Monday, September 19, 2011

Zanzarno Zamkar(second novel)


ઝાંઝરનો ઝમકાર





ગુજરાતી નવલિકા

લેખક:મહેન્દ્ર ભટ્ટ   

 ( વાર્તા ફેબ્રુઆરી ૧૯૭૦ માં શ્રીરંગ માસિકમાં પ્રગટ થયેલી જે આપની સેવામાં ગુજરાતી વાચનસામગ્રી તરીકે મૂકી રહ્યો છૂ ,મને આશા છે કે સહુ વાચકમિત્રોને વાંચવી ગમશે)

શોભના ઓટલા ઉપર આવી, ધોલક ધમધમી રહ્યું હતું છોકરી તેના નાચને છેલ્લામાં છેલ્લો ઓપ આપી નાચી રહી હતી,જાણે વીજળીના સબ્કારા ઝીકાતા  હતા ,તેની ગતિ અતિ 

તેજોમય બની ગઈ અને એક ઘૂઘરું પાયલથી તૂટી દુર જઈ   પડ્યું ,નાચ રોકાઈ ગયો,ધોલક બંધ પડી ગયું વાહ વાહ કરતુ લોકોનું  ટોળું થોડાઘણા   પૈસા નાખી વેરાઈ ગયું,નાચના તાનમાં 

મસ્ત બનેલી શોભનાંનું તાન રોકાઈ  ગયું ,તેને કૈંક યાદ આવી ગયું,તે ખુશ થતી ઘરમાં જતી રહી,પણ સંજયને તેણે પથારીમાં પડેલો જોયો .

"વાહ...વાહ.." સંજય નાચને નહિ પણ શરાબને નશામય બનાવી પથારીમાં પડ્યો હતો ,તે લવારા કરતો એક પાસું ફરી ગયો,ખુશ થયેલી શોભનાંનું મન મુરઝાઈ ગયું, તે કેટલીક ક્ષનો પતિની 

ભયાનકતાને ભયાનક ચહેરે જોતી રહી,અને પછી પથારીમાં સુતેલા રાહુલને છાતીસરસો ચાપી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સંજય આખો દિવસ બહાર રહેતો,મોડી  રાત્રે શરાબને ચકચૂર બનાવી અથડાતો કૂટાતો  ઘરમાં આવી પડતો,અને 'શોભના મારે સુઈ જવું છેએટલા શબ્દો બોલી શોભનાએ પાથરેલી પથારીમાં કાબુવીહીન દેહને પડતો મૂકી સુઈ જતો ,શોભના સંજયના સુતા પછી કેટલીયવાર આંસુ વહાવતી રહેતી,

અને પછી વેદનાના  ખોળામાં ઝુકાવી દેતી.

ગયેલી મિલકતોનો ભૂતકાળ શોભનાને ધ્રુજાવી દેતો,દિવાનીના દિવસો તેને યાદ આવી જતા,અને ગળગળી થઇ તે રડી પડતી,શરાબના ઝેરી ફૂફાડાથી દુર ભાગતી દીવાનીએ તેને કારુણ્યના ઊંડાણમાં હડસેલી દીધી હતી, તે હતાશ  બની ગઈ હતી,કારુણ્યના પ્રતીબલે  તે શરાબીની માફક ઘણી વખત કાબુ ઘુમાવતા ક્યાય સુધી હિબકાઓ ખાતી પડી રહેતી હવે મિલકતમાં છેવટનું ઘર બાકી રહ્યું હતું ,શોભના ઘણીજ મુરઝાતી હતી,ઘરના ગયા પછીની સ્થિતિના દ્રશ્યો તેણે ધ્રુજાવી દેતા હતા,ઘરના ગયા પછીની પરિસ્થિતિ તેણે ખુબ ભયાનક લાગતી હતી ,કોઈપણ ભોગે સંજયને તેમ કરતો રોકવા તેણે નિર્ણય ઘડ્યો હતો,પરંતુ તે સબળ નહતો,શરાબની બદબુથી વહેતા શબ્દો શોભનાના નિર્ણયને એક  પળમાં શમાવી દે તેવા હતા.

