પ્રિય વાચક મિત્રો
આપ સહુને નવું વર્ષ ૨૦૨૩ ની કુટુંબ સહીત ખુબ ખુબ શુભેચ્છાઓ,નવું વર્ષ આપ સહુને ખુબ પ્રગતિનું માધ્યમ બને તેમજ પ્રભુના આશીર્વાદ સહુને મળે તેવી ‘મોગરાના ફૂલ બ્લોગ’ વતી પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ.
વાચક મિત્રો, મોગરાના ફૂલ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે.વિધ વિધ ગુજરાતી સામગ્રી આ બ્લોગમાં રજુ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં લઇ આપની કૉમેન્ટ્સ જરૂર આપશો જેથી આપની પસંદગીનું લખાણ પણ મૂકી શકાય,ભૂલ ચૂકને માફી આપી સતત પ્રેમથી સ્વીકારી આપના ગમા અણગમાથી અમને વાકેફ કરશો,આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ. If you like paintings please visit my http://www.ompaintingblog.com/ Thanks.
પ્રિય વાચક મિત્રો
આપ સહુને નવું વર્ષ ૨૦૨૩ ની કુટુંબ સહીત ખુબ ખુબ શુભેચ્છાઓ,નવું વર્ષ આપ સહુને ખુબ પ્રગતિનું માધ્યમ બને તેમજ પ્રભુના આશીર્વાદ સહુને મળે તેવી ‘મોગરાના ફૂલ બ્લોગ’ વતી પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ.
( માગસર સુદ અગીયારસ )
તા.03/12/2022 શનિવાર
શ્રીમદૄ ભગવદ્ગીતાની ખાસ વિશેષતા.
( સંકલન:-અશ્વિન રાવલ )
શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં 5120 વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય.. ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાાન ઉપયોગી ન બનતું હોય.. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ.
1.) ‘શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.
2.) મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે.
ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.
3.) સૌપ્રથમ શ્રીવિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રીવશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ, શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ – જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ – જે ૧૮ મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૂપાંતર કરી ગીતા લખી.. તે વેદવ્યાસને વંદન.
4.) ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૂપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ…
5.) ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.
6.) ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ ૨૮ વખત, અર્જુન ઉવાચ ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ ૯ વખત આવે છે.
7.) ઈ.સ. પૂર્વે ૩૧૦૫ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.
8.) આખી ભગવદ્ ગીતામાં હિંદુ શબ્દ એક પણ વખત આવતો નથી તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.
9.) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.
10.) શ્રીહેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્ત્વ દર્શનમાં ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા, અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.
11.) ભક્તિના કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.
12.) ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે,જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.
13.) શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધાર સ્તંભ છે કે આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી..
14.) ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.
15.) ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મક્ષેત્ર છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ ‘મમ’ છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું..?? તો ૧ થી ૭૦૦ શ્લોક વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે..
16.) સમગ્ર ગીતાનો સાર શું છે..?? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક "અનાસક્તિ યોગ" આપ્યું છે. ઉપનિષદમાં પણ કહ્યું છે ત્યેન ત્યક્તેન ભુંજિથા – ત્યાગીને ભોગવો.
17.) ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ચાર વેદો છે પણ ગીતાને પાંચમો વેદ કહેવાય છે.
18.) મહાભારતના પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના કુલ અક્ષરો પણ ૯ થાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં ‘યોગ’ શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦ (નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે જેમ કે નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯ નું અદ્ભુત સંકલન અહીં જોવા મળે છે..
19.) ગીતાના ૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો ‘ય’ – અક્ષર ઉપરથી શરૂ થાય છે જ્યારે બીજા નંબરે ‘અ’–ઉપર ૯૭ શ્લોકો છે.
20.) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ–૩૫ વખત, શાસ્ત્ર શબ્દ ૪ વખત, મોક્ષ શબ્દ ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ–૬ વખત આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.
21.) સમગ્ર ગીતાસાર અધ્યાય-૨ માં આવી જતો હોવાથી અધ્યાય-૨ ને એકાધ્યાયી ગીતા કહેવામાં આવે છે.
22.) અધ્યાય નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩, ૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩, ૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭ શ્લોકને સપ્તશ્લોકી ગીતા કહે છે.
23.) શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કીલક આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતા માહાત્મ્યનો પણ ખાસ મહિમા છે.
24.) ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮ અધ્યાયમાં જ્ઞાાનનો વિશેષ મહિમા છે.
25.) કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ-ઉપનિષદ-ભગવદ્ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ના હોય..
26.) ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ-અલગ છંદોમાં આવે છે.
27.) ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે. અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ, ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞ વિગેરે.
28.) સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.
29.) ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરૂક્તિ–પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે. અધ્યાય/શ્લોક ૩/૩૫, ૬/૧૫ ૧૮/૪૭, ૬/૨૮, ૯/૩૪ અને ૧૮/૬૫
30.) એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા-ટીપ્પણી કરતાં 250 કરતાં વધુ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ રૂપ 11 લેખકો અત્રે પ્રસ્તુત છે.
(1) મહાત્મા ગાંધીજી–અનાસક્તિ યોગ.
(2) વિનોબા ભાવે–ગીતા પ્રવચનો.
(3) આઠવલેજી–ગીતામૃતમ્ .
(4) એસી ભક્તિ વેદાંત–ગીતા તેના મૂળરૂપે.
(5) સ્વામી સચ્ચિદાનંદજી-ગીતાજીનું ચિંતન.
(6) કિશોરલાલ મશરૂવાળા–ગીતા મંથન.
(7) પં.સાતવલેકરજી–ગીતાદર્શન.
(8) ગુણવંત શાહ–શ્રીકૃષ્ણનું જીવન સંગીત.
(9) શ્રી અરવિંદ-ગીતાનિબંધો.
(10) રવિશંકર મહારાજ–ગીતાબોધવાણી.
(11) કાકા કાલેલકર–ગીતાધર્મ.
31.) આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ 5120 વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.
32.) ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં ઈતિ થી થાય છે જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ–અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.
33.) ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.
34.) ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ, આલોચકોની દૃષ્ટિએ, વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦ શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે, બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે.
