Wednesday, February 10, 2016

ફુલો એટલેજ સૌન્દર્ય


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
ફુલો એટલેજ સૌન્દર્ય

આવો શાંતિવેળા ખુબજ શાંત અને સામાન્ય ભાવમાં તે ભગવાનને તેના નામનું સ્તવન,તેના જાપ થોડીવાર કરીએ એવું વિચારતા બ્રહ્માંડના સ્વામી પરમેશ્વરને પ્રણામ કરીએ કેમકે બધાને આપવાવાળી શક્તિ એક જ છે,તેના નામ જુદા જુદા છે,પોકાર કરવાની રીત જુદી  જુદી હોઈ શકે છે,અને સાંભળવાવાળા એકજ છે,
તેની દયા થાય છે તો માણસની બુદ્ધિ પણ કામ કરે  છે,તેની યોજના પણ સફળ થાય છે,કેટલાય પ્રકારની
કૃપાઓ પ્રાપ્ત થાય છે,જ્યારે તે ખુશ થઇ જાય છે ત્યારે ન જાણે ક્યારે શું આપી દે છે,તેની લીલાના જુદા જુદા
 રૂપ છે તેની કાથોરતામાં પણ દયા હોય છે,કેમકે તે શીખડાવવા માંગે છે,તેના આપવાની રીત જુદી જુદી છે,
તો આ સમયે તેના નામ સ્મરણમાં આપણું ધ્યાન જોડીએ,

નારાયણ નારાયણ, ભજો મન નારાયણ....(૨)
શ્રી હરી માધવ નારાયણ, ભજોમન નારાયણ.....નારાયણ...
શ્રી હરી શ્યામ ,મોહન શ્યામ, મુરલી મોહન શ્યામ
મેરે રામ,હે ઘનશ્ મ,સાઈ સદ્ગુરુ  નામ...નારાયણ.......
શ્રી હરી માધવ,નારાયણ ભજો મન નારાયણ......નારાયણ.........

પ્રભુના આ નારાયણ સ્વરૂપનું ધ્યાન કરતા એ અનુભવીએ કે તે એક શક્તિ છે,અને આનંદ સ્વરૂપ છે,તેજ
સારું જ્ઞાન આપવાવાળા જ્ઞાન સ્વરૂપ છે,તે પરમ પ્રભુના તે સત્યને આપનાં અંતરમાં ધારણ કરીને આવો એના નામનું સ્મરણ કરીએ

સતનામ  સતનામ  સતનામ  સતનામ જી, વાહે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુજી.....(૨)
સતનામ ...........સતનામ....
સતનામ............સતનામ.........

જીવન સતત નદીના પ્રવાહની માફક વહી રહ્યું છે,અને સમય સતત પાંખો લગાવી ઉડતો ચાલ્યો જાય છે,પાછળ આપણી યાદો છૂટતી જાય છે જેમાં ઘણી બધી ખારાશ અને ઘણી બધી મીઠાસ પણ છે કયાંક આપણાઓએ હેરાન કર્યા છેતો ક્યારેક પારકાઓએ દુખ આપ્યું છે,ન જાણે કેટ કેટલું દર્દ છે,અને કેટ કેટલી
મીઠી યાદો છે,પાછળ છૂટતી જાય છે,અને જીવન ક્યાય રોકાતું નથી,છતાં એ પણ ખબર નથી ક્યારે,ક્યાં આ
સફર અટકી જશે,ક્યારે કોણ જતું રહે,આ કાફલો વધ્યા કરશે,લોકો મળતા રહેશે,છુટ્ટા પડતા રહેશે,અને આ
મેળામાં સબધોના નામ લઈને કોઈ પુત્ર બનીને આવ્યું,કોઈ દીકરી બનીને આવ્યું, કોઈભાઈ બનીને તો કોઈ પિતા બનીને આવ્યું,કોઈ પતિ તો કોઈ પત્ની બનીને,કોઈ દોસ્ત બનીને તો કોઈ દુશ્મન બનીને આવ્યું,બધા
પોત પોતાનું કામ પતાવીને નીકળતા રહ્યા, પણ યાદ રાખો,આ યાત્રા કરવાવાળો આ હંસ છે,આ આત્મા,એના વસ્ત્રો બદલાઈ છે,એના શરીર બદલાય છે,પણ તેના કરતુત તેને વારમ વાર આ દુનિયામાં લઈને આવે છે,
જો આજે પણ આપણને શરીર મળ્યું છે જે કેટલાય જન્મોની એક કડી છે,એક ચેઈનની એક કડી છે,

આ જન્મ,એ પહેલા પણ કેટલાય જન્મો હશે અને એના પછી પણ કેટલાય જન્મો થઇ ગયા હશે,દરેક જન્મમાં આવી જ રીતની કહાની આવે છે,એવી જ રીતના કજિયા કંકાશ,એવા જ કલ્પો હતા,એવીજ રીતની
મોહ મમતા હતી,એવી જ રીતે સુખી દુખી થયા હતા,દરેક જન્મમાં આપણે ખુબ સમજદાર છીએ,આપણને એકવાર મૃત્યુ આપીને જુઓ,આ વખતે આપણે કેટલા સુધરી જઈશું,અને ભગવાન જાણતા હતા એ સુધારવાનો  નથી,કેટલુય મૃત્યુ આપું,એ ફરીથી ભૂલો કરશે,પણ ભોળી માં ની માફક,ફરીથી તેણે આપણને
મોકો આપ્યો,અને બગડેલા બાળકની માફક આપણે ફરી ભૂલો કરી,એનું તો આ પરિણામ છે કે આ ચેઈન
ક્યારેય પૂરી થતી નથી,પુનરપિ જન્મમ,પુનરપિ મરણમ,પુનરપિ જનને જઠરે શયનમ,યે સંસારે,ભવ
દુસ્તારે,કૃપયા પાહી અનાદી,ભજ ગોવિન્દમ,ભજ ગોવિન્દમ,ભજ ગોવિન્દમ મૂઢ મતે,
-ફરી ફરી જન્મવું,વારમવાર મરવું,ફરી દુનિયામાં આવવું,ફરી આશાઓ,આકાન્ક્ષાઓ,મોહ મમતા,ફરી સુખ
દુખ,ફરી વૈરાગ્ય તે પણ ક્ષણિક,પછી એવીજ રીતે ભૂલો કરવાની,એ ટેવ પડી ગઈ છે પણ યાદ રાખવાનું
હમારું લક્ષ્ય,હમારી મંઝીલ કૈક બીજી છે,આપણે કદાચ કહીએ કે આપણી મંઝીલ ભગવાન છે,પણ દિલને
વિશ્વાસ નથી આવતો,મન સમજતું નથી,ભગવાન અમારી મંઝીલ કેમ હોઈ શકે,સમજીએ છે આપણે
ભગવાનને લક્ષ્ય બનાવવું જોઈએ,પણ મન માનતું નથી,દિલ માનતું નથી,પણ એક વસ્તુ મન માને છે,
આપણે એવો આનંદ મેળવી લેવા માંગીએ છીએ,જે ક્યારેય પૂરો ન થાય,અને એનાથી વધારે બીજો કોઈ
આનંદ જ ન હોઈ.આપણે એક એવી શાંતિ મેળવી લેવા માંગીએ છીએ જે ક્યારેય પૂરી ન થાય,અથવા જે કાયમ સ્થિત રહે,આપણે એક એવો પ્રેમ મેળવી લેવા માંગીએ છીએ,જેનાથી વધીને બીજો કોઈ પ્રેમ હોઈ જ ન શકે,અથવા જેને કોઈ ખુચવી ન લે,યાદ રાખો એ પ્રેમને આપણે દુનિયાના બીજા બધા સબંધોમાં શોધતા રહીએ છીએ,પણ ખાલી તેની જલક મળે છે,પૂરો મળતો નથી,શાંતિ મેળવી લેવા માંગીએ છીએ,ક્યારેક ઘરમાં ક્યારેક બહાર,
ક્યારેક ધનમાં ક્યારેક સ્થાનમાં,પણ પૂરી મળતી નથી,આનંદ મેળવી લેવા માંગીએ છીએ,વિચારીએ છીએ કેવી રીતે આનંદ મળે,કેમ સુખી થવાય,પૈસા ભેગા કરી બીજાને પાછળ પાડીને,પોતાની જાતને આગળ વધાવીને,કોઈને કોઈ રૂપમાં આનંદિત થઇ જવા માંગીએ છીએ,અને એક એવી શક્તિ મેળવી લેવા માંગીએ
છીએ કે જેનાથી સંસારમાં બીજી કોઈ શક્તિ હોઈ જ નહિ,એટલે આપણે ક્યારેય નબળા ન પડીએ,આપણે
એક એવી મિલકત મેળવી લેવા માંગીએ છીએ,કે ક્યારેય હાથ લંબાવવો ન પડે,ક્યારેય તે પૂરી ન થઇ જાય,
કાયમ ધનવાન બની રહેવાય,અમે એક એવો રસ્તો શોધી લેવા માંગીએ છીએ,કે તેનાથી આગળ કોઈ રસ્તો
ન હોય,આગળ બધા રસ્તાઓ પુરા થઇ જતા હોઈ,અને માણસ કહે તેનાથી આગળ જવાની વાત જ પૂરી
થઇ જાય છે,એતો આપણું ધ્યેય છે,એને તો બધાજ માણસો સ્વીકારે છે,કે એ મારે જોઈએ,પછી પ્રશ્ન થશે,
શું એવી વસ્તુ દુનિયામાં છે,અમે શોધવા માંગીએ,મળવા માંગીએ,મેળવવા માંગીએ,કેવીરીતે કયી રીત હોઈ
શકે છે અને એવી વસ્તુ ક્યારેય કોઈને મળી છે,એનો સીધો સરળ જવાબ છે,એવી વસ્તુ દુનિયામાં છે,અને તેને મેળવી શકાય છે,દુનિયામાં જે કઈ આપણે સંસારના ભોગોમાં શોધીએ છીએ,બરાબર જેમ કોઈ આકાશમાં વીજળી થાય છે,જે વાદળોની વચ્ચે એક હલકી જલક થઈને,તેજ બતાવી વાદળોની વચ્ચે સંતાઈ જાય છે,
એમ સુખોમાં અને ભોગોમાં આપણે એવોજ ક્ષણિક આનંદને શોધોયે છીએ,અને તે ક્ષણિક મળે પણ છે,રાજનીતિ હોય, સત્તા હોય,સંપતિ હોય,સાધના હોય,સંગઠન હોય,સુવિધા હોય,બધાને કોઈને કોઈ રૂપમાં તે ચમક થોડીક મળે છે,એ લોકો ગાંડા નથી,એ બાજુ દોડે છે,થોડીક
ચમક ત્યાં દેખાતી હોય છે,થોડી વાર કોઈ સત્તામાં બેઠા પછી,જ્યારે મારું મારું કરી કરીને પોતાનું ચલાવે છે,લોકો ખીજવાય છે ગીદ ગીદાય છે,તો થોડીક ચમક મળે છે તેના પછી તે કાટોનો તાજ
પહેરીને રડે છે,પસ્તાઈ છે,હાલત એવી થઇ જાય છે,કહે છે,કામળો હું છોડવા માંગું છું પણ કામળો મને છોડતો નથી,રાજનીતિ તો વાઘની સવારી જ છે,વાઘ પર બેસાસે તો ખરું પણ ઉતારવા ઇચ્છ્સો તો વાઘ ખાઈ જશે, એટલે બેસી રહો,એટલે ત્યાં માણસ પરાણે બેસી રહ્યો છે,તે ઉતરવા નથી ઈચ્છતો,
કેમકે ઉતરતા વાઘ તેને ખાઈ જશે,રાજનીતિ તેને પહેલા ખલાશ કરી નાખશે,જ્યાં સુધી તેના હાથમાં તાકાત હશે ત્યાં સુધી તે બરાબર હશે,ડરાવતા રહો,ડરી ડરીને લોકો સલામ કરશે,જે દિવસે તમે નબળા પડશો ,બીજાથી ડરવા માંડશો,તે દિવસે તે તમને ખાઈ જશે,તો ક્ષણિક આનંદ છે,ત્યાં ક્ષણિક સુખ છે,ત્યાં ક્ષણિક અભયતા છે,ક્ષણિક નિશ્ચિતતા છે,થોડીવાર માટે આપણે આપણને  શક્તિશાળી અનુભવીએ છે,પણ પ્રશ્ન અહી ફરીથી થંભી જાય છે,જયારે જયારે હું થોડી મહેનત કરું છું,વધારે પ્રગતી કરુ છું,ક્યારેક ક્યારેક હું વધારે મહેનત કરું છું અને કઈ મેળવતો નથી,ક્યારેક ક્યારેક હું બધી યોજનાઓ બનાવતો પણ નથી અને બધા કામ એમજ થઇ જાય છે,જેમકે મેં બહુજ સારો પ્લાન કર્યો હોય,અને ક્યારેક ક્યારેક બહુજ સારો પ્લાન કર્યો હોય,બધું વિચારીને,છતાં  પરિણામ ખરાબ આવે ત્યારે સમજાય છે કે ચાવી કોઈના હાથમાં છે,કોઈ બીજી શક્તિ છે,જે નસીબોની રચના કરે છે,જે આપણને ચલાવે છે,જે આપણને હાલમ ડોલ કરે છે,જે ઉપર નીચે કરે છે,અહી જ્યારે એ અનુભવીએ છીએ,કે અમારા સુખ દુખની પાછળ પણ કોઈનું નિયંત્રણ છે,ત્યારે ખ્યાલ આવે છે,કોઈના હાથમાં બધો કંટ્રોલ છે,કારભાર છે,વ્યવસ્થા છે,અને તે કોણ છે,એક જ બાપના ત્રણ છોકરા છે,અને ત્રણેયને એક જેવી પ્રોપર્ટી વહેચી આપી છતાં ત્રણેય એક જેવા અમીર ન બની શક્યા એક ગરીબ થઇ ગયો,એક બહુજ આગળ નીકળી ગયો,અને એક મિડલ સ્થિતિમાં