હમણાજ છેલ્લે છેલ્લે ગળાનો અછોડો શરાબની શાતે નહિ આપવા સંજયને તેણે ઘણી વિનંતી કરી હતી,ઘણો આગ્રહ અને આજીજી કર્યા  હતા પણ શોભનાની વ્યથાને લગીરે સાભળી  હતી

શરાબના નશામાં ચકચૂર સંજયે ના પડતી શોભનાના કરમાય ગયેલા સફેદ ગાલ   ઉપર જોરદાર તમાચો માર્યો હતો અને એકજ ઝાટકે અછોડો તોડી તેને   વેદનામાં તડફડતી મૂકી ચાલ્યો ગયો હતો,સંજયે ક્યાય સુધી અછોડામાં ચુસાઈ આવેલા લોહીની શરાબ પીધી હતી,હવે ઘરનો વારો  હતો,શોભના ઘરના ભયથી ફિક્કી બનતી જતી હતી  શોભના વિચારોથી ઘાયલ બની ખુરસીમાં  બેઠી હતી,

'શોભના કેમ છે,કેમ આમ નબળી બની રહી છે?,'

'કઈ નહિ,તું ઘણા સમય પછી આમ એકદમ !'

' ખાલીજ આવી છું ,તને મળવાનું મન થઇ ગયું એટલે એકદમ અહી આવી છું'

'સારુંબેસહું પાણી લઇ આવું.'



 દિવાનીથી ભર્યું ભાદર્યું ઘર આજે વેરવિખેર પડ્યું હતું ,કુસુમ ઘણા સમય પહેલા આવી હતી ત્યારે સંજયે તેનું સ્વાગત કરી માંનપાન કર્યું હતું અને પાણી આપતા પહેલા મીઠાઈ લાવી મૂકી દીધી હતી,આજે તેને ખાલી પાણીજ મળતું હતું,રંગબેરંગી સાડીઓ પહેરતી શોભનાનો દેહ ચાર થીંગડા માંરેલા લુગડાથી લપેટાયેલો હતો,કુસુમની આંખમાં ઝળઝળિયા આવી ગયા.

કુસુમ અને શોભના  નાનપણની સહેલીઓ હતી,પરંતુ આજે તેમનું અંતર પુરાણું થઇ ગયેલું લાગતું હતું,શોભનાને પતિની શરાબે ચીથરેહાલ બનાવી દીધી હતી,ત્યારે કુસુમ પણ એક પરિસ્થિતિનો ભોગ બની પડી હતી,તેનો પતિ ભરજવાનીમાં સંસારસુખ આપ્યા વગર મરી ગયો હતો ,પોતાનું કોઈ  લાગતા કુસુમ કંટાળી ગઈ હતી ,શરાબની થપાટોથી નબળી પડેલી શોભનાની માફક તેને પણ ઘણું ભોગવવું પડ્યું હતુંપછી પરિસ્થિતિના ફેરફારોમાં તે એક લોકોમાં હલકટ ગણાતી નાચનારી બની હતી.અને તેમાંથી આવતા પૈસા ઉપર પોતાનું ગુજરાન ચલાવતી હતી,તેને સંજયને  ઘણી  વખત રોડ ઉપર ફેકાતો જોયો હતોસંજયની દિવાની લુટાઈ ગઈ હતી તેનો તેને ખ્યાલ હતો,અને  ગોઝારો પંથ વટાવી ચુકેલા દીવાનને હજી પણ તે રોકવા ચાહતી હતી,તેને શોભનાની લાગણી બહુજ પ્રમાણમાં હતી ,

શોભના પાણી લઈને આવી,કુસુમે પાણી પીધું .  'શોભના એક વાત કહું!   ' કહેને સંકોચાયા   વગર,પણ મારા સિવાયની...' શોભના પોતાના માટે  કોઈ કઈ  કહે તે વધુ ચાહતી હતી

