ફૂલ કહે ભમરાને(ભજન)
ફૂલ કહે ભમરાને ભમરા વાત વહે વનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં (૨)
કાલિન્દીના જળ પર ઝૂકી પૂછે કદંબડાળી(૨) યાદ તને બેસી અહીં વાતા‘તા વનમાળી
લહર વમળને કહે,વમળ એ વાત સ્પરે સ્પન્દમાં, માધવ ક્યાંય ..........
કોઈ ન માંગે દાણ,કોઈની આણ ન વાતે ફરતી (૨) હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી
નંદ કહે જશુમતીને,માતા વ્હાલ ઝરે લોચનમાં,માધવ ક્યાંય..........
શિર પર ગોરસ મટુકી,મારી વાત ન કેમે ખૂટી (૨) અબ લગ કંકર એક ન લાગ્યો,ગયા ભાગ્ય મુજ ફૂટી
કાળજ કહે આંખોને,આંખો વાત વહે અંશુવનમાં, માધવ ક્યાંય .........
ફૂલ કહે ભમરાને ભમરા વાત વહે છે વનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં,માધવ ક્યાંય..........
જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment