Friday, June 19, 2026

કાનુડો શું જાણે મારી પીડ ……

 કાનુડો શું જાણે મારી પીડ  ……

કાનુડો શું જાણે મારી પીડ ? બાઈ અમે બાળકુંવારા રે 

કાનુડો શું જાણે ……..


જળ રે જમુનાના અમે ભરવા તે ગ્યાતા વાલા,

કાનુડે  ઉડાડ્યાં આછા નીર,ઉડયા ફરરર રે 

કાનુડો શું જાણે……..


વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યો ને, 

સોળસો ગોપીના તાંણ્યાં ચીર, ફાટયા ચરરર રે, 

કાનુડો શું જાણે ……


જમુનાને કાંઠે વાલોં ગોધણ ચારે રે,

વાસણી વગાડી, ભાગ્યા ઢોર,ભાગ્યા હરરર રે,

કાનુડો શું જાણે …….


હું વૈરાગી કાના તમારા રે નામની રે,

કાનુડે માર્યા છે અમને તિર,વાગ્યા અરરર રે,

કાનુડો શું જાણે …….


બાઈ મીરાંકે પ્રભુ ગિરધર નાગર,

કાનુડે બાળીને કીધા ખાખ,રાખ ઉડી ખરરર રે, 

કાનુડો શું જાણે …….


જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment