Friday, October 6, 2017

શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમા 


શરદ પૂર્ણિમા નું મહત્વ વર્ષમાં આવતી સહુ પુર્ણિમાઓથી વિશેષ ગણવામાં આવ્યું છે,માનવામાં આવે છે કે ધનની માતા શ્રી મહાલક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમાને દિવસે થયો હતો,એટલે તે રાત્રે દેવી મહાલક્ષ્મી જગતમાં વિચરતા હોય છે અને તે રાત્રે જાગતા તેમના ભક્તોને ધન પ્રદાન કરતા હોય છે ભલે તેના નસીબમાં ધનનો યોગ ન હોય,એટલે તે દિવસે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે લોકો જાગરણ કરે છે,દૂર દૂર સુધી ચાંદનીમાં મોડે સુધી લોકો બેસીને લ્હાવો લે છે,
અષાઢ માસની આ પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય છે,અને તે ધરતીથી ખુબજ નજીક હોય છે.આ રાતની ચાંદનીનો પ્રકાશ વધારેમાં વધારે તેજ હોય છે અને ખૂબ જ ઠંડો હોય છે,કહેવામાં આવે છે કે આ દિવસે ચાંદનીમાં અગાશીમાં ખીર બનાવીને ચારણી  અથવા ઝીણા કપડાથી ઢાંકી આખી રાત રાખવામાં આવે છે જેથી તેમાં વધારેમાં વધારે ચંદ્રના કિરણો પડે ત્યારબાદ તેને કુટુંબમાં વહેંચવામાં આવે છે જે ખુબજ આરોગ્ય વર્ધક હોય છે.
આ પૂર્ણિમાનું મહત્વ એટલે પણ વધારે છે કે વિષ્ણુભગવાનના કૃષ્ણાવતારમાં માતા લક્ષ્મીએ રાધા બની અવતાર ધારણ કરી ભગવાનની રચેલી રાસલીલામાં ભાગ લઇ વૃંદાવનમાં પ્રેમના મહત્વને દુનિયામાં સદાને  માટે સ્થાપિત કર્યું હતું,અને જીવનમાં સદા આનંદી  રહેવાનું પ્રસ્થાપિત કર્યું હતું.
અહીં ગુજરાતમાં આપણા મિત્રો દૂધ પહુંઆને વધુ મહત્વ અપાયું છે આમ શરદ પૂર્ણિમાની રાત ખુબજ મહત્વની રાત ધાર્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે માનવામા આવી છે.

જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment