Friday, February 27, 2015

અવધૂતી રંગ (ભજન )

અવધૂતી રંગ (ભજન )

હે ... રંગીલું રળીયામણું અને નારેશ્વરનુજ ધામ .,
દર્શન આપી દુખ હરે જ રે,શ્રી રંગ અવધૂત જેનું નામ
એ.. હરિયાળો જ લીમડો ને મીઠી જ જેની ડાળ,
અવધૂત ત્યાં આસન કરે અને રટે દત્ત દિગંબર નામ.

રેવાના નીરમાં અને લીમડાની ડાળીમાં જોયો અવધુતજીનો રંગ,
જાણે અજાણે મને લાગ્યો છે ત્યારથી એવા અવધુતજીનો રંગ
અરે મને લાગ્યો અવધુતજીનો રંગ,ઓ મને લાગ્યો અવધુતજીનો રંગ
એ આંખોના અમ્બરથી મને આંજી દીધો,મને લાગ્યો અવધુતજીનો રંગ,
હો, જીવન તરંગની પૂરી રંગોળી એમાં ખીલ્યો અવધુતજીનો રંગ,
હારે મને લાગ્યો અવધુતજીનો રંગ,ઓ  મને......
હે...આંખ્યું સેવામાં દીઠા દત્તા અવધુતને,પ્રેમાયો અવધૂતી રંગ
હે મને લાગ્યો...હારે મને લાગ્યો અવધુતજીનો રંગ
હો રુક્માના રેવાના રંગાના ખોળામાં પીધો અવધુતજીનો રંગ,
હે મને ........હારે મને લાગ્યો અવધુતજીનો રંગ
હે  આખરીનો ફેસલો સોપ્યો એના હાથમાં,હાથમાં અવધુત્જીનો રંગ,
માયા ગણું તો રંગ રાજમાં પરચો પડે,ખીલ્યો અવધુતજીનો રંગ,
હે મને લાગ્યો...હારે મને લાગ્યો અવધુતજીનો રંગ
રેવાના નીરમાં અને લીમડાની ડાળીમાં જોયો અવધુતજીનો રંગ,
જાણે અજાણે મને લાગ્યો છે ત્યારથી એવા અવધુતજીનો રંગ
અરે મને લાગ્યો અવધુતજીનો રંગ,ઓ મને લાગ્યો અવધુતજીનો રંગ

જય ગુરુદેવ દત્તા,જય શ્રી રંગ અવધૂત મહારજકી.

No comments:

Post a Comment