ભીમનાથ મહાદેવ
+
ધંધુકાથી ભાવનગર વચ્ચે ભીમનાથ મહાદેવનું સ્થાન આવેલું છે આશરે ૫૫૦૦ વર્ષો પહેલા બાર વર્ષના ગુપ્તવાસ દરમ્યાન પાંડવો હેડંબાના વનમાં હતા ત્યાં આઠ દિવસના ઉપવાસ સાથે તેઓ નીલમ નદીને કિનારે આવ્યા કુંતા માતા અને દ્રૌપદી પણ સાથે હતા અર્જુનનો નિયમ હતો મહાદેવના દર્શન કર્યા વગર જમવું નહિ અને ભીમથી ભૂખ્યું રહેવાય નહિ એટલે મોકો શોધ્યા કરે એમાં ફરતા ફરતા લોટો લઈને બધાથી જુદો
ગયો અને કેહતો ગયો ‘હું આવું છું’અને બધા તેની રાહ જોતા રોકાયા થોડી વારમાં તે પાછો આવ્યો અને કહ્યું અહીંથી થોડે દૂર શિવજીનું સ્થાન મળ્યું અને બધાને ત્યાં લઇ ગયો બધાએ પાંદડા ચઢાવેલા હતા એટલે અર્જુનને આગળ કરી નમસ્કાર કરી શિવજીની પ્રાર્થના કરી ખાધું અને ખાધા પછી ભીમ બોલ્યો ‘અર્જુન આ શિવ નથી આ તો મને ભૂખ લાગી હતી એટલે પથ્થર ઉપર લોટો મૂકી મેં પાંદડાનો ઢગલો કર્યો હતો ‘અને બધા જોતા રહ્યા અને ભીમ પાંદડા ખસેડવા ગયો અને ત્યાં બધાની નવાઈ વચ્ચે ભીમ તે પથ્થર ખસેડી ન શક્યો અને દૂધની ધારા સાથે શિવલિંગ પ્રગટ્યું અને જેમાં અર્જુનની ભક્તિનો મહિમા સમાયેલો હતો ભીમના નામે નામ પડ્યું ભીમનાથ મહાદેવ.
બીજી એક પૌરાણિક કથા આ પ્રમાણે છે તે સમયમાં રાક્ષસોની હેરાનગતિ વધી જતા સત્તાના ઉપરીને લોકોએ સતત ફરિયાદ કરી પણ વૈભવમાં મગ્ન ઇન્દ્રે ક્યાં તો ભોગ વિલાસમાં ધ્યાન ન આપ્યું કે રાક્ષસોની તાકાત ખુબ હતી એટલે યુદ્ધથી બચવા ધ્યાન ન આપ્યું એટલે લોકોએ દુર્વાશા ઋષિ ને ફરિયાદ કરી દુર્વાશા ઋષિએ બધાને શાંત કરી તે વિષે તુરંત પગલું ભર્યું અને તે પ્રાંતના ઉપરી એટલે ઇન્દ્ર પાસે ગયા
જ્યાં નૃત્યાંગનાઓ સતત વૈભવશાળી નૃત્યથી રાજા ઇન્દ્રને રીઝવતી હતી અને ઇન્દ્ર ભોગ વિલાસમાં હતો.દુર્વાશા ઋષિ એટલે પ્રચંડ અગ્નિનું રૂપ તેમને જોઈ બધા ડરવા લાગ્યા જયારે,
'ક્યાં છે ઇન્દ્ર' નું ફરમાન થયું ત્યારે કોઈ કારણ સર એક નૃત્યાંગનાના હાથની કોણી દુર્વાશા ઋષિને અડી ગઈ ઋષિ ક્રોધે ભરાયા અને બોલ્યા,
'સામે કોણ છે તેનું પણ ભાન નથી ,જા,હું તને શ્રાપ આપું છું તું પૃથ્વી ઉપર ઘોડી થઇ જા 'અને નૃત્યાંગનાએ કહ્યું,
' પ્રભુ આમાં મારો વાંક નથી હું તો મારી ફરજ બજાવતી હતી નૃત્ય કરવાનું મારુ કામ હતું,થોડું આપે પણ ધ્યાન રાખવું જરૂરી હતું.'દુર્વાશા ઋષિ નૃત્યાંગનાની પ્રાર્થનાથી શાંત થયા પણ બોલ્યા,
'શ્રાપ તો દેવાઈ ગયો તે મિથ્યા ન થઇ શકે પણ નિવારણ માટે જયારે સાડા ત્રણ વ્રજ ભેગા થશે ત્યારે તું ફરીથી અહીં આવી જઈશ.' અને હસ્તિનાપુરમાં નદીના વિસ્તારમાં તે ઘોડી થઈને ઉતરી. તેનું આકર્ષણ એટલું વધ્યું કે ચરવા આવતા રાજાના ઘોડા ચરવાનું છોડીને સામે કિનારે જોયા કરતા રાજાના માણસોએ. રાજાને ફરિયાદ કરી રાજાએ આકર્ષિત ઘોડીના વિષયમાં બારીકાઈથી વિચારવાનું શરુ કર્યું અને તે ઘોડીને પોતાના તબેલામાં લઇ આવ્યો પણ વાત એવી ઘટી કે તે ઘોડી રાત્રે એક સુંદર સ્ત્રી બની ગઈ અને રાજાની નજર પડતા પૂછયું ,
'તું કોણ છે' તો તેણે પોતાની કહાની સવિસ્તાર સંભળાવી રાજાએ તેને અભયવચન આપ્યું અને કહ્યું ,
