Thursday, April 30, 2026

સાંસોકા ક્યાં ભરોસા

 સાંસોકા ક્યાં ભરોસા 

સાંશોકા ક્યાં ભરોસા રુક  જાયે રે સાધુ 

નામ બીના એ જીવન તેરા છૂટ જાયે સાધુ 

દો દિનકા હૈ મેલા જગમેં,ક્યુ ઇતના ઈતરાતા 

કાલ ખડા હૈ દ્વાર પાર તેરે ક્યુ ગાફિલ બન જાતા

સાંશોકા…….


માટીકા તન માટી હોગા, ધન દૌલત રહ જાની

એક ચલેગા નામ પ્રભુકા બાકી બાત પુરાની

ભાઈબંધ કુટુંબ કબીલા કોઈ કામ ન આયે 

અંત સમય જબ પ્રાન નિકલે સબ ખડે રહ જાને

સાંશોકા ……..


જૂઠી કાયા, જૂઠી માયા, જુઠા જગકા નાતા

રામ નામકી ઓઢ ચદરિયા વોહી સાથમેં જાતા 

આજ સમય હૈ ભજન કરલે કલ ફિર ના હોવે 

કબ આયે તેરા બુલાવા કોઈ ભેદ ન ખોલે 

સાંશોકા………


કબીર કહે રે સુન રે  મનવા છોડ અભિમાના 

હરિ ચરનોમે મન લગા લે યે સચ્ચા ઠિકાના 

સાંશોકા ……,,


જય શ્રી ક્રિષ્ના

Friday, April 17, 2026

સદ્ગુરુ પાર ઉતારે

 


સદ્ગુરુ પાર ઉતારે 



સદ્ગુરુ પાર ઉતારે એ તો ભવના સંકટ કાપે રે (૨) 

આ સંસારમાં રે મારા સદ્ગુરુ પાર ઉતારે.


પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે 

કુબુદ્ધિ તૃષ્ણા દૂર કરીને અપના રંગ ચઢાવે રે 

આ સંસારમાં …..


મનુષ્ય દેહ દેવતાને દુર્લભ વારં વાર ન આવે 

ભવસાગરની ભુલવડીમાં શીદને ફાંફા મારે રે 

આ સંસારમાં રે ….


સદ્ગુરુ છે દીન દયાળા,ચરણે આવ્યે ઉગારે 

જન્મોજન્મના પાપી જીવને પળમાં પાર ઉતારે 

આ સંસારમાં…….


મૂરખને શું જાજુ કહેવું, લાજ શરમ નહિ આવે 

જમડા આવીને મારે ત્યારે હરિ હરિ સાદ પુકારે 

આ સંસારમાં ……


ગુરુ શરણમાં જઈ પડીને.ગુરુ ગુરુ નામ પુકારે 

દાસ મંગલ કહે બૂડતી બેડીને પળમાં પાર ઉતારે 

આ સંસારમાં…,…


જય શ્રી કૃષ્ણ