ભેગું કરતાં રહેશો..
ભેગું કરતાં રહેશો..
તો છેવટે ભાગ જ પડશે.
પણ_
જો યોગ્ય જગ્યાએ
આપતાં રહેશો તો
ભાગ્ય ખુલી જશે..!
સવાર તો રોજ પડે છે,
તમે કયારે જાગો છો,
એ મહત્વ નું છે.
તમે ક્યારે સાચા હતા,
એ કોઈ યાદ રાખતું નથી
અને...
તમે ક્યારે ખોટા હતા
એ કોઈ ભૂલતું નથી..!!!
કાચું મકાન ચાલશે,
કાચું ભોજન ચાલશે,
પણ કાચા કાન નહિ ચાલે.
નહિતર બધુજ પાકું થયેલું તૂટતાં વાર નથી લાગતી..!!
ખાનગી વાતો ખાનગી રાખજો
જો વાનગી બની જશે તો તમારા કરતાં,
લોકો વધારે ચાખશે..!!
જેવા પણ છો,
પોતાની રીતે જીવો,
બીજાની કોપી કરવા જશો,
તો પોતાનું અસ્તિત્વ
ખોઈ બેસશો..!!!
ભીનાશ ભીતર માં હોવી જોઈએ.
આંખો નું શુ...?
એ તો બિચારી હરખ માં પણ છલકાય જાય છે..!!
ક્યારેક ફોન નું આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું કહી જતું હોય છે,
તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે વ્યક્તિ તમારી પહોંચ ની બહાર છે..!!
સાહેબ લાગણી નો પણ એક જમાનો હતો.
સ્ટેશન મૂકવા જતાં તો પણ આંખો ભીની થઈ જતી.
આજે સ્મશાન મૂકવા જતાં પણ આંખો કોરી રહે છે..!!!
સ્વેટર વેચાતું મળી શકે, હુંફ નહીં....!!!
એક પબ્લિશ્ડ રચના
જય શ્રી કૃષ્ણ.