Monday, September 20, 2021

Mogarana phool(e book, kindle edition)


 Buy this book and enjoy, it is Gujarati novel with 11 chapters

Thanks.

આ નવલકથામાં વડીલ પાત્રો દ્વારા ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાની પ્રણાલિકા નો ઉપયોગ હોવાથી કદાચ આપને વાંચવી ગમશે એવી અભ્યર્થના સાથે જય શ્રી કૃષ્ણ.

એમેઝોન કિન્ડલ બેઝ  ઉપર મારી બીજી કેટલીક ‘ઈ બુક ‘ પબ્લિશ થઇ છે તેની વિગતો અહીં સામેલ છે 

ચાંદની રાત (ટૂંકી વાર્તા સંગ્રહ )

મોરનો ટહુકારો ( ટૂંકી વાર્તા સંગ્રહ )

ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ )

અવધૂતી રંગ (નારેશ્વર સંત પૂજ્ય શ્રી રંગ અવધૂત વિષે )

દેવદાસનું ભૂત (રોમાંચક કથા )

Thursday, September 16, 2021

હરિ બોલ,હરિ બોલ,હરિ….



 



 હરિ બોલ,હરિ બોલ,હરિ….


હરિ બોલ,હરિ બોલ,હરિ હરિ બોલ,મુકુંદ માધવ ગોવિંદ બોલ (૨) 

નામ પ્રભુકા હૈ સુખકારી,પાપ કટેન્ગે ક્ષણમે ભારી,

નામકા પી લે અમૃત ઘોલ, કેશવ માધવ ગોવિંદ બોલ,

હરિ બોલ …….

શબરી,અહલ્યા સદન કસાઈ,નામ જપનશે મુક્તિ પાઈ 

નામકી મહિમા હૈ બે તોલ,કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

સુવા પઢાવત ગણિકા તારી,બડે બડે નિશીચર સંહારી,

ગિન ગિન પાપી તારે તોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ……

નરસિંહ ભગતકી હૂંડી સ્વીકારી,બન ગયો સાવલ શાહ બનવારી,

કુંડી અપને મનકી ખોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

જો જો શરણ પડે પ્રભુ તારે,ભાવસાગરસે પાર ઉતારે,

બંદા તેરા ક્યાં લગતા હૈ મોલ, કેશવ માધવ ગોવિંદ બોલ.

હરિ બોલ ……

રામનામકે સબ અધિકારી,બાલક,વૃદ્ધ,યુવા નરનારી,

હરિ જપ ઈટ ઉંટ કબહુ ન ડોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …..

ચક્રધારી ભજ હરગોવિન્દમ,મુક્તિદાયક પરમાનંદમ,

હરદમ કૃષ્ણ,મોરારી બોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …..

રટ લે મન તું આઠો ધામ,રામ નામમેં લાગે ન દામ,

જન્મ ગવાતા કયો અનમોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

અર્જુન કા રથ આપ ચલાયા,ગીતા કહેકે જ્ઞાન સુનાયા,

બોલ બોલ હીત ચિત્તસે બોલ, કેશવ માધવ ગોવિંદ બોલ 

હરિ બોલ …….

 


જય શ્રી કૃષ્ણ 



Sunday, September 5, 2021

ભવ દરિયાકે તિર

 



ભવ દરિયાકે તિર


પહોંચાડે ભવ દરિયાકે તિર,ઐસો કોઈ મિલે સંત ફકીર…

પહોંચાડે ભવ દરિયાકે તિર 

જોખમ ભરિયો જહાજ હમારો,નાવિક ઉતારી દે નીર 

કરણી કિનારો કોઈ તો બતાવે,ઐસો મિલે શૂરવીર ….

પહોંચાડે ભવ દરિયાકે તિર

ધીર ગંભીર વચનના પુરા,ભલે હોય ઓછું કુળ કે અમીર

હાલ કરમથી તરત છોડાવે,વોહી હમારો પીર….

પહોંચાડે ભવ દરિયાકે તિર

અપનો તો સપને નહિ માને સંશય નહિ શરીર 

લાભ કે હાનિ તો લેશ નહિ ભાવે થરી રહે મન સ્થિર …..