રહી ગયો,એકજ ગુરુને,એક જ શિક્ષકને આખા વર્ગને ભણાવ્યો,છતાંપણ એક જેવું પરિણામ ન આવ્યું,એક જેવા વાતાવરણમાં પાલન થતા બધા બચ્ચા એક જેવો ખોરાક લેવા છતાં એક જેવા નથી બની શકતા,ત્યારે સમજાય છે કે એક જેવું બધું આપવા છતાં પણ એક જેવી સ્થિતિ કેમ રહેતી નથી,તો ખબર પડે છે કોઈ બીજું છે,જે અંદર ગરબડ કરે છે,જે કૈક બદલી કાઢે છે,અને સમજાય છે કે શક્તિ કોઈ બીજાની પાસે છે,સુખી દુખી તે જ કરે છે,તેના હાથમાં શક્તિ છે,જે વસ્તુઓ આપણે ઈચ્છીએ છે તે આપવા વાળો પણ તેજ છે,તે લ્ક્ષ્ય ભગવાન જ છે,તે માનવું પડે છે,એ પણ માનવા માંગે છે,સારું છે,,આપણે રાજા પાસે એક એક બે બે રૂપિયા માંગવા કરતા રાજાને જ પોતાનો બનાવી દેવાય,તો બધી વસ્તુઓ પોતાની જાતે આપણા હાથમાં આવી જશે,પ્રશ્ન થાય છે કે તેને પોતાનો બનાવવા માટે તેની ચાપલાશ કરવી પડશે,ચાપલાશથી કઈ નહિ થાય,કોઈ રાજનેતાને જરૂર હોય છે તેની ચીજો માનવા માટે ચમચાગીરી કરવાવાળા લોકો હોવા જોઈએ,અને ચમચાગીરી કરવાવાળા લોકો પણ છે,તમે જોયું હશે કે મંત્રીજી મીનીસ્ટરની આગળ આગળ ચાલે છે,જો પ્રધાનજી કોઈ વસ્તુને જોઈ મુશ્કારાઈ તો મંત્રી મોઢું પહોરું કરીને વધારે મુશ્કારાવા માંડે છે,
પૂરો હસવા માંડે છે,અને સાહેબ કોઈ ચીજ જોઇને ઉદાસ થઇ જાય તો પાછળ ચાલતા ચમચાની   આંખોમાં આંસુ વહેવા માંડે છે,સાહેબ જો કોઈ વસ્તુને જોઇને આંખો ફાડી જુએ તો પાછળવાળો ગળું દબાવવા તૈયાર થઇ જાય છે,કે આ માણસે મારા સાહેબને ગુસ્સે કર્યા,અસલમાં આ બધા જે ચમચા   લોકો હોય છે,તેમને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી હોતી,તેમને એ ખબર છે,કે કેવો ચહેરો બનાવવાથી સાહેબ ખુશ થાય છે,એટલા માટે તે તેવી ચમચાગીરી કરવામાં લાગ્યા રહે છે,તો શું એવી ચમચાગીરી કરવાથી ભગવાન ખુશ થશે,તે તારીફ પસંદ કરવા નું ચાહે છે,તેની આગળ આપણે અલગ અલગ મુદ્રાઓ બનીએ તો તે પસંદ કરશે,બસ એક જ વાત યાદ રાખવાની છે,સંસારની દરેક પુંજા પદ્ધતિ,દરેક વિધિ,આત્માને માટે પ્રેમ પ્રગટ કરવાની રીત છે,તે પ્રજા માટે પ્રેમ પ્રગટ કરવાની રીત છે,અને જો પ્રેમ કોઈ વિધિથી પ્રગટ નથી થતો તો તે વિધિ,બહાર રહી જાય છે,અને જો પ્રેમ પ્રગટ થાય છે તો વિધિમાં દોષ હોય તો પણ કોઈ વાધો નહિ,પ્રેમ જો પૂરો પ્રગટ થાય છે તો માલિક મળી