'મારે તો તારા વિશેજ વાત કરવી છે...'      'મારા વિશે  દુનિયાએ ઘણું કહ્યું છે ,હવે તારે શું બાકી છે?'    'આમ ખોટું ન લગાડીશ, હું તારી નાનપણની સાથી છું,તું વાતવાતમાં તારી બેહાલ સ્થિતિને રઝ્લાવીશ તો તેને સુધારવાની તક મળશે નહિ'

' કહે ,જે કઈ કહેવું હોઈ તે'      'તું મારી સાથે ચાલ અને એક વખત નાચ કર!'             "નાચ ........."      જાણે શોભનાના સ્રીત્વ ઉપર કાળો ધબ્બો લાગી ગયો હોય તેમ તે ભડકી ઉઠી,તેના અંગે અંગ ધ્રુજી ઉઠ્યા ,નાચનારીની આકૃતિ તેના મન ઉપર સવાર થઇ ગઈ,અને શરાબના ઘૂડાઓ  લેતો સંજય તેના મનમાં પ્રવેશી ચુક્યો,તેને કુસુમ પ્રત્યે તિરસ્કાર છૂટ્યો

   'તું એટલી બધી કેમ ગભરાઈ ગઈ શોભના ,તારે ફક્ત એક કલાકજ નાચવાનું છે.'

' તું તારી રીતે નાચનારી બની ,પણ તારો ધંધો મારે પેલા શરાબીને તરછોડીને આદરવો,મારા ઘરની કિંમત કેટલી.....તે....!

'નહીતોય હવે બધું શરાબમાં શમાઈ  ચુક્યું છે ને,તું તારા પુરાના ખ્યાલ છોડી દે અને કહું તેમ કર .

'પણ તું મને નાચવાનું શા માટે કહે છે?'

'શરાબ અને નાચને પાસપાસેનો  સંબંધ છે,સંજય હજુ પણ દિવાન મગજનો માણસ છે,તેના મન ઉપર જો અસર થઇ જશે તો તે  શરાબને છોડી દેશે .'

શોભનાએ મનોમન વિચાર કર્યો ,કુસુમની વાત સાચી હતી,પરંતુ તેમાં ભેદ વધારે પડતો હતો,શોભનાને બહારનો સંજય ખાલી શરાબી સંજય જ લાગતો હતો પણ કુસુમના ઊંડા બનેલા ભેદમાં શરાબી સંજયની બાહ્યવૃતી બીજી રીતની પણ હોવી શક્ય હતી,એટલે એક વખત તે બહારના સંજયને જોવા ચાહતી હતી.

'સારું ચાલ,એક વખત કાળાશમાં  વધુ ઊંડે પ્રવેશી જોઈએ.'

'આ બધું શું બોલે છે,તારું બધું શાંત ડહાપણ શરબીમાં તે ગુમાવી દીધું છે,તે સાચું,પણ જાત ઉપર આટલી નફરત કરવાથી  ફાયદો. શો'

'ફાયદો જે થવાનો હશે તે થશે પણ હમણા તો ચાલ '

આ પછી કુસુમ શોભનાને થીયેટર ઉપર લઇ ગઈ કાળા ઝેર જેવા લાગતા થીયેટરના કાર્યકરો,તેને ઝાંખી ઝંખીને જોતા હતા ,અને પેલો મનેજર ચશ્માની દાંડી ઉંચી કરીને લુચ્ચી  નજરથી 

જોતો હતો,મનેજર ધોતિયું અને બે થીંગડાવાળી બંડી પહેરીને બેઠો  હતો,તેની માથાની ટોપી જોઈનેજ શોભનાને તેના પ્રત્યે એટલો બધો ગુસ્સો આવ્યો હતો કે જાણે તે કઈ પણ બોલે તો થીયેટર

