Thursday, April 2, 2020

રામનવમી

રામનવમી 

ચૈત્ર સુદ નોમ,ચૈત્રી નવરાત્રનો નવમો દિવસ, મર્યાદા પુરુસોત્તમ શ્રી રામનો જન્મ દિવસ ત્રેતાયુગમાં રાવણના અત્યાચારો વધતા ધર્મની ફરી સ્થાપના કરવા વિષ્ણુ ભગવાને શ્રીરામના રૂપમાં અવતાર લઇ રાવણને મારી પૃથ્વીનો ભાર હર્યો હતો તેવા શ્રી રામના જન્મ દિવસની આપ સહુને શુભેચ્છા,ધરતી ઉપર છવાયેલું કોવિદ -૧૯ નું ઘેરું વાદળ ઝડપથી દૂર થઇ માનવજાતિમાં રાહત થાય તેવી પ્રભુ પાસે તેમના જન્મ દિવસે પ્રાર્થના કરીએ,સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી સહકાર આપી સલામત રહીયે.


જય શ્રી રામ.

Wednesday, March 25, 2020

ભગવતી વિન્ધ્યવાસિની

ભગવતી વિન્ધ્યવાસિની




ભગવતી વિન્ધ્યવાસિની આદ્ય મહાશક્તિ છે.તેમનું કાયમનું નિવાસસ્થાન વિંધ્યાચલ છે.જગદંબાની કાયમની ઉપસ્થિતિમાં વિંધ્યગીરીને જાગૃત શક્તિપીઠ બનાવી દીધું છે.મહાભારતના વિરાટ પર્વમાં ધર્મરાજા યુધિષ્ઠિર દેવીની પ્રાર્થના કરતા કહે છે હે માતા !  પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યાચલ પર તમો સદા બેઠેલા છો.પદ્મપુરાણમાં વિંધ્યાચલનિવાસીની આ મહાશક્તિને વિન્ધ્યવાસિની ના નામથી સંબોધિત કર્યા છે.
શ્રીમદ્ભાગવતના દશમાં સ્કંધમાં
કથા આવે છે સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ જયારે સહુથી પહેલા પોતાના માંથી  સ્વયંભૂ  મનુ અને શતરૃપાને ઉત્તપન્ન કર્યા.ત્યારે વિવાહ પછી સ્વયંભૂ મનુને પોતાના હાથથી દેવીની મૂર્તિ બનાવી સો વર્ષ સુધી કઠોર તપષ્યા કરી તેનાથી દેવીએ પ્રસન્ન થઇ તેને નિષ્કંતક રાજ્ય,વંશવૃદ્ધિ તેમ જ પરમપદ મળે તેવા આશીર્વાદ આપ્યા.વરદાન આપ્યા પછી મહાદેવી વિધ્યાચલ પર્વત પર જતા રહ્યા.એનાથી સાબિત થાય છે કે સૃષ્ટિના પ્રારંભથી જ વિન્ધ્યવાસિનીની પુંજા થતી રહી છે.સૃષ્ટિનો વિસ્તાર     દેવીના  આશીર્વાદથી થયો છે.
ત્રેતા યુગમાં શ્રી રામચંદ્ર સીતાજી સાથે વિંધ્યાચલ આવ્યા હતા.મર્યાદા પુરુસોત્તમ શ્રી રામ દ્વારા સ્થાપિત રામેશ્વર મહાદેવ થી આ શક્તિપીઠનું મહત્વ ખુબ વધી ગયું.દ્વાપર યુગમાં મથુરાના રાજા કંસે પોતાની બહેન દેવકી અને વાસુદેવને જેલમાં બંધ કર્યા અને તેમની સંતાનોનો રાજા  વધ કરવા લાગ્યો.ત્યારે વાસુદેવના કુલપુરોહિત ગર્ગ ઋષિએ કંસના વધ તેમ જ શ્રી કૃષ્ણાવતાર માટે વિંધ્યાચલમાં લક્ષ્યચંડી અનુષ્ઠાન કરી દેવીને પ્રસન્ન કર્યા તેનાથી પ્રભાવિત તેમણે નંદરાયજીને ત્યાં અવતાર લીધો.

માર્કેડપુરાણ દેવી ભાગવત માહાત્મ્યના અગિયારમા અધ્યાયમાં દેવતાઓના અનુરોધ પર ભગવતી તેમને આશ્વશ્ત કરતા કહે છે દેવતાઓ વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમાં યુગમાં શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે મહા રાક્ષસો ઉત્તપન્ન થશે.ત્યારે હું નંદગોપના ઘરમાં તેની  પત્ની  યશોદાના ગર્ભમાં અવતરિત થઇ વિંધ્યાચલમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ.
લક્ષ્મીતંત્ર નામના ગ્રંથમાં પણ દેવીનું ઉપરનું વચન શબ્દે શબ્દ મળતું આવે છે.વ્રજમાં નંદગોપને ત્યાં ઉત્તપન્ન મહાલક્ષ્મીનો અંશભૂત કન્યાને નંદા નામ અપાયું મૂર્તિ રહસ્યમાં ઋષિ કહે છે નંદને ત્યાં નંદા નામની ઉત્તપન્ન થયેલી દેવીની જો ભક્તિપૂર્વક સ્તુતિ અને પુંજા કરવામાં આવે તો તે ત્રણે લોકોને ઉપાસકને આધીન કરે છે.   
શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખ્યાનમા એ વર્ણન કર્યું છે કે દેવકીનું આઠમું સંતાન શ્રી કૃષ્ણને વાસુદેવજીએ કંસના ભયથી રાતોરાત યમુનાજીના પાર ગોકુળમાં નંદજીના ઘેર પહોંચાડી ત્યાંથી યશોધરાના ગર્ભથી જન્મેલી પુત્રી has ભગવાનની શક્તિ યોગમાયાને ચુપચાપ મથુરા લઇ આવ્યા.
 આઠમા જન્મના સમાચારે કંસજેલમાં આવ્યો તેણે તે કન્યાને જેવી પથ્થર પર પટકી મારવા ગયો તો તે તેના હાથમાંથી છૂટીને આકાશમાં જતી રહી  અને તેણે તેનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું કંસને વધની ભવિષ્યવાણી કરીને તે વિંધ્યાચલ  જતી રહી.

પ્રધાન મંત્રીના આદેશનું પાલન કરી આ દુનિયાની મહામારી કોરોના સામે જીત મેળવીએ એવી અભિલાષા સાથે આપ તેમજ આપના કુટુંબીજનો ઉપર ચૈત્રી નવરાત્રના પ્રથમ દિવસે માતાજીની કૃપા થાય તેવી  શુભ કામના.

ચૈત્ર નવરાત્રના પ્રથમ દિવસે સહુ ભક્તોને માતા કૃપા કરે 
બોલો માં વિન્ધ્યવાસિની જય 

Sunday, March 8, 2020

શ્રીનાથજી નાથદ્વારા મંદિર

શ્રીનાથજી નાથદ્વારા મંદિર


નાથદ્વારા શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની મુખ્ય પીઠ છે જ્યાં ભગવાન શ્રીનાથજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.પ્રભુ શ્રીજીનું  પ્રાગટ્ય વ્રજના ગોવર્ધન પર્વત ઉપર જતીપુરા ગામની નજીક થયું હતું.મહાપ્રભુ વલ્લભાચાર્યએ  અહીં મંદિરનું નિર્વાણ કરાવીને સેવા ની શરૂઆત કરી હતી.ભારતના મોગલકાળના શાસક અકબરથી માંડીને ઔરંગઝેબ સુધીનો ઇતિહાસ પુષ્ટિ સંપ્રદાયના ઇતિહાસની ની સમાંતરે ચાલતો રહ્યો.સમ્રાટ અકબરને સંપ્રદાયની ભાવનાઓનોસ્વીકાર કર્યો હતો.મંદિરના ગોસાઈ શ્રી વિઠ્ઠલદાસજીનાસમયે સમ્રાટની
બેગમ બીબી તાજતું શ્રીનાથજીની પરમ ભક્ત હતી.તાનસેન,બીરબલ ,ટોડરમલ પુષ્ટિમાર્ગના ઉપાસક રહ્યા હતા.નાથદ્વારામાં શ્રીનાથજીના આઠ દર્શન થાય છે.શયનના દર્શન ગરમીના દિવસોમાં  જ થાય છે.બાકી દિવસોમાં શયનના દર્શન નથી ખુલતા. એમ તો શ્રીનાથજીના બધા દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.પણ ભોગ અને આરતીના દર્શનમાં ખુબ જ ભીડ થાય છે.લોકો મંગળાના દર્શનમાં વધારે આવે છે.ભોગ ,આરતી અને મંગળાના દર્શન અને શૃંગાર મનમોહક થાય છે.શ્રીનાથજીનું મંદિર ખુબ જ મોટું છે.મંદિરના પ્રવેશ માટે ત્રણ દરવાજા છે. મુખ્ય દરવાજાનું નામ મોતીમહેલ છે.મોતીમહેલ સામી બાજુ મોટો દરવાજો છે જે ચોપાટી બાજુ ખુલે છે ચોપાટીને નાથદ્વારાની હૃદયસ્થલી પણ કહે છે.દરવાજાની અંદર એક મોટો ચોક  છે.જેને મોતીમહેલ કહે છે.મોતીમહેલની વચ્ચે એક ફુવારો છે.મોટીમહેલ પસાર કરીને એક આરસપહાણની ગલીમાં થઇ શ્રી લાલન સુધી જવાય છે. શ્રી લાલન શ્રીનાથજીનું બાલસ્વરૂપ છે.ત્યાં લાલનના દર્શન કરી શકાય છે.શ્રીનાથજીનું બીજો દરવાજો નકારખાના કહેવાય છે.તે પણ ખુબ મોટો છે.અહીં દર્શનોના સમયે નગારા અને શરણાઈ વાગતા રહે છે.અને તેને વગાડનારાઓ દરવાજાની ઉપર બેસે છે.એ દરવાજો દર્શન માટે રાહ જોવાના ચોકમાં જાય છે.ચોકમાં માણસોને ઉભા રહેવાની વ્યવસ્થા છે.સ્ત્રીઓ માટે બાજુમાં જ એક મોટો ચોક છે.જેનું નામ કમલ ચોક છે.તે આખો આરસપહાણથી જડ્યો છે.ત્રીજો દરવાજો પ્રિતમપોલ કહેવાય છે.જે નાનોદરવાજો છે તે દરવાજાની બહારની બાજુ વિઠ્ઠલનાથજીનું મંદિર છે.તે દરવાજાની અંદર જતા તે ગલીમાં નાના રસ્તા ઉપર સીધો કમાલચોક સુધી જાય છે.કમાલચોકથી સ્ત્રીઓ દર્શન કરવા જાય છે.દર્શનમાં મુખ્ય ચોકમાં શ્રીનાથજીના દર્શન કરી શકાય છે.જોકે ત્યાં પણ ખુબ ભીડ રહે છે.ધક્કામુક્કી પણ ખુબ થાય છે.ત્યાં કેટલાક માણસો ઉભા રહે છે.તેઓ લોકોને કપડાથી ધીરે ધીરે મારીને આગળ વધવા પ્રેરે છે.શ્રીનાથજીની કાળા રંગની આરસપહાણની ખુબજ સુંદર પ્રતિમા છે.જેના મોઢાની નીચે તોડીમાં એક મોટો હીરો જડેલો છે.શ્રીનાથજીના દરેક દર્શનના શૃંગાર જુદા જુદા હોય છે.
દરેક શૃંગાર માટે નવા કપડાં બનાવાય છે.એના માટે નકારખાના દરવાજામાં દરજી ખાનું છે જ્યાં કપડાં સીવવાનું કામ થાય  છે.તેની નીચે માણસો માટે દર્શનની રાહ જોવાનો ચોક છે.તે ચોકમાં બાજુમાં દૂધ વગેરે લઈને લોકો બેઠેલા હોય છે જે પૈસા લઈને શ્રીનાથજી માટે દૂધ વગેરે આપે છે.તે નજીકમાંજ શ્રીનાથજીની સેવા માટે જમા થાય છે.શ્રીનાથજીનું દર્શન કરીને કોણ ભાવ વિભોર ન થાય.કમાલચોકની પૂર્વ બાજુ શ્રીનાથજીનો પ્રસાદ મળે છે.તે પ્રસાદ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.તે આખા ભારતમાં પ્રસિદ્ધ છે કહેવાય છે શ્રીનાથજીનો પ્રસાદ ભેટ કરવાથી સારા સારા કામો પાર પડે છે