(દરેક શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)
૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫, ૧૭/૨૦, ૧૮/૬૬, ૧૮/૭૮
35.) ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં ૨ અક્ષર કુલ ૧૩ વખત આવે છે, ય અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે, ધ અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ વારંવાર ગાવા લલચાશો.. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૂપ પાંચ શ્લોકો નીચે મુજબ છે એકવાર તો ગાઈ જુઓ.. ૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮
36.) ગીતામાં ગણિતનો પણ અદ્ભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં ૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને..?? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક રૂપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૂપ વિગત અત્રે પ્રસ્તુત છે.
૧. એકાક્ષરમ (એક) ૨.દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા) ૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ) ૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ) ૫. પાંડવા (પાંચ પાંડવ) ૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય) ૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ) ૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ) ૯. નવ દ્વારે (નવ દ્વાર) ૧૦ ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય) ૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર) ૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય) ૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો) ૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો) ૧૫.એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ) ૧૬.મરુતામ્ (૪૯ મરૃતો) ૧૭.અક્ષરાણામ્ (૫૨ અક્ષર) ૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો) ૧૯.સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા).
37.) ઘણા એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર ૧૦ (દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણ–અર્જુનનો સંવાદ ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.
38.) ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ-અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે, ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૂપ ધન્યવાદ પણ છે.
39.) ગીતા વિશે એક અદ્ભુત પ્રયોગ પણ પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ: હવે ગીતા ખોલો. પેન્સિલ–પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય–જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો.. મહાત્મા ગાંધીજી ખુદ કહેતા મુશ્કેલીમાં હું ગીતામાતાના શરણે જઉં છું.
🙏 || करिष्यै वचनं तव ।।🙏
જય શ્રી કૃષ્ણ,
પ્રિય વાચક મિત્રો
દીપાવલી તેમજ નવા વર્ષના આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ અભિનંદન તેમજ વિક્રમ સંવત ૨૦૭૯ આપ સહુને ખુબ લાભદાયી નીવડે તેવી ‘મોગરાના ફૂલ બ્લોગ’ વતી ખુબ ખુબ શુભકામનાઓ,
દીપાવલી :
આ દિવસે ભગવાન રામચંદ્ર પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષમણની સાથે ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા હતા
એવું કહેવાય છે આ દિવસે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને ભગવાન વિષ્ણુને પતિ રૂપે વરણ કર્યા હતા.
એવી માન્યતા છે કે આ દિવસે પાંડવોએ પોતાના વનવાસના તેર વર્ષ તેમ જ અજ્ઞાતવાશનું એક વર્ષ પૂરું કર્યું હતું.
આ દિવસે માં લક્ષ્મી ખુબ પ્રસન્ન રહે છે અને બધાને ધન ધાન્યથી ભરપૂર રહેવાના આશીર્વાદ આપે છે.
ભગવાન વિષ્ણુએ આજ દિવસે પોતાનો પાંચમો અવતાર વામન અવતારમાં દેવી લક્ષ્મીજીને રાજા બલિથી મુક્ત કરાવ્યા હતા.
આજ દિવસે ભારતના મહાન રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક થયો હતો અને તેને કારણે દીપાવલી પોતાનામાં એક ઐતિહાસિક ઘટના પણ છે.
આજના દિવસે કાર્તિક અમાવાસ્યાએ એક મહાન વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ હિન્દુત્વનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આર્ય સમાજની સ્થાપના કરી હતી.
ભગવાન ગણેશ બધા દેવોમાં પ્રથમ પૂજનીય છે તેના કારણે તેમની દેવી લક્ષ્મીજી સાથે દીપાવલી પાર પુંજા થાય છે અને બાકી બધા કારણો માટે આપણે દીપમાળા કરી દિવાળીનો તહેવાર મનાવીએ છીએ.
દિવાળીનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
દિવાળીમાં સાફ સફાઈ એટલા માટે કરીયે છીએ કેમકે વરસાદ પછી વસ્તુઓમાં સિલન આવી જાય છે અને સાફ ન કરતા માંદગી આવી શકે છે.
દીપમાળા એટલે સળગાવાઈ છે કે આ ઋતુમાં જંતુઓ થાય છે અને તે દિપમાળાની આજુબાજુ ફરતા રહે છે અને મનુષ્યોને હેરાન પરેશાન નથી કરતા.
અમીર કે ગરીબ વર્ષમાં એકવાર નવા કપડાં પહેરે છે તેમ જ પકવાન ખાય છે કેમકે કારતક મહિનામાં પકવાન સુપાચ્ય હોય છે અને રોગોથી બચાવે છે.એવી રીતે દિવાળી વિશેષ મહત્વ રાખે છે જે બધા મનુષ્યો માટે લાભદાયક હોય છે.
( એક પ્રકાશિત લેખના આધારે )
જય શ્રી કૃષ્ણ
પ્રિય વાચક મિત્રો,
ઓક્ટોબર ૨૨ થી શરૂ થતા દિવાળીના શુભ તહેવારોની આપ સહુને કુટુંબ સહીત 'મોગરાના ફૂલ બ્લોગ' વતી ખુબ ખુબ શુભ કામનાઓ.
જય શ્રી કૃષ્ણ
વાચક મિત્રો
નવરાત્રીની આપ સહુને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામના,માતાજીની આપ સહુ પર ખુબ કૃપા થાય એવી ‘મોગરાના ફૂલ’ બ્લોગ વતી શુભકામના.
જય માં જગદંબે.
મેરા જીવન તેરી શરણ
મેરા જીવન તેરી શરણ,(૨)
સારે રાગ વિરાગ હુએ અબ,મોહ સારે ત્યાગ હુએ અબ,
એક યહી મેરા બંધન મેરા જીવન તેરે શરણ.
અવિરત રહા ભટકતા અબતક,
ભટકું મૈં ઔર અભી કબ તક પાલુ કેવલ તુઝકો હી માં (૨)
એક યેહી હૈ મેરી લગન,મેરા જીવન તેરે શરણ
તેરે ચરણો પર હું અર્પન,મેરે જીવનકે ગુણ અવગુણ (૨)
સારી વ્યથાઓ દૂર કરો માં,હો કિસ્મત મેરા બંધન
મેરા જીવન તેરે શરણ
મેરા જીવન તેરી શરણ,(૨)
સારે રાગ વિરાગ હુએ અબ,મોહ સારે ત્યાગ હુએ અબ,
એક યહી મેરા બંધન મેરા જીવન તેરે શરણ.
જય જય માં,જય જય માં, જય જય માં.
જય માં જગદંબા
ઘેલાસોમનાથ
સૌરાષ્ટ્રની પાંચાળ પંથકનાં રાજકોટ જીલ્લાનાં જસદણથી 20 કિ.મી. દુર ઘેલો નદીનાં કિનારે બિરાજમાન શ્રીઘેલાસોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગની કથા આજે અમે તમને જણાવશું. કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું સોમનાથમાંથી ઘેલાસોમનાથ. આવો અમે તમને જણાવીએ આ મંદિરનો આશરે 15મી સદી 1457ની આસપાસનો ઇતિહાસ છે.
વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને ભોળાનાથમાં અપાર શ્ર્ધ્ધા હતી.
ઇ.સ.1457ની વાત છે. જ્યારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી તેણે ભુગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગયેલ અને તેને મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળેલા. આમ સોમનાથ દાદાની પાલખી દુર દુર નીકળી ગયેલ ત્યારે સુલ્તાનને ખરબ પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથની આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.
આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાય જવા છતાં સાત દિવસ સુધી લડ્યા બાદ મર્યો હતો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધ મહમદ જાફર સૈન્યએ બધાં જ શિવભક્તોને ખતમ કરવાની આરે હતા. ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગ ખંડીત કરી નાંખુ તેવું વિચાર્યું પરંતુ શિવલિંગ પર તલવારનો ઘા મારતાની સાથે સોમનાથ દાદાના શિવલિંગમાંથી ભમરા નીકળ્યા હતા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું હતું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલો વાણિયાનું મસ્તક ઘડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલાસોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે.
ઘેલાસોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર શ્રીમીનળદેવી બિરાજમાન છે. અહીંની એક લોક વાયકા મુજબ ઘેલાસોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે. ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળદેવીનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.
ઘેલાસોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે મંદિરના ગર્ભગૃહમાં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળાભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે. જેનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ પ્રસાદ માટે પણ કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
જો તમારે ઘેલાસોમનાથ દાદાનાં દર્શને જવું હોય તો રાજકોટથી 80 કિલોમીટરનો રસ્તો છે અને જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રોજકોટ નથી જવાનું, બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇને વિંછીયાથી તમે ઘેલા સોમનાથ જઇ શકો છો.
શત શત નમન શુરવીરોને
(એક પબ્લિશ્ડ લેખ)
જય દાદા સોમનાથ.
ભગવાન જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથ રથ યાત્રાની ખુબ જ શુભકામનાઓ
દર્રેક વર્ષની માફક અષાઢ મહિનાની શુક્લ પક્ષ ની બીજી તિથિએ ઉડિશામાં ભગવાન જગન્નાથ ની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની શરૂઆત થવાની છે.પુરી જગન્નાથ રથ યાત્રા આ વખતે ૧ જુલાઈ, શુક્રવારથી શરુ થશે.રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ પણ કાઢવામાં આવે છે.ત્રણેય જુદા જુદા રથોમાં સવાર થઇ યાત્રા પર નીકળે છે.રથયાત્રાનું સમાપન અષાઢ સુદ એકાદશી પર થાય છે.આવો જાણીયે ભગવાન જગન્નાથ રથ યાત્રા ની ખાસ વાતો અને ધાર્મિક મહત્વ.
ભગવાન જગન્નાથના રથમાં એક પણ કિલનો પ્રયોગ નથી થતો.એ રથ સંપૂર્ણ રીતે લાકડીથી બનાવવામાં આવે છે. ત્યાં સુધી કે કોઈ ધાતુ પણ રથમાં નથી લગાવાતી.રથની લાકડીનો ચયન વસંત પંચમીના દિવસે અને રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસથી થાય છે.
દરેક વર્ષે ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર અને સુભદ્રા ની પ્રતિમા લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે.એ રથોમાં રંગોનું પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.ભગવાન જગન્નનાથનો રંગ શામળો હોવાથી લીમડાની તે લાકડું ઉપીયોગમાં લેવાય છે જે શામળા રંગનું હોય. ત્યાં તેમના ભાઈ બહેનનો રંગ ગોરો હોવાથી તેમની મૂર્તિયોને હલકા રંગની લીમડાના લાકડાનો પ્રયોગ કરવામાં આવે છે.
પુરીના ભગવાન જગન્નાથના રથમાં કુલ સોળ પૈડાં હોય છે.ભગવાન જગન્નાથનો રથ લાલ અને પીળા રંગનો હોય છે.અને એ રથ બીજા બે રથોથી થોડો મોટો હોય છે.ભગવાન જગન્નાથનો રથ બધાથી પાછળ ચાલે છે.પહેલા બલભદ્ર પછી સુભદ્રાનો રથ હોય છે.
ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહે છે.
બલરામના રથનું નામ તાલધ્વજ
સુભદ્રાના રથનું નામ દર્પદલન રથ હોય છે
ભગવાનને જેઠ માસની પૂર્ણિમાના દિવસે જે કૂવાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે તે આખા વર્ષમાં ફક્ત એક વાર જ ખુલે છે. ભગવાન જગન્નાથને હંમેશા સ્નાનમાં ૧૦૮ ઘડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.
દરેક વર્ષે અષાઢ માસ શુક્લ પક્ષ ની બીજી તિથિએ નવા બનાવેલા રથમાં યાત્રા માં ભગવાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાજી નગરનું ભ્રમણ કરતા કરતા જગન્નાથ મંદિરથી જનકપુરના ગુંડિચા મંદિરે પહોંચે છે.ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથની માસીનું ઘર છે. અહીં પહોંચીને વિધિ વિધાનથી ત્રણેય મૂર્તિને ઉતારવામાં આવે છે.પછી માસીના ઘેર સ્થાપિત કરી દેવામાં આવે છે.ભગવાન જગન્નાથ પોતાની માસીને ત્યાં સાત દિવસો સુધી રહે છે.પછી આઠમા દિવસે અષાઢ સુદ દસમી પર રથોને પાછા લેવાય છે.તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે.
સોનાના ઝાડુથી રસ્તાની સાફ સફાઈ કરાય છે.
ત્રણેય રથોના તૈયાર થયા પછી તેની પુંજા માટે પુરીના ગાજાપતિ રાજાની પાલકી આવે છે.એ પુંજા અનુષ્ઠાનને ‘છર પહનારા ‘ નામથી ઓરખાય છે.એ ત્રણેય રથોની તે વિધિવત પુંજા કરે છે અને ‘સોનાના ઝાડુથી’રથ મંડપ અને યાત્રાના રસ્તાને સાફ કરવામાં આવે છે.
માસીના ઘેર જાય છે વિશ્રામ કરવા જાય છે ભગવાન જગન્નાથ.
અષાઢ માસની સુદ બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ઢોલ,નગારા,તુરહી અને શંખ ધ્વનિ સાથે લોકો રથને ખેંચે છે.જેને રથ ખેંચવાનું સૌભાગ્ય મળી જાય છે તે મહાભાગ્યશાળી માનવામાં આવે છે.જગન્નાથ મંદિરથી રથયાત્રા શરુ થઇ ૩ કિલોમીટર દૂર ગુંડિચા મંદિરે પહોંચે છે.એ સ્થાનને ભગવાનની માસીનું ઘર પણ માનવામાં આવે છે. એક બીજી માન્યતાના પ્રમાણે અહીજ વિશ્વકર્માએ એ ત્રણ પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. એટલે આ સ્થાન ભગવાન જગન્નાથનું જન્મસ્થાન પણ છે.અહીંયા ત્રણે લોક સાત દિવસો માટે વિશ્રામ કરે છે.પછી અષાઢ માસના દસમા દિવસે બધા રથો મુખ્ય મંદિર તરફ પ્રસ્થાન કરે છે. પાછી આવતી આ યાત્રાને બહુડા યાત્રા કહેવાય છે.જગન્નાથ મંદિરે પહોંચ્યા પછી વૈદિક વેદ મંત્રોચાર વચ્ચે દેવ વિગ્રહોને ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવે છે.
રથ ખેંચવાનું સો યજ્ઞ અને મોક્ષનું પુણ્યફળ મળે છે.
ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવ્યો છે.સ્કંદ પુરાણ પ્રમાણે જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ થઇ જગતના સ્વામી જગન્નાથનું કીર્તન કરતો કરતો ગુંડિચા નગર સુધી જાય છે તે બધાજ કષ્ટોથી મુક્ત થઇ જાય છે.જયારે કે જે વ્યક્તિ જગન્નાથજીને પ્રણામ કરતા કરતા રસ્તાના ધૂળ કીચડ વગેરેમાં રગડતો રગડતો જાય છે તે સીધો ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામને પ્રાપ્ત થાય છે.અને જે વ્યક્તિ ગુંડિચા મંડપમાં રથ પર વિરાજમાન શ્રી કૃષ્ણ,બલરામ અને સુભદ્રા દેવીના દર્શન દક્ષિણ દિશામાં આવતા કરે છે તેને મોક્ષ મળે છે.
જગન્નાથ મંદિરનો મહા પ્રસાદ
બધા હિન્દૂ મંદિરોમાં ભગવાનની પુંજા આરાધના અને અનુષ્ઠાન કર્યા પછી પ્રસાદ વહેંચવા આવે છે.પણ જગન્નાથ મંદિર જ એક એકલું એવું મંદિર છે જ્યાંનો પ્રસાદ ‘મહાપ્રસાદ ‘ કહેવાય છે.આ મહાપ્રસાદ જગન્નાથ મંદિરમાં આજે પણ પુરાણી રીતે મંદિરની રસોઈમાં બને છે.એવી માન્યતા છે કે જગન્નાથ મંદિરની રસોઈ દુનિયાની બધાથી મોટી રસોઈ છે.મહાપ્રસાદને માટીના સાત વાસણોમાં રાખીને પકાવવામાં આવે છે.તે સાત વાસણોને એકની ઉપર રાખીને પકાવાય છે.બધાથી ખાસ વાત છે બધાથી ઉપર રાખેલા માટીના વાસણમાં પ્રસાદ સહુથી પહેલો પાકે છે પછી તેની નીચે રાખેલા વાસણમાં પ્રસાદ એક પછી એક પાકે છે.મહાપ્રસાદને પકાવવામાં ફક્ત લાકડું અને માટીના વાસણમાં જ પકાવાય છે મંદિરમાં બનનારો મહાપ્રસાદ ક્યારે પણ ખૂટતો નથી.
જગન્નાથ મંદિરથી જોડાયેલી રોચક વાતો
પુરીના જગન્નાથ મંદિરના શિખર પર લાગેલો ઝંડો ખુબ જ અનોખો છે કેમકે અહીં લાગેલો ધ્વજ હંમેશા હવાના પ વિપરીત દિશામાં લહેરાતો રહે છે
પુરીના જગન્નાથ મંદિરમાં બપોરના સમયે કોઈ પણ સમય મંદિરના શિખરની પડછાયો બનતો નથી
મંદિર પરિસરમાં બનેલી રસોઈ વિશ્વની સહુથી મોટી રસોઈ છે જ્યાં બધા થઈને ૭૫૨ ચૂલા છે.જેના મહાપ્રસાદ બનાવવામાં આવે છે.આ જગ્યાએ સળગનારો અગ્નિ ક્યારેય હોલવાતો નથી.
જગન્નાથ મંદિરના શિખર પર ન તો કોઈ પક્ષી બેસે છે અને ન કોઈ વિમાન મંદિરની ઉપરથી નથી નીકળતું.
જગન્નાથ મંદિર ના શિખર પર લાગેલું સુદર્શન ચક્ર ને કોઈ પણ ખૂણામાંથી જોતા તે હંમેશા એક જેવુંજ દેખાશે.
(એક પબ્લિસ્ડ લેખના આધારે )
જય શ્રી કૃષ્ણ
પોઝિટિવીટી - નેગેટિવિટી
ભીંતમાં ફેંકેલા દડાની જેમ આપણા સારા-ખરાબ કર્મો સમયની દીવાલ પર અથડાઈને પાછાં ફરે છે.... પૂર્વજન્મ અને પુનર્જન્મમાં ન માનતા હોઈએ તો પણ કર્મ, એનર્જી (ઊર્જા), ઓરા (આભા) અને વ્યક્તિના વાઈબ્રેશન્સ (ગૂઢ અસર) ઉપર તો વિશ્વાસ કરવો જ પડે. આપણી ભીતર ચાલતા સુખ-અસુખ, ઈર્ષા-તિરસ્કાર, શ્રદ્ધા-સ્નેહ, શાંતિ અને સંતોષ કે અશાંતિ અને ઈરિટેશન આપણી ઊર્જા-એનર્જી પર અસર કરે છે. ભીતરની એનર્જી બદલાય એટલે આપણી ઓરા અથવા આભા બદલાય છે. આપણી ઓરા (આભા)ની અસર આપણા વાઈબ્રેશન્સને જન્મ આપે છે.
આ વાઈબ્રેશન્સ એવુ ગૂઢ અસર છે કે જે સામેની વ્યક્તિને સંવાદ કે સ્પર્શ વગર આપણી ભીતર ચાલી રહેલી ગડમથલ કે શાંતિનો અનુભવ કરાવે છે. વ્યક્તિ જેટલી વધુ સેન્સિટિવ (સંવેદનશીલ) એટલી વાઈબ્રેશન્સ રિસિવ કરવાની એની શક્તિ વધારે... ભીતરની એનર્જી, આપણા મન સાથે જોડાયેલી છે. ઘણીવાર જાગૃત મગજમાં ન વિચાર્યું હોય એવું પણ જો મનમાં ચાલતું હોય તો એની અસર એનર્જી પર થયા વગર રહેતી નથી... જેમ પાણીમાં નાખેલું શાહીનું ટીપું ધીમે ધીમે પ્રસરે છે એમ નેગેટિવિટી અથવા નકારાત્મકતા સ્વચ્છ પાણીને ધીમે ધીમે પોતાનો રંગ આપે છે. એકવાર રંગ પ્રસરવા લાગે પછી એને પાણીમાંથી છૂટો પાડવો અઘરો છે એવી જ રીતે નેગેટિવિટીને પ્રસરવા લાગે પછી એને છૂટી પાડવાનું કામ અઘરું છે (બને તો આવું ટીપું મનના સ્વચ્છ જળમાં પડવા દેવું જ નહીં) છતાં, અશક્ય નથી.
આપણી ભીતર જે ઊર્જા ઉત્પન્ન થાય એ પ્રસ્વેદ કે ઉચ્છવાસની જેમ બહાર કાઢી નાખવાની શરીરને આદત છે... જે ઊર્જા ઉત્પન્ન થાય એ બહાર નીકળતાં આપણી આભામાં ભળે છે. ખૂબ હેન્ડસમ કે સુંદર દેખાતા લોકો સમય સાથે કદરૂપા થઈ જાય છે અને કેટલાક લોકો એવા દેખાવડા ન હોય તો પણ એમની આભા એટલી સુંદર હોય છે કે એમના તરફ જોયા વગર રહી શકાય નહીં... આ એમની ભીતરની ઊર્જા છે. જે એમની ઓરા બનીને બહાર આવે છે.
જે ઓરા, આવા આપણા શરીરની આસપાસ રચાય છે એને અમુક રંગોમાં વહેંચવામાં આવે છે. હવે તો વિજ્ઞાન પણ આ ઓરાના રંગોને વર્ગીકૃત કરી શકે છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે કે, શરીરની ભીતર જન્મ લેતી સારી-ખરાબ ઊર્જા અંતે આપણા અસ્તિત્વનું દર્પણ બની જાય છે...
આપણા અસ્તિત્વમાંથી નીકળતા આપણી ઊર્જાના તરંગો સામેની વ્યક્તિ સુધી પહોંચે છે. એને વાઈબ્રેશન્સ કહેવાય છે. રેડિયો, ટેલિવિઝન કે સાઉન્ડના તરંગો દેખાતા નથી, પરંતુ ટ્રાન્સમિટર એને રિસિવ કરે એટલે એ દૃશ્ય કે શ્રાવ્યમાં પલટાય છે એવી જ રીતે, સામેની વ્યક્તિ તરફથી આવતા અદૃશ્ય તરંગો આપણે અજાણતાં જ ઝીલી લઈએ છીએ અને આપણી ભીતરની ઊર્જા એનું અર્થઘટન કરે છે. આ બધી સાવ ક્ષણોમાં બનતી પ્રક્રિયા છે. હવે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે, માણસના શરીરનું યંત્ર એના મન સાથે અભિન્નપણે જોડાયેલું છે. માઈન્ડ એન્ડ બોડી કેન નોટ બી સેપરેટેડ... એમ તબીબી વિજ્ઞાન, અધ્યાત્મ અને આયુર્વેદ જેવા મહત્વના જ્ઞાન આ વાતને સ્વીકારે છે.
કેટલાક લોકો ગમે અને કેટલાક લોકો કારણ વગર ન ગમે... એવું કેમ થાય ? એનો આ જવાબ છે. બે લોકોની એનર્જી એકબીજા સાથે મેચ થાય, અને બે લોકોની એનર્જી એકબીજા ઉપર વિપરિત અસર કરે... એકની ભીતર શાંતિ અને એકની ભીતર અશાંતિ હોય, એક સંતોષી-આનંદી હોય અને બીજી વ્યક્તિ ચીડાયેલી-અધૂરપ અનુભવતી હોય તો એ બંને લાંબો સમય સાથે ન જ રહી શકે.
આપણે બધાએ સૌથી પહેલાં ભીતરની ઊર્જા પર કામ કરવું જોઈએ... જો આપણી ભીતર મન સ્વચ્છ હશે તો બહારથી આવતી નેગેટિવિટી તેલના ટીપાની જેમ ઉપર તર્યા કરશે, પરંતુ પાણી સાથે ભળી નહીં શકે. ઊર્જા પોઝિટિવ (હકારાત્મક) હશે તો આભા (ઓરા) પણ ધીમે ધીમે સાફ થતો જશે. સ્વચ્છ ઓરામાંથી આવતા વાઈબ્રેશન પણ પોઝિટિવ જ હશે...
વિજ્ઞાનમાં એક બીજો શબ્દ છે, 'કોહેઝન'. એક પદાર્થ એના જેવા બીજા પદાર્થને ખેંચે છે... અર્થ એ થયો કે, નેગેટિવિટી એના જેવા, અને પોઝિટિવિટી એના જેવા વાઈબ્રેશન્સને ખેંચે. આપણે ભીતરથી સ્વચ્છ અને આનંદિત હોઈશું તો આપોઆપ એવા જ લોકો અને એવી જ ઊર્જા આપણા તરફ ખેંચાશે. ભીતરથી નેગેટિવ, ઈર્ષાળુ, ઝઘડાળુ, અસંતોષી હોઈશું તો એવી જ ઊર્જાને આપણી તરફ ખેંચતા રહીશું.