છોડીને ભાગી જવું ,પણ મનેજરે શોભનાને કઈ  પૂછતા કુસુમાંનેજ તેને નાચ માટે તૈયાર કરી દેવા કહ્યું,કુસુમે શોભનાના શરમાંતા કરમાતા  અંગોને નાચનારીની એક ઝલકમાં ફેરવી દીધા શોભાના બહુજ શરમાઈ ગઈ હતી, થોડાજ સમય પછી કુસુમના આગ્રહને તે વશ થઇ અને તેના પાયલમાંથી ઝાંઝરનો ઝમકાર વહી રહ્યો,કુસુમ જમીન ઉપર બેઠેલા પ્રેક્ષકોને જોતી રહી,કેટલાક શરાબી તેની નજરમાં આવી ગયા પણ સંજય ક્યાય દેખાયો નહિ તે ક્યાય સુધી જોતી રહી.

**********

'અરે બદલું મિયા ....'

'ક્યાં બાત હૈસંજયબાબુ?'

'દેખ...વો...હે...વો સામનેવાલા સુરજ સાલ્લા  કૈસા ઉલટા જા રહા હૈ...હે...કયું...બેબોલને...'

'હા બાબુઆપકી બાત બિલકુલ બરાબર હૈ .'

'બરાબર હૈ...ન...એય તો લા દે ઈશ બાત પર જાનોકી પ્યારી એક બોટલ ઔર ...હે...હા...હાહા  !'

કેફથી આંધળી બનેલી શરાબીની આંખો બોટલ સિવાય કઈજ  જોઈ શકતી ન હતી.. 

'મગર બાબુઆપકી જેબસે જબ ....'

બદલું  આંગળીના ઇશારે સંજયને સમજાવી રહ્યો.

'મગર તું દે તો સહી,હે... ફિર મુઝસે ઇસકે બારેમે બાત કર કયું સમજાને હે....!

રાતી આંખો ક્રોધથી છવાઈ  ગઈ, ક્રોધનો દરરોજનો ટેવાયેલો બદલું અસર વિહીન રીતે સંજય સામે જોઈ રહ્યો,અને પછી હાસ્યને થોડું લૂચ્ચું બનાવી બોલ્યો,

'મગર બાબુ આપકી જેબ લગતા હૈ કી ..!'

'લગતા ફગતા કુછભી નહિ...,  યે મેરે લિયે છોડા હુઆ મકાન....હે  યે તેરા હી તો હૈ,સમજ લે...અપને કભી ...કિસીસે...દગા નહિ કરતા...સમઝા...હે અગર તુમે વિશ્વાસ નહિ હે 'મેને તુઝે હી તો

અબતક કુછ દિયા..હૈ...ચલ લા જલ્દી કર....!

'મુઝે આપશે પુરા વિશ્વાસ હૈ બાબુ,સારે ગાવકી  ઈજ્જત હી આપ ખુદ હો,ફિર બાત હી ક્યાં રહી.'

સંજયે દિવાનીની બધીજ મિલકત શરાબ ખાતે બદ્લુંને સુપ્રત કરી હતી,શરાબના પૈસા પુરા થતાજ બાકી રહેલા પૈસાની બદલું માંગ કરતો ,અને આ રીતે સંજયની બધીજ મિલકત પોતાને હાથ કરી હતી,આમ કેટલાય શરાબીઓને બદલુએ ખાલી કરી નાખ્યા હતા , શરાબી સંજય ભૂતકાળમાં દિવાની સંજય હતો ,અત્યારે તેની કોઈ ઈજ્જત ન હતી

" હાતે હમ કોઈ અનાડી થોડા હૈ ...હે... એય..." 

શરાબની બોટલો સંજય સામે જમા થઇ અને અનોખી અદાઓથી ઘુટડા લેતો સંજય  થોડીજ વારમાં બોટલ ખાલી કરી ગયો.

'અબે ,લટું તું તો કિતની ચઢાયેગા!'