જાય છે,ભગવાન મળી જાય છે,પછી કઈ વાર લગતી નથી,એટલા માટે તો મઝાની વાત છે,જે લોકોને મળ્યા તેને વિધિની ખબર ન  હતી,ધન્ના જાટના ખેતરમાં ભગવાન દર્શન આપવા ચાલીને આવ્યા હતા,કર્માબાઈની ખીચડી ખાવા ભગવાન આવી ગયા,ધન્ના જાટની પ્રાર્થના જો તમે સાંભળો તો તેને માંગ્યું જ શું હતું,જયારે ભગવાન પ્રસન્ન થયા તો કહેવાય છે તેની અડધી રોતી ભગવાને ખાધી અને અડધી ફરી ખાવા ગયા તો તેણે હાથ રાખીને રોકી લીધા,કહ્યું કે હું ત્રણ દિવસથી ભૂખ્યો છું,અડધો અડધો ખાઈશું આપણે બંને,અને તેણે ચાલતા આગળ કહી દીધું,જુઓ એ વાતની ખાતરી આપો,એક શેર લોટ,મીઠું,અને પાણીની વ્યવસ્થા કરવાનું કામ તારું છે,અને માળા જપવાનું કામ મારું છે,તો વાયદો પાકો,પૂરો કરજો તો હું પણ પૂરો કરીશ,મારી તો આટલી પ્રાર્થના છે,અને રોજ પ્રાર્થના કરતી વખતે યાદ કરી લેતો હતો,યાદ છેને તમને,મેં શું માંગ્યું હતું,જો તમને યાદ છે તો મને પણ યાદ છે,હું પણ માળા પૂરી જપીશ,પ્રમાણીકતાથી જપીશ,હું તારો થઇ ગયો છું,પછી એને કહી દીધું,કે મારા ગામમાં તો કોઈ પશુ ખરીદીને લાવે,જે તેના હાથમાં વેચાઈ ગયું છે પછી પેટની જવાબદારી તેની થઇ જાય છે,મેં પણ મને વેચી નાખ્યો છે,અને પેટની જવાબદારી તારી છે,તેનાથી વધારે હું કઈ નથી જાણતો,હા,બોલીશ કઈ નહિ,ભલે મને ભૂખ્યો તરસ્યો રાખી દેજે,અને હું વચન આપું છું કે હું માળા ક્યારેય છોડીશ નહિ,ભલે તું મને કઈ ન આપે,હું વેચાઈ ગયો છું,હું તારો થઇ ગયો છું,તો અહી વેપાર વેપાર નથી રહ્યો,ત્યાં પ્યાર દેખાય રહ્યો છે,તું ભલે તારો માને કે  ન માને,પણ હું તો તને માની ચુક્યો છું,આ છે એ પ્રેમ, જે ત્યાં સુધી પહોચે છે બાકી બધી વસ્તુઓ બહાર રહી જાય છે,અમારા મંત્રો બહાર રહી જશે,અમારી વિદ્યા બહાર રહી જશે,અમે જે ફૂલો તેના ચરણોમાં ચઢાવીએ છીએ,તો એ ફૂલો અર્પણ કરવાનો અમારો કોઈ હેતુ હોઈ છે,એવુજ કોમલ હૃદય છે મારું અને એવીજ ભાવનાઓની સુગંધ લઈને તારી પાસે હું આવ્યો છું,અને ફૂલો જ્યાં ખીલે છે ત્યાજ શોભા બની જાય છે,બીજાને સજાવવામાં કામ આવે છે,અને કહે છે,હું પણ તારો શૃંગાર બનવા ચાહું છું,તાર માટે જ અર્પણ થવા માંગું છું,હું જાતે તો કઈ જ નથી,ફૂલ જેમ સ્માઈલ કરતુ ,સ્માઈલ વિખેરતું ખીલે છે,એટલા માટે ભગવાનને ચઢાવાય છે,ભક્ત પણ એજ કહે છે,હું આભાર માનવા ખીલેલા ફૂલના રૂપમાં તારી સામે આવ્યો છું,તું મને સ્વીકારી લે,પણ આ બધા એક બાજુથી  પ્રેમ પ્રગટ કરવાની રીત છે,આવો મળીને એના ચરણોમાં પ્રાર્થના કરીએ,

શરણમે આ પડા તેરી,પ્રભુ મુઝકો ભુલાના નાં,પકડ લો હાથ અબ મેરા,આજ દેરી લગાના નાં....શરણમે ........