નિર્ણય આપણો છે. પ્રયાસ પણ આપણો જ હોઈ શકે. આપણે જે કરીશું તે જ આપણા સુધી પાછું ફરશે... દીવાલ પર ફેંકેલા દડાની જેમ.
માન, સ્નેહ, ક્ષમા, વહાલ કે ઉદારતાના દડા ફેંકીશું તો એ જ પાછા આવશે. અપમાન, તિરસ્કાર, કટુતા કે ઈર્ષાના દડા ફેંકીશું તો એને પણ આપણે જ ઝીલવા પડશે, ક્યારેક નહીં ઝીલાય તો આપણને જ વાગશે. ખરૂંને?
(એક પબ્લિશ્ડ લેખ )
જય શ્રી કૃષ્ણ
એરી મૈં તો પ્રેમદિવાની
એરી મૈં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ
ના મૈં જાણું આરતી વંદન ના પુંજાકી રીત
હૈ અન્જાની દરશ દીવાની મેરી પાગલ પ્રીત
લિયે રે મૈને દો નૈનોંકે દીપક લિયે સંજોયે
એરી મૈં તો ….,,
ઘાયલકી ગતિ ઘાયલ જાને જો કોઈ ઘાયલ હોય.
જૌહરકી ગતિ જૌહર જાને જો કોઈ જૌહર હોય
એરી મૈં તો …..
સુલી ઉપર સેજ હમારી,સોવલ કિસ વિધ હોય
ગગનમંડળ પાર સેજ પિયાકી,કિસ વિધ મિલના હોય
એરી મૈં તો ……
દર્દકી મારી વન વન ડોલું,વૈદ્યં મિલા નહિ કોઈ
મીરા કી જબ ભીડ મીતેગી,જબ વૈદ્યં સાંવરિયા હોય
એરી મૈં તો …….
આશા કે ફુલોંકી માલા સાંસોકે સંગીત
ઈન પર ફૂલી ચાલી રિઝાને,અપને મનકા મીત
લઈએ રી મૈને નૈંન દોરમેં સપને લિયે પિરોએ
એરી મૈં તો પ્રેમદિવાની ……
સચ્ચિદાનંદ સ્વામી દંતાલી વાળા ના વિચારો
*આ જગનતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વિક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.*
*શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો!*
*જે શરીર આપણા તથાકથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી નથી લાગતી ?*
*શરીરનો કોઈ વાંક નથી,તો પણ એને ભુખ્યુ રાખો. શરીરનો કોઈ જુર્મ નથી, છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દિવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’*
*મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવિત્ર કેમ માની શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે ,એટલે એને આપણે પવિત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો*
*તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતિનો ત્રાસ વેઠીનેય પારિવારીક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હિત માટે ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું?*
*અડધી રાત્રે પાડોશમાં કોઈ બિમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નિન્દ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવિત્રતા અને મહાનતા ચોક્કસ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !*
*ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વિરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી.*
*દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે !*
*એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે.*
*માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બિમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે;પણ પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે.*
*જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.*
*પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘મદદ’ કરવી એ ‘ધર્મ’ છે.*
*મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે.*
*હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય.*
*પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા મગજમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું*
*આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !*
*એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એજ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે.*
*વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વિમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બિમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?*
*આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?*
*અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નિભાવતાં આવડે તો આધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય.*
*સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ છીએ : જેમ કે પતિધર્મ, પુત્રધર્મ, પિતાધર્મ, માતૃધર્મ, શિક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નિભાવી શકાય છે.*
*સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.*