 ચલ  ,અભી, અભી હટ જા  મુજસે કોઈ બાત નહિ,તેરા કામ કર ,તુજે ચઢાની હૈહે ,..નહિ તો ચલ હટ જા યહાસે દેખ તેરે સામને તેરા દિવાન હૈ,હે એચ

'મગર સંજય,..મૈ...તુઝે દુસરી બાત દિખાતા હૂં,આજ અપને થીયેટરર્મે એક અચ્છા નાચ હો જાનેવાલા હૈમૈ ,વહાં જાતા હૂં,આના હૈ તેરેકો?'     

'દેખ,જોસેફીયા,નાચનેવાલીકો ઇધર બુલા હેશરાબકા નાચ ખેલ કે દિખા ... હે... જા ચલ   હા  હા  એચ...'  

'અબે ગાંડું આજ તો  નયી આયી હૈ,વો શોભનાદેવી બડે  લોગોકી ભી લાઈન લગી હૈ લાઈન સમઝામૈ તો ચલા,શરાબ આકે પિયેગા,ચલ આના હૈ તો... '

'હે.....મેરે કો તુને ....ગાંડું કહા...લા  એચ... લા  વો બોટલ...માર ડાલું ઇસે...'

સંજયે શરાબની એક બોટલથી તેના તરફ ઘા કર્યો,પણ જોસેફ તે ચૂકવીને જતો રહ્યો,સંજય અતિશય શરાબનો ઘાયલ બની નીચે ફસડાઈ પડ્યો,પડી રહ્યો ક્યાય સુધી ,તેને થોડીવારે સામાન્ય ભાન થયું,તેની રાતી આંખો શરાબની બોટલો સામે 

ટકરાઈ અને તે હસ્યો,પછી લાંબા શરાબી હાસ્યને વહેતું મૂકી કાબુવીહીન દેહને જેમતેમ ઉભો રાખતો અથડાતો કુતાતો ઘેર ગયો બદલુંમિયા 'કલ પૈસા યા તો મકાનકા કબ્જા '  વિચારેસંજયને જતો જોઈ રહ્યો...,સંજય ઘેર પહોચ્યો .ઘરને તાળું  લગાવેલું હતું ,તે બારણા પાસે જઈને પછડાયો.. 

'શોભના બારણું ખોલ,હવે હું  કદી નહિ પીઉં ,શોભના તારી કસમ બસ,મને ઊંઘ આવે છે...શોભના....એચ...'

અને બહારજ તેણે પોતાના દેહને પડી રહેવા દીધો,તે થોડીજ વારમાં ઊંઘી ગયો.    



   મોડીરાતે જોસેફ નાચ જોઇને સીધોજ સંજયને ત્યાં ગયો,અને સંજયને જગાડવા ઢંઢોળ્યો ,

'અબે,સંજય.....અબે ઉઠ તો સહી,ક્યાં કરતા હે ...હે...એચ...તેરી બીબીને કમાલ કર દિયા...બે..!

જોસેફ નાચ જોયા પછી સીધો પીઠામાં જઈને શરાબથી ચકચૂર બની આવ્યો હતો,સંજય એકદમ જાગ્યો તેનું શરાબી ઘેન ઉતરી ગયું હતું.

'કિસકે બારેમે કમાલ કિયા મેરી બીબીનેમેરી બીબી તો....'

તેણે  ઘરના બારણા  ઉપર નજર નાખી,બારણા ઉપર તાળું લટકતું  હતું,તે એકદમ ખામોશ થઇ ગયો આટલામજ ક્યાંક ગઈ હશે , વિચારે તેણે જોસેફ બાજુ જોયુંપણ રાત ઘણી કાપી ગઈ હતી.

એટલે તે એકદમ ચાલવા માંડ્યો પણ જોસેફે તેને અટકાવ્યો.

'કહા જાતા હૈ બે,હે....મેરી બાત તો સુનદેખ , તેરી બીબીને ઐસા  નાચ...હે.... એચ ...!'