શ્રીનાથજીબાવાની જય,જય શ્રી કૃષ્ણ.

(એક રિપોર્ટના આધારે )


Saturday, February 15, 2020

ૐ નું નિશાન અને મહત્વ

ૐ નું  નિશાન ઉદ્ભવવું



વાચક મિત્રો,મારી ઈ- મેઈલ મેં 'ૐ પેઇન્ટિંગ 'ના નામે રાખ્યા બાદ કેટલાક વખત પછી મારા જમણા હાથના અંગુઠા અને પહેલી આંગળી વચ્ચેના હથેળીના ભાગે ૐ આકારનું ચિન્હ ઉપસ્થિત થયું જે આજે પણ છે હવે ૭૨ વર્ષ પુરા થયે મને એમ લાગ્યું કે આ વસ્તુ પબ્લિશ કરવી જરૂરી છે એટલે જાહેર કરી છે બીજો કોઈ હેતુ નથી,ભગવાનને માનવું અને માનવતાના ધર્મે ચાલવું આ કળિયુગમાં ખુબ જરૂરી છે.

હિન્દુત્વ માં ૐ એક ખુબ જ અગત્યનું  પવિત્ર નિશાન છે,તે આત્મા અને બ્રહ્મ નું કોઈ અગત્યનું સંધાણ છે જેને શ્રીમદ ભગવતગીતામાં ઓમકારને એકાક્ષર બ્રહ્મ કહ્યો છે.હિન્દુત્વ,બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં બધે જ શ્રદ્ધાનો ભાવ  છે ૐકાર એ પ્રણવ મંત્ર છે.ધર્મ શાસ્ત્રો,પુરાણોમાં ઓમકારનો મહિમા સર્વત્ર જોવા મળે છે.યોગી સંપ્રદાયમાં ૐકારસાધના નો ક્રમ પ્રચલિત છે.ૐ ત્રણ શબ્દો અ,ઉ,મ મળીને બને છે જે ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ તથા ત્રિલોક ભૂર્ભુવઃસ્વ: ભૂલોક,ભૂવઃલોક તથા સ્વર્ગ લોકનું પ્રતીક છે.

પદ્માશનમાં બેસી તેનો જપ કરવાથી મનને શાંતિ તથા એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે.કેટલીય બીમારીથી રક્ષણ  થાય છે તથા શરીરના સાત ચક્ર (કુંડલિની ) ને જાગૃત કરે છે.તેના ઉચ્ચાર સાથે શરીરનો ત્યાગ થાય તો તે પરમ ગતિને મેળવે છે.તે બ્રહ્માંડનો નાદ  છે.