*મોજ થી જીવો દોસ્ત.*
🌹🙏🏻🌹
એ સ્થિતિમાં અમારી ચારે તરફ દુઃખ ફેલાઈ છે.માનવીનું આયુષ્ય વધવાની સાથે તેની માનસિક સ્થિતિ અનેક અનેક ઇચ્છાઓથી ભરાયેલી રહે છે.તેના કારણે શરીર શિથિલ થઇ જાય છે પણ મન શિથિલ નથી થતું,અને મનની અંદરની વાસનાઓ તૃષ્ણાઓ એવી ને એવી બની રહે છે.શરીર અને મનની સાથે તાલમેલ ન થવો તેનાથી એક વાત સમજમાં આવે છે કે વ્યક્તિ પોતાને યુવાન સમજતી રહે છે પણ શરીર વૃદ્ધ થઇ જાય છે શરીરની ગતિ મંદ પડી જાય છે પણ મનની ગતિ તીવ્ર થતી જાય છે.વ્યક્તિના બોલવામાં અને કાર્યમાં શિથિલતા આવી જાય છે પણ મનમાં શિથિલતા નથી આવતી,તેને જોવામાં તકલીફ પડતી જાય છે,તેને ખોરાક પચવામાં તકલીફ પડે છે પણ મનમાં અનેક અનેક જાતની ઈચ્છાઓ રહે છે અને તેની અતૃપ્ત ઈચ્છાઓને કારણે મનમાં વ્યાકુળતા અસંતોષ વધતો જાય છે અતૃપ્ત ઈચ્છાઓ ની પૂરતી માટે મન સતત લાલચુ બનતું જાય છે અને તેની સાથે નવી નવી ઈચ્છાઓ જન્મતી જાય છે તેના પરિણામે ઈચ્છાથી ઈચ્છા વધે છે, ક્રોધથી ક્રોધ વધે છે,બદલાની ભાવનાથી તેમાં વધારો થાય છે,અશાંતિથી અશાંતિ વધતી જાય છે તેનો ક્યાંય અંત દેખાતો નથી.શ્રી કૃષ્ણ એક સંદેશો આપતા કહે છે કે દરેકે પોતાની જાતથી જોડાયેલા રહેવું જોઈએ.એટલે તમે શરીર નથી,પ્રાણ પણ નથી,બુદ્ધિથી પણ આગળ છો,ચેતન તત્વ છો,પોતાના તે ચેતન સ્વરૂપને ઓરખો અને પોતાની જાતને ઓરખો,તમારું નિજ રૂપ શાંતિ અને કરુણાથી ભરેલું છે.સહયોગ અને ઉદારતાથી ભરેલું છે એ જો ક્રોધ,દ્વેષ, વેર, બદલાની ભાવના,ઇજા કરવાની ભાવના એ બધી વસ્તુઓ આપનો સ્વભાવ નથી,પણ એ બીજાની સગતિથી,પાછલા સંસ્કારોને કારણે તમારા મન પર પડેલો મેલ છે જેના લીધે તમને ઝાંખું દેખાય છે.જેના કારણે ખોટી શંકા થાય છે, તકલીફો ઉભી થાય છે.એટલે એમણે એ કહ્યું,
હૃદયને શુદ્ધ રાખવું,પોતાને શાંત રહેવું,વિચારોને પવિત્ર રાખવા અને જાતે શાંત રહેવું એ જરૂરી છે. અશાંત વ્યક્તિના જીવનમાં સુખ નથી અંદરની અશાંતિ,બેચેની આપના સુખને લઇ જાય છે.પણ બે વાતો ખુબ જ મહત્વની છે અયુક્ત વ્યક્તિની બુદ્ધિ રોકાતી નથી,એકાગ્રતાની શક્તિ કામ નથી કરતી,જેમાં એકાગ્રતા ન હોય તેને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નથી મળતી તેને સુખ ક્યાંથી મળે ? અયુકતનો અર્થ ભગવાનના સ્રોતથી કપાયેલો માણસ,જેમ ઝાડના મૂળિયાં કપાઈ જાય તો પછી હરિયાળી નથી રહેતી,ઝાડ સુકાઈ જાય છે.એટલે મુળીયાથી જોડાયેલા રહેવું જોઈએ,વ્યક્તિના મૂળિયાં પરમાત્મા છે એટલે પરમાત્મા સાથે જોડાયેલા રહેવું જોઈએ.જ્યાં જીવની શક્તિ શ્વાસ દ્વારા પ્રાણવાયુ લે છે, ભોજનથી જીવની શક્તિ લો છો બ્રહ્માડથી ઊંઘમાં આપ શક્તિ મેળવો છો, નવ ગ્રહ,અને સત્તાવીસ નક્ષત્રો થી આવતી ઉર્જા તે સાત રંગોનો પ્રકાશ આપના શરીર પર પડે છે તેનાથી આપનો ઓળો બને છે સૂરજનો પ્રકાશ આપને શક્તિ આપે છે પણ એ બધાથી ઉપર પણ એક શક્તિ છે તે પરમાત્મા બીજથી છોડ અંકુરિત થાય છે,તે વધે છે ,તેને ફૂલ આવે છે પછી ફળ આવે છે એ પ્રકારનો ક્રમ ચાલ્યા કરે છે તેને ચલાવનારી શક્તિ છે પરમાત્મા.તે આપણું મૂળ છે.વેદોમાં કહ્યું છે કે મનુષ્ય એક ચાલતું ફરતું ઝાડ છે.પણ તે ઊંધું ઝાડ છે પાણીમાં દેખાતું ઝાડ ઊંધું હોય છે.મૂળિયાં ઉપર અને ડાળિયો નીચે.તેવુંજ મનુષ્યનું છે માથું અને મોઢું તેના મૂળિયાં અને હાથ પગ ડાળિયો.ઝાડ નીચેથી ખોરાક મેળવે છે મનુષ્ય ઉપરથી ખોરાક અને ઉર્જા મેળવે છે
આપ ઉપરથી ખાઓ પણ છો અને ઉર્જા પણ ઉપરથી લો છો તેનાથી જોડાયેલું રહેવું જરૂરી છે આકાશમાંથી આવતી ઉર્જા આપના ઇંડોકલાઇન ગ્લેન્સ ઉપર અસર કરે છે તેનાથી આપની ભાવના બને છે.ભાવના પ્રમાણે વિચાર બને છે તેનાથી આપનો મૂડ બને છે કોઈ દિવસ ખરાબ અનુભવાઈ,કોઈ દિવસ ગુસ્સો વધારે આવે કોઈ દિવસ આપ ખુબ ખુશ રહો છો પણ જીવન એટલાથી નથી ચાલતું,જીવનનું એક બીજું રૂપ છે જે નાના બાળકમાં જે ખુબ ભોળો હોય છે તેનું હસવું,રમવું,અને કોઈથી ઝગડો પણ કરી લેવો,બધુજ બાળકમાં ચાલે છે પણ તે એવો અદભુત છે જેમ પાણી પર ખેંચેલી લીટી,તેનો ઝગડો પાણી પર ખેંચેલી લીટી જેવો હોય છે થતાની સાથે પૂરો પણ થઇ જાય છે જેમ છોકરો મોટો થઇ કિશોર અવસ્થામાં પહોંચે છે તેનો ઝગડો રેતી પર ખેંચેલી લીટી જેવો હોય છે પવન કે હવા ચાલતા તે રેતીની લીટીઓ ભૂંસાઈ જાય છે,આપ મોટા થાઓ છો તેમ આપનો અહંકાર વધે છે પછી તે પથ્થર પર ખેંચેલી લીટીનું રૂપ લે છે તે ભુંસાતી નથી આપ જિંદગીભર વેર બાંધીને બેસશો તેનાથી અશાંતિ આવશે
જ્યાં સુધી તમે બાળક હતા ત્યાં સુધી ભોળા હતા પરમાત્માથી જોડાયેલા હતા.અહીં એ જોવાય છે એક જોડાયેલું સ્ત્રોત છે બીજું જુદું થયેલું સ્ત્રોત છે,આકાશમાં ઊડતી પતંગ જેની કોઈએ નીચે દોરી પકડેલી છે જો તે દોરી કપાઈ જાય તો તે પતંગ કોઈ કામની નહિ.ન જાણે ક્યાં જઈને પડશે અને ફાટી જશે.આપ આસમાનની ઉંચાઈ સ્પર્શી શકો છો પણ જોડાયેલા રહેવું ખુબ જરૂરી છે.બાળકને માફ કરવાનું કોઈ શીખવાડતું નથી તે બધુજ ભૂલી જાય છે નવું અવતરેલું બાળક કોઈથી નજર લગાવતું નથી તે ખુબ ભોળો હોય છે જેમ સંસારની ચેતના વધતી જાય છે તેમ તે તેની આજુબાજુ નજર ફેરવતો જાય છે તેને માની સાથે મમતા બંધાઈ છે તે માં સિવાય કોઈને જોવા માંગતો નથી.થોડો વધારે મોટો થાય છે પિતાની સાથે મમતા બંધાઈ છે.પછી ભાઈ બહેન જોડાઈ છે પછી તેને પણ છોડી તે મોટો થતા ભાઈબંધ સમાજ સાથે જોડાઈ છે.જ્યાં સુધી આપ સરળ રહો છો ત્યાં સુધી ચૈતન્યથી પરમ ચેતના સાથે જોડાયેલા રહો છો,એક બાળકનું હસવું પણ કેટલું મધુર હોય છે.તે બધી બાજુથી સુંદર દેખાય છે તેનો ફોટો ગમે તે બાજુથી લેવાય તો તે સુંદર જ હોય છે,મોટા માટે ફોટોગ્રાફરને કઈ બાજુથી સારો આવશે તે જોવું પડે છે.સીધા અર્થમાં એ જ્યાં સુધી સરળ છો ત્યાં સુધી આપણું જોડાણ પરમ શક્તિ સાથે જોડાઈ છે.એટલે ચિંતક એવું કહે છે કે વિચારે તો બધા છે પણ બધાને સારી રીતે વિચારતા નથી આવડતું જયારે આવડી જાય તો તે જુદી જ વ્યક્તિ બની જાય છે.જો તમે તમારા સ્રોતથી જોડાયેલા હશો,તો ધર્મ, ભાવના જોડાયેલી રહેશે અને તે તમને ખોટું કામ કરતા અટકાવશે,પ્રભુનો કે ધર્મનો તમને ડર રહેશે.આ દુનિયામાં બુદ્ધિ છે અને બુદ્ધિની સાથે ભાવના છે તો વાત બનશે કામ થશે.ડર,કમાઈ,એ બધી ભાવના છે સાપ જોતા ડરની ભાવના આવશે અને સાપથી રક્ષણ થશે,રમકડું જોતા રમવાની ભાવના બાળકને તે તરફ ગતિમાન કરશે.એટલે પોતાની સાથે જોડાયેલા રહેતા સારી ભાવના આવશે,પ્રભુ સાથે જોડાવું એટલે પોતાના આત્મા સાથે જોડાવું,તો સરળતાથી કામ પાર પડશે.પણ એક વાત ધ્યાનમાં રાખવી કે જો તમે દુનિયાથી જોડાશો તો દુર્ભાવનાથી જોડાશો અને ભગવાન કે ધર્મની જોડાશો તો સદભાવનાથી જોડાશો.નકામા માણસો સાથે કોઈની પાસેથી ઝૂંટવી લેવાની ભાવના જાગશે અને સારા માણસોનો સંગ કોઈનું ભલું કરવાની ભાવનાને જન્માવશે.પુરાણી કથાઓમાં શંખ અને લિખિત બે ભાઈઓની કથા આવે છે
એક ભાઈએ વગર પૂછયે બીજા ભાઈના બગીચામાંથી ફળ ખાઈ લીધું,હવે ભાઈનો ભાઈ ઉપર તો હક હોય પણ રાજા પાસે પહોંચી ગયા અને અપરાધની સજા માટે પૂછયું તો રાજાએ કહ્યું હાથ કાપવાની સજા છે તો તો તેણે કહ્યું તો મારો હાથ કાપો મેં ગુનો કર્યો છે.પણ રાજાએ કહ્યું તમે તો ઋષિ છો ચિંતક છો તે તમારો ભાઈ છે પણ તેણે કહ્યું ન જાણે ક્યાંથી ભાવના આવી અને સુંદર ફળ જોયું અને તોડી લીધું જો તેની સજા હું ન ભોગવું તો કેટલાય જન્મો સુધી તે મારો પીછો કરે જન્મો જન્માંતરના પાપ ધોતા ધોતા કૈક ઠીક થયું હતું.અને આપણા દેશમાં જે ઋષિયોએ સ્મૃતિઓ લખી તેમાં લિખિત અને શંખનું નામ આવે છે.એટલે પોતાના દેશ કે કુટુંબથી જોડાયેલા રહેવા આપની અંદરથી ભાવના જાગે ત્યારે દેશ આગળ વધે છે પ્રગતિ કરે છે. અશાંતિ દુઃખ આપશે શાંતિથી સુખ મળશે.
ભાવના એ વિચારને વારંવાર વિચારતા અથવા વિચારના ઊંડાણમાં ગયા પછીનું રૂપ છે.તેના પછી નું રૂપ તે ભાવનાની આજુબાજુ છવાતું આવરણ છે કે જેનો આકાર ગોળ છે જેને ઓળો કહેવામાં આવે છે સારા વિચારોનો સારો ઓળો હોય છે જેને આપણે પોઝિટિવ થીંકીંગ કરતા મેળવીએ છે જે માનવીના સુખ કે સ્વસ્થતાનું કારણ છે નેગેટિવ થીંકીંગ માનવીના દુઃખ કે અસ્વસ્થતાનું કારણ છે.એ ઓળો આત્માના વિચારથી બનતું આવરણ છે એટલે આપણે જ આપણા સુખ કે દુઃખનું કારણ છે મંદિર ,ભગવાનની કથા,કે સંતો સાથેનું મિલન કે સત્સંગ એ આત્માથી ઉપર પરમ આત્માના સ્થાનો છે,પરમાત્મા એ સત્ય છે,આત્મા પણ સત્ય છે કે જે અમર છે.એ સ્થાનોમાં સદાય પવિત્ર ઓળો હોય છે આખી દુનિયામાં તે સ્થાનો ઊંચા છે કે જ્યાં પહોંચતા માણસને સદા સુખનો અનુભવ થાય છે દુઃખો દૂર થાય છે માટે હિંદુત્વએ સદા પરમાત્માને ઉંચુ સ્થાન આપી તેની શરણાગતિ સ્વીકારી છે.હિંદુત્વએ પરમાત્માના ચોવીસ અવતારો માન્યા છે જેની વ્યાખ્યા ચિંતકોએ પરમાત્મા શબ્દમાં જ સમજાવી છે ગણતરી કરતા શબ્દનો પહેલો અક્ષર પ એટલે પાંચ,બીજો અક્ષર ર એટલે બે,ત્રીજો અક્ષર મા એટલે સાડા ચાર,ચોથો અક્ષર ત્મા એટલે આઠ અને સાડા ચાર એવી રીતે આખા શબ્દ ‘પરમાત્મા’ નો કુલ સરવાળો ૫+૨+૪ ૧/૨ +૮ +૪ ૧/૨ =૨૪.
સંતોના પબ્લિશ પ્રવચનોમાંથી શુભ વિચારો
ઈશુના નવા વર્ષ ૨૦૨૨ ની સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત શુભ કામનાઓ
જય શ્રી કૃષ્ણ.
P