શ્રી સાધુગુરુની અમૃત વાણી
મૂળ રૂપથી આપ જે કઈ આપી શકો છો તે ફક્ત આપ જાતેજ છો,કેમકે બસ એ જ આપનું છે.બાકી બીજું બધું આપણું શરીર આપણા મનમાં જે કઈ છે અને બાકી જે કઈ આપણી પાસે છે તે બંધુ જ કઈ એવું છે જે આપે આપની આજુબાજુની દુનિયામાંથી ઉધાર લીધું છે આપ કહી શકો છો કે આપે એને ચોર્યું છે,કોઈ વ્યક્તિ પાસેથી નહિ આપે એ ધરતી પાસેથી ઉધાર લીધું છે.તો હકીકતમાં એવું કઈ પણ નથી જે આપણી પાસે છે અને જે આપનું છે જે એકમાત્ર વસ્તુ આપણે આપી શકીએ તે આપણે જાતે છીએ દરેક વાતમાં,દરેક શબ્દમાં જે કઈ આપણે કરી શકીયે છીએ અને નથી કરી શકતા જો આપણે જાતે આપણી જાતને સંપૂર્ણ રીતે એમાં પરોવીએ અને આપણું બધું જ આપી દઈએ બસ આ જ એક રીત છે જે પોતાને આપી શકીયે.
જય શ્રી કૃષ્ણ.