વાચક મિત્રો,મારી ઈ- મેઈલ મેં 'ૐ પેઇન્ટિંગ 'ના નામે રાખ્યા બાદ કેટલાક વખત પછી મારા જમણા હાથના અંગુઠા અને પહેલી આંગળી વચ્ચેના હથેળીના ભાગે ૐ આકારનું ચિન્હ ઉપસ્થિત થયું જે આજે પણ છે હવે ૭૨ વર્ષ પુરા થયે મને એમ લાગ્યું કે આ વસ્તુ પબ્લિશ કરવી જરૂરી છે એટલે જાહેર કરી છે બીજો કોઈ હેતુ નથી,ભગવાનને માનવું અને માનવતાના ધર્મે ચાલવું આ કળિયુગમાં ખુબ જરૂરી છે.
હિન્દુત્વ માં ૐ એક ખુબ જ અગત્યનું પવિત્ર નિશાન છે,તે આત્મા અને બ્રહ્મ નું કોઈ અગત્યનું સંધાણ છે જેને શ્રીમદ ભગવતગીતામાં ઓમકારને એકાક્ષર બ્રહ્મ કહ્યો છે.હિન્દુત્વ,બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં બધે જ શ્રદ્ધાનો ભાવ છે ૐકાર એ પ્રણવ મંત્ર છે.ધર્મ શાસ્ત્રો,પુરાણોમાં ઓમકારનો મહિમા સર્વત્ર જોવા મળે છે.યોગી સંપ્રદાયમાં ૐકારસાધના નો ક્રમ પ્રચલિત છે.ૐ ત્રણ શબ્દો અ,ઉ,મ મળીને બને છે જે ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ તથા ત્રિલોક ભૂર્ભુવઃસ્વ: ભૂલોક,ભૂવઃલોક તથા સ્વર્ગ લોકનું પ્રતીક છે.
પદ્માશનમાં બેસી તેનો જપ કરવાથી મનને શાંતિ તથા એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે.કેટલીય બીમારીથી રક્ષણ થાય છે તથા શરીરના સાત ચક્ર (કુંડલિની ) ને જાગૃત કરે છે.તેના ઉચ્ચાર સાથે શરીરનો ત્યાગ થાય તો તે પરમ ગતિને મેળવે છે.તે બ્રહ્માંડનો નાદ છે.
ૐ નું જીવનમાં ખુબ જ મહત્વ છે.ગીતામાં પણ ૐકારના જપનું વિધાન છે.તેના હજારો અર્થ છે.તેમાં એક આ છે -પરમાત્માનું આહ્વાન કરવું.આ વેદોનો બીજભૂત મહામંત્ર છે,સાક્ષાત બ્રહ્મ છે.વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ‘ ૐ ૐ ‘ એવો ઉચ્ચારણ કરવા માત્રથી પ્રાણોની ઉધર્વગતિ સ્વયંમેવ થવા લાગે છે તેમાં પ્રાણોની ઉધર્વગતિ કરવાની અદભુત ક્ષમતા છે તેને સાક્ષાત બ્રહ્મ માનવામાં આવે છે.એટલે આપે જોયું હશે કે કેટલાય ચિત્રકારોએ ૐ ની અંદર જ ભગવાનનું ચિત્ર બનાવ્યું છે.
ૐ છે જીવન અમારું,ૐ પ્રાણાધાર છે.
ૐ છે કર્તા,વિધાતા,ૐ પાલનહાર છે.
ૐ છે દુઃખોનો વિનાશક,ૐ સર્વદાનંદ છે.
ૐ છે બળ તેજધારી,ૐ કરુણા કંદ છે.
ૐ બધાનો પૂજ્ય છે,અમે ૐનું પૂજન કરીએ.
ૐ નાજ ધ્યાનથી અમે શુદ્ધ આપણું મન કરીએ.
ૐનો ગુરુમંત્ર જપવાથી રહેશે આપણું શુદ્ધ મન.
બુદ્ધિ રોજ વધશે અને ધર્મમાં વધશે ખુબ લગન.
ૐના જપથી અમારું જ્ઞાન ખુબ વધતું જશે.
અંતમાં આ ૐ અમને મુક્તિ સુધી પહોંચાડશે.
ૐકાર મંત્ર
ૐકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીન: l
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમઃ ll
આભાર-જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment