Wednesday, August 2, 2017

પવિત્ર શ્રાવણ માસ

પવિત્ર શ્રાવણ માસ 


શ્રાવણમાસમાં વરસાદ ખુબ પડે છે અને તે દેવોના દેવ મહાદેવના ગરમ શરીરને ઠંડક પહોંચાડે છે એટલે તેને પવિત્ર માસ મનાય છે આ માસમાં વ્રત પૂજા પાઠ ખુબજ ઉત્તમ માનવામાં આવે છે.તેનાથી શિવજી  જલ્દી પ્રસન્ન થાય છે. સનતકુમારોને શિવજીએ પોતે શ્રાવણ માસની મહિમા જણાવતા કહ્યું હતું કે તેમના ત્રણે નેત્રોમાં સૂર્ય જમણે,ચંદ્ર ડાબે અને અગ્નિ વચ્ચેનું નેત્ર છે.
"ૐ નમઃ:શિવાય " શિવજી માટે તેમજ "ૐ શિવાયૈ નમઃ:"પાર્વતીજી માટેના ષોડશોપચાર પૂજન ના મંત્રો છે.

 સોળ સોમવારની કથા:

એક વખત પૂર્વકાળમાં શ્રાવણ મહિનામાં કેટલાય ઋષિઓ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે સ્નાન કરીને મહાકાલ શિવજીની અર્ચના કરવા ભેગા થયા હતા.ત્યાં પોતાના રૂપથી એક અભિમાની વેશ્યા પોતાના ખરાબ વિચારો સાથે ઋષિઓને ધર્મથી  બદનામ કરવા નીકળી પડી. પણ ત્યાં પહોંચતા ઋષિઓના તપના પ્રભાવે તેના શરીરની સુગંધ નાશ પામી.તે નવાઈ પામીને જોવા લાગી.તેની સુંદરતા પણ નાશ પામી.
તેની બુદ્ધિ બદલાઈ ગઈ,તેનું મન વિષય વાસનામાંથી મુક્ત થઇ ભક્તિ માર્ગ તરફ વર્યું,તેણે ઋષિઓ પાસે પોતાના પાપોની મુક્તિ માટે ઉપાયની આજીજી કરી.તો ઋષિઓએ કહ્યું,"તે તારા સોળ શૃંગારથી કેટલાય લોકોનું જીવન બદનામ કર્યું છે,તેમને ધર્મભ્રષ્ટ કર્યાછે,તે પાપના નિવારણ માટે તારે સોળ સોમવારનું વ્રત કરવું પડશે,કાશીમાં રહીને શિવજીનું પૂજન કરવું પડશે.
આ ઋષિઓનો ઉપાય માથે ચઢાવી તેણે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી તે શિવલોકમાં ગઈ.ભગવાન શિવજીની કૃપાથી તે પોતાના પાપોથી મુક્ત થઇ.ત્યારથી પોતાના આચરણની શુદ્ધિ માટે ૧૬ સોમવારનું પવિત્ર  વ્રત કરવામાં આવે છે.
સોળ સોમવારના વ્રતથી કન્યાઓને સુંદર શુશીલ પતિ પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસ એ બાર મહિનાઓમાં મુખ્ય માસ છે તેમાં શિવજીની પૂજા કરવાથી બધાજ દેવોની પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે.
આ કથા કર્યા પછી શિવજીની આરતી અને પ્રસાદ વહેંચવો.તે પછી ભોજન કે ફળાહાર કરવો.

પવિત્ર શ્રાવણ માસના સોળ સોમવારની પુરાણી કથા.

આ કથા માં અમરપુરમાં એક ધનિક વેપારી રહેતો હતો.દૂર દૂર સધી તેનો વેપાર ફેલાયેલો હતો ત્યાંના બધા નાગરિકો તેનું માન સન્માન કરતા હતા.આટલું હોવા છતાં તે ખુબ દુઃખી હતો કેમકે તેનો કોઈ પુત્ર ન હતો.દિવસ રાત તેને એકજ ચિંતા મુંઝવ્યા કરતી હતી તેના મૃત્યુ પછી તેનો વેપાર કોણ સંભાળશે.તે સંતાન  પ્રાપ્તિ માટે દરેક સોમવારે ભગવાન શિવજીનું વ્રત પૂજન કરતો હતો.સાયંકાળે તે મંદિરમાં દીવો સળગાવતો હતો.તે વેપારીની ભક્તિ જોઈ એક દિવસ પાર્વતીજીએ ભગવાન શિવજીને કહ્યું,હે પ્રાણનાથ ,આ વેપારી આપનો સાચો ભક્ત છે કેટલાય સોમવારથી તે આપની સાચા દિલથી ભક્તિ કરી રહ્યો છે.હે ભગવાન આપ તેની મનોકામના જરૂર પુરી કરો.ભગવાન શિવજીએ કહ્યું હે પાર્વતી!  આસંસારમાં બધાને તેના કર્મો અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે.પ્રાણી જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેણે મળે છે. આમ છતાં પાર્વતી ન માન્યા અને કહ્યું નહિ પ્રાણનાથ તમારે આ વેપારીની ઈચ્છા  પુરી કરવી જ પડશે.આ તમારો એક ખાસ ભક્ત છે તે દરેક સોમવારે તમારું વિધિથી વ્રત કરે છે.અને પૂજા અર્ચના કર્યા પછી તે તમારો ભોગ મૂકીને એક વારનું ભોજન કરે છે.તેને તમારે પુત્રદાનનું વરદાન આપવું જ પડશે.પાર્વતીજીનો આટલો આગ્રહ જોઈ ભગવાન શિવજીએ કહ્યું તારા આગ્રહ ઉપર હું આ વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પણ તેનો પુત્ર સોળ વર્ષથી વધારે જીવશે નહિ.
તે રાતે શિવજીએ તેને સ્વપ્નમાં દર્શન આપી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.અને તેનો પુત્ર ફક્ત સોળ વર્ષ સુધીજ જીવશે તે વાત પણ કહી.પુત્ર પ્રાપ્તિની વાતથી વેપારીને ખુશી તો થઇ પણ તેની ઓછી ઉંમરની ચિંતાથી તેની ખુશીનો નાશ થયો.તે પોતાનું વ્રત વિધિ પ્રમાણે કરતો રહ્યો કેટલાક મહિના પછી તેને ત્યાં પુત્રનો જન્મ થયો.તેના ઘરમાં ખુશીની લહેરો દોડી ગઈ,બહુજ ધૂમ ધામથી તેણે પ્રસંગને મનાવ્યો.
પણ વેપારીને બહુ ખુશી ન થઇ કેમકે તેને તેની ઓછી ઉંમરના રહસ્યની ખબર હતી. ઘરમાં કોઈને ખબર ન હતી વિદ્વાન બ્રાહ્મણોએ તેના પુત્રનું  નામ અમર રાખ્યું. અમર બાર વર્ષનો થયો તો તેને ભણવા વારાણસી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.વેપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યા અને કહ્યું અમરને ભણવા માટે વારાણસી મૂકી આવો.અમર તેના મામા સાથે ભણવા ચાલી નીકળ્યો,રસ્તામાં  જ્યાં પણ અમર અને દીપચંદ રાત પડ્યે આરામ માટે  રોકાતા ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા.ઘણી લાંબી સફર પછી તેઓ એક નગરમાં પહોંચ્યા ત્યાં તે નગરના રાજાની કન્યાની સગાઈની ખુશીમાં આખા નગરને શણગારવામાં આવ્યું હતું.સમય થતા બારાત આવી ગઈ પણ વરનો પિતા પુત્રની એક આંખ જ હોવાથી ખુબ ચિંતિત હતો.તેને એ વાતનો ભય લાગતો હતો કે રાજાને તે વાતની ખબર પડી તો તે સગાઈને તોડી ન નાખે.તેનાથી તે બદનામ પણ થશે. વરના પિતાએ જયારે અમરને જોયો તો તેના મનમાં એક વિચાર આવ્યો કે હું આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે વિવાહ કરાવી દઉં તો,અને વિવાહ પછી તેને ધન આપીને વિદાય કરી દઈશ.અને રાજકુમારીને પોતાના નગરમાં લઇ આવીશ.એટલે તેણે તે માટે અમર અને દીપચંદ સાથે વાતચીત કરી.અમર અને દીપચંદે ધન મળવાની લાલચમાં તે વાતને સ્વીકારી લીધી.અમરને વરનો પોશાક પહેરાવી રાજકુમારી ચંદ્રિકા સાથે વિવાહ સંપૂર્ણ કર્યો.રાજાએ ખુબ ધન આપી  રાજકુમારીને વિદાય આપી.
અમરચંદ પાછો જતો હતો તો તેનાથી સત્ય છુપાવી ન શકાયું તેણે રાજકુમારીની ઓઢણી ઉપર લખી દીધું તારો વિવાહ તો મારી સાથે થયો હતો.હું વારાણસીમાં ભણવા જાઉં છું હવે તારે જે નવયુવાનની પત્ની બનીને જવું પડશે તે તો કાણો છે.જ્યારે રાજકુમારીએ તેની ઓઢણી પર લખેલું વાંચ્યું તો કાણાં યુવાન સાથે જવાની ના પડી.રાજાએ બધી વાતો જાણ્યા પછી રાજકુમારીને મહેલમાં રાખી દીધી.આ બાજુ અમર તેના મામા દીપચંદ સાથે વારાણસી પહોંચી ગયો ત્યાં તેણે તેનું ભણવાનું શરુ કરી દીધું.જયારે તેની સોળ વર્ષની ઉમર પુરી થઇ તો તેણે એક યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ ઉપર તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ખુબ અન્ન વસ્ત્ર દાન કર્યું.અને રાત્રે જયારે તે તેના શયનગૃહમાં સુઈ ગયો તો શિવના વરદાન અનુસાર ઊંઘમાં જ તેનું મૃત્યુ થયું.સૂર્યોદય થયો મામા અમરના મૃત્યુથી  ખુબ રોવા લાગ્યા.આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા અને દુઃખ પ્રગટ કરવા લાગ્યા.મામાનો રડવાનો અવાજ ત્યાંથી આકાશમાર્ગે પસાર થતા ભગવાન શિવજી અને પાર્વતીને પણ સંભળાયો.પાર્વતીજીએ કહ્યું પ્રાણનાથ મને આ વ્યક્તિનો રડવાના અવાજનું દુઃખ સહન નથી થતું તમે તેનું દુઃખ જરૂર દૂર કરો.અને તે સાંભળી શિવજી અને પાર્વતી અદ્રશ્ય રૂપમાં અમરની નજીક ગયા ત્યાં શિવજીએ પાર્વતીને કહ્યું આતો પેલા વેપારીનો પુત્ર છે જેને મેં સોળ વર્ષનું આયુષ્યનું વરદાન આપ્યું હતું તેનું આયુષ્ય તો પૂરું થઇ ગયું.તો પાર્વતીજી એ ભગવાનને નિવેદન કર્યું કે તમો તેને  પ્રાણ આપીને જીવિત કરો નહીતો તેના માતપિતા પુત્રના  મરણથી રડી રડીને મરી જશે.છોકરાનો પિતા તો તમારો પરમ ભક્ત છે વર્ષોથી તમારું સોમવારનું વ્રત કરતા કરતા તમને ભોગ ચઢાવે છે.પાર્વતીજીના કહેવાથી ભગવાન શિવજીએ તેને જીવન દાન આપ્યું અને થોડીક ક્ષણોમાંજ તે યુવક જીવતો થઇ ગયો. ભણવાનું પૂરું કરીને અમર તેના મામા સાથે તેના શહેર બાજુ જવા રવાના થયો.ત્યાં ચાલતા ચાલતા તે એ શહેરમાં પહોંચ્યો જ્યાં તેનો વિવાહ થયો હતો.તે શહેરમાં તેણે યજ્ઞનું આયોજન કર્યું. તે પાસેથી પસાર થતા શહેરના રાજાએ જોયું.રાજા અમરને ઓરખી ગયો.યજ્ઞ સમાપ્ત થયા પછી રાજા અમર અને તેના મામાને મહેલમાં લઇ ગયો.અને કેટલાય સમય સુધી તેને રાખી ખૂબ જ ધન ધાન્ય આપી રાજકુમારી સાથે તેને વિદાઈ કર્યો.તેની સુરક્ષા માટે રાજાએ ઘણા સૈનિકોને તેની સાથે મોકલ્યા.દીપચંદે તેના શહેરમાં પહોંચીને એક દૂતને મોકલી તેમના આગમનની જાણ કરી.પોતાનો પુત્ર અમર જીવિત પાછો આવેલો જોઈ વેપારી ખૂબ જ ખુશ થયો.વેપારીએ તેને તેની પત્ની સાથે એક ઓરડામાં પુરી રાખ્યો હતો.ભૂખ્યા તરસ્યા તે તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હતા.તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જો પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળે તો તેઓ પોતાનો પ્રાણ છોડી દેશે. વેપારી તેના મિત્રો અને પત્ની સાથે પોતાના શહેરના દરવાજે પહોંચ્યો ત્યાં પુત્રના વિવાહના સમાચાર સાંભળી ખુબ ખુશ થયો.રાજકુમારી ચંદ્રિકાને જોઈ તેની ખુશીનો પાર ન રહ્યો.તે રાતે ભગવાન શિવજીએ તેના સ્વપ્નમાં આવીને કહ્યું હે શ્રેષ્ઠી મેં તારા સોમવારનું વ્રત કરવા તથા વ્રત કથા સાંભળીને પ્રસન્ન થઇ તારા પુત્રને લાંબુ આયુષ્ય વરદાન કર્યું છે. વેપારી ખુબ ખુશ થયો. સોમવારનું વ્રત કરવાથી તેની ખુશી ફરીથી આવી ગઈ.

શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રી પુરુષ વીધી પ્રમાણે સોળ સોમવારનું વ્રત કરે છે તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

વાચક મિત્રો આ સાથે આપ સહુને પવિત્ર શ્રાવણ માસની ખુબ ખુબ શુભ કામનાઓ,ભગવાન શિવજીના સહુ ઉપર સદા આશીર્વાદ રહે .

ૐ નમઃ: પાર્વતી પતે હર હર મહાદેવ.
(એક અનુવાદ.)

Monday, July 24, 2017

તે કોણ હતી....!!

તે કોણ હતી....!!


શંકર શાકભાજીની લાળી ઉપર  શાક લેવા આવ્યો હતો,માએ જે શાક કહ્યું હતું તે લઇ તે ચાલવા મંડ્યો અને અબુ લાળીવાળો બોલ્યો ત્યારે ખબર પડી તેણે પૈસા નહોતા આપ્યા,પૈસા આપતા તેણે કહ્યું
"માફ કીજિયેંગા અબુ ભાઈ,ગલતી હો ગઈ,મૈં કહી ખો ગયા થા."અને અબુ હસ્યો,
" મુજે પતા હૈ તુમ્હારા કસૂર નહિ,લડકીકે ચક્કરમેં સારી દુનિયાકા યે  હાલ હૈ."અને શંકર બોલ્યો
"મેરેકો ઐસા કોઈ ચક્કર બક્કર નહિ હૈ" અને અબુ ભોંઠો પડી ગયો બોલ્યો
"માફ કરના ભૈયા મગર જિસ તરફ આપકી નજર થી વહી જો લડકી થી વો આપકો ઇસ તરહસે દેખ રહી થી ,મૈને સમજા આપકા કોઈ રિસ્તેદાર હોગા," અબુની નજરમાં શંકરને સત્ય  સમજતા વાર ના લાગી અબુ કોઈ મશ્કરી  મઝાક ન હોતો કરતો,શંકર ઘણા સમયથી તેને જાણતો હતો અબુ એવો બિલકુલ ન હતો કે એવા કોઈ સંજોગ ઉભા  કરે માટે તે ગંભીર હતો પણ પોતાનું કોઈ એવું સગું ન હતું,તેની માં અને તે બેજ ત્યાં રહેતા હતા.

શંકરનો એકલો એક ભાઈબંધ હતો શામજી,શામજી ભગત,લોકોએ શામજીનો ધંધો સમજીને આપેલું શુભ નામ શામજી ભગત ,શામજીનું કામ હોય તો મહાદેવના મંદિરમાં બાવાજીની ભઠ્ઠી કે જેમાં બાવાજીનો ચીપિયો ખોસેલો હોય ત્યાં પગે લાગતી મુદ્રામાં બેઠો હોય,તે લોકોમાં એટલે પ્રિય કે લોકો તેને શામજી ભગત કહીને હસતા હસતા મશ્કરી કરે તોય શામજી ગરમ ન થાય,પૈસે ટકે ગરીબ પણ તેને જોઈને હસતા લોકોનું આયુષ્ય વધારવાનો તેને સંતોષ.અને તેની એક બહેન રંજન,શંકરને શામજીની ભાઈબંધી એટલે રંજન પણ શામજીના સબંધે શંકરની બેન,બસ તે બે ભાઈ બેનની શંકરને ત્યાં અવર જવર બાકી શહેરના બીજા લોકોમાં બહુ સબંધ નહિ, તો કોણ તેને એકી નજરે જુએ,અબુને ત્યાં તે કાયમ શાક લેવા જતો પણ તેને તેનામાં વિશ્વાસ હતો તે કોઈ એવી વાત ન કરે કે જે તેને હાનિ પહોંચાડે,તો તેને કોઈ જોતું હતું તે વાત હકીકત હતી ,શા માટે..? કદાચ કોઈ અજાણ્યું  નવા સંબંધ માટે જોતું હોય,ત્રીસની  ઉંમરમાં ખોવાતા તેની જુવાનીના મેચમાં કોઈનું  ધ્યાન હોય તે શક્ય છે,સ્ટ્રેન્જ,

અબુની વાત મન ઉપર સવાર થઇ ગઈ,તેણે કોઈને જોયું ન હતું પણ કોઈએ તેને જોયો હતો,અને તે અબુની વાત હતી, તેને અબુમાં વિશ્વાસ હતો, પણ સવાર થયેલી વ્યક્તિ વિષે ત્યાંજ પડદો પાડી એ ત્યાંથી હાથ હલાવતો અબુ તરફ સ્ટ્રેન્જ નો ઈશારો કરતો,ચાલવા મંડ્યો પણ અબુની વાતમાં રહેલી વ્યક્તિ કોઈ સ્ત્રી હતી,અને કોઈ તેના તરફ જુએ તેમાં નારાજગીની તો કોઈ વાત ન હતી,ચડતા જીવનનો એક પડાવ હશે કે જે સંસાર માટે સામાન્ય છે,તેને માં માટે પ્રેમ હતો પણ માને પૂછે તો માં પણ તેજ કહેવાની હતી બેટા,
મારા માટે વહુ લાવી દે જેથી તું એકલો ન પડી જાય,બદલાવ તેતો કુદરતનો ક્રમ છે.અને તેથી શંકરને ગંભીર ન લાગતી આ વાત તેના મનમાં બળજબરીથી પ્રવેશ કરી રહી હતી,

સ્ત્રીની વાત હતી,

સમજ્યા પછી શાક લઈને ત્યાંથી ચુપચાપ નીકળી ગયો હોત તો કોઈ વાંધો નહિ પણ અટક્યો એટલે ફસાયો,તમન્ના જાગી જાણવાની, તેને કોઈક જોતું હતું ,તે કોણ હતી?,હવે આ વાક્યને અંતે આવતા વણાંકવાળા ચિહ્નમાં તે જબરો ફસાયો.ભલે જવાબ મળે કે ન મળે પણ શંકર ઘેલો થઇ ગયો અને તેથી જ તેણે આજુબાજુ જોયું અને અત્યાર સુધી શંકરની નિર્દોષ આંખોએ કોઈક દોષનું ક્રિએશન કર્યું હતું,તે હવે એક નહિ આજુબાજુની અનેક છોકરીઓ તરફ શંકાસ્પદ રીતે જોઈ રહ્યો હતો,અને સાફ વાત છે તેને જોવાવાળી સ્ટ્રેન્જ છોકરી તેના કોઈ એક મતલબથી જોતી હતી પણ બીજી બધી છોકરીઓને તેના માટે કોઈ જ મહત્વ ન હતું અને તેની નજરો દુનિયાને સમજાવવાનો પ્રયત્ન કરે કે હું તો મારા અપરાધીને શોધી રહ્યો છું તો તે મૂર્ખ હતો સમાજ દોષિતને ક્યારેય માફ નથી કરતો,તો ત્યાં તેના મેચની ઘણી છોકરીયો શાક લેવા આવી હતી,તેણે પહેલા કોઈને એવી નજરોથી જોયું ન હતું

પણ હવે અબુની વાતે તેની નજરો ઉપર દબાણ કર્યું હતું,તે જતા જતા કોઈ સ્ટ્રેન્જ વ્યક્તિને જોવા પ્રયત્ન કરતો હતો,તેની નજરોએ નિરીક્ષણ કરતા એક છોકરી કે જેના માથાંમાં ગજરો હતો તેની ઉપર તેની નજર સ્થિર થઇ પરંતુ તે જ તે હોય એવું થોડું મનાય છે,જીવનમાં પહેલી વખત આવેલી આવી વાતે તેને હતો ન હતો કરી નાખ્યો હતો, તે અબુની લાળીથી દૂર થઇ ગયો હતો પણ અબુની વાત તેનો પીછો છોડતી ન હતી,તે આજુબાજુ જોયા કરતો હતો કે જેણે તેને જોયો તે ફરીથી  તેના તરફ જોશે,ઘડીક વાર તે ઉભો પણ રહી ગયો,આજુબાજુ ઘણી લાળીઓ હતી અને આખું શાકભાજીનું માર્કેટ હતું  પણ તેના માટે કોઈને રસ ન હતો સહુ સહુના કામમાં વ્યસ્ત હતા,આખરે તેની માં શાક માટે રાહ જોતી હશે તે વિચારે તેને ઘર તરફ ગતિ શીલ કર્યો પણ મનમાં સવાલ રહી ગયો તે કોણ હતી,કોણ જાણે હવે કેટલું બનશે,આટલી મોટી દુનિયામાં તેના તરફ જેની નજરો હશે તે સ્ટ્રેન્જ ને  શોધવામાં તેનું મન લાગી જશે,કે અત્યાર સુધીનું જીવન માં કોઈ ઝંઝાવાત આવશે, તે સમજદાર હતો ,જીવન છે એટલે તેમાં ચઢાવ ઉતાર તો આવે પણ તેનું નિરાકરણ ન હોય તો વ્યર્થ ,પ્રયત્ન કર્યા સિવાય ભૂલી જવું સમજદારીની નિશાની છે,પણ શંકરનું ઘુમરાતું મન સમજી નહોતું શકતું ,તે કોણ હતી,અને ઉભા થયેલા પ્રશ્નને પ્રયત્ન કર્યા વગર છોડી દેવો તેના બસની વાત ન હતી માટે સંગ્રામ નક્કી હતો

આ સંગ્રામના કિનારે પેલી ગજરા વાળી યુવતી અંગે જાણવા તેના મને ,વિચાર્યું આ એક ઝંઝાવાતી વિચાર હતો,મન માં જાણે આંધી આવી ,તેની આજુબાજુ ફરતી નજર રસ્તો શોધવા લાગી ,જાતે જઈને પૂછે તો સજા પણ થાય ને આબરૂના કાકળા થાય તે જુદું,એટલે એતો શક્ય જ ન હતું,તેણે અબુનો સહારો લેવાનું વિચાર્યું,પણ અટક્યો કેમકે તે તેને સમજતો હતો પણ વેપારી હતો,અને તેણે જ તેને કહ્યું હતું
 "મેરેકો ઐસા કોઈ ચક્કર બક્કર નહિ હૈ"ના ભાઈ, તેના જેવા તો કેટલાય આવે,બધાનું સાંભળવા જાય તો તેનું શું થાય એટલે તે પણ શક્ય ન હતું,અનેક રસ્તા શોધતી તેની આંખોમાં તે વખતે રંજન પડી,શામજી ભગતની બેન,તે પણ શાક લેવા આવી હતી,નજર મળી એટલે  તેણે પણ દૂરથીજ શંકર સામે હસીને હાથ હલાવ્યો, ઘણી વખત રંજનનો તેના તરફનો વ્યવહાર શંકરને વધુ પડતો લાગતો ,તે  ઘણી વખત ભાન વગરની ચેષ્ટા કરતી ત્યારે તે ખૂબ જ સાવચેત રહેતો.  રંજન  તેના તરફ આવવા લાગી શંકરને મોકો મળી ગયો તેના મનમાં ઝડપથી રંજનને પેલી ગજરાવાળી મહિલાની માહિતી મેળવવા કહેવાનું વિચારી લીધું.
રંજન આવી ને તેણે કહ્યું એટલે તે ચકકર ખાઈ ગઈ,.અને હસી ,બોલી,
"શંકર ભાઈ,તમને ગજરાવાળીની શું જરૂર પડી ...?"
" જો રંજન ,તું મશ્કરી ન કર,આ એક ગંભીર વાત છે,તને પછી સમજાવીશ,પ્લીઝ ."
"ઓકે,ઓકે શંકરભાઇ,હું પ્રયત્ન કરું,પણ હું રંજન છું તમારા મિત્રની બહેન ,માં ને આજે મળી હતી એટલે આ ચોખવટ કરું છું,માં એ મને પૂછ્યું હતું ," અને શંકર કઈ કહે તે પહેલા તે નીકળી ગઈ ગજરાવાળી સ્ત્રી હજુ ત્યાંજ હતી, તે તરફ આગળ વધેલી રંજનને જોઈ શંકર ભોંઠો પડી ગયો,એક સવાલ હતો" તે કોણ હતી" અને તેને જાણવા તે અટવાયો ને હવે જવાબ શોધવા રંજનનો સહારો લીધો તો  તે પણ  પણ છેલ્લે બોલી" માએ મને પૂછ્યું " ,હવે માએ તેને શું પૂછ્યું  તે બીજો સવાલ ઉભો થયો અને તે ગુંચવાયો,

મનમાં" તે કોણ" ની જગ્યા ક્યાંક રંજન લઇ રહી હતી,એક વખત તો થયું ,તે ખોટા વિચારે ચઢી ગયો છે ,એવો વિચાર જ કેમ આવે,પણ રંજને જાતેજ માને કઈ કહ્યું હોય તો તે થોડી તેની બેન હતી,મૂઢ બનીને ઉભેલા શંકરના મનમાં પ્રશ્નોનો જવાબ વગરનો ઢગલો થઇ ગયો,તે લગભગ  રંજનમાં ખોવાઈ ગયો ત્યારે કોઈ બેન તેની સાથે અથડાયા તેની પણ ખબર ન પડી ,પેલા બેનની શાકની થેલી પડી ગઈ,અને તેમણે તેને માર્યો ધક્કો,માંડ પોતાની જાતને પડતા બચાવતો શંકર બે હાથ જોડીને બેનની માફી માંગતો સોરી સોરી કરતો વિનંતી કરતો રહ્યો,બેન એક ઘૃણાની  નજરે તેના  તરફ જોતા શાકની થેલી લઇ ત્યાંથી જતા રહ્યા,તમાશાને તેડું ન હોય તેમ ત્યાં ઉભેલા લોકો ભેગા થવા લાગ્યા પણ પેલા બેન જતા રહેતા પાછો મામલો શાંત પડ્યો,શંકરને  થયું આજનો દિવસ ભારે  છે,ભાગી જા  નહિ તો હવે માર પડશે,ને ઘડીક માટે તો ત્યાંથી જતું રહેવાનું મન થયું પણ હવે રંજનની રાહ જોવા લાગ્યો,પ્રશ્નોના  વમળમાં પહેલી વખત સ્ત્રી શબ્દ સાથે અટવાતો શંકર ફીકો પડી ગયો હતો.અને રંજન પણ આવી ગઈ,તેના મોઢા ઉપર છવાયેલા હાસ્ય તે વાતની ચાડી ખાતું હતું કે તેને વિગતમાં કૈક મળ્યું હતું,તે જાણવા ઉત્સુક બન્યો અને રંજન હસી ,હવે શંકરને લાગ્યું તે બધા માટે હાસ્યાસ્પદ છે બધાજ તેને સમજવા તૈયાર નથી તેની દરેક વાતમાં તેની મશ્કરી થાય છે, હવે રંજન પણ જોડાઈ ગઈ ,ઘડીક માટે ઉપજેલી રોમાન્ટિક રંજન તેના માનસ ઉપર હસીને વેદનાના તિર ભોંકી રહી હતી, તેને ત્યાંથી ભાગી જવાનું મન થયું પણ તે રોકાયો ,જયારે કોઈ સ્ત્રી નો પ્રવેશ જીવનમાં થઇ રહ્યો હોય તો ભાગવું એટલું સહેલું નથી હોતું ,રંજને ખુલાસો કરતા  કહ્યું
"સાંભળ,"
"સાંભળું જ છું ચબાવલી,છાની માની બોલને....જાણે એક કામ કર્યું તે બહુ મોટો ઉપકાર કર્યો ....".
અને રંજન મન મૂકીને તેના રઘવાટ ઉપર હસી પડી.,બોલતા પણ તકલીફ પડી હવે શંકરને ભાગવાનું મન થયું,રંજને પણ મન મૂકીને લાભ લીધો
"તે,બધી બાજુ ફાંફા ના મારતા હોય તો "અને રંજનનો આ તડતડતો જવાબની શંકરને ખબર ન પડી પણ તેના  ગુસ્સાને ઓગાળવામાં તે જરૂર કામ આવ્યો તે ઢીલો પડ્યો,અને રંજન વધુ મજબૂત થઇ
"ગજરાવાળીનો જવાબ સાંભળવો ના હોય તો હું આ ચાલી..."
"ના, ના, ચાલી ક્યાં..બોલને મારી બુન"અને શંકર થોડો ઘેલો થયો એટલે રંજને 'બુન 'શબ્દ ઉપર ઉદગાર  છેડ્યો પણ બોલી,
"તે બહેન બહુ શાંત હતા,તેમને તેમના છોકરા ઘેર રાહ જોતા હશે  તેની ચિંતા હતી
એટલે બહુ વાત ના કરી,હવે વધુ કઈ"
"ના, ના,વધુ કઈ નહિ આ તો...ખાલી જાણવું હતું તે કોણ હતી..."
"અને હવે જાણી લીધું શંકર ભાઈ ,તે છોકરાવાળી હતી"
" છોડ હવે એ વાતને ,ઘેર આવજે પછી વાત કરીશું"અને ત્યાંજ ટૂંકાવી  તે ખંધુ હસ્યો અને તેના જવાબમાં રંજન પણ ત્યાંથી ટૂંકાવી શાક લેવા ગઈ,શંકરે તેને છેલ્લે જોઈ ત્યારે તેની નજરોમાં કોઈ ખુશીની  મહોર હતી.અને તેથી તેનો મોભે ચઢેલો પ્રશ્ન" તે કોણ હતી ?",મીણની માફક ઓગળીને ક્યાં ભળી ગયો તેની તેને ખબર ન પડી
તે વખતે સાંજ પડી ગઈ હતી પશ્ચિમે સુરજ આથમવા લાલ બન્યો હતો, હવે તેને " તે કોણ હતી " તે જાણવાની કોઈ ઇંતેજારી ન હતી કેમ કે તે સવાલ આથમતી સાંજના સૂર્ય સાથે ક્યાંક ઓગળી ગયો હતો  જયારે પૂર્વે પૂનમનો ચંદ્ર સોળે કળાએ પોતાનું તેજ વધારતો ઉગી રહ્યો હતો,સૂરજનું આથમવું અને ચંદ્રનું ઊગવું એ તો કુદરતનો નિત્ય ક્રમ હતો,સૂર્ય ઉગે અને આથમે ,ચંદ્ર ઉગે અને આથમે,,મનુષ્યનું જીવન પણ ઉગે અને આથમે ,પણ  આ કુદરતની નિત્ય કાયમી  ઘટના મનુષ્યની સાથે કેમની સરખાવવી અલ્પ આયુષ્યની તેની સફર માં મળતી ખુશીની મોઝ જયારે લેવાઈ ત્યારે લઇ લેવી એ જ શંકરનો આશય હતો, તેથી મનમાં ચાલતા ઘમાસાણમાં શાંત થવા પ્રયત્ન કરતો હતો કેમકે કોઈક તેના જીવનમાં દાખલ થઇ રહ્યું હતું, શાકની ઝોળી હાથમાં લેવાને બદલે ખભે નાખી તે ત્યાંથી નીકળી ગયો,તે તેના આનંદની પ્રતીતિ હતી.