પોતાની પત્ની માટે વપરાયેલો નાચ શબ્દ સંજય માટે ભયંકર બની ગયો.બારણાના તાળા ઉપર અને બારણા ઉપર પછડાતી અને પાછીપડતી તેની નજરમાં ક્રોધ સળગી ઉઠયો રાતી આંખો 

જોસેફ તરફ મંડાઈ.. '......મેરે   સામને.....હે....મેરે સામને ઘૂર ઘૂરકેકયુંમૈ પુછતા હું મેને બુરા ક્યાં કહા?.......હે'

'ચલાજા ...જા  યહાસે .'

'દેખ મુઝે તુઝે કુછભી નહી હૈ ,તુને દોસ્તી બાંધી તો હમ દોસ્ત બના  હે અબ.....મુજસે ચલા જાનેકો કહેતા હૈ તો.....હે.....એ   ચલા,મગર....મગર  તેરે બીબીકા નાચ મી નહિ ભૂલ શકતા ,હે....એ...શરાબી

દોસ્તી   હા....હા...હા....'

ચઢેલા શરાબના નશામાં લવારા કરતો જોસેફ કાબુવીહીન દેહને અથડાવતો એક તરફ ચાલ્યો ગયો,સંજયના દિલમાં આગ ભડકે બળી રહી,તેને બારણા ઉપર  પોતાનો ક્રોધ ઠાલવ્યો,અને જોરથી લત મારી,પછી શોભનાને એક મોટી બુમ પાડી થીયેટર ઉપર ઘૂઘવતો ઉપડી ગયો તે થીયેટર આવી પહોચ્યો ,તેનો ગુસ્સાનો આવેગ આખા થીયેતરને ધનધનાવી નાખે તેવો હતો.અને બિચારી  છૂટકે  નાચ કરવા પ્રેરાયેલી શોભના શું ?!તેની કન્નચન  કાયા  લાવાથી ખદબદ  થતા સંજયના ગુસ્સામાં મીણની માફક પીગળી નહિ જાય..........!!

સંજયની ચાલ બહુજ ભયંકર હતી,તેણે  થીયેટર  સુનું જોયુંત્યાં કોઈ દેખાયું નહિ,અંધારી રાત્રીના ઘેરાયેલા અંધારામાં થીયેટરની લાઈટથી ફેલાત પ્રકાશ નીચે એક માણસ પડેલો જોયો,રાત દિવસનો અનુભવી સંજય તેણે તરતજ પારખી ગયો,અતિશય શરાબથી શરીરનો કાબુ ગુમાવી તે પડ્યો હતો, સંજયને  એજ  વખતે  શરાબ  ભયંકર 

લાગી પોતાનું ઘર અને બદ્લુંમીયા તેની નજર સમક્ષ થયા,તેને પોતાની પત્ની સાથેના પીધેલી હાલતના ચિત્રો યાદ આવ્યા    ,પણ શોભનાનો નાચ યાદ આવતા ફરી તે લાલપીળો થઇ ગયો,

તેણે પેલા ફૂતપાથીને  એક આચકો મારી ઝાટકી કાઢ્યો .

'ક્યાં હૈ હે ચલ...'પેલાએ પડ્યા પડ્યાજ દેકારો દીધો .

'અરે ઉલ્લુ પૂછતા હું ઇસકા  જવાબ દે'

.પેલાએ જેમતેમ તેની ગરદન ઉંચી કરી જોયું તો તેના ગાત્ર  ઢીલા થઇ ગયા,

'અરે સંજયબાબુ તુમ્હારે લિયે...હે..લો....એ....!

    



તેને ફાટેલા ખિસ્સામાંથી દારૂની બાટલી કાઢી અનેકાબુવીહીન હાથે સંજય સામે ધરી,સંજયને એક વખત શરાબનીમીઠાસ બમણાવેગે  વહી  આવી પણ બીજી પળે તેને પોતાની પત્નીના હાલનો ખ્યાલ આવ્યો , તે ગંભીર બની ગયોઅને એકજ ઝાટકે બોટેલ ફેકી દીધી,પેલાનો હાથ ધ્રુજતોજ રહી ગયો,

ફૂટેલી બોતેલમાંથી શરાબ છિન્નભિન્ન રીતે પ્રસરી ગઈ.  

