Friday, June 19, 2026

કાનુડો શું જાણે મારી પીડ ……

 કાનુડો શું જાણે મારી પીડ  ……

કાનુડો શું જાણે મારી પીડ ? બાઈ અમે બાળકુંવારા રે 

કાનુડો શું જાણે ……..


જળ રે જમુનાના અમે ભરવા તે ગ્યાતા વાલા,

કાનુડે  ઉડાડ્યાં આછા નીર,ઉડયા ફરરર રે 

કાનુડો શું જાણે……..


વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યો ને, 

સોળસો ગોપીના તાંણ્યાં ચીર, ફાટયા ચરરર રે, 

કાનુડો શું જાણે ……


જમુનાને કાંઠે વાલોં ગોધણ ચારે રે,

વાસણી વગાડી, ભાગ્યા ઢોર,ભાગ્યા હરરર રે,

કાનુડો શું જાણે …….


હું વૈરાગી કાના તમારા રે નામની રે,

કાનુડે માર્યા છે અમને તિર,વાગ્યા અરરર રે,

કાનુડો શું જાણે …….


બાઈ મીરાંકે પ્રભુ ગિરધર નાગર,

કાનુડે બાળીને કીધા ખાખ,રાખ ઉડી ખરરર રે, 

કાનુડો શું જાણે …….


જય શ્રી કૃષ્ણ 

Friday, June 5, 2026

મીરાંબાઈ ભજન

 મીરાંબાઈ ભજન 

પાયોજી મૈને રામ રતન ધન પાયો (૨)


વસ્તુ અમુલીક દે મેરે સદ્ગુરુ (૨)

કૃપા કર અપનાયો, પાયોજી …..,


જન્મ જન્મકી પુંજી પાયી (૨) 

જગમેં સભી ખવાયો,પાયોજી ……,


ખરચ ન ખૂટે ચોર ન લૂંટે (૨) 

દિન દિન બઢત સવાયો,પાયોજી……


સતકી નાવ કેવટિયા સદ્ગુરુ (૨) 

ભવસાગર તર આયો, પાયોજી…….


મીરાંકે પ્રભુ ગિરિધર નાગર (૨) 

હરખ હરખ અપનાયો, પાયોજી…….


જય શ્રી કૃષ્ણ.