જય શ્રી કૃષ્ણ કહેતા કહેતા.....(શ્રી જી ભજન)
-મહેન્દ્ર ભટ્ટ
જ ય શ્રી કૃષ્ણ કહેતા કહેતા હૃદયે પ્રભુજી રાખજો,(૨)
કમળ નિર્મળ ચહેરા ઉપર પ્રશન્નતા પ્રસરાવજો ,
ભૂલતા નહિ પણ જીહવા ઉપર શબ્દો સાચા આવશે ,
પરોઢના દરવાજે એવા પ્રસન્ન કિરણો પ્રકાશશે ,જય શ્રી કૃષ્ણ કહેતા......
મંગળાના દર્શનનો લાવો લુટજો ને લૂટાવજો,
પ્રેમથી પ્રારંભાતા પ્રભાતે પ્રભુને પ્રેમે વધાવજો,
શ્રીજી શ્રીજી કરતા કરતા વૈષ્ણવો હરખાય છે,
દિવસભર પ્રભુજીના ધામે ,ભક્તિ સભર થઇ જાય છે,જય શ્રી કૃષ્ણ કહેતા.....
સત્સંગ સેવી હું પણાને સદા વિદાય આપજો,
બહુ રૂપિયાનું જીવન છોડી,પ્રેમ હૃદયમાં સ્થાપજો
શ્રી પ્રભુ શરણે શીશ નમાવી સદાનું શરણું યાચજો
શ્રી વલ્લભ પ્રભુની સેવા સાંધી ,જીવન ધન્ય બનાવજો,જય શ્રી કૃષ્ણ કહેતા......
જય શ્રી કૃષ્ણ.