સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
જીવન એક ધારા

મનમાં વિકાર હશે તો ઊંઘ નહિ આવે,પરેશાન હશો તો ચહેરા ઉપર હસવાનું નહિ દેખાય,ઘરના સબંધોમાં કયાંક કોઈ ખરાબી હશે,જો ઘરમાં કોઈ વિકાર હશે,તો અશાંતિ જ ઉત્પન્ન થશે,ભારતના એક મહાન સન્યાસી
એક સંત,સાધુ,યોગી ભગવાનના ધ્યાનમાં બેઠા છે,વર્ષોથી તપ કરે છે,સાધના કરે છે,તેની અંદરની શક્તિઓનું
નામ જપે છે,તેની અંદરની શક્તિઓ ઉપર આવવા માંડી,ભગવાન સાથે જોડાવા માંડી,સિધ્ધિઓ મળવા માંડી,
બેઠા બેઠા ધ્યાનમાં લક્ષ્મી માતાજીએ દર્શન આપ્યા,દર્શન આપીને કહ્યું ,પુત્ર, હું પ્રસન્ન છું,તારી જે પણ કોઈ
ઈચ્છા હોય,તે યાદ કરી મારી પાસે એક વરદાન માંગો,જે જોઈએ તે હું આપીશ,અને પોતાનો પ્રકાશ ફેલાવી લક્ષ્મી માતાજી વચન આપી,દર્શન આપી જતા રહ્યા,એ કહેતા કાલે સવારે આવીશ,જેમાંગવું હોય તે વિચારી લેજે,લક્ષ્મી માતા ગયા,યોગીનું ધ્યાન તૂટ્યું,ધ્યાન ઉઘડી ગયું,શું માંગવું તે વિચારતા રાત પસાર થઇ ગઈ,સવાર થયું,જેવું ધ્યાન કરવા બેઠા, લક્ષ્મી માતાએ દર્શન આપ્યા,પુત્ર માંગો શું જોઈએ,એક વરદાન આપવા તારી પાસે આવવાનું હતું હું ખુબ પ્રસન્ન છું,આ ધરતી ઉપર ચારે તરફ અશાંતિ છે,દુખ છે,તણાવ છે,મનુષ્ય પરેશાન છે,ચારે બાજુ માયાનો પહેરો છે,લોકો એકબીજાને ડરાવવામાં,ખલાશ કરવામાં લાગ્યા છે,
તું તારો ઉધ્ધાર કરી શકે છે,તું પોતે સમૃદ્ધ થઇ શકે છે, જે માંગવું હોય તે માંગી લે,યોગીએ હાથ જોડીને કહ્યું,
માતાજી તમે આવ્યા,અને દર્શન આપ્યા,તમે પાછા જાઓ,તમારું આવવાનું જ પુરતું છે,લક્ષ્મી માતાએ કહ્યું હું
તને આપવા આવી છું,હું કોઈની પાસે જતી નથી, મારી પાછળ ભાગે છે,યોગીએ હાથ જોડીને કહ્યું,તમારા આવવાથી આખી રાત સુઈ નથી શક્યો,હિસાબ લગાવ્યા કરું છું,હજુ તમે કઈ આવીને આપ્યું નથી અને એક
યોગીના આવા હાલ થયા,જયારે હીરા આપીને જશો તો મારી ભક્તિ જતી રહેશે,એટલા માટે તમે એટલી દયા કરો,
એટલે તમે એટલી કૃપા કરો કે જતી વખતે મને આશિષ આપતા જાઓ કે હું નારાયણનો પ્રેમી બનું,અને મને નારાયણ દર્શન આપે,મારા નારાયણ પધારે અને તેમના દર્શન થઇ જાય,આ જીવન એમના માટે છે,લક્ષ્મી માતાજી પ્રસન્ન થયા,કેમકે તારામાં બીજું કોઈ નથી,આવીશ,હું પણ,પણ હવે નારાયણને લઈને આવીશ,બસ આવી ભાવનાથી ભગવાન સાથે મન જોડી દો,રાત દિવસ આપણે
જિંદગીની મુસીબતોથી એટલા ઘેરાયેલા છે,કે બહાર પરમાત્મા પોતાનું સુંદર સ્વરૂપ ઝાડોમાં,
પાંદડાઓમાં,ફૂલોમાં,કલીયોમાં સુંદરતા વેરી રહી છે,આપણે ખોવાઈ ગયેલા છે,કેમકે જ્યાં જઈશું ત્યાં આપણું દુખ મનમાં છે,અને આ મનના દુઃખને સંસારની ચીજો સાથે જોડી જોડીને જયારે આપણે જોઈએ છીએ,દુનિયામાં ક્યાય રસ પડતો નથી,જયારે તમે મગજને ખાલી કરી નાખશો,અને ભગવાન સાથે જોડી લો અને પછી બહાર દુનિયાને જુઓ,આનંદ આવશે પણ આનંદ આવવા માટે એ જરૂરી છે સવાર સાંજ યાદ કરતા રહો,રાબીયા,બસરામે એક ઘણી મોટી સુખી સંત થઇ,નામ જ રાબીયા બસરી હતું,એને મળવા તે વખતના એક બહુ મોટા ફકીર જેનું નામ હસન હતું,તે મળવા ગયા,જંગલમાં એક ઝુપડી રાબીયા બસરીની હતી,હસન સવાર સવારમાં ગયો તો સુરજની કિરણો ચારે તરફ ફેલાયેલી હતી,ઝાકર ઘાસ ઉપર છવાયેલું હું,કેટલાક ફૂલો ખીલ્યા હતા,કેટલાક ખીલવાના હતા,પક્ષિયોં ગાઈ રહ્યા હતા,વેલો ઉપર ફૂલ ખીલ્યા હતા,એક જુદાજ પ્રકારનું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું,વ્રુક્ષોમાથિ સુરજની કિરણો ગળાઈને જમીન ઉપર પડતી હતી,અને ક્યાંક ઝરણામાં સફેદ ધુમાડો છવાયેલો હતો,આવા મહાદ્વીપમાં હસને બુમ પડી 'રાબીયા બસરી અંદર શું કરે છે,જો બહાર ભગવાન ઉતર્યા છે,સુરજની કિરણોમાં છે,ફૂલોમાં છે,અને કલીયોના મલકાતમાં છે,અને જો તેણે તેના મોતી ચારે તરફ વેરી નાખ્યા છે, એને વણી લે, બહાર આવ,કેટલું સુંદર છે,તેનું,કેટલું અજાયબ ચિત્ર છે,તે ચિત્રકારને જોવા બહાર આવ,રાબિયાને જયારે બોલાવવામાં આવી ત્યારે રાબિયાનું ધ્યાન તૂટ્યું,અને ધ્યાનમાં બેઠેલી હતી હસનને કહેવા લાગી,
હસન અંદર આવી આસન ઉપર બેસી જાઓ,તમે ચિત્રોને જોઇને ખુશ થાવ છો,હું તો અંદર બેસીને મારા ધ્યાનમાં ચિત્રકારને જોઈ રહી છું,જેના ચિત્રો બહાર છેજ્યારે તે ચિત્રકારને અંદર જોશે તો તે ચિત્રો જોવા બહુ ગમશે,જયારે ચિત્રકાર સાથે સબંધ જોડાયેલો છે તો ચિત્રોમાં આનંદ આવશે,નહિ તો આ આનંદ થોડીવાર આવશે અને પછી જતો રહેશે,હું એ કહીશ થોડીવાર ભગવાનમાં મન પરોવો,અને પછી બહારના દ્રશ્યો જુઓ,અને જીવનના ઉતાર ચઢાવથી ગભરાઓ નહિ,તે તો રોજ આવશે જેમ ઋતુ બદલાય છે,સુખ દુખ પણ બદલાતા રહેશે,પણ તમે ન બદલાશો,ગરમીમાં પણ દુખી ન થાવ,અને ઠંડીમાં પણ દુખી ન થાવ,ખુશી આવે અથવા કમી આવે પર્વત બનીને રહો,બધી વસ્તુઓ અથડાઈને જતી રહે પણ તમે ઊંચા થઈને રહો,એટલા માટે તે દ્રશ્ય ઉપર ધ્યાન આપો,જે બહાર વેરાઈ રહ્યું છે,
ઘટાઓકી રીમઝીમ,પવનકે તરાને,લતાઓકી નાચે,વ્રુક્ષોકે ગાને,
મગર જિસકી રક્ષા ભગવન મેરી,અમર જ્યોત તેરી ઉધર મુશ્કરાયે,
પ્રભુ મેરે જીવનકો કુંદન બનાઓ, કોઈ ખોટ ઇસમેં રહને ન પાયે,
જગતકો મૈ અપના પરિવાર સમજુ,પરીવારકો મૈ તેરા ઉપકાર સમજુ.....
ભગવાનનો પ્રેમ જ્યારે અંતરમાં ઉતરે છે,બધા કેટલાય જીવનમાં વ્યસ્ત હો,બધાની સાથે આ હૃદય જોડાઈ જાય છે,ક્યાંક કોઈ પણ દુખી હોય તો માણસ પોતાનું દુખ માનવા માંડે છે,એટલા માટે આ ધરતીને ગૌરવ પ્રધાન બનાવનાર સંત જ્ઞાનેશ્વર મહારાજ બીજાનું દુખ પણ પોતાના શરીર પર અનુભવતા હતા,મહાવીર સ્વામીની સાથે પણ એવું થયું,કેટલાય સંતો સાથે એવી ઘટના ઘટી કે ક્યાય પણ કોઈ હેરાન કરતુ હોય તેના દુઃખનો અનુભવ થવા માંડે છે,અને ગુરુ ગોવીન્દ્શીહજી મહારાજ,તેમને પ્યાર કરનાર તેમને માનનાર એક શિષ્ય,ભાઈ કનૈયા,યુદ્ધ ભૂમિમાં મારપાત થઇ રહી હતી તો ઘાયલોને પાણી પાવાનું કામ કરી રહ્યો હતો પાણી પીવડાવતા પીવડાવતા દુશ્મનની હદ સુધી પહોચી ગયો,એ બાજુ દુશ્મનના શીપાહીઓ પણ ઘાયલ પડ્યા હતા તેને પણ પાણી પીવડાવ્યું,જયારે સાંજે રાતના પાછો આવ્યો,તો ગુરુ મહારાજ સામે તેને રજુ કર્યો,સમજો કોઈએ ફરિયાદ કરી,કે તે આપણાને તો પાણી પીવડાવતો હતો પણ એ દુશ્મનોને પણ પાણી પીવડાવીને આવ્યો છે,ગુરુ મહરાજે તેને ટોક્યો,ગુરુ મહારાજે પૂછ્યું તે એવું કેમ કર્યું,.ભાઈ કનૈયાએ કહ્યું મારા સદગુરુ તમારું તમારો પ્રેમ જ્યારે અંતરમાં વસ્યો છે,તો મને તો બધી જગ્યાએ તમારું રૂપ જ નજરે પડે છે,હું પાણી આપી રહ્યો હતો તો મને લાગતું હતું કે હું મારા ગુરુજીને પાણી આપી રહ્યો છું,કેમકે તમારો પ્રેમ અને તમારી શિખામણ જ એવી હતી,જે અહી બતાવે છે કે જો કોઈ ક્યાય પીડાતો હોય તો તે કોઈ નહિ પોતાનો જ છે,અને યાદ રાખો,બધા માણસો સાથે આપણો સબંધ રહ્યો છે,કોઈને કોઈ જન્મમાં નજદીકનો સબંધ રહ્યો છે,અને જેની સાથે બહુજ નજીકનો સબંધ રહ્યો હોય,તેની સાથે પહેલીજ વારમાં પોતાનાપણાનો અનુભવ થવા માંડે છે,પણ જે લોકો પરમાત્માની સાથે સબંધ જોડી લે છે,એને તો કોઈ પારકું નથી લાગતું,તેને તો બધાજ પોતાના લાગે છે,તો નિવેદન કરો
ભગવાન યે જગતકો મૈ અપના પરિવાર સમજુ,પરીવારકો મૈ તેરા ઉપકાર સમજુ,
તો સુન લો સભી કે આયી બાત ,દ્વેષ ઔર લાલચ કોઈ ઇનમેં મુઝકો સતાને ન પાયે,
પ્રભુ મેરે જીવનકો કુંદન બના દો કે કોઈ ખોટ ઇસમેં રહને ન પાયે,....