પહોંચાડે ભવ દરિયાકે તિર

પાંચ કોષમાં પંથી ભુલ્યો,છત્રપતિ શૂરવીર 

‘દાસ સવો ‘કહે કર જોડી,લક્ષ બતાવો લગીર …..

પહોંચાડે ભવ દરિયાકે તિર


જય શ્રી કૃષ્ણ 

Thursday, August 19, 2021

સરોવર દેખીને

 સરોવર દેખીને



સરોવર દેખીને આવ્યો આ હંસલો (૨) પ્યાસ લગી જલકી(૨) 

સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો (૨) 

આશ લઇ જલકી હો રામ આશ લઇ જલકી

ખબર નથી પલકી,ભાઈ બાત કરે કલકી (૨) 

કેડીને,માળીયા,મંદિરીયા,એ તો 

માયા મતલબકી રે ભાઈ માયા મતલબકી(૨)

ધન,જોબન તારો આવે ને જાવે એ તો 

છાયા બાદલકી હો રામ છાયા બાદલકી 

ખબર નથી પલકી ભાઈ બાત કરે કલકી (૨)

ભાવ ધરીને આમ ભણે નરસૈંયો (૨) 

સુમિરન એક તુજકી હે દાતા સુમિરન એક તુજકી 

એકવાર દર્શન દિયોને મોરારી (૨) 

આશા એક દર્શનકી હો રામ આશા એક દર્શનકી 

ખબર નથી પલકી ભાઈ બાત કરે કલકી.



પ્રિય વાચક મિત્રો 

પવિત્ર શ્રાવણ માસની આપને  કુટુંબ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ 

જય શ્રી કૃષ્ણ 

( પૂજ્ય ભાઈ શ્રીની કથામાંથી )

Sunday, August 15, 2021

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ

સ્વતંત્રતા  દિવસની શુભકામનાઓ 






વાચક મિત્રો ,મોગરાના ફૂલ બ્લોગ વતી

મહેન્દ્ર ભટ્ટ ના જય ભારત 

Friday, July 2, 2021

હનુમાન ચાલીસા

 હનુમાન ચાલીસા કેવી રીતે રચાણી? 





આ એક વાર્તા નહીં, સત્ય કથા છે, જેની કદાચ જ કોઇને ખબર હશે.

પવનપુત્ર હનુમાનની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ એ કેમ રચાણી એની ભાગ્યે જ કોઇને ખબર હશે.

તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈ.સ. ૧૬૦૦ના અરસામાં અકબર બાદશાહની હકુમત હતી.

એક વાર તુલસીદાસજી  મથુરા જતા હતા. રાત પડવા આવી હતી એટલે એણે આગ્રામાં મુકામ કર્યો. લોકોને જેવી કે ખબર પડવા લાગી કે તુલસીદાસજી મથુરા પધાર્યા છે કે લોકો તો એમનાં દર્શન કરવા ઉમટી પડ્યાં.

અકબરને આ વાતની ખબર પડી એટલે એણે બિરબલને પુછ્યું કે આ તુલસીદાસજી કોણ છે? બિરબલે જણાવ્યું કે તુલસીદાસજી રામભક્ત છે અને એણે રામચરિતમાનસ રચ્યું છે. હું પણ એનાં દર્શન કરીને જ અહીં આવ્યો છું. તો અકબરે પણ તુલસીદાસજીનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી. બાદશાહ અકબરે સિપાહીઓની ટૂકડી મોકલી અને તુલસીદાસજીને બાદશાહનું ફરમાન સંભળાવ્યું કે લાલકિલ્લામાં હાજર થાઓ. તુલસીદાસજીએ જણાવ્યું કે હું તો ભગવાન શ્રી રામચંદ્રજીનો ભક્ત છું અને મારે બાદશાહ કે લાલકિલ્લા સાથે કાંઇ લેવાદેવા નથી,  લાલકિલ્લે હું જાવાનો નથી.

તુલસીદાસજીનો જવાબ બાદશાહને મળ્યો તો એને ઘણું ખોટું લાગી ગયું બાદશાહ અકબર રાતાપીળા થઈ ગયા, એણે તુલસીદાસજીને હાથકડી પહેરાવીને લાલકિલ્લે પકડી લાવવા ફરમાન કર્યું. તુલસીદાસજીને હાથકડી પહેરાવી લાલકિલ્લે પકડી લાવવામાં આવ્યા તો અકબરે કહ્યું કે તમે તો કાંઇક ચમત્કારી વ્યક્તિ લાગો છો, કશોક ચમત્કાર કરી દેખાડો. 

તુલસીદાસજીએ કહ્યું કે હું તો રામચંદ્ર ભગવાનનો કેવળ ભક્ત માત્ર છું, કોઇ જાદુગર નથી કે જાદુના ખેલ કરીને તમને ચમત્કાર કે કૌવત દેખાડું. અકબર કાળજાળ ક્રોધિત થયા અને ફરમાન કર્યું કે આને હાથકડી પહેરાવીને કાળી કોટડીમાં પૂરી દો.

બીજે દિવસે આગ્રાના એ લાલકિલ્લા ઉપર લાખોની સંખ્યામાં વાંદરાંઓ એકસામટા તૂટી પડ્યા અને આખોયે લાલકિલ્લો ખેદાનમેદાન કરીને સંપૂર્ણ વિધ્વસ્ત કરી નાખ્યો. લાલકિલ્લાની તબાહી જોઈને અકબરે બિરબલને પુછ્યું કે આ બધું શું બની રહ્યું છે...?

બિરબલે કહ્યું કે હુજુર, આપને ચમત્કાર જોવો હતો તો જોઈ લો.

અકબરે તરત જ તુલસીદાસજીને કાળી કોટડીમાંથી મુક્ત કરીને હાથકડી છોડાવી નાખી.

તુલસીદાસજીએ બિરબલને કહ્યું કે મને વગર અપરાધે સજા મળી છે. હું તો એ કોટડીમાં પૂરાઈને રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં રોઈ રહ્યો હતો. હનુમાનજીની પ્રેરણાથી મારા હાથ આપોઆપ જ લખવા મંડ્યા હતા. ૪૦ ચોપાઇ હનુમાનજીની પ્રેરણાથી લખાઈ ગઈ છે.

જો કોઇ વ્યક્તિ સંકટ કે દુઃખમાં હોય ત્યારે એનો પાઠ કરશે એનાં સઘળાં દુઃખ કે સંકટ દૂર થશે. એ *હનુમાન ચાલીસા* નાં નામથી ઓળખાશે.

અકબર ઘણા જ છોભીલા પડી ગયા. તુલસીદાસજીની એણે માફી માગી. પૂરાં સન્માન અને ઠાઠથી તેમ જ સૈન્ય પહેરા સાથે એમને મથુરા તરફ વિદાય આપી.

હનુમાનજી એટલે જ *સંકટમોચન* કહેવાય છે.

આજે હનુમાન ચાલીસા સહુ કોઇ કરે છે.


બોલો

પવનપુત્ર હનુમાનની જય 

(એક પબ્લીશ્ડ લેખ)


Saturday, March 27, 2021

નિશ દિન બરસત નૈંન હમારે







 નિશ દિન બરસત નૈંન હમારે 

નિશ દિન બરસત નૈંન હમારે (૨)

સદા રહેત પાવસ  રીતું હમ પર જબસે  શ્યામ  તિહારે..  નિશ દિન ...  

અંજન તીર ન રહે અખિયનમેં (૨)કર કા  કોય ભયે  કારે કારે

કંછું કી પટ એ દુખત નહિ કબહુ ? મુર બીત રહત પનાહ રે ?  ...નિશ દિન ...

આસુંસે  લિન ભયે પગ થાકે ,બહે જાત  ચિત્ત સારે  (૨)  

 સૂર્યનાથ  અબ ડુબત હૈ બૃજ ,કાહે ના લેત ઉબારે ....નિશ દિન


જય શ્રી કૃષ્ણ