જીવનનું સત્ય પહેલેથીજ નક્કી છે,
આ દુનિયામાં જે કઈ થવાનું છે તેનો સમય પહેલેથીજ નિશ્ચિત છે.ધન,સબંધો, મિત્રો, અથવા ત્યાં સુધી કે આપણા શ્વાસ બધાનું એક દિવસ છૂટી જવાનું નક્કી છે ભલે અમે ગમે તેટલું પકડી રાખીયે જે જવાનું છે તે જઈને જ રહેશે. હેરાનીની વાત તો એ છે કે પ્રકૃતિ એ બધું પોતે નથી કરતી પણ કોઈને કોઈ માણસ અથવા ઘટનાને મહોરું બનાવી અમારી પાસે કરાવી લે છે.આપણે બધા તો એક નાટકના ભજવનાર છીએ, જેની પટકથા તો બહુ સમય પહેલા લખાઈ ચુકી છે. એટલા માટે કોઈના જતા રહેવાથી કે કઈ ખોવાઈ જવાથી દુઃખી ન થાઓ.જે જાય છે તેને ખુશી ખુશી વિદાય આપો કેમકે તેમના જવાથી જ આપણા જીવનમાં નવા લોકો અને નવા અવસર બનવાના રસ્તાઓ ઉઘડે છે. છેલ્લે સુધી કોઈ સાથે નથી રહેવાનું. શાળામાં મિત્રો બન્યા છૂટી ગયા, કોલેજમાં મિત્રો બન્યા છૂટી ગયા. જેમ જેમ જગ્યા બદલશો નવા લોકો મળશે જુના યાદ પણ નહિ રહેશે માટે બદલાવને અપનાવવો જ સાચું જીવન છે ખરું કે ખોટું ?
જય શ્રી કૃષ્ણ .