ૐ નું જીવનમાં ખુબ જ મહત્વ છે.ગીતામાં પણ ૐકારના જપનું વિધાન છે.તેના હજારો અર્થ છે.તેમાં એક આ છે -પરમાત્માનું આહ્વાન કરવું.આ વેદોનો બીજભૂત મહામંત્ર છે,સાક્ષાત બ્રહ્મ છે.વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ‘ ૐ ૐ ‘ એવો ઉચ્ચારણ કરવા માત્રથી પ્રાણોની ઉધર્વગતિ સ્વયંમેવ થવા લાગે છે તેમાં પ્રાણોની ઉધર્વગતિ કરવાની અદભુત ક્ષમતા છે તેને સાક્ષાત બ્રહ્મ માનવામાં આવે છે.એટલે આપે જોયું હશે કે કેટલાય ચિત્રકારોએ ૐ ની અંદર જ ભગવાનનું ચિત્ર બનાવ્યું છે.

ૐ છે જીવન અમારું,ૐ પ્રાણાધાર છે.
ૐ છે કર્તા,વિધાતા,ૐ પાલનહાર  છે.
ૐ છે દુઃખોનો વિનાશક,ૐ સર્વદાનંદ છે.
ૐ છે બળ તેજધારી,ૐ કરુણા કંદ છે.
ૐ બધાનો પૂજ્ય છે,અમે ૐનું પૂજન કરીએ.
ૐ નાજ ધ્યાનથી અમે શુદ્ધ આપણું મન કરીએ.
ૐનો ગુરુમંત્ર જપવાથી રહેશે આપણું શુદ્ધ મન.
બુદ્ધિ રોજ વધશે અને ધર્મમાં વધશે ખુબ લગન.
ૐના જપથી અમારું જ્ઞાન ખુબ વધતું જશે.
અંતમાં આ ૐ અમને મુક્તિ સુધી પહોંચાડશે.

ૐકાર મંત્ર 

ૐકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીન: l
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમઃ ll 




આભાર-જય શ્રી કૃષ્ણ.

Friday, February 14, 2020

ભીમનાથ મહાદેવ

ભીમનાથ મહાદેવ


+

ધંધુકાથી ભાવનગર વચ્ચે ભીમનાથ મહાદેવનું સ્થાન આવેલું છે આશરે ૫૫૦૦ વર્ષો પહેલા  બાર વર્ષના ગુપ્તવાસ દરમ્યાન પાંડવો હેડંબાના વનમાં હતા ત્યાં આઠ દિવસના ઉપવાસ સાથે તેઓ નીલમ નદીને કિનારે આવ્યા કુંતા માતા અને  દ્રૌપદી પણ સાથે હતા અર્જુનનો નિયમ હતો મહાદેવના દર્શન કર્યા વગર જમવું નહિ અને ભીમથી ભૂખ્યું રહેવાય નહિ એટલે મોકો શોધ્યા કરે એમાં ફરતા ફરતા લોટો લઈને બધાથી જુદો
ગયો અને કેહતો ગયો ‘હું આવું છું’અને બધા તેની રાહ જોતા રોકાયા થોડી વારમાં તે પાછો આવ્યો અને કહ્યું અહીંથી થોડે દૂર શિવજીનું સ્થાન મળ્યું અને બધાને ત્યાં લઇ ગયો બધાએ પાંદડા ચઢાવેલા હતા એટલે અર્જુનને આગળ કરી નમસ્કાર કરી શિવજીની પ્રાર્થના કરી ખાધું અને ખાધા પછી ભીમ બોલ્યો ‘અર્જુન આ શિવ નથી આ તો મને ભૂખ લાગી હતી એટલે પથ્થર ઉપર લોટો મૂકી મેં પાંદડાનો ઢગલો કર્યો હતો ‘અને બધા જોતા રહ્યા અને ભીમ પાંદડા ખસેડવા ગયો અને ત્યાં બધાની નવાઈ વચ્ચે ભીમ તે પથ્થર ખસેડી ન શક્યો અને દૂધની ધારા સાથે શિવલિંગ પ્રગટ્યું અને જેમાં અર્જુનની ભક્તિનો મહિમા સમાયેલો હતો ભીમના નામે નામ પડ્યું ભીમનાથ મહાદેવ.