'સંજયબાબુ  મેરી કમાંઈકો રોડ ઉપર ફેક  દીતુમ જાનતે હો ,હે...તુમ.'

'ખામોશબેવકૂફ'

'મગર બાબુ....મૈને શરાબ નહિ....!

'મૈ કુછ નહિ જાનતા,તુને યે થીયેટરમેં   અભી નાચ દેખા થા ?'

'...હા બાબુ ,બહોત , બહોત અચ્છા નાચ થા,તુમ કયું નહિ આયે,મૈ તો ઇસપે ઇતના ફિદા હુઆ થા કી ,અભી તક ઉસકો દેખનેકો  પડા થા.'

સંજયની લાલ ઘેરી આંખો તે જોઈ  શક્યો,દરરોજની જેમ બોલવાની છુંટ પણ ન લઇ શક્યો,જોસેફ અને આ શરાબીની વાતથી શોભના જરૂર નાચી હતી તેનું તેને ભાન થયું ,તેની આંખોમાં દિવાનીની શોભાના ધસી આવી,ક્રોધના આંસુઓ વહી રહ્યા  તેણે પેલાને એક ભયંકર લાત મારી પૂછ્યું,

વો ,નાચનેવાલી  કહા ગઈ.....'

પેલો લાતના પ્રહાર અને સંજયની ત્રાડથી ફૂટપાથની દીવાલ સાથે એકદમ ગભરાતો ગભરાતો લપાઈ ગયો.

'વો...વો.... દોનો ઔર એક બચ્ચા ટાંન્ગેમે બેઠકે ચલે ગયે....'

'ટાંન્ગેમે બૈઠકે ચલે.....!!'

 વાન્ક્યને અધુરુજ છોડી તે ચાલવા માંડ્યો.

'હા...બાબુ...'   પેલાનો અવાજ સંજયને પહોચી ન શક્યો.

સંજય ટાંન્ગાના  જવા આવવાના રસ્તા ઉપર ઘણીજ ઝડપથી ચાલવા માંડ્યો,તે થીયેટર ઉપર બિલકુલ સીધા રસ્તે જ આવ્યો હતો,તે ત્વરિત ગતિએ ભયંકર ચાલમાં ચાલ્યો જતો હતો

ટાંન્ગાના  રસ્તે ચાલતા ચાલતા તેને કોઈ ટાંગો દેખાયો નહિ,રસ્તામાંજ તેના ઘર તરફ જવાનો ફાટો આવ્યો, તે થોડીવાર  ટાંન્ગાના રસ્તે ઉભો રહ્યો.બંને બાજુ  નજર કરી અને તેના

ઘરને રસ્તે વળી ગયો ,તે ઘેર પહોચ્યો,થોડાજ સમય પહેલા સુનકર પડેલા ઘરમાંથી ઝાંઝરનો ઝમકાર વહ્યે આવતો હતો,તે ભયંકર બની ગયો,અત્યાર સુધીનો ભૂતકાળ વર્તમાનમાં

સાચો બની તેના અંગ અંગમાં જ્વાલારૂપે પ્રસરી ગયો,તેને ક્રોધના આવેગમાં બારણાને જોરદાર ધક્કો માર્યો ,એક ભયંકર અવાઝ થયો અને બારણું અંદર થેલાઈ ફરી બંધ થઇ ગયું .

  શોભના સંજયના સ્વભાવને જાણતી  હતી,તેણે ટાંગામાંથી ઉતરીને બારણાં ઉપરથી  નીચે ઓટલાના પત્થર ઉપર વહીને થીજી ગયેલું લોહી જોયું હતું,અને તે જોઈને તે સંજયથી એટલી બધી ડરી ગઈ હતી કે એક ખૂણામાં સંતાઈને ભયન્કરતાથી ધ્રુજી રહી હતી.