-મહેન્દ્ર ભટ્ટ 

Tuesday, July 18, 2017

વસંતે ફૂલો ખીલે

વસંતે ફૂલો ખીલે 


રાત્રે મોડે આવેલા સમીરે જોયું તો ઘરની સાંકળ ખુલ્લી હતી,પવનના સહારે તે લોલકની માફક હાલ્યા કરતી બારણાં ઉપર એક ઝીણો અવાજ કર્યા કરતી હતી,તે જોઈ તેના ચહેરા ઉપર હંસીની નાની લહેર દોડી ગઈ,બારણે ટકોરા મારતા પહેલા તેને ઘડીક ઓટલા ઉપર બેસવાનું મન થયું,ગામનું વાતાવરણ એનું એજ હતું,ધરતી હિલોળે ચઢી હતી,વસંતના ફૂલોની સોડમ લહેરાતા પવનની સાથે મંદ મંદ પ્રસરી રહી હતી,તેનું ગામ ગરીબ હતું પણ માણસો ખુબ સારા હતા,નાનું ગામ હતું,બસ ચુકી જતા તે મોડો પડ્યો હતો અને એક ખટારામાં તેને રાઈડ મળી હતી,ચાલકને પૈસા ચૂકવી તે ઘેર આવ્યો હતો,વર્ષ પહેલા જ તે આવ્યો હતો ત્યારે આ જ સમય હતો,અને વસંતના ફૂલોની સોડમ એવી જ હતી, તેમાં કોઈ નવું ન હતું ,વસંતે ફૂલો તો ખીલે જ એમાં કોઈ  નવી વાત નહોતી પણ તે શા માટે ખુબ ખુશ હતો કદાચ વસંત ખુશ થવાની ઋતુ હોય કોને ખબર અને આ વર્ષે તે કોલેજનો અભ્યાસ પૂરો કરી આવ્યો હતો,ઘરમાં માં અને એક નાની બેન હતી સરોજ તેનું નામ હતું,હવે તે મોટી થઇ ગઈ હતી પણ તેના માટે તો નાનકી  જ હતી ,નાનું મોટું કામ કરતુ આ કુટુંબ ગરીબ હતું,પણ તબિયતમાં સહુ ખુશ ખુશાલ હતા,સરોજની એક બહેનપણી બીજા ફળિયામાં રહેતી હતી,કુસુમ તેનું નામ હતું બંને બહેનપણીઓ ખાસ સહેલી પણ સમીર બંનેથી પાંચ વર્ષે મોટો,કુસુમનું ઘર ગરીબ નહોતું પૈસે ટકે સારું હતું,પણ સરોજ સાથેની દોસ્તી તેના  કુટુંબને થોડી માફક નહોતી આવતી પણ બંને નાના હતા અને ભણતા ભણતા માયા થઇ ગઈ પછી તો કુસુમ બીજી છોકરીઓ સાથે સરોજ જેટલો સબંધ નહોતી રાખતી,ઘણી વખત મુશ્કેલી પડતી,બીજી છોકરીયો ટોણા મારતી તે સહન કરવા પડતા પણ બંનેની દોસ્તીની મજબૂતાઈ એવી ને એવીજ રહી હતી,બંને મેટ્રિકમાં ફેઈલ થઇ ને પછી ન ભણી બસ સરોજ નાના મોટા કામમાં લાગીને માને મદદ કરતી અને કુસુમ ના ઘરમાં તો રોજ લોકોની અવરજવર વધારે રહેતી, ગામના મોટા ઘરોમાંનું એક ઘર, તેના વડીલો પાસે ગામના માણસો સલાહ સૂચનો લે આમ કારોબાર મોટો પણ કુસુમને તેની અસર લગીરે નહિ,સરોજને ક્યારેક એવું થાય કે કુસુમને તેને માટે ઘણું સહન કરવું પડે પણ કુસુમને તેની દોસ્તીની ખાસ ખબર, દાડામાં એક બે વખત મળે નહિ તો તેને ચેન ન પડે.
પણ ઉમર તો વધતી રહે તેમ સોળ પુરા થયા તો પણ બંનેની  દોસ્તીમાં  કઈ જ ફરક નહિ,એક વખત કુસુમની માને ચિતા થઇ કેમકે કુસુમ હવે સુંદરતામાં ઉમેરો કરી માથાના વાળમાં ક્યારેક ગજરો ખોસી દેતી હતી,તે એક વર્ષથી બદલાતી નજરે પડી હતી,એટલે મજાકમાં ચિંતા કરતી માએ પૂછ્યું હતું,
"શું વાત છે ?"
અને મૌન રહેલી કુસુમે કઈ જવાબ ન આપતા સરોજ સાથેના સંબંધમાં ઘટાડો કરવાની વાત કરી હતી,કુસુમ તેથી ખુબ નારાજ થઇ હતી પણ તે તેના કુટુંબને પણ એટલુંજ ચાહતી હતી હવે માની વાતથી તેના અંતરમાં ધ્રાસ્કો પડ્યો હતો,સરોજને કહેવાથી તેને દુઃખ થશે એટલે કહ્યું નહિ પણ દિવસને બદલે અઠવાડીએ મળતી હતી,આ ફેરફાર સરોજ માટે થોડો ભારે હતો પણ ખબર નહિ કૈક કરતા તે તેનો બહુ વિચાર નહોતી કરતી,તેને ખબર હતી મોટા ઘરની વાતો,પણ કુસુમ માટે તે તેવું કઈ વિચારતી નહોતી,
એક દિવસ કુસુમની માએ એકદમ જ કુસુમને કહી દીધું કે
"તને જોવા તારા પાપાના એક ખાસ દોસ્ત તેના દીકરાને લઈને આવવાના છે."
માં એ તો વાત સહજમાં કરી દીધી પણ કુસુમ હેબતાઈ ગઈ,પણ શું કરે,માને ખબર પડી કે તેને સગાઈની વાત ન ગમી, પણ છોકરીને ગમે ત્યારે બહાર તો જવાનું જ હોય મોકો સામે ચાલીને આવ્યો હતો,એટલે છૂટકો ન હતો, કુસુમને કહેવું હતું કે તે તેના માટે તૈયાર ન હતી,પણ શું વાત કહેવી કે તેની માને સમજાવી શકે,તેને ખબર હતી કે તે એક વખત ના કહેશે તો કુટુંબ બરજબરી નહિ કરે પણ સામે કોઈ ચોકકસ કારણ તો કહેવું પડે,આવતા અઠવાડિયે મહેમાનો આવવાના હતા,તેણે વિરોધ ન કર્યો પણ તેના ચહેરાએ ચાડી ખાધી ને માના સવાલોનો ઢગલો થઇ ગયો.એટલા નાના ગામમાં બીજો વિચાર તો આવે જ નહિ છતાં માં હતી એટલે કહ્યું
 " તારા મનમાં જે કઈ હોય તે મને કહે છોકરાને ગમશે અને નક્કી થઇ જશે પછી બહુ મોડું  થશે."
કુસુમની માં ને કુસુમ માટે ચિંતા હતી,એટલે તે તેની દીકરીને સીધું બતાવીને કહેવા માંગતી હતી કે હું તારી સાથે છું,અને તે વાતથી નાખુશ કુસુમના ચહેરા ઉપર થોડી ખુશી આવી હતી,પણ તે ખામોશ હતી,અને તેનાથી તેની માની ચિંતા વધી ગઈ કેમકે કુસુમની જરૂર કોઈ વાત હતી, તેની વધારે અવરજવર તો સરોજને ત્યાં હતી એટલે કોઈ વાત હોય તો પણ તે બાજુની હોય તે સમજતા કુસુમની માને વાર ન લાગી પણ ઊંડાણમાં જતા પહેલા તેણે કુસુમને ઈશારો કરી પૂછ્યું,
" તારા પપ્પાને સબંધ માટે ના કહી દઉં"
 અને કુસુમ મોટેથી બોલી
" હા "
અને તેની માં તેને શાંત કરતા તેની પાસે બેસી પડી અને પૂછ્યું
"શું વાત છે બેટા,"
તો કુસુમની આંખોમાં આંસુ ભરાયા અને તેની માને માફી માંગતા વળગી પડી,માએ તેને વળગી  રહેવા દીધી,હવે તેનું મન તેના પપ્પાને કેમના સમજાવવા તેના વિચારે ચઢ્યું,સારું થયું વાત ગમે તે હોય પણ દીકરીની નારાજગીની પહેલા ખબર પડી,તેની માં કુસુમ માટે બિલકુલ નારાજ નહોતી,અને તે દરમ્યાન
સરોજ પણ ત્યાં આવી ચઢી,કુસુમે વાત છુપાવવાના સરોજ સામે ખુબ ફાંફા માર્યા પણ સરોજ તેની ખાસ મિત્ર હતી,તે કુસુમ પાસે બેઠી ને પૂછ્યું
"શું  વાત છે કે જેની મને ખબર નથી,કાકી કુસુમ કેમ રડી હતી ?"
એના જવાબમાં તેની માં કઈ બોલે તે પહેલા કુસુમે તેના મોઢા પર હાથ રાખી દીધો અને હસી પડી ,સરોજે કહ્યું "મને ના કહેવું હોય તો વાંધો નહિ પણ તું ખુશ તો છે ને." અને કુસુમે હસતા માથું હલાવ્યું ,અને સરોજ બોલી "મોઢામાં મગ ભર્યા છે તે બોલાતું નથી."
પણ કાકીથી ન રહેવાયું  બોલ્યા
"કુસુમને સગાઇ નથી કરવી "અને હસ્યાં,કુસુમ બગડી પણ કાકી સરોજને કહેતા ન અટક્યા
"તું બહેનપણી છે તને ખબર તે કેમ ના પાડે છે,"અને બગડતી કુસુમને જોતા સરોજ પણ હસી અને બોલી
" મને તો કઈ જ ખબર નથી કે શું લફરું છે "અને કુસુમ વધારે બગડી કાકી ભત્રીજી હસતા રહ્યાં અને કુસુમ બગડતી રહી અવાજ બાજુના રૂમ સુધી ગયો અને કુસુમનો ભાઈ પણ આવી ચઢ્યો પણ તેની માએ કહ્યું
"તારા બસની વાત નથી"
 એટલે માથું ખંજવાળતો જતો રહ્યો.અને કુસુમ બોલી
"આખા ગામને ઢંઢોળો પીટીને જણાવો કે કુસુમને સગાઇ નથી કરવી."
અને સરોજથી ન રહેવાયું કાકીની સાથે તે પણ મન મૂકીને હસી.હવે કુસુમ બંનેથી દૂર ખસીને બેઠી એટલે સરોજ પાસે સરકી અને બોલી
"શું રાજ છે."અને કાકી બોલ્યા
"અલી બોન, આપણને ખબર પડી કૈક રાજ છે એટલું બસ નથી "
અને હવે કુસુમ પણ હસી કેમકે બધા વચ્ચે ક્યાં સુધી ગુસ્સો કરાય અને માં અને મિત્ર વચ્ચે ગમે તેવી વાત કહેવાય પણ તે શાંત રહી,પણ હસી એટલે તેની માં એક ડગલું આગળ ભરી રસોડામાં ચા બનાવવા ગઈ અને બંને બહેનપણીઓ એકલી પડી,સરોજે જાણવા પ્રયત્ન કર્યો પણ કુસુમે રાજ ન ખોલ્યું અને સામે પૂછ્યું "સમીરભાઈ આવવાના છે એવું તું કહેતી હતી ."જવાબમાં
"બે દિવસ પછી આવવાના છે" એવું સરોજે જણાવ્યું ,પણ તેની ટ્યુબલાઈટ તરત ના ઝબકી,કેમકે તેનો ભાઈ વરસ પહેલા આવ્યો હતો તો એક બે દિવસમાં તો જતો રહ્યો હતો અને હવે પાછો કોલેજ પુરી થયે પાછો આવવાનો છે ને બે દિવસમાં એક નોકરીનો ઇન્ટરવ્યૂ છે તે જતો રહેવાંનો  છે,પણ કુસુમે તેને કેમ પૂછ્યું ,પહેલા તો કોઈ એવી વાત નજરે નથી પડી ,બંને ખાસ બહેનપણીઓ છે, છાની છપની ગમે તે વાત ખબર પડ્યા વગર ન રહે,અને સરોજને ખબર ન પડી પણ મોડો મોડો પણ એક ઝબકારો થયો ને તેને યાદ આવ્યું,છેલ્લા વર્ષે સમીર આવ્યો ત્યારે કુસુમ પણ ત્યાં જ હતી અને બે દિવસ પછી આવવાનો છે તો તેના વિષે જ પૂછી રહી છે તો........આ 'તો' નો ઘણો ભાર હતો ,બધી વાતો સીધી થોડી કહેવાય,સરોજની ખુશીએ કુસુમને બોલવા ફરજ પાડી ,અને એકી ટસે જોતી સરોજ સામે તે સહમત થતા બંને એક બીજા સાથે ભેટી પડ્યા રાજ ખુલી ગયું,કાકી ચા લઈને આવ્યા ખુશીના સમાચારે તે રાજી ન હતા પણ દીકરી ની ખુશી પહેલી જોવાઈ,સહુએ મોઢું મીઠું કર્યું ,કુટુંબ ને સહમત થતા અગવડ પડી પણ સમીરમાં  ગરીબી સિવાય કોઈ ખરાબી ન હતી,

જયારે સમીરે બારણું ખખડાવ્યું ત્યારે રાહ જોતી સરોજ ઝબકીને જાગી અને બારણું ખોલ્યું પણ હસતા ભાઈ તરફ જોઈ ફરી બંધ કરી દીધું,તેની માં પણ પાછળ આવી હતી અને સમીર મોટેથી બોલ્યો ને પૂછ્યું
"નાનકી શું વાત છે ?"
 ત્યારે ફરીથી બારણું ખુલ્યું ભાઈ બેન ભેટ્યા માં પણ ખુશ થઇ દીકરાને આશીર્વાદ આપ્યા નવાઈની વાત તો એ હતી કે વસંતના ખીલેલા ફૂલોની સોડમ આવતી હતી અને સમીરને સમજતા વાર ના લાગી કે નાનકી સાથે સહુ ને છુપા રાજની ખબર પડી ગઈ,પણ તાજ્જુબ થતા તેણે શું જોયું....!!    માની પાછળ ત્રીજી વ્યક્તિ પણ ત્યાં હાજર હતી , સરોજ મોટેથી બોલી
" કુસુમના ભાઈ સમીરભાઈ "
ત્યારે સમીરને નાનકીની મજાકનો કઈ ખ્યાલ ન આવ્યો પણ કુસુમ હસી કેમકે તેણે રાજ ખોલતા સમીરભાઈ કહ્યું હતું તેની આ મજાક હતી, કુસુમની માએ કુસુમની ખુશીનો પુરે પૂરો ખ્યાલ કર્યો હતો,પણ કુસુમે પણ તેમાં પાછી પાની ન કરી આગળ વધતા સમીરને.એક નાના સ્માઈલ ની ભેટ સાથે અટકવું પડ્યું સમીરની ખુશીનો પણ પાર ન હતો,નાનકીનાં ખુલ્લા હાસ્ય વચ્ચે ખરેખર આ વર્ષની વસંત તેના માટે પૂર્ણ રૂપે ખીલી હતી.

-મહેન્દ્ર ભટ્ટ 

Sunday, July 9, 2017

શું તે પ્રેમ હતો........

શું તે પ્રેમ હતો........

(ઉપાસના સિયાંગની હિન્દી રચનાનો ગુજરાતીમાં અનુવાદ)



????????????

અનુવાદક:-મહેન્દ્ર ભટ્ટ.


જ્યારે ત્રીજી વખત ડોરબેલ વગાડતા પણ દરવાજો ન ખુલ્યો તો હું ચોકી પડી ,શું વાત હશે કુહૂ દરવાજો કેમ ખોલતી નહિ હોય,તેણે તો મને ફોન કરીને બોલાવી હતી,
"જુહી આવી જા  આજે તો હું ફ્રી છું ,ઉમંગ તો બિઝનેસ ટુર ઉપર ગયા છે,વાતો કરીશું,અને ખુબ લંચ અહીં જ કરી લેજે તું આવી જા."....એક શ્વાસ મેં લીધો,કેટલી બધી વાતો કરવાની ટેવ હતી તેને......

