઇ શ્રી લાલન સુધી જવાય છે. શ્રી લાલન શ્રીનાથજીનું બાલસ્વરૂપ છે.ત્યાં લાલનના દર્શન કરી શકાય છે.શ્રીનાથજીનું બીજો દરવાજો નકારખાના કહેવાય છે.તે પણ ખુબ મોટો છે.અહીં દર્શનોના સમયે નગારા અને શરણાઈ વાગતા રહે છે.અને તેને વગાડનારાઓ દરવાજાની ઉપર બેસે છે.એ દરવાજો દર્શન માટે રાહ જોવાના ચોકમાં જાય છે.ચોકમાં માણસોને ઉભા રહેવાની વ્યવસ્થા છે.સ્ત્રીઓ માટે બાજુમાં જ એક મોટો ચોક છે.જેનું નામ કમલ ચોક છે.તે આખો આરસપહાણથી જડ્યો છે.ત્રીજો દરવાજો પ્રિતમપોલ કહેવાય છે.જે નાનોદરવાજો છે તે દરવાજાની બહારની બાજુ વિઠ્ઠલનાથજીનું મંદિર છે.તે દરવાજાની અંદર જતા તે ગલીમાં નાના રસ્તા ઉપર સીધો કમાલચોક સુધી જાય છે.કમાલચોકથી સ્ત્રીઓ દર્શન કરવા જાય છે.દર્શનમાં મુખ્ય ચોકમાં શ્રીનાથજીના દર્શન કરી શકાય છે.જોકે ત્યાં પણ ખુબ ભીડ રહે છે.ધક્કામુક્કી પણ ખુબ થાય છે.ત્યાં કેટલાક માણસો ઉભા રહે છે.તેઓ લોકોને કપડાથી ધીરે ધીરે મારીને આગળ વધવા પ્રેરે છે.શ્રીનાથજીની કાળા રંગની આરસપહાણની ખુબજ સુંદર પ્રતિમા છે.જેના મોઢાની નીચે તોડીમાં એક મોટો હીરો જડેલો છે.શ્રીનાથજીના દરેક દર્શનના શૃંગાર જુદા જુદા હોય છે.
દરેક શૃંગાર માટે નવા કપડાં બનાવાય છે.એના માટે નકારખાના દરવાજામાં દરજી ખાનું છે જ્યાં કપડાં સીવવાનું કામ થાય  છે.તેની નીચે માણસો માટે દર્શનની રાહ જોવાનો ચોક છે.તે ચોકમાં બાજુમાં દૂધ વગેરે લઈને લોકો બેઠેલા હોય છે જે પૈસા લઈને શ્રીનાથજી માટે દૂધ વગેરે આપે છે.તે નજીકમાંજ શ્રીનાથજીની સેવા માટે જમા થાય છે.શ્રીનાથજીનું દર્શન કરીને કોણ ભાવ વિભોર ન થાય.કમાલચોકની પૂર્વ બાજુ શ્રીનાથજીનો પ્રસાદ મળે છે.તે પ્રસાદ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.તે આખા ભારતમાં પ્રસિદ્ધ છે કહેવાય છે શ્રીનાથજીનો પ્રસાદ ભેટ કરવાથી સારા સારા કામો પાર પડે છે

શ્રીનાથજીબાવાની જય,જય શ્રી કૃષ્ણ.

(એક રિપોર્ટના આધારે )


No comments:

Post a Comment