ભગવતી વિન્ધ્યવાસિની
શ્રીમદ્ભાગવતના દશમાં સ્કંધમાં
કથા આવે છે સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ જયારે સહુથી પહેલા પોતાના માંથી સ્વયંભૂ મનુ અને શતરૃપાને ઉત્તપન્ન કર્યા.ત્યારે વિવાહ પછી સ્વયંભૂ મનુને પોતાના હાથથી દેવીની મૂર્તિ બનાવી સો વર્ષ સુધી કઠોર તપષ્યા કરી તેનાથી દેવીએ પ્રસન્ન થઇ તેને નિષ્કંતક રાજ્ય,વંશવૃદ્ધિ તેમ જ પરમપદ મળે તેવા આશીર્વાદ આપ્યા.વરદાન આપ્યા પછી મહાદેવી વિધ્યાચલ પર્વત પર જતા રહ્યા.એનાથી સાબિત થાય છે કે સૃષ્ટિના પ્રારંભથી જ વિન્ધ્યવાસિનીની પુંજા થતી રહી છે.સૃષ્ટિનો વિસ્તાર દેવીના આશીર્વાદથી થયો છે.
ત્રેતા યુગમાં શ્રી રામચંદ્ર સીતાજી સાથે વિંધ્યાચલ આવ્યા હતા.મર્યાદા પુરુસોત્તમ શ્રી રામ દ્વારા સ્થાપિત રામેશ્વર મહાદેવ થી આ શક્તિપીઠનું મહત્વ ખુબ વધી ગયું.દ્વાપર યુગમાં મથુરાના રાજા કંસે પોતાની બહેન દેવકી અને વાસુદેવને જેલમાં બંધ કર્યા અને તેમની સંતાનોનો રાજા વધ કરવા લાગ્યો.ત્યારે વાસુદેવના કુલપુરોહિત ગર્ગ ઋષિએ કંસના વધ તેમ જ શ્રી કૃષ્ણાવતાર માટે વિંધ્યાચલમાં લક્ષ્યચંડી અનુષ્ઠાન કરી દેવીને પ્રસન્ન કર્યા તેનાથી પ્રભાવિત તેમણે નંદરાયજીને ત્યાં અવતાર લીધો.
માર્કેડપુરાણ દેવી ભાગવત માહાત્મ્યના અગિયારમા અધ્યાયમાં દેવતાઓના અનુરોધ પર ભગવતી તેમને આશ્વશ્ત કરતા કહે છે દેવતાઓ વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમાં યુગમાં શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે મહા રાક્ષસો ઉત્તપન્ન થશે.ત્યારે હું નંદગોપના ઘરમાં તેની પત્ની યશોદાના ગર્ભમાં અવતરિત થઇ વિંધ્યાચલમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ.
લક્ષ્મીતંત્ર નામના ગ્રંથમાં પણ દેવીનું ઉપરનું વચન શબ્દે શબ્દ મળતું આવે છે.વ્રજમાં નંદગોપને ત્યાં ઉત્તપન્ન મહાલક્ષ્મીનો અંશભૂત કન્યાને નંદા નામ અપાયું મૂર્તિ રહસ્યમાં ઋષિ કહે છે નંદને ત્યાં નંદા નામની ઉત્તપન્ન થયેલી દેવીની જો ભક્તિપૂર્વક સ્તુતિ અને પુંજા કરવામાં આવે તો તે ત્રણે લોકોને ઉપાસકને આધીન કરે છે.
શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખ્યાનમા એ વર્ણન કર્યું છે કે દેવકીનું આઠમું સંતાન શ્રી કૃષ્ણને વાસુદેવજીએ કંસના ભયથી રાતોરાત યમુનાજીના પાર ગોકુળમાં નંદજીના ઘેર પહોંચાડી ત્યાંથી યશોધરાના ગર્ભથી જન્મેલી પુત્રી has ભગવાનની શક્તિ યોગમાયાને ચુપચાપ મથુરા લઇ આવ્યા.
આઠમા જન્મના સમાચારે કંસજેલમાં આવ્યો તેણે તે કન્યાને જેવી પથ્થર પર પટકી મારવા ગયો તો તે તેના હાથમાંથી છૂટીને આકાશમાં જતી રહી અને તેણે તેનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું કંસને વધની ભવિષ્યવાણી કરીને તે વિંધ્યાચલ જતી રહી.
પ્રધાન મંત્રીના આદેશનું પાલન કરી આ દુનિયાની મહામારી કોરોના સામે જીત મેળવીએ એવી અભિલાષા સાથે આપ તેમજ આપના કુટુંબીજનો ઉપર ચૈત્રી નવરાત્રના પ્રથમ દિવસે માતાજીની કૃપા થાય તેવી શુભ કામના.
ચૈત્ર નવરાત્રના પ્રથમ દિવસે સહુ ભક્તોને માતા કૃપા કરે
બોલો માં વિન્ધ્યવાસિની જય
No comments:
Post a Comment