બસ પતિના કાર્યાલયમાં કામ કરવાવાળાઓ ની પત્નીઓ સિવાય અહીં આસામમાં બહુ કોઈને હું જાણતી ન હતી,અને એક કુહૂ જોઈ લો બસ પોતાની વાતો કહેવા કે તેને બધુજ જાણનાર કહી દો,અમે  ઇન્દોરમાં એકી સાથે, એક હોસ્ટેલમાં એક રૂમમાં ત્રણ વર્ષો વિતાવ્યા હતા,અમે એકબીજામાં પુરા વિશ્વાસુ હતા,અને પાકા મિત્રો પણ હતા,લગ્ન પછી પણ પત્રો તથા ટેલિફોન સાથે સંપર્ક કરી જોડાઈ  રહ્યાં હતા,અને પછી મારા પતિની અહીં નિમણુંક થઇ તો અમારા બંનેની ખુશીઓનું કઈ ઠેકાણું ન રહ્યું,અને હવે.....મારા વિચારને અટકાવી જયારે કુહુએ બારણું ઉઘાડ્યું,તો તેના મોઢા ઉપર તે જ ચમકતું નિર્દોષ સ્માઈલ હતું,અને હાથ પકડીને મને ખેંચીને બોલી આવો આવો જુહી જલ્દી આવો,મને સમજતા વાર ના લાગી કે આજે તે ખુબ રડી હતી,ચહેરા ઉપર તે થોડી ઉદાસી સાથે એક નિશ્ચિત ભાવ હતો,હું સ્માઈલ કરતા બોલી એક વાત તો ઉમંગ સાચી કહે છે કે રડયા પછી તારી આંખો વધારે સુંદર થઇ જાય છે.....
તેના ચહેરા પર એક હળવું સ્માઈલ સાથે આંખોની કોરો પણ ભીંજાતી દેખાઈ,પણ તે વાત બદલતા બોલી ચાલ ખાવાનું ખાઈએ,ઉભા થવાનો પ્રયત્ન કર્યો તો મેં તેનો હાથ પકડી લીધો,શું વાત છે કુહૂ,?....અરે કઈ નથી યાર,આજે મેં એક વાયરસને પૂરો કરી દીધો,જે મારી જિંદગીની વિન્ડોને ખાઈ રહ્યો હતો,....વાત તો ખુબજ દિલાસાથી શરુ કરી પણ પુરી કરતા કરતા તેનું ગળું ભરાઈ આવ્યું,મેં ધીરેથી પૂછ્યું,
"શું તું પરાગની વાત  કરે છે? તે ધીરેથી ડોક હલાવતા બોલી  ":હા"...."!
પરાગ તેનો કોણ હતો અથવા તે પરાગની કોણ હતી,તે વાત તે બંને નહોતા જાણતા અને એકબીજા સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા.........અને કુહૂ,તેની તો બધીજ વાતો અનોખી હતી,બહુ સુંદર ન હતી પણ તેની મોટી મોટી કાળી આંખોમાં એક અનોખું આકર્ષણ હતું કે જો કોઈ તેને એક વખત જોઈ લે,તો તેનામાં ખોવાઈ જતો,કોમળ સ્માઈલ,ક્યારેય કોઈ સાથે ઝઘડો કરતા નથી જોઈ,તે એક સારી મદદગાર  હતી,મનમાં બીજાઓ માટે દયાનો વિશાળ સાગર હતો તે બીજાઓ માટે ક્યારેય ખોટું વિચારી શકતી ન હતી,તે બહુ જ  ટીખળી અને ચંચળ હતી,પણ કોઈને સતાવવાનું કામ તેનું ન હતું,બસ હસવું અને બધાને હસાવવા......અને તેવી હસી મઝાકમાં  એક દિવસ બપોરે હોસ્ટેલનો ફોન ખાલી પડ્યો હતો તો  તેણે એમજ એક રોન્ગ નંબર લગાવી દીધો,અને ક્યારેક કોઈ તો ક્યારેક કોઈ ની સાથે વાતો કરવા લાગી.અને એક ફોન લગાવ્યો તો બીજી બાજુ થી એક હિમ્મતભરી અવાઝ (બહુ જ ગમે અને સારી દિલમાં લાગી  જાય તેવી વાત કુહુએ મને પછી બતાવી હતી)આવી,તો કુહૂ એવી રીતે વાત કરવા લાગી કે જાણે તે તેને જાણતી હોય, અને પછી એક બહુજ ખુશ દેખાતી અદાથી ફોન મુકતા તે બોલી,
"સારું પરાગ તો તમારી સાથે ફરી વધારે વાત કરીશ,"
પછી મારી તરફ ફરીને મારા ગાળામાં હાથો નાખતી બોલી,
"આજે તો વાત કરતા મજા પડી ગઈ,યાર પહેલી વખત કોઈ છોકરા સાથે વાત કરી છે"
"તને શું ખબર તે છોકરો હતો તે ક્યારેય જોયો છે તેને?"મેં તેને ટકોર કરતા કહ્યું,
તેણે કહ્યું પરાગે બતાવ્યું કે તે વકીલાત કરે છે તો છોકરો જ હોય ને......
બસ હવે મને જવા દે,ભણવાનું છે હું  તારી જેટલી હોશિયાર નથી,મેં કહ્યું અને મારા રૂમમાં તે મારી પાછળ પાછળ આવી ગઈ,તે એટલી ખુશ દેખાતી હતી જાણે આજે તેણે કોઈ મોટું કામ કરી નાખ્યું,
 તે બહુ નહોતી ભણતી છતાં તેના નંબર સારા આવતા,અને મારે ખુબ ભણ્યા પછીજ સારા નંબર આવતા હતા,અને પછી એમ જ ફરી પરાગ સાથે વાત શરુ કરી દીધી દિવસમાં એકવાર તો ક્યારેક બે વાર,અને તે દિવસે તો તે ખુબજ ખુશ હતી,જે દિવસે પરાગ હોસ્ટેલ આવવાનો હતો,અને તે ગભરાઈ હતી,કોઈ પણ છોકરા સાથે તે પહેલા  મળી કે વાતો તો કરી જ ન હતી,પણ પરાગ તો આવવાનો હતો.......તે દિવસે કુહૂ ખુબ ગભરાયેલી હતી,અને હોસ્ટેલની બહાર બેસતી તારાબાઈએ બૂમ પાડી,કુહૂ મહેતા કોઈ મળવા આવ્યું છે,હું પણ કુહુની પાછળ પાછળ દોડી, અરે જોઉં કે કેવોક છે કુહુનો બોયફ્રેન્ડ,(તે ખુશ થતી મોઢું વાંકુ કરીને એવુજ બતાવ્યા કરતી હતી)
પરાગને જોયો તો તે પણ કૈક ગભરાયેલો હતો......ઉજળો રંગ, કૈક ભૂરી આંખો,અને વણેલા સોનેરી આભા જેવા વાળ,ખૂબ જ સુંદર નવજુવાન હતો,તે બંને હોસ્ટેલના બાગમાં ઝાડ નીચે એકબીજાની સામે બેઠેલા હતા,અને મેં જોયું તો પરાગ કદાચ વિચારતો હતો કે શું વાત કરું,એમ તો વાતોડિયો તો તે પણ ઓછો ન હતો,પણ કોઈ છોકરી સાથે તેની મુલાકાત પણ પહેલી જ હતી,અને તે પણ ગર્લ હોસ્ટેલમાં,કદાચ તે તેના રિસ્ક ઉપર જ ત્યાં આવ્યો હતો... પણ કુહૂથી પણ ન રહેવાયું અને ન રહેવાયું  તો તેના હાથ ઉપર ના એક કાળા નિશાન માટે પૂછી જ લીધું,
"આ શું છે, સ્કૂટરનું ગ્રીસ લાગ્યું છે,કે એટલા ભાગમાં દાજી ગયા હતા,કે શું થયું હતું તે એકી શ્વાસે બધું બોલી ગઈ અને  પરાગના  ચહેરા ઉપર સ્માઈલ પ્રસરી ગયું છેલ્લે તેને પણ બોલવાનું બહાનું મળી ગયું હતું, તેણે કહ્યું કે તે તેનો" બર્થ માર્ક" છે.....પછી થોડીવાર અહીં ત્યાંની વાતો કરી જતો રહ્યો..........
તે સંગીતનો બહુ જ શોખીન હતો,તે કુહૂ માટે વધારે પડતું નહતું,સાંભળી લો,તેને તો ઊંઘવું હતું,સૂવું હતું
એવા જ એક દિવસે તે સુઈ રહી હતી,તો તારાબાઈએ બૂમ પાડી,કુહૂ મહેતાનો ફોન આવ્યો છે......અને થોડીવાર પછી તે આવી તો જોર જોરથી હસવા માંડી, અને કહેવા માંડી, આજે તો પરાગે ગીત ગાયું ,તેનો અવાજ તો સારો છે,મેં પૂછ્યું તો તેણે કહ્યું,"બડે અચ્છે લગતે હૈ યે ધરતી,યે નદીયાં યે રૈના,ઔર તુમ." વાળું ગીત સંભળાવ્યું હતું,અને પિક્ચર જોવાનું કહેતો હતો,મારાથી ના ન પડાયું,યાર તે કેટલો ભોળો છે ,થોડો બુધ્ધુ પણ છે પણ યાર જુહી ,તું સાથે આવજે હું એકલી નહિ જાઉં,થોડું ગજબનું લાગે છે"તે ફરીથી એકી શ્વાસે ચાલુ થઇ ગઈ,
"સારું ,બાપા"મેં તેને ચૂપ કરતા કહ્યું "આવીશ"
પછી તે ઓ પી  નૈયરના સંગીત વાળી પિક્ચર દેખાડવા લઇ ગયો,પછી મેં કુહુની મશ્કરી કરી ,તારો હાથ તેણે અંધારામાં પકડી ન લીધો,તો તે એકદમ ચોકી ગઈ,ને બોલી,
"કેમ,તે કોઈ ડરાવવાળું પિક્ચર નહોતું તો તે ડરનો માર્યો મારો હાથ પકડી લે !!"
અને મને ખુબ હસવું આવ્યું પણ તે ન સમજી,અને મને થોડું થોડું સમજાઈ ગયું હતું જયારે તેણે કહ્યું કે યાર જુહી આ પરાગ, જો તેની વકીલાત ન ચાલી તો તે  બહુ મોટો ગાયક બનશે,આજે ફરી તેણે મને એક ગીત સંભળાવ્યું હતું,
".....આપકી આંખોમેં કુછ મહકે હુએ સે રાજ હૈ,આપસે ભી ખુબસુરત આપકે અંદાજ હૈ,"
"...મેં તેને ઢંઢોળતાં કહ્યું ક્યાંક તેને તારી સાથે પ્યાર ન થઇ ગયો હોય,અને તે ઢીલી થઇ ગઈ અને હસતા હસતા બોલી,
"જો જુહી ,તે પ્યાર બ્યાર કઈ નથી હોતો એક  કેમિકલ અસર જ હોય છે યાર,તું છોડ એ વાતને ને ચાલ મેસમાં ભોજન કરવા જઇયે.....",
અને પછી અમે ભણવામાં અને પરીક્ષાની  તૈયારીમાં પડી ગયા,અને કુહૂ ના પેપર પહેલા પુરા થઇ ગયા અને તે ઘેર જવાની તૈયારીમાં પડી આગલા દિવસે સવારે સાત વાગે  તેની બસ હતી,મારી સાથે એક બીજી બહેનપણી બિંદુ પણ હતી,તેને મુકવા પરાગ પણ આવ્યો હતો,જતા જતા કૈક જુદી જ રીતે તેણે તેનો હાથ મારી ,બિંદુ અને પરાગ સાથે મિલાવ્યો અને પછી જતી રહી.

*****************
"જુહી હું ત્યાંથી જઈ ન શકી,અને અત્યારે પણ ત્યાંજ તેનો હાથ પકડીને ઉભી છું,જ્યારે મેં તેની તરફ હાથ લંબાવ્યો ત્યારે મેં તેની આંખોમાં  જે જોયું તે હું ક્યારેય સમજી ના શકી,તેની વાતો તેણે સંભરાવેલા ગીતો,અને શા માટે તેનું મોઢું ઉતરી ગયું હતું મારી સગાઈની વાત સાંભળીને......મારુ શરીર ગયું પણ મારો આત્મા અત્યારે પણ, ત્યાંજ છે......"
આંસુ લૂછતાં કુહૂ એ કહ્યું અને ચા બનાવવા રસોડામાં ગઈ,હું તેની પાછળ પાછળ પહોંચી ને પૂછ્યું,કુહૂ ત્યાર પછી તું હમણાં તેને  ફેસ બુક પર મળી છે કે શું .........તેણે હા માં માથું હલાવ્યું અને કહેવા લાગી......

હોસ્ટેલ થી ઘેર આવ્યા પછી થોડા સમયમાં કુહુનો વિવાહ ઉમંગ સાથે થઇ ગયો,ઉમંગ એક બહુજ સારો અને સાચો માણસ હતો,તેનો જીવનનોએક જ ધ્યેય  હતો 'જીવો અને જીવવા દો"...પાર્ટીઓ કરવાનો શોખીન,તેણે બહાર ફરવાનો ને ફેરવવાનો ખુબજ શોખ છે,જ્યા જાય ત્યાં કુહૂ કાયમ સાથે હોય,કેટલીય વખત બંને વિદેશ પણ જઈ ચુક્યા છે,દીકરાનું ભણતર ખરાબ ન થાય તેને માટે તેને હોસ્ટેલમાં મૂક્યો છે પણ કુહુનો સાથ નથી છોડી શકતો.......,કુહૂ કાયમ કહેતી રહે છે લગ્નના પંદર વર્ષ પછી પણ ઉમંગનું હનીમૂન પૂરું થયું નથી,પણ ક્યારેક ક્યારેક હસતી  કુહુની આંખો સામે એક જોડી થોડીક ભૂરી થોડીક કાળી આંખો આવી જાય છે તો તે ખોવાઈ જતી....એમ જ એક દિવસ ઉમંગે કહ્યું ચાલ કુહૂ આપણે પણ આપણા ખાતા ફેસબૂક ઉપર ખોલાવીએ,આપણા જુના મિત્રોને શોધીશું એ એક સારો રસ્તો છે,બંનેએ પોતપોતાનું ખાતું ખોલાવી દીધું,

પણ એક દિવસ કુહૂ એકલી હતી અને પોતાના મિત્રો શોધી રહી હતી,તો એકદમ તેને વિચાર આવ્યો,ક્યાંક પરાગે પણ તેનું ખાતું ખોલાવ્યું હોય,અને શોધવા મંડી પણ ત્યાં તો કેટલાય પરાગો હતા,હવે તેનો પરાગ કયો છે,ત્યાં એક ચહેરા ઉપર નજર પડી તો તે ચોકી ગઈ,કદાચ આ હોઈ શકે,હવે તેની પાસે  તેનો કોઈ ફોટો તો હતો નહિ,(બસ યાદો જ હતી),તેણે તેનું પ્રોફાઈલ ખોલીને જોયું,અરે બરાબર તેજ જન્મ તારીખ અને શહેર .....તેણે તરત તેના સંદેશ બોક્સમાં પોતાનો પરિચય આપતો સંદેશો મૂકી દીધો,અને એ પણ લખી દીધું
"શું હું તને અત્યારે પણ યાદ છું?".....પણ પછી તેણે થોડો સંકોચ થયો જો કોઈ બીજું નીકળ્યું તો મને કેટલી ગલત સમજશે,તેણે ફરી એકવાર તેનું પ્રોફાઈલ ચેક કર્યું,અને તેનો ફોટો જોવા મંડી તો જોઈને કુહૂ ખુશીથી  રડી પડી,આ તો તેજ પરાગ છે,ફોટામાં તેના હાથ ઉપર તેનું કાળું નિશાન એટલેકે 'બર્થ-માર્ક 'હતો,તેણે ધીરેથી માઉસના તીરથી તે નિશાનને સ્પર્શ કર્યો ,પંદર દિવસ પછી પરાગનો સંદેશો આવ્યો "હા"......હવે આ 'હા'નો અર્થ બે બાજુ કાઢી શકાય,કે "હા, હું પરાગ જ છું અથવા  એ પણ કે તું મને હજુ પણ યાદ છે"....પણ કુહુને તો બંને અર્થમાં 'હા' જ દેખાઈ..........
કુહુએ સંદેશના જવાબમાં તેનો ફોન નંબર આપી દીધો,થોડીક વારમા પરાગ લાઈન ઉપર દેખાયો તો બંને તેમનું જીવન પંદર વર્ષ આગળ નીકળી ગયું છે તે ભૂલી ગયા,કુહૂ એક છોકરાની માં તો પરાગ બે બાળકોનો પિતા બની ગયો હતો ......પછી ફોન ઉપર વાત થઇ તો તેણે પૂછ્યું ,
"શું પરાગ તે તારા ઘરમાં  મારી વાત કરી છે "કેમકે પરાગની માને તેની વાતની ખબર હતી કે તે કુહૂ સાથે વાતો કરતો હતો,જયારે તેણે તેની માને કુહુની સગાઇ માટે બતાવ્યું હતું તો તેની માએ રાહતનો શ્વાસ લીધો હતો આ પરાગે કુહુને કહ્યું હતું,તેના પર પરાગની અસર જાણ્યા વગર તે ખુબ હસી હતી,અને તે બસ  તેનું મોઢું જોતો રહ્યો હતો .........
હા તો કુહુના પૂછવા માટે કે તેણે તેના ઘેર બતાવ્યું હતું કે શું તો તેની બાબતમાં તે હસી પડ્યો,નહોતું બતાવ્યું અને બતાવીશ પણ નહિ,માં તો છે નહિ કેટલા વર્ષોથી માંદી હતી,અને મારી પત્ની મારા ઉપર શંકાશીલ છે એટલે એમાં બતાવવા માટે મારામાં હિમ્મત જ નથી.....!
પછી કેટલાય દિવસો ચીટિંગનો શિલશિલો ચાલતો રહ્યો,પરાગ કાયમ ફરિયાદ કરતો કે તે જતી રહી અને તેના પર કુહુને ખુબ પસ્તાવો થતો,એક દિવસ તેણે પણ નારાજ થઈને કહી દીધું,
"કેમ નહિ જાઉં,શું, તે મને રોકી હતી,કોના ભરોશે રોકાઉં."
પરાગે કહ્યું "
એક વાત પૂછું છું જ્યારે હવે તેનો કોઈ અર્થ નથી,અને તું શું જવાબ આપશે તે પણ હું જાણું છું,તો પણ તું મને બતાવ,જો હું તારા તરફ હાથ લંબાવતે તો તું ના તો નહોતી પાડવાની અને આજે વાત કૈક જુદી જ હોત  "
અને કુહૂ પાસે સાચેજ કોઈ જવાબ ન હતો અને હોઈ પણ શું.........!
એક દિવસ પરાગ હસીને બોલ્યો,
"કુહૂ કોઈ સમયનું યંત્ર હોત તો આપણે પંદર વર્ષ પાછા જતા રહેત"
અને કુહૂ તેના જાણ્યા અજાણ્યા અંદાજમાં બોલી(લખ્યું),
"અરે હું તો ક્યારનીય ત્યાં છું ને તું ક્યાં છે..."
....પરાગ પણ ભૂલી ગયો અને જોરથી હસી પડ્યો અરે તું તો મારી પાછળ જ ઉભી છે ને મેં જોયું નહિ તું બહુજ લુચ્ચી છે અને ફરી તેણે એક ગીત ગાઈ કાઢ્યું,
"બંદા-પરવર થામ લો જીગર ......."કુહૂ પણ જોરથી હસી કે તારી આ ગાવાની ટેવ ગઇ નહિ,હવે તેનો અર્થ તો ખુબ સમજાય છે પણ હવે તેનો શું ફાયદો ........

દિલની સાચી અને ઈમાનદાર કુહુને હવે થોડી આત્મગલાની થઇ,તે ખોટું હતું હવે તેણે  ઉમંગને કહી દેવાનો નિર્ણય કર્યો,અને રાત્રે ખાધા પછી પતિને તેણે બધી સાચી વાત કહી દીધી,અને કહ્યું કે આમાં બધો મારો જ વાંક છે,પહેલા પણ મેં પરાગને શોધ્યો હતો અને હવે પણ,મારાથી   જુઠ્ઠું નથી બોલાતું,હવે તમે જે વિચારવું હોય તે વિચારો,ઉમંગ પણ થોડો ડઘવાયો ને બોલ્યો તું મજાક કરે છે કે સાચું કહે છે,જો મારી દિલની ધડકનો રોકાઈ રહી છે,તેણે કહ્યું, તે સાચું છે.........પણ ગીત સંભળાવ્યા ને સાથે પિક્ચર જોવા જવાની વાત બતાવવાની તેનામાં હિમ્મત ન હતી,.ઉમંગે પણ ખૂબ જ સહેલાઈથી લીધું,બોલ્યો જવા દે ,  કઈ વાંધો નહિ એવું થાય છે જીવન ચાલ્યા કરે છે..........બીજા દિવસે કુહુએ પરાગને બધી વાત કહી તો તેને અચંબો લાગ્યો,બોલ્યો તું ઘણી જ ભાગ્યશાળી છે જો તને આવો જીવન સાથી મળ્યો,નહિ તો મોંનીકાએ મને કેદમાં પુરી દીધો છે,તો કુહુએ કહ્યું એમાં તારો જ વાંક છે,જો પોતાના સાથીમાં વિશ્વાસ પેદા નથી કરી શક્યો,પરાગે જવાબ આપ્યો એવું નથી મેં બહુ જ પ્રયત્ન કર્યા છે તે પણ મારી સાથે વકીલ જ છે પણ ખબર નથી તે શા માટે  આવું કરે છે.
પછી એક દિવસ પરાગે કુહુની વાત મોનીકા સાથે કરી જ દીધી,તેણે કુહૂ સાથે મીઠી મીઠી વાતો કરી પણ પરાગનો જીવ અધ્ધર કરી દીધો,તેણે કહ્યું કે તેને બહાર કાઢ નહિ તો હું મરી જઈશ બીજા દિવસે પરાગનો ફોન પર સંદેશ હતો,કે હું તારી સાથે કોઈ વાત કરવા નથી માંગતો મોનિકાનો સખત વાંધો છે,.......અને કુહૂ જોરથી રડી પડી તે વખતે તે ખાવાનું ખાતી હતી,જયારે ઉમંગે પૂછ્યું તો શું કહે,પણ દીકરાની યાદ આવી ગઈ એમ કહી વાત ટાળી દીધી,કેટલાય દિવસો સંતાપમાં રહી,ફોન પણ કર્યો પણ પરાગે વાત ન કરી,હારીને કુહુએ સંદેશ મુક્યો કે છેલ્લે એક વખત વાત તો કરવીજ પડશે જેથી મને પણ ખબર પડે કે શું થયું છે .....!!
એટલામાં પરાગનો ફોન પણ આવ્યો કહ્યું કે "અહીં કઈ બરાબર નથી,ત્રણ દિવસ થઇ ગયા કોઈ સૂતું નથી,મોનિકાને આપણા નિર્દોષ મિત્રતાથી સખત વાંધો છે,હવે હું તને પ્રાર્થના જ કરી શકું કે મને માફ કરી દે,મને ખબર છે તને કેટલી તકલીફ થઇ રહી છે,અને મને આવું કહેતા પણ ,વિધિનું વિધાન પણ તે છે,આપણે તેનાથી બંધાયેલા છે."

......કુહૂ બહુ મુસીબતથી બોલી શકી
"કોઈ વાંધો નહિ,હવે હું તને મળવા માટે બીજા પંદર વર્ષની રાહ જોઇશ,".....અને પરાગે તે જ બરાબર છે એમ કહીને ફોન મૂકી દીધો.
કુહુએ પણ તેનો નંબર ડીલીટ કરી નાખ્યો ને  તેને પણ પોતાના લિસ્ટમાંથી કાઢી કાઢ્યો.
""પણ જુહી" હવે કુહૂ મારો હાથ પકડીને કહેવા લાગી,
"મેં તેનો નંબર તો ડીલીટ કરી નાખ્યો પણ જે નંબર છેલ્લા પંદર વર્ષોથી નથી ભૂલી,તો એ કેમ ભૂલી જાઉં,મને નથી ખબર શું કારણ છે,કેટલીક વાતો માણસ ના વશમાં ક્યાં હોઈ છે,મને તેની સાથે પ્યાર નહોતો છતાં,હું તેને ભૂલી નથી કેમ ? તે પણ મને ખબર નથી પણ મારુ દિલ ખુબ દુઃખી થયું છે,અને હું તેને સમજાવવા શું કરું,તે પણ મને ખબર નથી,અને તેણે એવું મારી સાથે કેમ કર્યું,જ્યારે તેને ખબર હતી જ તો મને ઓરખી જ શા માટે,બસ જ્યાં સુધી તેને ગમ્યું ત્યાં સુધી વાતો કરતો રહ્યો,અને જ્યારે જાન ઉપર આવી ગયો તો તું કોણ ને હું કોણ.........!!!" તે ક્યાંય સુધી રડતી રહી,અને મેં રોકી પણ નહિ એમ સમજીને કે આજે જેટલો બોઝો દિલ પર છે તે આંસુઓના રસ્તે નીકળીને વહી જશે .......!
છે .......!!
પણ તેને શું બતાવું જ્યારે હું જાણતી જ હતી તે પ્યાર જ હતો,જે તે ભુલાવી  શકી ન  હોતી ,એકવાર પરાગને ક્યારેક તેણે  જાતે કહ્યું હતું,કે "અમે સ્ત્રીઓના દિલમાં કેટલાય ખાના હોય છે,એકમાં તેનું ઘર અને એકમાં તેનું પિયર,સહિયરો હોય છે અને જે દિલનો ત્રિકોણી ભાગ  હોય છે તેમાં તેની પોતાની કેટલીક યાદો છુપાયેલી હોય છે,જેને ફુરસદમાં કાઢીને ધોઈને સાફ કરી પાછી રાખી દે છે"

......મેં વિચાર્યું જે છોકરી પ્યારને ખાલી કેમિકલ રિએક્ષન માનતી હતી અને દિલને લોહીની સપ્લાયનું
સાધન,તેણે દિલની એવી વ્યાખ્યા કરી દીધી અને કહે છે તેને પરાગ થી પ્યાર નથી,........!

મેં તો તેને એ જ સમજાવ્યું, અને તે પણ તે સમજતી-જાણતી હતી કે જે જેને મળ્યું છે તે સારું જ મળ્યું કોઈપણ વિધિનું વિધાન બદલી નથી શકતું,

સમાપ્ત.