તેરા હૈ નામ દુનિયામે,પતિત,પાવન,સભી જાને,(૨) દેખ દેખકો મેરે,નજર મુઝસે હટાના ના ......શરણમે.......
કાલકી હૈ ગતિ ભારી,બહા જાતા હું ધારામે ,પકડ........શરણમે.............
બહા દો પ્રેમકી ગંગા,દીલોમે પ્રેમકા સાગર ,(૨) યે જીવન પ્રેમસે બીતે,હંમે જીના શિખા દે તું ....શરણમે........

પરમાત્માના આશીર્વાદ ઘણા છે,અને તેની મહેરબાની છે,તમને બધાને મળવાનો અને જ્ઞાન ચર્ચા કરવાનો
પ્રસંગ મળ્યો છે,અને આજે આ અવસર અમીરીની સંપૂર્ણતા,નીર્ભીક્તાની સંપૂર્ણતા,જો આપણે રાજા બનવાનું
ઈચ્છીએ તો રાજા પણ નાનોમોટો નહિ,કેમ કે નાનો બની જાય તો પછી મોટો વધારે મોટો,અમીરીમાં આપણે
સંપૂર્ણતા મેળવી લેવા માંગીએ છીએ,અને એટલામાટે આપણા દેશમાં કોઈ મૃત્યુ પામે તો લોકો કહે પૂરો થઇ ગયો,પછી ભલેને તે આખી જીંદગી
અધુરો રહ્યો હોય,અધૂરું જીવન એટલે જેજે અધૂરા રહ્યા,અધુરો જીવ રહ્યો હોય તો મરીને કેવી રીતે પૂરો થઇ
જશે,મર્યો પણ અધુરો જ છે,પૂરો તો નથી થયો પણ બતાવવા માંગે છે પૂરો થઇ ગયો,પૂરો થવા સંસારમાં
આવ્યો હતો, પૂરો થઇ ગયો,પુરા ની પાસે ચાલ્યો ગયો,નદી ત્યારે પૂરી થાય છે જયારે સાગરમાં મળી જાય છે,પણ તે પહેલા તે અધુરી છે,તે આપણને સારો લાગવા માંડે છે,જેને મળીને પૂર્ણતા,લાગે છે કે પૂર્ણતા આવી
રહી છે,અધૂરાપણું  દુર થઇ રહ્યું છે,કોઈ મિત્ર મળે,લાગે છે કે શક્તિ  વધી રહી છે,કોઈ સબંધમાં પ્રેમ એવો
મળતો હોય,તો માણસને લાગે છે કે જે પ્રેમને તે શોધ્યા  કરતો  હતો તે અહી કદાચ તેની સંપૂર્ણતા મળી જાય
માણસને લાગે છે કદાચ તે અહી જ છે,જેમાં મને પ્રેમથી સંપૂર્ણતા મળી   જશે,તે મને સમજી શકે છે,મારા
અંતરના ઊંડાણમાં તે પહોચી શકે છે,મારી ભાવનાઓની તે કદર કરી શકે છે,દુખ મને થશે આંસુ તેની આંખોમાંથી નીકળશે,માણસ પોતાના પ્રેમને ક્યાંક સંપૂર્ણતામાં જોવા માંગે છે,બધાજ બધી વસ્તુની સંપૂર્ણતા
માંગે છે,આમાં યાત્રા અમારી બધાની સંપૂર્ણતાની છે,એ જુદી વાત છે,સબંધો હોય છે તો શરુ શરૂમાં સંપૂર્ણતા દેખાતી હોય છે,ખબર નથી પછી શું થઇ જાય છે,અને હવે તો વિવાહ થાય છે,તો એની સાથે છોકરો અને છોકરી પરિચય કરવા માંડે,મળવા માંડે છે,વાત કરવા માંડે છે,એવોજ વિવાહ થયેલો,અને છોકરો ને છોકરી પાર્કમાં ઝાડની નીચે બેઠા હતા,તો થોડું  જંગલ સામે હતું,તો બહાર ઝાડની નીચે જઈને બેસી ગયા,છોકરાએ છોકરીની આંખોમાં જોયું,જોઇને કહ્યું મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે,,દેખાતો હશે,તેને કહ્યું તારી આંખોમાં પૂરી દુનિયા દેખાય છે,એક ગામડિયો તેની બકરી ખોવાઈ ગઈહતી તે પેલા ઝાડ પર ચઢીને બકરીઓને શોધતો હતો,તે ખુબ પરેશાન હતો,તેણે નીચે જોઇને કહ્યું,ભાઈશાબ જરા મારી બકરીયો શોધી આપશો,જરા આંખોમે જોશો,તમારી  પાસે ટેલીવિઝન લાગેલું છે એમાં બધું દેખાઈ છે,એમાં દુનિયા દેખાઈ છે તો મારી બકરીયો તો જરૂર દેખાશે,જરા શોધી આપશો,તો શરૂઆતમાં એવું જ લાગશે,કલાકો સુધી વાતો કરે ,તેની વાતો પૂરી નહિ થાય,લગ્ન પછી,સ્થિતિ જુદી હોય છે,પતિ ફોન કરશે તો કલાકો  સુધી વાતો નહિ કરે,એક બે મીનીટમાં તેની વાત પુરી થઇ જાય છે,અને પત્ની પૂરી કોશિશ કરે છે ક્યા છે તેની,
પતિ કહે છે હું ટ્રાફિકમાં ફસાય ગયો હતો,એટલે વાર લાગી રહી છે,ફોન કરી દીધો,તો પત્ની કહે છે
હવે હોર્ન વગાડીને બતાવો તમે કારમાં જ છોને,હવે પ્રેમમાં વિશ્વાસ નથી રહ્યો,હવે એક બીજાને ચેક કરવામાં લાગ્યા છે,મુખ્ય વિષયોથી આઘું પાછું  ન થઇ જાય,અમે પૂરી તક શોધી રહ્યા છીએ,
અને ક્યાંક તે ઝલક મળે પણ છે તો અમને લાગે છે કે કે કદાચ જીવનમાં હવે દુખ નહિ રહે,.કેમકે જેને હું શોધતો હતો તે મને મળી ગયું,થોડાક દિવસો પછી જુદું લાગે છે,બહુ મોટો દગો થયો,ખાલી આ એક સબંધની સાથે જ એવું નથી થતું,આપણે  ક્યારેક કાર ખરીદીએ છીએ,કારમાં અમને લાગે છે,કે અમારો આનંદ છુપાયો છે,ક્યારેક મકાનમાં લાગે છે કે,મકાનમાં અમારો આનંદ છુપયો છે,કોઈ બીજાનું મકાન જોઈએ છીએ તો તે વધારે સારું દેખાઈ છે,જોઇને જલન થવા માંડે છે,.પછી આપણે વિચારીએ છીએ આનાથી વધારે મોટું મળી જાય,કદાચ તેનાથી અમને સંતોષ મળી જાય,બાકી તો વ્યવહાર ચાલે છે,બીજાનું મકાન છે,સારું મકાન છે,ઘરના પ્રવેશમાં પહોચીએ છીએ,ત્યાં જઈને કહીએ છીએ,અંતરથી વધાઈ છે,અંદરથી અંતરની જલન પેદા થઇ ગઈ હોય છે,કેમકે વ્યવહાર છે,કરવું પડશે,બતાવવું પડશે,અંતરની વધાઈ,અંતરની ખુશી થઇ,બહુ સારું લાગ્યું,સાચી રીતે,દિલના રૂપથી હું ખુશ થયો છું,અને તે સાચી રીતે કહીને  વિશ્વાસ બનાવી રહ્યો છે,અને અસલમાં સમજી રહ્યો હોય છે કે,સાચી રીતે તો નથી થઇ રહી,બધી વસ્તુઓમાં શોધીએ છીએ કે તે પુરા રૂપમાં મળી જાય,છતાં માણસ અધુરો ને અધુરો,શું કરે,ક્યા જાય,શું રસ્તો બનાવે,બધાથી પહેલી વાત તો એ ધ્યાન રાખો કે,સંસારના સાધનો શરીર સાથે જોડાયેલા