બારણું ખોલ'

ઝાંઝરનો ઝમકાર સાંભળી અગ્નિનું રૂપ ધારણ કરેલા સંજયે એક ભયંકર અવાજ કર્યો,અને બારણું ખુલી ગયું,સામેની પથારીમાં બેઠો બેઠો રાહુલ શોભનાના એક ઝાંઝરથી રમી રહ્યો હતો,

સંજય આ રીતે રાહુલને રેઅમાંતો જોઈ શાંત પડી ગયો,પણ શોભના ત્યાં  હતી,બારણું ખોલતા ખોલતા કુસુમને સંજયનો ઘણોજ ડર લાગ્યો હતોતે ગભરાતી ગભરાતી સંજય તરફ જોઈ રહી,

સંજયની આંખો લાલ હતી,કપાળે વાગેલા બારણાના ઘાથી નીકરેલું લોહી,આજુબાજુ પ્રસરી થીજી  ગયુ હતું,તેના બદન ઉપર પણ લોહીના દાગ હતા,તેણે ખમીશની બાયથી લોહીનો ઘા  લૂછ્યો હતો એટલે તેના શરીર ઉપર બધી બાજુએ લોહીં પડેલું હતું,આ આકૃતિ શોભના ન ખમી શકી,તેનું પત્નીત્વ જાગી ઉઠ્યું,આંસુઓ વહી જતા હતા,તેને પોતાના પતિ કરતા પોતાની જાત વધુ લાગી નહિ,હવે તેની જાત સંજયના હાથે કપાઈ જાય તો પણ,સંજયનો તેને ભય નહતો,વહેતા આંસુએ તે સંજય તરફ આવી,સંજય આવતી શોભનાને જોઈ રહ્યો હતો,આંસુઓથી પટકાઈ પટકાઈને પોતાના માટે મરી ફીતેલી શોભનાને  શોભનાને જોઈ રહ્યો હતો,તેને પોતાની જાત પ્રત્યે તિરસ્કાર છુટ્યો,તે અત્યારે શરાબી ન હતો,શોભનાનો સાચો સંજય હતો,પોતાના માટે શોભનાએ કેટલું વેઠયું હતું,તેનું તેને  ભાન હતું,પણ શરાબે તેને સાચી શોભનાને જોવા દીધી ન હતી,સામે આવી રહેલી શોભનાને તે જોઈ જ રહ્યો,પોતાની જાત પ્રત્યે છુટેલા તિરસ્કારમાં

તેને કપાળ જોરથી લુછી નાખ્યું,થીજેલું લોહી ફીટી જતા,પાછું લોહી વહેવા મળ્યું ,શોભના એકદમ ધસી આવી,ડરી ગયેલી કુસુમ, હમણા સંજયના પંજાની પકડ શોભનાના ગળાને વળગી જશે 

 બીકે આંખ આડા હાથ રાખી જોતી રહી,શોભનાએ પોતાના લુંગડાનો છેડો  સંજયના ઘા ઉપર લગાડી દીધો, શોભના સંજયની બાહોમાં લપાઈ ગઈચારે આંખો અસૃસભર  વહી જતી હતી.

'શોભના,આ છેલ્લી અને આખરી કસમ ખાઉં છું, રાહુલની સાથે......'

શોભના રડી રહી હતી,તેના આંસુઓ અવિરત વહ્યે જતા હતા,ધ્રુસ્કાના અવાજે કુસુમ પણ એકબાજુ બેસી રડી રહી હતી,એક ફક્ત બાકી રહેલો રાહુલ પોતાની દુનિયાને મસ્ત માની 

ઝાંઝરના ઝમકારે ખુશ થતો રમી રહ્યો હતો.

સમાપ્ત

1 comment:

  1. Thank you kantibhai parmar taking interest and like my blog Thank you

    ReplyDelete