Tuesday, June 20, 2017

દુઃખદ પળોના સંસ્મરણો


દુઃખદ પળોના સંસ્મરણો



સિત્તેર વર્ષની ઉંમરે જ્યારે પિતાજીની યાદ આવે તો જુના સ્મરણોમાં ખોવાતા ખાટી મીઠી વીતી ગયેલી ક્ષણો નજર સામે ઉપસ્થિત થાય ક્યારેક સિત્તેર વર્ષનું એ અનુભવી મન વધારે પડતું લાંગણીવશ થતા આંખો અશ્રુસભર થઇ વહી પડે કેમકે મોટી ઉમર કે જ્યાં પિતાજીની કાયા દુનિયાનું  હલન ચલન છોડી  શાંત થઇ ગઈ હતી,કુટુંબ શોકમાં ગરકાવ થઇ મહિના સુધી અશાંત થઇ ગયું હતું ત્યારે દુનિયાને જાણતા કેટલાક અનુભવીઓના સહારે વીતી ગયેલી દુઃખદ પળોમાંથી સમય જ ઉગારે એવા આશ્વાશનો સાથે પિતાજીના સુંદર ફોટા ઉપર સુખડનો સુંદર હાર ચઢાવી વડીલોના સહારે ધીરે ધીરે શાંત થતું ફરી એ દુનિયામાં પિતાજીની  યાદોને ફોટામાં કંડારી ભળી ગયું હતું,કુટુંબના નાના સભ્યોમાં હું અને મારા મોટાભાઈના બે પુત્રો હતા,દસ વર્ષની મારી ઉંમર, મારા મોટાભાઈ કે જેઓ પણ પિતાજીને પહેલો આઘાત આપી એક જીવલેણ બીમારીમાં ભાભી તેમજ તેમના બે પુત્રોને છોડી દુનિયાથી વિદાય થયા પછી પિતાજી ખુબજ ઢીલા પડી ગયા હતા અને તેજ ઢીલાશે તેમનો  હૃદય રોગમાં ભોગ લીધો હતો,પછી બાની છત્ર છાયાથી જીવન વધતું જતું હતું,
પિતાજીનો ગોર મહારાજ તરીકે વ્યવસાય હતો,ચાર ગામોની યજમાન વૃત્તિ હતી એટલે તેમના ચાહકો ઘણા બધા હતા,યજમાનોનો પ્રેમ ખુબ હતો,દરેક પાસેથી અખૂટ માન મળતું હતું,પરંતુ મોટાભાઈ કે જે તેમનો મદદ માટેનો બીજો હાથ હતો,તે કમનસીબે છીનવાતા ગમે તેવો મજબૂત માણસ પણ તૂટી જાય,તેઓ શિષ્ટ માં ખુબ કડક હતા,પહેલા તો કુટુંબને વર્તણુક માટે ખુબ સાચવતું પડતું,જો કઈ ખોટું થાય તો પછી બા પણ કઈ કરી નહોતા શકતા,પિતાજીને રાજપીપળાના રાણીએ તેમના સમયે રાજગોર બનાવ્યા હતા,પરંતુ રાણી સાથે પણ કઈ વાંધો પડતા ત્યાંથી દોરી લોટો લઈને નીકળી ગયા હતા,તેઓ જ્યારે નારેશ્વરમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજનો પ્રચાર વધતો જતો હતો ત્યારે તેમના મિત્ર તરીકે મદદ કરતા એવું પૂજ્ય બા પાસેથી જાણવા મળતું,
નાનો હતો તે વખતે મને યાદ છે બાપા મને જ્યારે લગ્ન જેવા પ્રસંગો હોય ત્યારે સાથે લઇ જતા,એક વખત તો કઈ કારણસર અમે ચાલતા પાલી ગામ મુકામે એક યજમાનની દીકરીના લગ્ન કરાવવા જઈ રહ્યા હતા,અને સાંજ પડી ગઈ હતી,તે વખતે પાલીની સીમમાં એક વરુ નું ટોળું સડક તરફ આવી રહ્યું હતું,હું તો ગભરાઈને તેમની પાછળ લપાઈ ગયો પણ તેઓએ મને કહ્યું એતો કઈ ન કરે અને તેમણે તેમની ખંજરી વાળી  લાકડી એક પથ્થર ઉપર અથાડી અને તેનો અવાજ થતા તે ટોળું  બે ભાગમાં વહેંચાઈ અમારાથી દૂર દોડી જતું રહ્યું એ અત્યારે પણ મને યાદ છે,કે તેમણે કેવી રીતે હિંમત દાખવી હતી નહિ તો ,મારા ખ્યાલ મુજબ ટોળામાં દસેક પ્રાણીઓ તો હતા,અને સાંજનો સમય,જંગલી પ્રાણીઓ હુમલો કરે તો જરૂર જોખમ હતું,પરંતુ તેમનું કામ ધર્મનું હતું એટલે કદાચ કુદરત કે ભગવાનની પણ એટલે જ મદદ મળી રહે,તેઓ ખૂબ જ સંતોષી હતા,ગામના લોકો પણ સાંજે તેઓ ઘરે આવે એટલે  ઓટલા ઉપર તકિયો લઈને અઢેલીને બેસે અને આજુબાજુ પાંચેક માણસો તો બેઠેલાજ હોય,દીવો કરવાનો સમય થાય ત્યાં સુધી ગામની તેમજ ધર્મની વાતો ચાલતી રહે,
પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ જ્યારે નર્મદા નદીને કિનારે શુક્લતીર્થ ગામમાં ભક્તોને દર્શન આપી રહ્યા હતા ત્યારે પૂજ્ય પિતાશ્રી મને લઇ ગયા હતા ત્યારે પૂજ્ય ગુરુજીએ એક કેળું મને પ્રસાદમાં આપ્યું હતું ત્યારથી આજ સુધી મને ગુરુજીમાં શ્રદ્ધા છે ઘણી વખત ગુરુજીની પ્રતીતિનો ભાસ થાય છે ત્યારે પૂજ્ય પિતાશ્રીની પણ યાદ આવી જાય છે,જેનો જન્મ છે તેનું મરણ પણ છે,તે કુદરતનો ક્રમ છે,પૂજ્ય પિતાશ્રી ને પણ હૃદય રોગ થયો અને બચાવ શું કરી શકાય ,ધર્મમાં ખુબજ ચુસ્ત બાએ માતાજીના પુંજા સ્થાને દીવો કર્યો પણ તે પણ બુઝાઈ ગયો ત્યારે સહુ વિષાદમાં પડી ગયા,તે સમયે અમારા નાના ગામમાં કોઈ ડોક્ટર નહિ એટલે યજમાનો બળદ ગાડામાં બાજુના સેવણી ગામમાંથી બચુભાઈ ડોક્ટરને બોલાવી લાવ્યા પણ આવીને તેમણે પણ દુઃખદ સમાચાર આપ્યા,મારી દસ વર્ષની આંખો એ તે વખતે અશ્રુ  નહોતા સાર્યા પણ ડોક્ટરના નિદાન પછી રડતા બાને જોઈ રડી પડ્યો હતો,પણ ગામલોકોની માવજતથી થોડીવારમાં બધા સાથે ભળી ગયો હતો, દસ વર્ષની ઉંમર કઈ ખોટું થયું છે તેને સમજવા એટલી  ગંભીર નહોતી,પૂજ્ય પિતાશ્રીની સ્મશાન યાત્રામાં ચાર ગામના લોકો જોડાયા હતા, પણ આજે તે દુઃખદ પળોના સંસ્મરણો આંખો ભીંજવી દે છે