'તું અહીં સુરક્ષિત છે હું તારું જાન આપીને પણ રક્ષણ કરીશ.'ત્યાર પછી એક દિવસ વનમાં કૃષ્ણના પૌત્ર પ્રદ્યુમ્ન ની નજર ઘોડી પર પડી તપાસ કરતા ખબર પડી કે તે ઘોડી રાજા શાંદુલના કબ્જામાં હતી.તેણે ઘોડી મેળવવાનો નિર્ણય કરી પોતાના દાદાને વાત કહી બીજે દિવસે રાજા શાંદુલ ઉપર દ્વારકાથી ફરમાન આવ્યું કે 'ક્યાં તો ઘોડી આપો અથવા યુદ્ધ કરો.'રાજા ખુબજ વિમાસણમાં પડ્યા તે એક ખંડિયા રાજા હતો તેની કૃષ્ણ સામે કોઈ તાકાત નહતી અને ઘોડીના રૂપમાં અપ્સરાને રક્ષણનું અભય વચન આપ્યું હતું તેણે હસ્તિનાપુરમાં જઈ પોતાની વાત કહી હસ્તિનાપુર નો તે ખંડીયો રાજા હતો એટલે હસ્તિનાપુરની ફરજ હતી કે તેને રક્ષણ આપે પણ કૃષ્ણ પાંડવોનું સર્વસ્વ હતા એટલે તેને રક્ષણ ન મળ્યું રાજાએ નિરાશ થઇ આત્મઘાત કરવાનો નિર્ણય કર્યો અને ચિતા સળગાવી ઉપર ચઢ્યો એટલામાં બાળક પરીક્ષિત નદીમાં સ્નાન કરવા આવ્યો તેની નજર પડી તેણે તેને ચિતા પરથી ઉતારી કારણ પૂછ્યું રાજાએ પોતાની વાત કહી બાળકે તેને કહ્યું,
'હું ક્ષત્રીયનો દીકરો છું તારું રક્ષણ અમારી જવાબદારી છે હવે યુદ્ધ કરવું પડે તો તે પણ થશે' તેમ કહી તે તેની સાથે બેસી ગયો ઘણી વાર થવાથી ધર્મરાજાને ચિતા થઇ કે કુમાર નદી કિનારેથી હજુ કેમ ન આવ્યો એટલે ભીમસેન ને તપાસ કરવા મોકલ્યો જયારે ભીમસેન નદી કિનારે આવ્યો હકીકતની ખબર પડી અને કુમારના આદેશથી તે પણ ત્યાં બેસી ગયો ધર્મ રાજાએ એક પછી એક સહુ ભાઈઓને મોકલ્યા અને છેવટે જાતે આવી વાત જાણી જે સાચું હોય તે કરાય પછી તે ગમે તે હોય, એટલે રાજાને રક્ષણ આપવાનું નક્કી થયું ,શ્રી કૃષ્ણને સંદેશ મોકલાવાયો શ્રીકૃષ્ણએ પણ કોઈ મચક ન આપી હવે યુદ્ધ થાય તો શ્રીકૃષ્ણના સુદર્શન સામે તાકાત ધરાવતું કોઈ શસ્ત્ર ન હોવાથી ધર્મરાજાને ચિંતા થઇ એટલે ભીમસેન આગળ આવ્યો અને કહ્યું કે હું મહાદેવને પ્રસન્ન કરી મહાદેવનું ત્રિશુલ એક રાતમાં લઇ આવું અને બીજો કોઈ ઉપાય ન હોવાથી ધર્મરાજાએ તેને પરવાનગી આપી અને મહાદેવનું લિંગ બનાવી પૂજા કરી મહાદેવનું કઠોર તપ કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા વરદાનમાં તેણે ત્રિશુલ થોડા સમય માંગ્યું મહાદેવજી એ તે આપ્યું અને અદ્રશ્ય થયા.યુદ્ધ થયું એટલે શ્રી કૃષ્ણે સુદર્શન ચલાવ્યું તો સામે ભીમસેને ધર્મરાજની આજ્ઞા લઇ ત્રિશુલ છોડ્યું બે વ્રજ ભેગા થયા એટલે હાહાકાર મચ્યો બંને પક્ષને ભેગા થવું પડ્યું અને નિકાલ માટેનો નિર્ણય લેવાયો હવે બે વ્રજને નીચે કેવી રીતે લાવવા શ્રી કૃષ્ણે રથની ધજા ઉપર બિરાજતા હનુમાનજીને વિનંતી કરી હનુમાનજી નીચે આવ્યા પણ કહ્યું ,
'હું બંનેને નીચે તો લાવું પણ મારે બે વ્રજ સાથે ઉભા ક્યાં રહેવું ?'ત્યાં ભીમસેન આગળ આવ્યો અને કહ્યું મારા અડધા અંગ ઉપર અને સમાધાન થયું હનુમાનજી બે વ્રજ સાથે ભીમસેન ઉપર ઉતર્યા પણ જ્યા સાડા
ત્રણ વ્રજ ભેગા થયા ત્યાં ઘોડીમાંથી સુંદર અપ્સરા થઇ ગઈ તેના શ્રાપનું નિવારણ થતા તે સ્વર્ગમાં જતી રહી અને ભીમસેને કરેલી તપશ્ચર્યાથી શિવલિંગનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું.
હર હર મહાદેવ
No comments:
Post a Comment