બીજી એક પૌરાણિક કથા આ પ્રમાણે છે તે સમયમાં રાક્ષસોની હેરાનગતિ વધી જતા સત્તાના ઉપરીને લોકોએ  સતત ફરિયાદ કરી પણ વૈભવમાં મગ્ન ઇન્દ્રે ક્યાં તો ભોગ વિલાસમાં ધ્યાન ન આપ્યું કે રાક્ષસોની તાકાત ખુબ હતી એટલે યુદ્ધથી બચવા ધ્યાન ન આપ્યું એટલે  લોકોએ દુર્વાશા ઋષિ ને ફરિયાદ કરી દુર્વાશા ઋષિએ બધાને શાંત કરી તે વિષે તુરંત પગલું ભર્યું અને તે પ્રાંતના ઉપરી એટલે ઇન્દ્ર પાસે ગયા
જ્યાં નૃત્યાંગનાઓ સતત વૈભવશાળી નૃત્યથી રાજા ઇન્દ્રને રીઝવતી  હતી અને ઇન્દ્ર ભોગ વિલાસમાં હતો.દુર્વાશા ઋષિ એટલે પ્રચંડ અગ્નિનું રૂપ  તેમને જોઈ બધા ડરવા લાગ્યા જયારે,
 'ક્યાં છે ઇન્દ્ર' નું ફરમાન થયું ત્યારે કોઈ કારણ સર  એક નૃત્યાંગનાના  હાથની કોણી દુર્વાશા ઋષિને અડી ગઈ ઋષિ ક્રોધે ભરાયા અને બોલ્યા,
'સામે કોણ છે તેનું પણ ભાન નથી ,જા,હું તને શ્રાપ આપું છું તું પૃથ્વી ઉપર ઘોડી થઇ જા 'અને નૃત્યાંગનાએ કહ્યું,
' પ્રભુ આમાં મારો વાંક નથી હું તો મારી ફરજ બજાવતી હતી નૃત્ય કરવાનું મારુ કામ હતું,થોડું આપે પણ ધ્યાન રાખવું જરૂરી હતું.'દુર્વાશા ઋષિ નૃત્યાંગનાની પ્રાર્થનાથી શાંત થયા પણ બોલ્યા,
 'શ્રાપ તો દેવાઈ ગયો તે મિથ્યા ન થઇ શકે પણ નિવારણ માટે જયારે સાડા ત્રણ વ્રજ ભેગા થશે ત્યારે તું ફરીથી અહીં આવી જઈશ.' અને  હસ્તિનાપુરમાં નદીના વિસ્તારમાં તે ઘોડી થઈને ઉતરી. તેનું આકર્ષણ એટલું વધ્યું કે ચરવા આવતા રાજાના ઘોડા ચરવાનું છોડીને સામે કિનારે જોયા કરતા રાજાના માણસોએ. રાજાને ફરિયાદ કરી રાજાએ આકર્ષિત ઘોડીના વિષયમાં બારીકાઈથી વિચારવાનું શરુ કર્યું અને તે ઘોડીને પોતાના તબેલામાં લઇ આવ્યો પણ વાત એવી ઘટી કે તે ઘોડી રાત્રે એક સુંદર સ્ત્રી બની ગઈ અને રાજાની નજર પડતા પૂછયું ,
'તું કોણ છે' તો તેણે પોતાની કહાની સવિસ્તાર સંભળાવી રાજાએ તેને અભયવચન આપ્યું અને કહ્યું ,
'તું અહીં સુરક્ષિત છે હું તારું જાન આપીને પણ રક્ષણ કરીશ.'ત્યાર પછી એક દિવસ વનમાં કૃષ્ણના પૌત્ર પ્રદ્યુમ્ન  ની નજર ઘોડી પર પડી તપાસ કરતા ખબર પડી કે તે ઘોડી રાજા શાંદુલના કબ્જામાં હતી.તેણે ઘોડી મેળવવાનો નિર્ણય કરી પોતાના દાદાને વાત કહી બીજે દિવસે રાજા શાંદુલ ઉપર દ્વારકાથી ફરમાન આવ્યું કે 'ક્યાં તો ઘોડી આપો અથવા યુદ્ધ કરો.'