છે,શરીરની સુખ સુવિધા માટે,એ સાધનોની જરૂર પડશે,અને શરીરને જેટલો આરામ આપવાની ટેવ પાડશો તેટલો વધારે આરામ માંગશે,વધારે આરામ માંગતા માંગતા તે માંદુ પડી જશે,તેનાથી સારું તો જીતવું જરૂરી છે,કેમકે બધાથી પહેલા તો દરેક વસ્તુ આપણી જરૂરત છે,શરુ થાય છે,નેસેસરી,પછી ઓછી કરીએ,પછી લક્ઝરી,અને પછી એમાં  કોઈ અંત નહિ,એનાથી વધારે,થોડું સુખ મેળવવા માટે વધારે દુખ ભોગવવું પડે છે,એ બરાબર એવી રીતે,જેમ એક માણસે કહ્યું માથું દુખે છે,તો ચંદન ઘસો,માથા ઉપર લગાવો,માથું ધુખાતું બંધ થઇ જશે,બીજા માણસે કહ્યું,ચંદન ઘસવું એ પણ એક માથાનો દુખાવો છે,કેટલી વાર બેસીને એને ઘસવું પડશે,તો આ ચંદન ઘસવાની જેમ,તમારે રોજ પ્રયોગ કરવો પડશે,થોડો માથાનો દુખાવો દુર કરવા તમે વધારે માથાનો દુખાવો વહોરી લેશો,વહોરી લેવાથી પહેલનો દુખાવો તો જતો રહેશે પણ બીજો દુખાવો આવી જશે,અને પછી આપણે વિકલ્પોની તરફ જતા રહીએ છીએ,વજન ઉઠાવેલો એક માણસને એક ખભો દુખવા માંડશે,એટલે વજન બીજા ખભા ઉપર મૂકી દેશે,રોજ માણસો વિકલ્પો શોધવા લાગી જાય છે,આ કરીને જોઈ લઉં કદાચ આમાં સુખ હોય,આમ કરીને જોઈ લઉં કદાચ આમાં સુખ હોય,એવી રીતે આપણે બદલાતા રહીએ છીએ,ઉપાધિઓ નથી જતી,તો પ્રશ્ન આવશે શું કરવું જોઈએ,તો બધાથી પહેલી વાત એ સમજીશું,શરીરની આવશ્યકતાઓ માટે,સંસાધન દુનિયાને તમારી સાથે જોડવી પડશે,રૂપિયા પૈસા પણ જોઈએ,રોજી રોટી પણ જોઈએ,દુકાન મકાન પણ જોઈએ,એ તમારે માટે પહેલી સીડી છે,હવે બીજી વાત,એ પડ સુધી આપણે જીત્યા છે,જેમ કોઈ મકાનના જુદા જુદા પડ હોય છે,અલગ અલગ ફ્લોર હોય છે,અલગ અલગ માળ હોય છે,તો એવીજ રીતે તમારી જીંદગીમાં પણ અલગ અલગ રૂપ છે,જો આપણે પેટ,શરીર,અને આવીજ આવશ્યકતાઓ સુધી જીવીએ છીએ તો,એ આવશ્યકતાઓ સુધી પ્રાણિયો પણ જીવે છે, તેના પણ બચ્ચાઓ છે,તેનું પણ પોતાનું પેટ છે,પોતાનું પેટ પણ ભરે છે અને બચ્ચાને પણ ખવડાવે છે,મકાન તે પણ બનાવી લે છે,માળો બનાવી લે છે પક્ષીઓ,ઉંદર દર બનાવી લે છે,તો બધા પોત પોતાના આવી રીતે બનાવે છે,હા, એક વાત છે.તેમને જેટલી ભગવાને સમાજ આપી છે તેના હિસાબથી તે તેમનું કામ કરે છે,જેમ ઉંદરો છે,તેઓને પરમાત્માએ પોતાના હિસાબથી દર બનાવવાનો,ઘર બનાવવાનો એક નકશો આપી દીધો છે,કેમકે ભગવાન આર્કિટેક છે,તો ઉંદરો એકજ રીતના ઘર બનાવે છે પછી તે ઉંદર અમેરિકાનો કેમ ન હોય.






No comments:

Post a Comment