તમે બધા પણ પ્રેમ અને શ્રધ્ધાની સાથે અહી પધાર્યા છો,તમારા બધાના પ્રેમને ,તમારી શ્રધ્ધાને એ બધાને હું સુભ આશિષ આપતા,સદ ભાવના કરતા એ નિવેદન કરીશ,કે આ બાજુ આવવાની
પ્રેરણા પણ આપોઆપ જ આવી જાય છે,એવું નથી,જેના પર પ્રેરણા ભગવાન કરે,જેને ભગવાન આમત્રણ આપે,તેનેજ તેના ઘર માં બેસાડે છે,અને તેનેજ બોલાવે છે જેના પ્રત્યે તેને પ્રેમ છે,તેને ધર્મ સાથે પણ જોડે છે,જે ચુંટી લેવામાં આવ્યા છે જે સ્વીકાર કરી લેવામાં આવ્યા છે,ભગવાને આપણને સ્વીકાર્યા તેને તેની દયા છે,એટલા માટે હમેશા એવું વિચારીએ,તુમ હી ન પિતા વસું,હે પ્રભુ તમે અમારા પિતા છો,જે અનેક અનેક ઉપકાર કરો છો,તુમ માતા સી કૃપું બહ્વ્રિત ,અનેક પ્રકારની દયા કરવાવાળી,અને અનેક પ્રકારના સુખો દેવાવાળી માં હે પ્રભુ તમે જ છો,અમને એવી શક્તિ આપો,કે અમે એવું કામ કરી શકીએ,તને બતાવી શકીએ,તને માનવી શકીએ,તને ક્યારેય રીસાવા ન દઈએ, કે ભગવાન તમે સદાય અમારા છોકરાઓ પર પ્રસન્ન રહો,અમને એટલી યોગ્યતા આપો કે અમે તમને પ્રસન્ન રાખી શકીએ,અને અમને આશીર્વાદ આપોકે તમે અમારા ઉપર ક્યારેય રિસાઈ ન જાવ,અમારા ઉપર કાયમ પ્રસન્ન રહો,આ મંત્રમાં ઈચ્છા છે,આમ જોઈએ તો જો માં-બાપ પ્રસન્ન હોય તો કઈ માંગવું નથી પડતું,બધુજ માં-બાપ તેમના છોકરાઓને ચુપચાપ આપી દે છે,અધિકાર એની જાતે જ મળી જાય છે,અને જો માં-બાપ નારાજ થઇ ગયા,તો પોતાની સપતી વારસને તો શું આપે પણ ઘણી વખત છાપામાં જાહેરખબર આપી દે છે કે આ છોકરા સાથે મારો કોઈ સબંધ નથી,કોઈ પણ લેવડદેવડ કરો તો તમારી જવાબદારી ઉપર કરવી,હું તેનો બધોજ અધિકાર પૂરો કરું છું,તો આવી જાહેરખબર જો વાચવા મળે,તો દેખાય છે કે કોઈ પિતા તેના છોકરાના એવા કોઈ કાર્ય થી એટલો પરેશાન અને નારાજ થઇ ગયો છે કે,તે તેનો બધો જ અધિકાર ખુચાવી લે છે,પણ એજ બાપ પ્રસન્ન હોય તો,છાપામાં નામ નથી છપાતું,બહુજ પ્રસન્ન થઇ ગયો છું એટલે જે મારું છે તે મારા છોકરાનું છે,એ તો સંજય એવું છે,જે છોકરાની પાસે આવશે તે છોકરાને જ મળશે,કેમકે બાપનો મમતાનો પ્રવાહ પ્રમને કારણે જાતેજ છોકરા તરફ વહેવા માંડશે,તેના માટે જાહેર કરવાની જરૂર નથી,જો ભગવાન આપણા ઉપર ખુશ છે તો માંગવાની કઈ જરૂરત નથી,પછી તો જાતેજ પૈસાદાર થઇ જશો,માગવાની જરૂરત ન પડે,આપણા ભગવાનને એટલા ખુશ રાખો કે તે પોતેજ આપણને જરૂર પડે તો પહેલેથીજ વ્યવસ્થા કરી રાખે,આપણા છોકરાઓ માટે જે વ્યવસ્થા કરી રાખીએ છે ને,માં પોતાની છોકરી જેમજેમ મોટી થતી જુએ છે તેમતેમ તેને માટે વસ્તુઓ ભેગી કરવાની શરુ કરી દે છે,લગ્ન થશે,આ વસ્તુની પણ જરૂર પડશે,પેલી વસ્તુની પણ જરૂર પડશે,અને બાપ પણ છોકરા માટે વ્યવસ્થા કરવા માંડે છે,પોતાના છોકરાનું ભણવાનું પણ પૂરું ન થયું હોય ત્યાં માબાપ વિચારવા માંડે છે,કે બસ અ એક વર્ષમાં ગ્રેજ્યુએટ થઇ જશે,પછી પછી ટ્રેઈનીંગ શરુ થશે,પછી નોકરી કરશે,પછી લગ્નની પણ વાત છે,તેના માટે ઘરમાં જુદો ઓરડો બનાવીદેવો પડે,અને એક નાનું રસોડું પણ જુદું બનાવી દેવાય,ક્જદાચ જો પહેલાજ તે જુદો થવાનો પ્રયત્ન કરે તો પહેલેથીજ એવી વ્યવસ્થા કરી રખાય કે તે નજરોથી દુર થાય કે અંતરથી દુર થાય,પાસે રહે,પ્રેમ પણ જળવાઈ,અને થોડીક જુદાઈ પણ રહે,તો વ્યવસ્થા પહેલેથીજ કરવા માંડે છે,કેમકે તે પોતાના છોકરાઓને પ્રેમ કરે છે,નજરોની સામે રહે,જગ્યાની જુદી થાય તો વાંધો નહિ પણ દિલથી જુદા ના થાય,માબાપ પહેલેથીજ વિચારવા માંડે છે કેમકે પોતાના છોકરાઓથી તે પ્રસન્ન છે,અને નારાજ થઇ ગાય તો તે મકાન તો શું પણ જે આપી શક્ય તે પણ બંધ,ભક્તને પણ આ વાત ધ્યાન રાખવા જેવી છે,કે બસ પોતાના માલિકને પોતાના પિતાને,પોતાના પ્રભુને,પ્રસન્ન કરીએ,રોજ માંગી માંગીને નારાજ ન કરીએ,જો પ્રસન્ન કરી શકો તો પોતાના કાર્યથી,કે પોતાની ભક્તિથી પ્રસન્ન કરી લો, તો કઈ માંગવું નહિ પડે બધું પોતાની જાતેજ થતું રહેશે,એટલા માટે એક જગ્યાએ મંત્રમાં એ પણ કહ્યું,હે પ્રભુ તમે અમારી ઉપર પ્રસન્ન થાવ એવી રીતે પ્રસન્ન થાવ કે જેમ પિતા પોતાના બાળકો ઉપર પ્રસન્ન થાય,છે,
હે પ્રકાશ સ્વરૂપ ભગવાન ,જ્યોતિ સ્વરૂપ પ્રભુ તમારા સંતાન માટે આ રીતે સહેલાઈથી પહોચો,તેને યોગ્ય બની જાઓ,જેમ કોઈ બાપ તેના પુત્ર માટે મેળવવા યોગ્ય હોય છે,તો તમે એવા જ થાવ, અમારા માટે તમને મળવું મુશ્કેલ ન બને,અને તમે અમારાથી પ્રસન્ન રહો,તો કેટલીક વસ્તુઓ ધ્યાન રાખવાની છે,કે કેવી રીતેભગવાન ખુશ રહે,કેટલીક ચીજો યાદ રાખવી કે કેવી રીતે ભગવાનની ખુશી બની રહે
,તો આવી વસ્તુનેધ્યાનથી જુઓ,કેમકે આ રોકાયેલા જીવનની વચ્ચે જ રસ્તો કાઢવાનો છે,
રોજની માથાકૂટ ખુબ છે,બહુ જકામ છે,મુસીબતો એ પણ ઘણી છે,ઉલઝનો પણ છે,એની વચ્ચે દુનિયા
સાથે સબંધ પણ રાખવાનો છે,અને એમાં દુનિયાના માલિકને મળવાનું પણ છે,તો સહુથી પહેલા ધ્યાન આપો જેમ બીઝનેસ મેનેજમેન્ટ માટે લોકોભણે છે,અને ધંધા માટે તૈયારી કરે છે,
તો તે વખતે મેનેજમેન્ટ પણ એક મહત્વની વસ્તુ છે,કેટલો સમય કોઈ વસ્તુ માટે કેવી રીતે
કાઢવાનો છે,વિદ્યાર્થી પણ સફળ તેજ થાય છે,જેવા પરિક્ષા ભવનમાં જઈને બેસે છે,
જુએ કે ત્રણ કલાકનો વખત છે,અને દશ પ્રશ્નો કરવાના છે,પણ દશમાંથી પહેલો કયો અગત્યનો સવાલ
છે,એમાં કેટલા માર્ક મળવાના છે,જો કોઈ વીસ માર્કના,દસ માર્કના,આઠ માર્કના અને બે માર્કના,એવા પ્રશ્નો છે,તો કુલ હિસાબ કરવો પડે છે કે પહેલા કયો પ્રશ્ન કરવો, વધારે સમય તેમાં આપવો જેમાં માર્ક વધારે મળે ,તો પોતાનો સમય વહેચીને છોકરાઓ પ્રશ્નનો જવાબ આપવા બેસે છે,અને સમયને બરાબર સમજીને પોતાની વ્યવસ્થા કરી શકે,તો તે એટલા સમયમાં બધા સવાલોના જવાબ આપી કોઈ પણ
જાતના ખેચાણ વગર હસતા પરીક્ષા ભવનની બહાર આવે છે,પણ જો જેને મહત્વ ન આપવું જોઈએ,તેના ઉપર વધારે સમય ખરાબ કરે અને જયારે ખરો સમય આવે,કે જે મહત્વનો પ્રશ્નનો જવાબ આપવાનો હોય ત્યારે તેની પાસે સમય ન રહે,તો એના ચહેરા ઉપર તો ત્યારેજ ખેચાણ શરુ થઇ જાય છે,જયારે તે બહાર નીકળે છે,ત્યારે ઉદાસ અને હતાસ બહાર આવે છે,અને રીઝલ્ટ તો બહાર છે,જ્યારે આવશે ત્યારે દુખ તો થવાનું જ છે,કેટલા બધા એવા લોકો છે જે પોતાના જીવનમાં અનુભવ કરે છે,જીવનના અંતિમ ભાગમાં કે જે વસ્તુને આપણે વધારે સમય આપવો જોઈએ,તે તો આપી ન શક્યા અને ખોટી વસ્તુઓ પાછળ સમય બગાડીને અમે પોતાનું જીવન ખરાબ કરી નાખ્યું,હે ભગવાન હવે જો તું મને આગળ એકવાર તક આપે તો ઓછામાં ઓછી એટલી અક્કલ આપજે,કે અમે અમારા સમયનો સારી રીતે ઉપયોગ કરીને અમારૂ જીવન સફળ બનાવી શકીએ,એમાં ધ્યાનમાં હું એક પ્રયોગ કરાવ્યા કરું છું,ધ્યાનમાં એક પ્રયોગ કરાવું છું કે જ્યારે તમે ધ્યાનમાં બેસો,તો આત્મચિંતન કરતા એ બિંદુ ઉપર પહોચો,જીવનની જાત્ર જ્યાંથી શરુ થઇ,જ્યારે પહેલા દિવસે તમે આ દુનિયામાં પગ મુક્યો,તમે જન્મ લીધો,જન્મ લેતાજ તે દિવસને યાદ કરો,આ દિવસે આટલા વાગે આટલી મિનીટ પર હું આ ધરતી પર આવ્યો,
માતાપિતાનો ખોળો અને જે દિવસે સમજ આવી,પહેલી યાદ તમને શું હતી,કદાચ બે વર્ષની ઉમરની કૈક યાદ હોય,ત્રણ વર્ષની ઉમરની કૈક યાદ હોય,કે ચાર વર્ષની ઉમરની કઈ યાદ હોય,તો ચાર વર્ષની ઉમરની કોઈ વસ્તુઓ યાદ હોવી જોઈએ,જ્યારથી હોશ આવી,કેવો લાગ્યો હતો આ સંસાર,શું લાગતું હતું,શું અનુભવ થતો હતો,તેનો થોડીવાર અભ્યાસ કરો,હવે માણસ આંખો બંધ કરીને બેઠો હોય,અનુભવતો હોય,કે તે દિવસે હું આ દુનિયામાં આવ્યો હતો,ગુરૂવાર હતો,અથવા શુક્રવાર હતો,અથવા સોમવાર હતો,કે મંગળવાર અથવા બુધવાર હતો,કોઈ પણ વાર હતો,તે દિવસને યાદ કરતા,તે સમયને યાદ કરો કે પહેલી યાદ તમારા મન માં અંકિત થઇ હતી, પછી યાદ કરો કે હું એ વખતે કેવો હતો,કોઈક પાછલો ફોટો યાદ હોય બેગ લટકાવીને સ્કુલે જતા,સ્કુલ તરફ જતો એક કોમલ બાળક,તે ચહેરાને ધ્યાનથી જોજો,જયારે તમે સ્કુલે જતા હતા,કેટલા ભોળા,
કેટલા પ્યારા,માસુમ,સચ્ચાઈ,અને પવિત્રતાથી ભરેલા,અને પછી યાદ કરતા કરતા તે ઘડી સુધી પહોચો,કે જયારે પહેલી વાર મનમાં મેલ ભરાયો હતો,તમે જુઠું બોલ્યા હતા,તમારા કોઈ દોસ્તની કોઈ પેન ,પેન્સિલ ચોરી હોય,જ્યારથી કોઈની આગળ જુઠું બોલ્યા ત્યારથી મેલ આવવાની શરુ થઇ,પછી ધીરે ધીરે વિચારતા ત્યાં સુધી જાઓ,કેવી રીતે દુનિયાની ધૂળ,તમારી છાતી પર પડતી ગઈ,અને અંદરથી મેલા થતા ગયા,જ્યાં સુધી તમે મેલા ન હતા ત્યાં સુધી ભગવાન તમારી સાથે હતા,અથવા આનંદ તમારી સાથે હતો,અને જેમ જેમ ધૂળ વધતી ગઈ,આપણા ભગવાનના સામ્રાજ્યનો આનંદ ઓછો થતો ગયો,તણાવના દુખની દુનિયા શરુ થતી ગઈ,જયારે ખેચાણ માં આવતા ગયા,ચિત્ર બનવાનું શરુ થયું,હવે હું ભણવાનું પૂરું કરી ચુક્યો છું,સારી નોકરી મળી જાય,પછી લગ્નની ચિંતા,લગ્ન થઇ ગયા તો પછી બાળકોની ચિંતા,પછી બાળકોને સ્કુલમાં દાખલ કરવાના,કોઈ સારી સ્કુલ મળી જાય,પછી તેમના માટે કૈક કમાવવું પડે,તો રાત દિવસ દોડી રહ્યો છે,જેમ કોઈ ટાંગામાં જોડેલો ઘોડો,દૌડ રહા હૈ,રાત દિવસ દોડી રહ્યો છે,અને પછી તેને પોતાનું ખાવાનું પણ યાદ નથી,જેમ પુરાણોમાં એવીજ કથા છે,ભગવાનને દુનિયા બનાવી,દુનિયા બનાવ્યા પછી,ભગવાનને બધાની પચ્ચીસ પચ્ચીસ વર્ષની ઉંમર વહેચી આપી,તો બધાયે ફરિયાદ કરી કે એ ઓછી છે,તો ભગવાને તેને ડબલ કરી આપી,પચાસ પચાસ સાલની થઇ ગઈ,માણસ ચુપ ચાપ બધા જાનવરોથી ડરીને એક ખૂણામાં બેઠો હતો તેણે વિચાર્યું કે પછી જે બચશે તે લઇ લઈશું,પહેલા આ બધા અહીંથી નીકળી જાય,તો ગયા અને જોયું તો ભગવાનના ખજાનામાં ૨૫ સાલ ઉંમર
જ બચેલી હતી,ભગવાને કહ્યું આ લઈને જા,અને કહેવાય છે અસલી ઉંમર માણસની ૨૫ વર્ષની છે એમાં માણસ ખુબ આનંદમાં રહે છે,ભગવાને કહ્યું તું અહીંથી જતો કેમ નથી,તો માણસે કહ્યું કે ભગવાનજી ઘણા
બધા કામ તમે મને બતાવ્યા,પણ પચ્ચીસ વર્ષની ઉમરમાં મારું કઈ થવાનું નથી,એટલા વખતમાં તો હું મારું
ભણવાનું પૂરું કરીશ,તો ભગવાન કહે છે કે કોઈ ઉંમર આપવા આવે તો પછી જોઈએ છે,પછી તેમાંથી તને
આપીશું,તો પહેલા બળદ આવ્યો,એટલો બધો બોઝ વેઠવો પડશે,સુકું ઘાસ ખાવું પડશે,રાત દિવસ દોડવું
પડશે,અડધી ઉંમર તમે રાખો,ભગવાને એને કહ્યું,સારું તો તું અડધી રાખ અડધી માણસને આપી,તેણે પૂછ્યું
કામ થઇ ગયું તારું,તેણે કહ્યું ભગવાનજી હજુ તો ઘણું કામ છેપચ્ચીસ થી પચાસ સાલની ઉંમર થઇ ગઈ
એનાથી પણ ડબલ કરો,એના પછી કહે છે કે થોડું હવે બતાવવું અજબ લાગે છે,કેમકે બતાવી દઉં છું
કહેવાય છે કે દોડતો એક કુતરો આવ્યો,ભગવાન તમે મને શું કામ આપી દીધું,આખો દિવસ તો અહી ક્યાંક
શેરીમાં અહીત્યાં દોડતા ,ક્યાંક એક ટુકડાની આશામાં બેઠા બેઠા,કોઈની સામે પૂછડી હલાવવાની,કોઈની
સામે રાતે ચોકી કરવાની,તમે દયા કરીને મારી પણ અડધી ઉંમર ઓછી કરી દો,ભગવાને એની ઉંમર લીધી
અને માણસને આપી,અને કહ્યું કે આ તું સંભાળ,માણસ પાસે ૭૫ થઇ ગયા,ભગવાને કહ્યું હવે જા,તો તેણે
કહ્યું ૨૫ વધારે મળે તો મારું કામ પૂરું થઇ જાય,તો ભગવાને કહ્યું જોઈએ ક્યાંક કોઈ બીજું આવે,તો કહેવાય
છે કે પછી ઘુવડ આવ્યું,થોડી ગરબડ જેવી વાત છે,કહેવાય છે પચ્ચીસ વર્ષ તેની પાસેથી લીધા,માણસની
ઉંમર પૂરી કરી આપી,અને આગળ એમ સમજાવવામાં આવે છે,જેજીવનનો આનંદ તો છે તે અસલી પચ્ચીસ
વર્ષની ઉમરનો,શરૂઆતની,બધો આનંદ એમાં છે,અને એને માણસ આખી જીંદગી યાદ કરે છે,એના પછી બળદવાળી જીંદગી શરુ થાય છે બોઝ ઉચકે છે
બળદવાળો માણસ બળદગાડી માં જેમ ઘાસ પણ સાથે રાખે છે,તેમ આપણે પણ આપણા ટીફીન માં આપણું ખાવાનું સાથે લઈને જઈએ છીએ,આખો દિવસ કામ કરતા કરતા કયાંક ઠંડુ કે ગરમ ગમે તે મળી જાય તો ગમે ત્યાં ખાઈ લઈશું,દોડતા રહીશું,ઘરમાં આવ્યા પછી ચિંતા ત્યાની હોય છે કે સવારે ઉઠીને ફરી દોડવાનું છે,કહેવાય છે કે બળદવાળી ઉંમર જ્યારે પૂરી થઇ જાય તો પછી દેખરેખની ઉંમર શરુ થઇ જાય છે, બાળકો જયારે સેટ થઇ જાય છે,માબાપ ટકોર કર્યાં કરે છે,પે લું કામ જોઈ આવ્યો,કોઈ બીલ જમા કરાવી દીધું બીજું કામ કરી નાખ્યું,એવું બધું pજોવામાં લાગ્યા રહે છે,પણ કહે છે એ પણ ટકી જાય છે,ઠીક છે
કેમકે ચોકીદારી લોકો કરતા રહેતા હોય છે,તમે જુઓ છો કે ઉમરનો પડાવ સાઇઠ વર્ષ પછી દેખરેખમાં જ
પસાર થાય છે,ઘરબાર ની દેખભાળ કરી લીધી,બહારનું કામ કરીને આવી ગયા,પણ કહેવાય છે તેના પછી જે ઉંમર શરુ થઇ જાય છે,કે માણસને ઊંઘ નથી આવતી,રાતે જાગતો રહે છે,પ્રયત્ન કરે છે છોકરા આવે તો વાતચીત કરું,અને છોકરાઓ પણ એવા કે તેમને અવાજ ગમતો નથી,અને કહે છે બાપુ તમે ચુપ રહો,તમે બહુ બોલ્યા ન કરો,કહેવાય છે કે તે માણસને ભગવાને જતા જતા એક વાત કરી હતી કે જો,આ જાનવરોની ઉંમર તને મેં આપી,પણ તે દેવતાઓની ઉંમર થઇ જશે,જો તું મારો થઈને રહેશે,પણ જો જાનવરોમાં મળીને રહેશે તો દેવતાઓની ઉંમર નહિ બને,તું ઉમરમાં જાનવર થઈને ન રહી જાય,તો કહેવાય છે,ધર્મથી,ભક્તિથી,પ્રભુને જોડતા રહો,ભગવાનથી જોડાવાનો અર્થ શું છે,તે સમજાવવા માંગું છું,આખો દિવસ ઘંટ ઘડીયાર વગાડતા રહીએ એ પ્રભુની પુંજા છે કે પ્રભુથી જોડાવવાનું છે,તેને અનુભવવાનો છે,તે શક્તિનો અનુભવ કરવાનો છે,તેની નોકરી આપણે કરી રહ્યા છે,તેની ડ્યુટી આપણે બજાવી રહ્યા છે,ખુશીની સાથે તે ડ્યુટી પૂરી કરો,કર્મને જ પૂજા બનાવી લો,તમારું કર્મ જ પૂજા બની જાય,પૂજાને કર્મ ધંધો નથી,કર્મને પુંજા બનાવીને જે માણસ ચાલે છે,તો તેના દરેક કર્મ ભગવાન બાજુ વહેવા માંડે છે,ભગવાનથી માણસ જોડાયેલો રહે છે, બસ આટલું જ કરવાનું છે,તો જેમ હું કહી રહ્યો હતો,જેમ આપણે બેસીને ધ્યાન કરીએ છીએ,જ્યારથી જન્મ લીધો,જ્યારથી સમજ આવી, જેમ પહેલી વખત જુઠ્ઠું બોલ્યા,કોઈ ચોરીનો મેલ અંદર આવ્યો,અને પછી આખી દુનિયાનો મેલ આવતો રહ્યો,ભગવાનના સામ્રાજ્ય સાથે સબંધ તૂટતો રહ્યો,અને જેમ જેમ માણસ પોતાના બાળકોના પાલન પોષણમાં એટલો ઓતપ્રોત થઇ જાય છે કે પોતાના આત્માને કલંક લગાડે છે,તે ગુનો કરવા માંડે છે,અને વિચારે છે,ભગવાન મને જે કઈ સજા મળે,તો મળે,પણ મારા બાળકો ખુશ થઇ જાય,તેમનેસુખ મળી જાય,એમાં જે જોડતોડ કરું છું,જે કઈ ખોટું કરું છું,એટલા માટે કરું છું કે બાળકો માટે સુખ ઈચ્છું છું,ફરી ફરી તે પાપ કરતો જાય છે,પછી બાળકો મોટા થઇ ગયા,ભણતણ પૂરું થઇ ગયું,લગ્ન કરાવી તેને સેટ કર્યો,પછી એ સમય આવી જાય બાળકો પોત પોતાનું કામ સંભાળતા થઇ જાય,બધી વસ્તુઓ તેમની પાસે જતી રહે,પછી માબાપને પીઠ બતાવવા માંડે છે,અને માબાપ તેની પાછળ પાછળ ચાલતા થઇ જાય છે,તો તે સમય યાદ કરજો જેમાં જેને જે જે લેવાનું હતું તે લઇ લીધું અને અને ઘડપણમાં માણસ એકલો બેઠેલો ,આજ સુધી માંદગીની ખબર ન હતી,ન જાણે કેટ કેટલી માંદગી શરીરમાં આવીને બેસી ગઈ,ઉજાગરા,ક્યાંક ઘુટણમાં દુખાવો,ક્યારેક કમ્મરમાં દુખાવો,ક્યાંક સુગરનો પ્રોબ્લેમ,ક્યાંક પાચનમાં ગરબડ,ક્યાંક આંખો,બરાબર ન દેખાઈ,ક્યાંક કાનમાં ન સંભળાઈ,ઊંઘ આવે નહિ,આખો દિવસ મગજ કૈક વિચાર્યા કરે,ચિંતા થાય છે, છોકરાઓ પર પણ ક્યારેક ગુસ્સો આવી જાય,દરકાર નથી,મારું ધ્યાન ન રાખે તો કઈ નહિ પણ પોતાનું તો રાખે,પોતાનું બધું ખરાબ કરે છે, બધાની ચિંતા કરતા કરતા માણસ એકલો બેસીને દુખી થયા કરે છે,એ વાત ઉપર કે કોઈ તેને સમય સર દવા આપતું નથી,ધ્યાન રાખવાવાળું કોઈ નહિ,છોકરાની હાલત તો જો,પત્ની જો તેને સમજાવે છે,તે તો એની સમજમાં આવે છે,પણ માં કઈ કહે, પિતા કઈ કહે તે તેની સમાજમાં નથી આવતું,પછી તેના મનમાં એ આવે છે કે ,ચલ ,હું જે કમાયો હતો,હવે ગમે તેમ તો હું મારો પરલોક તો સુધારી લઉં,ક્યાંક કોઈ દાન કરું,કૈક પુન કરું,કેમકે બહાર તો એ દ્રશ્ય છે,શેઠજી ખુબ મોટા છે,પણ શેથ્જીની હાલત એ છે કે તેમના હાથમાં કઈ નથી,જે તેના છોકરાના હાથમાં છે,હવે તે છોકરા પાસે કૈક માગવા ઈચ્છે છે,છોકરા વચ્ચે વચ્ચે ટોકતા રહે છે,બાપુજી તમારી ટેવ બહુ ખરાબ છે,તમે વિચારતા નથી,દુનિયા કેટલી ખરાબ છે,ક્યા આપવા ઈચ્છો છો,ક્યા આપવાના છો,ત્યાં અમે આપીશું,તમે આનંદ કરો,હવે તે બેઠા બેઠા વિચારે છે,ન હું દાન કરી શકું,નહિ પુણ્ય કરી શકું,ક્યાય જવા લાયક હું નથી,બાળકો જો મારું ધ્યાન રાખી શકતે,માંદગીઓ શરીરમાં આવીને બેસી ગઈ,જેના માટે મેં ગુનો કર્યો,તેને મારું ધ્યાન નથી,ધીરે ધીરે માંદગી વધી રહી છે,શરીર ખરાબ થઇ રહ્યું છે,તે ક્ષન આવી ગઈ,વિચારતા વિચારતા,પોતે પોતાને ઘડપણની તે ઉચાઇ સુધી લઇ જાઓ,કે આ શરીર કોઈના કામનું નથી,આજે લાગે છે એ બોઝ બની ગયું, અને બોઝ ઉઠાવવો મુશ્કેલ છે,ભગવાનને કહેતા,ભગવાન એવી ઊંઘ મને આપો જે ઊંઘનો કોઈ અંત ન
હોય,તારા આશરામાં સુઈ જાઉં,મને તારા ખોળામાં જગ્યા આપ,અને એકદમ શરીર છૂટી ગયું,શરીર પડ્યું છે,ઘરના માણસો આવી ગયા,હવે દેખાવ કરવા માટે બધા રડી રહ્યા છે,પણ અસલમાં કોઈને કઈ પડી નથી,શરીર ને લઈને ગયા અને ચિતા ઉપર મૂકી દીધું,જે ગલી મહોલ્લામાં શેઠ અક્કડ બનીને ફરતા હતા તે,હવે તે ગલી મહોલ્લાના લોકો અર્થીને લઇ જતી જોઈ રહ્યા છે, મકાન ઉભું છે,પૈસા રૂપિયા પડી રહ્યા છે,ગયે જઈને શરીર ને ચિતા ઉપર મુક્યું,,ચિતાને આગ લગાડવામાં આવી,
થોડીવારમાં જોત જોતામાં બધું રાખ થઇ ગયું,કુટુંબના બધા માણસો પાછા વળી ઘર બાજુ ગયા,અને આત્મા પણ પાછળ પાછળ આવી ગઈ જોવા માટે,પોતાનાં ઘરને જોવું,પોતાના માણસોને જોઉં,મારા વગર તેઓની શું સ્થિતિ હશે,બિચારા કેટલા રડી રહ્યા હશે,આવીને જુએ છે તો બધાની આંખોમાં આંસુ છે,એક ફોટો મુક્યો છે,અને દીવો સળગી રહ્યો છે,પણ થોડીવાર તો આશીર્વાદ આપી રહ્યો છે,થોડીવાર પછી બધા જતા રહ્યા ,રાત થઇ ગઈ,બધા પોત પોતાના ઓરડામાં બેઠા છે,ત્યાં બેઠા બેઠા બધા વાતચીત કરી રહ્યા છે,જુદા જુદા,પતિ પત્ની વાત કરી રહ્યા છે,લાગે છે મોટાના ભાગમાં વધારે આવી જશે,તમે તમારું ધ્યાન રાખજો,ત્યાં જઈને પોતાની વાત ચાલુ રાખજો,અને એવી રીતે લેજો,કે આ મકાન ઘરના ભાગમાં ન જતું રહે,આપણા ભાગમાં આવે,આ ફેક્ટરી આપણા ભાગમાં આવે,હવે બધા અંદર અંદર વાત કરી રહ્યા છે,આત્મા બધા ઓરડાઓમાં જઈ જઈને,જોઇને આવે છે,અને એને એ લાગે છે,જેમનો હું વિચાર કરતો હતો કે મારા માટે,ચિંતા કરશે,તે તો ચિંતા મારી પ્રોપર્ટીના ભાગ કરવાની છે,અને જો રડી રહ્યા છે તો બીજાઓને, બતાવવાને ,પછી એને લાગ્યું ઓછામાં ઓછું મારા સગાવ્હાલા,,મને મળવાવાળા તો મને ખુબ ચાહતા હતા,બહુ જ ગળે મળતા હતા,હાથ મેળવતા હતા,કેટલું ધ્યાન રાખતા હતા,શ્રધાંજલિ સભા રાખવામાં આવી,બે મિનીટ માટે મૌન રાખવામાં આવ્યું,બે મીનીટના મૌનમાં પણ આત્મા જોઈ રહ્યો છે કે,લોકો આંખો ખોલી ખોલીને જોઈ રહ્યા છે,મૌન પૂરું થયું કે નથી થયું,લાંબુ મૌન કરી નાખ્યું,પંડિતજીને પણ ધ્યાન નથી,એક બીજાને ઈશારા કરે છે,તુજ મંત્ર ભણી નાખને,એત લીસ્ટ મૌન તો પુરુ થાય, હવે આત્મા વિચારે છે કે મારે માટે તો કોઈ બરાબર રીતે મૌન પણ રાખવા તૈયાર નથી,હું કઈ દુનિયા માટે ગાંડો હતો,ન તો મારા બેતાઓ ધ્યાન રાખે,નહિ વહુઓ ધ્યાન રાખે છે,ન સગાવ્હાલાઓ,હવે સગાવ્હાલા ઉપર ધ્યાન આવે છે,સગાવ્હાલાઓ મળવા માટે આવતા હતા ,તે ઘર સુધી તો બરાબર આવતા હતા,ઘરની અંદર આવતા આવતા,તેમની આંખોમાં આંસુ અને તેના પછી ચા પીવા બેસી જાય,પછી પાછા આંસુ,આ પછી બીજા માણસો આવે તો જેવા ઘરમાં પ્રવેશ કરે,તો થોડીવાર રડવાનું,એના પછી થોડીવારમાં તે પણ ચુપ થઇ જાય,અને જેમ કોઈ ત્રીજી પાર્ટી આવી જાય,તો તેને જોઇને પાછા બધા રડવા માંડે,એની સમજમાં આવ્યું આ બધા તો દાખલાઓ જેવા છે,થોડીવારનું જ ધ્યાન બાકી તો બધા દુનિયાદારીની વાત કરે છે,આવે આત્મા વિચારે છે કે હે ભગવાન,હું કોને માટે ગાંડો હતો,,બસ ધ્યાન આવે છે તો ખાલી મારી પત્ની ઉપર,આવે છે ,એ એકલી રહી ગઈ,આત્મા વિચારે છે,કે મારી હાજરીમાં તે વિદાય લેત તો સારું થાત,ઓછામાં ઓછી એની માટી ખરાબ ન થતી,પણ તે મને બોલાવી લીધો,પણ હે પ્રભુ આગલી વખતે જયારે તું મને આ દુનિયામાં મોકલે તો અક્કલ આપજે,સજન આપજે,કોઈ સત્સંગ કરાવજે,અથવા કોઈ સદગુરુ આપજે ,કે જેનાથી હું મારા છોકરાઓની ફરજ પૂરી કરું,એમને પાળું પોષું લાયક બનાવું,પણ એટલો મોહમય ન થાઉં,કે એના પાળવાના ચક્કરમાં,પોતાના આત્મા ઉપર પાપોનો બોઝો વધારી દઉ,અને મારી આત્માને ખરાબ કરી નાખું,મને એ સમજાય કે છોકરાઓને જે આપવું હોય તે આપું,પોતાને માટે રાખવું હોય તે રાખું,જેટલું દાન પુણ્ય કરવું હોય એટલું હું કરું,અને મારા શરીરને એના લાયક બનાઉં,કે સેવા કરું પણ મને કોઈની સેવાની જરૂર ન પડે,છેલ્લા શ્વાસ સુધી હું પોતાને ભરોશે ચાલુ,આખરી ક્ષણ સુધી મારું કામ હું જાતે કરું,મને કોઈની જરૂર ન પડે,એટલા માટે એ માનીને ચાલુ કે પોતાનો સબંધ રીવાજ ફક્ત મારું શરીર છે,બધાથી પહેલા મારું શરીર સારું રહે,બીજું રૂપિયા પૈસા એટલા રહે કે હું બરાબર ચાલી શકું,ત્રીજો પથ ધ્યાન રાખવાનો છે,પણ એટલું મોહમય નથી થવાનું,કે પાપ કરીને પોતાના આત્માને બોઝ વધારી દેવામાં આવે,અને ચોથી વસ્તુ મને ખ્યાલ આવે છે,કે હું એવી રીતે જીવું કે હું મારા માટે સમય કાઢી શકું,પોતાના છોકરાઓ માટે સમય કાઢું,સમાજસેવા માટે સમય કાઢું,દેશ સેવા માટે સમય કાઢું,પણ બધાથી પહેલો પ્રભુ તારા માટે સમય કાઢવાવાળો બનું,નિવેદન કરવું છે,
જહાં લે ચલોગે વહાં મૈ ચલુંગા,
જહાં નાથ રખ લોગે,વહાં મૈ રહુંગા,.....જહાં લે ચલોગે..........
યે જીવન સફલ બીતે, શરણમે તુમ્હારી,
તુમ હી મેરે સર્વસ્વ,તુમ્હી પ્રાણ પ્યારે,
તુમ્હે છોડ ચલના કિસસે કહૂંગા ... જહાં લે ચોગે........./
,જહાં આપ રખ લોગે વહી વહી .........
ન કોઈ બુલાવા,ન કોઈ અરજી,કરલો કરાઈ જો તેરી મરજી,
કહેના ભી હોગા,તુમ્હી મૈ કહૂંગા,,....જહાં લે ચલોગે .....
જહાં નાથ રખ લોગે, વહી મૈ રહુંગા ...........
દયાનાથ દયાની હમેરી અવસ્થા,તેરે હાથમે અબ સારી વ્યવસ્થા
જો ભી કહોંગે ત્તુમ વો હી મૈ કરુંગા ...જહાં લે ચલોગે......