રાજા ખુબજ વિમાસણમાં પડ્યા તે એક ખંડિયા રાજા હતો તેની કૃષ્ણ સામે કોઈ તાકાત નહતી અને ઘોડીના રૂપમાં અપ્સરાને રક્ષણનું અભય વચન આપ્યું હતું તેણે હસ્તિનાપુરમાં જઈ પોતાની વાત કહી હસ્તિનાપુર નો તે ખંડીયો રાજા હતો એટલે હસ્તિનાપુરની ફરજ હતી કે તેને રક્ષણ આપે પણ કૃષ્ણ પાંડવોનું સર્વસ્વ હતા એટલે તેને રક્ષણ ન મળ્યું રાજાએ નિરાશ થઇ આત્મઘાત કરવાનો નિર્ણય કર્યો અને ચિતા સળગાવી ઉપર ચઢ્યો એટલામાં બાળક પરીક્ષિત નદીમાં સ્નાન કરવા આવ્યો તેની નજર પડી તેણે તેને ચિતા પરથી ઉતારી કારણ પૂછ્યું રાજાએ પોતાની વાત કહી બાળકે તેને કહ્યું,
 'હું ક્ષત્રીયનો દીકરો  છું તારું રક્ષણ અમારી જવાબદારી છે હવે યુદ્ધ કરવું પડે તો તે પણ થશે' તેમ કહી તે તેની સાથે બેસી ગયો ઘણી વાર થવાથી ધર્મરાજાને ચિતા થઇ કે કુમાર નદી કિનારેથી હજુ કેમ ન આવ્યો એટલે ભીમસેન ને તપાસ કરવા મોકલ્યો જયારે  ભીમસેન નદી કિનારે આવ્યો હકીકતની ખબર પડી અને કુમારના આદેશથી તે પણ ત્યાં બેસી ગયો ધર્મ રાજાએ એક પછી એક સહુ ભાઈઓને મોકલ્યા અને છેવટે જાતે આવી વાત જાણી જે સાચું હોય તે કરાય પછી તે ગમે તે હોય,  એટલે રાજાને રક્ષણ આપવાનું નક્કી થયું ,શ્રી કૃષ્ણને સંદેશ મોકલાવાયો શ્રીકૃષ્ણએ પણ કોઈ મચક ન આપી હવે યુદ્ધ થાય તો શ્રીકૃષ્ણના સુદર્શન સામે તાકાત ધરાવતું કોઈ શસ્ત્ર ન હોવાથી  ધર્મરાજાને ચિંતા થઇ એટલે ભીમસેન આગળ આવ્યો અને કહ્યું કે હું મહાદેવને પ્રસન્ન કરી મહાદેવનું ત્રિશુલ એક રાતમાં લઇ આવું અને બીજો કોઈ ઉપાય ન હોવાથી ધર્મરાજાએ તેને પરવાનગી આપી અને મહાદેવનું લિંગ બનાવી પૂજા કરી મહાદેવનું કઠોર તપ કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા વરદાનમાં તેણે ત્રિશુલ થોડા સમય માંગ્યું મહાદેવજી એ તે આપ્યું અને અદ્રશ્ય થયા.યુદ્ધ થયું એટલે શ્રી કૃષ્ણે સુદર્શન ચલાવ્યું તો સામે ભીમસેને ધર્મરાજની આજ્ઞા લઇ ત્રિશુલ છોડ્યું બે વ્રજ ભેગા થયા એટલે હાહાકાર મચ્યો બંને પક્ષને ભેગા થવું પડ્યું અને નિકાલ માટેનો નિર્ણય લેવાયો હવે બે વ્રજને નીચે કેવી રીતે લાવવા શ્રી કૃષ્ણે રથની ધજા ઉપર બિરાજતા હનુમાનજીને વિનંતી કરી  હનુમાનજી  નીચે આવ્યા પણ કહ્યું ,
'હું બંનેને નીચે તો લાવું પણ મારે બે વ્રજ સાથે ઉભા ક્યાં રહેવું ?'ત્યાં ભીમસેન આગળ આવ્યો અને કહ્યું મારા અડધા અંગ ઉપર અને સમાધાન થયું હનુમાનજી બે વ્રજ સાથે ભીમસેન ઉપર ઉતર્યા પણ જ્યા સાડા
ત્રણ વ્રજ ભેગા થયા ત્યાં ઘોડીમાંથી સુંદર અપ્સરા થઇ ગઈ તેના શ્રાપનું નિવારણ થતા તે સ્વર્ગમાં જતી રહી અને ભીમસેને કરેલી તપશ્ચર્યાથી શિવલિંગનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું.


હર હર મહાદેવ






Saturday, February 1, 2020

નવધા ભક્તિ ( ભજન )

નવધા ભક્તિ ( ભજન )



પ્રથમ ભક્તિ સંતન કર સંગા,દૂસરી ભક્તિમય કથા પ્રસંગા
બાલ વયસે ભક્તિ કરે (૨) તો તો તીરથ વ્રત ઉનકી આશા કરે કબ આવે હરિકો દાસ
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને શીખવો વચનનો વિશ્વાસ
સદગુરુ ને પૂછીને ,..પગલાં ભરવા ને થઈને રહેવું ગુરુના દાસ ......
ભાઈ રે ,રંગ રૂપમાં બહુ રમવું નહિ ને રે,કરવો ભજનનો અભ્યાસ (૨)
સદગુરુ ને સંગે ,એ નિર્મલ રહેવુંને (૨) તજી દેવી ફળની આશ
નવધા ભક્તિમાં .........
દાતા ભક્તિમાં,દાતાનો ભોક્તા,હરિ એમ કહેવું ,રાખવું નિર્મલ જ્ઞાન રે (૨)
સદગુરુ ચરણોમાં શીશ નમાવી(૨) ધાવું ગુરુજીનું ધ્યાન રે
એ...અભ્યાસીને એવી રીતે રહેવું રે,જાણવો વચનનો  મર્મ રે..
ગંગા સતી બોલ્યાને રે (૨) છોડી દેવા આસુરી કર્મ (૨)
નવધા ભક્તિમાં નિર્મલ રહેવુંને પાનબાઈ (૨)શીખવો વચનનો વિશ્વાસ રે ....

જય શ્રી કૃષ્ણ 

Friday, January 17, 2020

ફૂલ કહે ભમરાને


ફૂલ કહે  ભમરાને(ભજન) 




ફૂલ કહે  ભમરાને ભમરા વાત વહે વનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં (૨)
કાલિન્દીના જળ પર ઝૂકી પૂછે કદંબડાળી(૨) યાદ તને બેસી અહીં વાતા‘તા વનમાળી
લહર વમળને કહે,વમળ એ વાત સ્પરે સ્પન્દમાં, માધવ ક્યાંય ..........
કોઈ ન માંગે દાણ,કોઈની આણ ન વાતે ફરતી (૨) હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી
નંદ કહે જશુમતીને,માતા વ્હાલ ઝરે લોચનમાં,માધવ ક્યાંય..........
શિર પર ગોરસ મટુકી,મારી વાત ન કેમે ખૂટી (૨) અબ લગ કંકર એક ન લાગ્યો,ગયા ભાગ્ય મુજ ફૂટી
કાળજ કહે આંખોને,આંખો વાત વહે અંશુવનમાં, માધવ ક્યાંય .........
ફૂલ કહે ભમરાને ભમરા વાત વહે છે વનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં,માધવ ક્યાંય..........


જય શ્રી કૃષ્ણ.