Wednesday, June 7, 2017

ભૂતિયો પીપળો


 ભૂતિયો પીપળો 




તળાવની પાળે આવેલી પાળી ઉપર ભગ્ન હૈયે નિરાશ બેઠેલો નિમિષ એમનો એમ બેસી જોઈ રહ્યો હતો,તેનું હૈયું તૂટતાં તે ગામની વસ્તી છોડી અહીં વગડામાં એકાંતમાં આવી બેઠો હતો કઈ કરતા તેના ભગ્ન હૈયાને ટાઢક વળે,પણ વીટીં  ગયેલી  યાદ સામે ચાલીને તેના હૈયાને તોડી રહી હતી,અહીં એકાંતમાં પણ તેને શાંતિ ન હતી,તળાવમાં રહેલો એક મગર વારે ઘડી તેની ડોક ઊંચી કરી તેને ખાવા પ્રયત્ન કરતો હતો,પણ પાળી ઘણી ઊંચી હતી,સંધ્યા ઢળતી જતી હતી એટલે વગડામાંથી જંગલી પ્રાણીઓ પણ તરસ છીપાવવા આવશે પણ તે બેસી રહ્યો હતો ,આજુબાજુના ભયંકર વાતાવરણની તેને ખબર હતી કે નહિ પણ તે હજુ એમનો એમ બેસી રહ્યો હતો,તળાવની પાળ ઉપર એક તોતિંગ સુકાઈ ગયેલું ઝાડ હતું,ક્યારેક પસાર થતા પક્ષીઓ પાણી પીવા કિનારે ઉતરતા ને ઉડી જતા તેમને પણ ખબર હતી કે હવે રાત આવતા અંધારું આવશે એટલે તે પહેલા ઘેર પહોંચી જવું એટલે કે તેમનો વાસ જ્યાં હોય ત્યાં રાતવાસો માટે પહોંચી જવું પણ નિમિષ એમનો એમ બેસી રહ્યો હતો,દરેક જીવને ભય સતાવે ,જિંદગીનો કોઈ ભરોષો નહિ,અને અહીં તો વગડો ,ભાઈ, હૈયું તો ગમે ત્યારે સરખું થશે પણ અહીં બેસી રહ્યો તો,કાળની ઝપેટમાં ક્યાંય ખોવાઈ જઈશ,પછી નામોનિશાન ભૂંસાઈ જશે,પણ કોણ સમજાવે આ જિદ્દીને,સંધ્યા રાણીએ પણ વિદાય લેવા માંડી હતી,પણ તે બેસી રહ્યો હતો,
શું તેનું કોઈ ચિંતા કરવાવાળું વસ્તીમાં નહિ હોય કે પછી તે કોઈ અહીં  એક મુસાફર હતો,કદાચ અજનબી વસ્તી પાસેથી પસાર થતા રોકાઈ ગયો હોય અને ભૂલો પડતા અહીં વગડામાં ભટકી પડ્યો હોય તે રાજપૂત ન હતો, અને નજીકની વસ્તી રાજપૂતોની હતી,તો કયા સંજોગોમાં તે ભાંગી પડ્યો હતો,યુવાન હતો,ઘણી લાંબી જિંદગી તેને નસીબ હતી,અને શા માટે આ વગડામાં તે જોખમ લેતો બેસી રહ્યો હતો,ખબર નહિ પણ ક્ષિતિજે સંધ્યાની લાલાશ ઓછી થઇ ગઈ હતી,સંધ્યાનું દ્રશ્ય સોહામણું હતું પણ તે  તેના માટે કઈ કામનું ન હતું,શું કોઈ આત્મ હત્યા જેવો જીવલેણ વિચાર તો સવાર નહોતો,ખબર નહિ પણ તે બેસી રહ્યો હતો,કોણ સમજાવે આ વગડામાં , તેની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો,વગડો સારો ઝાડીઓથી ભરપૂર હતો, જે તળાવને કિનારે તે જ્યા બેઠો હતો તેની પાછળ ઝાડ પાસેથી એક કેડી પસાર થતી હતી,કદાચ તે વસ્તી સાથે જોડાતી હશે,જેના ઉપર તે ભૂલો પડ્યો હશે ને તળાવ જોતા રોકાઈ ગયો હશે,કોણ જાણે પણ તે બેસી કેમ રહ્યો હતો,વાતારણ જરૂર ભયાનક હતું,થોડીવાર થઇ અને તેની પાછળ પેલા સૂકા ઝાડ પરથી કઈ પડવાનો ભયાનક અવાઝ આવ્યો,કોઈ પડ્યું કે કોઈ પ્રાણીએ કૂદકો માર્યો,પણ તે અવાઝ તેને સતેજ કરતો ગયો,તે બેઠો હતો ત્યાંથી ઉભો થઇ આજુબાજુ જોઈ રહ્યો પણ કઈ નજરે ન પડ્યું,હવે તેને ભય સતાવવા મંડ્યો,વગડામાં ગમે તે થાય તે અહીં એકલો જ હતો,ભય લાગ્યો એટલે તેને મરવાનો ઈરાદો ન હતો પણ તેને બચવું હતું,ભગ્ન હૈયા માટે જરૂર કારણ હતું પણ તેને મરવું ન હતું,તેની ધડકનો એકાએક વધી ગઈ,કોઈ પણ સ્થિતિ માટે તે તૈયાર થયો,તેને કૈક આજુબાજુ ઘસાતું હોય તેવું લાગવા માંડ્યું,જાણે કોઈ તેને ધક્કો મારી રહ્યું હતું,અહીં કોઈ નહોતું પણ તેને કોઈ ભૂતિયો અનુભવ થતો હોય તેમ લાગવા માંડ્યું,તેને કોઈ ફોર્સ ઝાડ બાજુ ધકેલી રહ્યો હતો,તેને ખબર નહોતી પડતી અને તે ખરેખર ગભરાઈ ગયો,કોઈ હતું નહિ અને શું થઇ રહ્યું હતું,જે કોઈ ધક્કો મારતું હોય તેનો કોઈ ઈશારો હતો,તે ઝાડના થડની પાછળ ઘસેડાતા તે ફોર્સ ઓછો થયો,તે વિનંતી કરવા લાગ્યો,
" તમે કોણ છો ,જે હોય તે બહાર આવો,ભાઈ મને ગભરાટ થાય છે ," અને તેના હોઠ તે જ ફોર્સથી દબાઈ ગયા હવે તે બોલી શકતો પણ ન હતો ,અને સામેની ઝાડીમાં સળવળાટ થયો અને કોઈ મોટું રીછ તેના બચ્ચા સાથે પાણી તરફ વળ્યું પણ,તે વારેઘડી થડ બાજુ મોઢું કરી સૂંઘી રહ્યું હતું,તળાવને સામે કિનારે તેના બચ્ચા પાણી પી રહ્યા હતા,હવે નિમેષને ખબર પડી અહીં ભય છે ને તેનો ઈશારો કોઈ કરી રહ્યું છે,જરૂર કોઈ તેને બચાવવા માંગે છે,ખાતરી થતા તે થોડો શાંત થઇ ફોર્સના ઈશારામાં ચૂપ ઉભો રહ્યો,ગજબ થઇ રહ્યું હતું,વાતાવરણ સન્નાટાથી ભરાઈ ગયું હતું,થોડીવારમાં રીછ પાણી પીને જ્યાંથી આવ્યું હતું તે બાજુ ઝાડીમાં અદ્રસ્ય થઇ ગયું,થોડીવાર એમને એમ ગઈ,નિમિષને થયું હવે અહીંથી જવું જોઈએ,તે ભય ઓછો થતા કેડી બાજુ ચાલવા માંડ્યો,પણ જતા પહેલા જે થયું હતું તે કઈ સામાન્ય ન હતું,કોઈએ તેને બચાવ્યો હતો,જે હોય તે પણ તેનો આભાર તો માનવો જ જોઈએ,હવે તે કહેવા મંડ્યો,
"આભાર,ખુબ ખુબ આભાર"પણ તેણે જોયું,નીચે પડેલા સૂકા પાંદડાં ઉડવા લાગ્યા ,અને તેના વંટોળમાથી એક સ્ત્ર્રી બહાર આવી અને તેની તરફ જોઈ રહી,તે જોતોજ રહ્યો,એક ખુબ સુંદર સ્ત્રી,જ્યાંથી તે નજરે પડી ત્યાંથી ચાલીને તળાવની પાળે તે જ્યા બેઠો હતો ત્યાં જઈને બેસી ગઈ,આછા પ્રકાશમાં પણ તેને  જોઈ શકાતી હતી,ખબર નહિ પણ નિમેષે તેનો આદર કરતા હાથ જોડી નમસ્કાર કર્યા,અને ઈશારો કરી પૂછ્યું,હું ત્યાં આવી શકું,અને તેણે સ્માઈલ કરતા નિમેષને પરવાનગી આપી,નિમેષ હવે એકદમ ભય મુક્ત થઇ ગયો,ભલે જે કોઈ હોય પણ તે સ્ત્રીએ આજે તેનું જીવન બચાવ્યું હતું,તે તેનો સતત આભાર માનતો રહ્યો,તે જ્યારે નજીક પહોંચ્યો,ત્યારે પેલી સ્ત્રી એ તેને બેસવા ઈશારો કર્યો અને તે બેસી ગયો, નિમિષને ડર તો લાગવો જોઈએ પેલી સ્ત્રી ચમત્કારિક રીતે પ્રગતિ હતી તે મદદ કરી રહી હતી પણ આખરે માનવ ન હતી અત્યારે તે કદાચ હસતી  હોય પણ ઘડીક પછી ભયાનક પણ બની જાય પણ ગમે તેમ નિમેષ તેની પાસે ગરીબની માફક બેસી ગયો,
અહીં આ વાર્તા પુરી થશે,ના ભાઈ ના જરા થોભો,હમણાં તો કોઈ સ્ત્રીએ પ્રવેશ મેળવ્યો,સાંભળો આ સ્ત્રી નિમેષની મદદ કરી રહી હતી,અને ભાંગેલા નિમેષનું સરખું ના થાય ત્યાં સુધી તો રહેવું પડે ને..!,ભલા માણસ વાર્તા વાંચો , ભૂલી જાવ આજુબાજુને  ને ખોવાઈ જાવ વાંચવામાં,તો નિમેષ ગરીબની માફક બેસી ગયો,પેલી સુંદર સ્ત્રીએ કહ્યું
"તને આ વગડામાં ભય નથી લાગતો ?"
" લાગે છે,પણ હવે તમારો સાથ છે,મારુ નામ નિમેષ છે,આપ કોણ છો,આ તમે અને તું માં એક કહો કેમ કે હું તમારો આભારી છું."
"હું મીનળ બા છું,રાજપૂતોની વસ્તીની એક દીકરી,આ ઝાડ પર વર્ષોથી રહું છું એટલે સમજી શકો છો ભાષા પણ વર્ષો પહેલાની છે.એટલે એમાં ભૂલ થવાની શક્યતાઓ છે.અને નિમેષને મીનળ બાની આંખો ભારે લાગી,તે થોડો નરમ પડ્યો.,ને બોલ્યો,
"પણ ,તમે તો યુવાન દેખાઓ છો, "
"હું તમને દેખાઉં છું તે એકમાત્ર તારા મન ની એકાગ્રતા છે,"
" ના ના હું તમને બરાબર જોઈ શકું છું,તમે ખુબ સુંદર દેખાઓ છો,"
"હા, આ વર્ષો પહેલાનો દેહ અને પોશાક છે,સારું છે કે હું તને દેખાઉં છું,તારા જેવાને મારી રીતે મેં પહેલા પણ બચાવ્યા છે,પણ પહેલી વખત તું મને જોઈ શક્યો છે,એ બતાવ તું દુઃખી કેમ છે.?"
"મીનળ બા,એક મહિના પહેલા હું આ વસ્તીમાં આવ્યો હતો,કેમકે જે છોકરી મને પ્યાર કરતી હતી તે આ વસ્તીની હતી,પણ તેના વડીલોના તિરસ્કારથી અમે ન મળી શક્યા,અને આજે આવ્યો તો સમાચાર મળ્યા તેનું લગ્ન થઇ ગયું,આ વસ્તીએ મારો પ્યાર છીનવી લીધો,અને વસ્તીમાં હું કઈ કરી ન શક્યો,મેં જાણવાનો પ્રયત્ન કર્યો,તો ખુંખાર રાજપૂતોનો સ્વભાવ સામે આવ્યો,બંદૂકની નોચ મારા કપાળ ઉપર હતી,મને જીવતો જવા દીધો પણ હું ખોવાઈને વગડામાં ભટકી પડ્યો અને અહીં બેસી પડ્યો,હવે ક્યાં જાઉં,બસ મારુ હૈયું ભાંગી ગયું છે,મને એકજ ચિંતા છે શું શાંતા મારા વગર જીવી શકશે...!?"
"શાંતા,નહિ શાંતા બા,અમારી વસ્તીમાં આ એક માન છે,અને તે તેના પતિએ પણ સાચવવું પડે છે,લગ્ન થયા તો અગ્નિની સાક્ષીએ થયા,હવે બે વસ્તુ બને,એક તો તેના પતિ ને સત્યની ખબર પડે ને શાંતાબાના જીવનની દયા ખાઈને તને શોધે,પતિ પત્નીના સંસારની પહેલી રાત પછી આ બને,જો તારો પ્યાર સાચો હોય,નહિ તો તે એક દીકરી છે ,જો પતિ ને પિતાની લાજ વચ્ચે નિર્ણય ન કરે તો,એક ભયંકર ઘટના બને,હું તને આઘાત આપવા નથી માંગતી પણ,તે શક્ય છે,એટલે અમારી વસ્તીમાં જે બસસ્ટોપનો ચોરો છે તેમાં બેસી કાલનો દિવસ રાહ જો,કદાચ તારી આશાની નાવડીને કોઈ કિનારો મળે બાકી તો,હું પણ એક આત્મા છું  આ તળાવમાં પડી ડૂબી જવાથી મારુ મોત થયું હતું,મારે જીવવું હતું ,હું પણ એક દીકરીજ હતી,સખીઓ સાથે સ્નાન કરતા હું ડૂબી અને પ્રયત્ન છતાં ન બચી,પછી તો મારી કાયા રાખ થઇ ત્યાં સુધી ત્યાં જોતી રહી બધાને પાસે જઈને સમજાવતી રહી,પણ કોઈ મને સાંભળતું ન હતું,કોઈ મને સમજતું ન હતું,હું નિરાશ થઇ , સ્મશાનમાંથી બધા જતા રહ્યા હું બધાને સમજાવતી રહી,પણ મારા પ્રયત્નો નકામાં નીવડ્યા  હું ફક્ત એક આત્મા હતી,હું સહુથી વિખુટી પડી ગઈ હતી,અને પછી અહીં આવી આ ઝાડ પર સ્થાયી થઇ, ત્યારથી આ આત્મા આ સ્થળ છોડી શકી નથી,બસ આ તોતિંગ ઝાડ પીપળાનું હતું,મારા મોત પહેલા તે બધાને છાયા આપતું હતું,અને મેં તેનો સહારો લીધો તો તે સુકાઈ ગયું,ગામની વસ્તી હવે તેને ભૂતિયો પીપળો કહે છે,એટલે ડરને લીધે અહીં કોઈ આવતું નથી,એટલે હું તો તારી શુભની કામના કરું એટલુંજ બાકી તો ભગવાનની મરજી,નિમેષ સાચા દિલથી જો તમે પ્યાર કરતા હશો તો,બધું શુભ થશે.હવે અંધારું થાય તે પહેલા જા,કાલે આવજે,કઈ પણ બને નિરાશ ન થતો,કેમકે જીવન જીવવામાં મઝા છે,નસીબ હશે તો ફરીથી મળીશું ,તું આવીને મારુ નામ કહેજે હું પ્રગટ થઈશ.જા હવે,આત્મા ને કોઈ બંધન નથી,પણ તને બચાવી મને  કોઈ માયા જાળનું બંધન ન લાગે , અને નિમેષ કઈ કહે તે પહેલા મીનળ બા નામની આ સુંદરી વાતાવરણમાં અલોપ થઇ ગઈ,એક પવનનો સુસવાટા સાથે પાંદડા ઉડ્યા,અને નિમેષ તેનો આભાર માનતો એક આશાના કિરણ સાથે ત્યાંથી વસ્તી બાજુ રવાના થયો,
 સુંદરીએ કહેલું તેણે ધ્યાન રાખ્યું,તેને કોઈ આશાનો સંચાર થયો ,તે બસ સ્ટોપના ચોરામાં આવી બેઠો,રાત પડવાથી લોકો પોતાના ઘરોમાં થરી થામ થઇ ગયા હતા એટલે અહીં કોઈ દેખાતું ન હતું,એક આમલીના તોતિંગ ઝાડની આજુબાજુ પાકો બેઠકનો ચોરો બનાવેલો હતો,અહીં, પસાર થતી બસો રોકાતી હતી,તે બેઠો બેઠો આજુબાજુ જોઈ રહ્યો,કોઈ સંચાર ન હતો ,કદાચ છેલ્લી બસ પણ જતી રહી હશે,થાક,નિરાશા અને ચિંતાઓ વચ્ચે તેને જાગતા રહેવું હતું પણ તેના શરીરે સાથ ન આપ્યો,વહેલી સવારે કોઈએ તેને ઢંઢોળીયો એટલે તે હોબાળો બેઠો થઇ ગયો,તેણે જોયું,એક મૂછાળો  જુવાન ખભે રૂમાલ અને એક ધારિયા જેવા હથિયાર સાથે તેની સામે ઉભો હતો,તેની આંખો પરથી રાજપૂતાઈ ચોખ્ખી નીતરતી હતી,અને તેને સુંદરી યાદ આવી ,પેલાએ સીધુજ પૂછ્યું,
"તું, તું રાજપૂત નથી ને તારું નામ નિમેષ છે,"
જુવાન ચોકી ગયો અને પોતાને વ્યવસ્થિત કરતો બોલ્યો,
"હા ભાઈ તમે કેવી રીતે મને જાણો છો...!"
"જો હું શાંતાબાનો પતિ છું,તેની વાત જાણ્યા પછી અહીં તને શોધતો આવ્યો છું,હું તેનું દુઃખ સમજ્યો છું,પણ તેના માબાપ પર કેવી વીતશે તેની ખબર નથી,"
"અમે સાચી રીતે એકબીજાને ચાહિયે છીએ,જો તે તમારી સાથે રાજી હોય તો મને વાંધો નથી પણ રાજી ન હોય તો તેના જીવનું જોખમ છે,માબાપને સમજાવ્યા હતા પરંતુ મને મારી નાખવાની ધમકીએ તે લગ્ન માટે સંમત થઇ હતી."નિમેષ બોલ્યો
"મને ખબર છે,તેણે  હાથ જોડીને મને બધું કહ્યું છે,અને એટલેજ તું અહીંથી જતો રહે તે પહેલા અહીં આવી ગયો છું,મારાથી બનતું બધું કરીશ,હું સરપંચનો દીકરો છું,બધું સારું થઇ જશે,તને મારા માણસો આશરો આપશે ત્યાં તું જતો રહેજે હજુ આ વાતની કોઈને ખબર નથી એટલે પહેલાતો મારા પિતાશ્રીને સમજાવીશ પછી આગળ વાત થશે," અને હૈયા ધારણ આપી તે ત્યાંથી જતો રહ્યો ,ત્યાર પછી બે માણસો આવ્યા તેની સાથે તે છુપા સ્થળે જતો રહ્યો,બે દિવસો પસાર થયા પછી શાંતા નો પતિ ફરી ત્યાં આવ્યો અને બધું સલામત નું કહી તેને ત્યાં લઇ ગયો તેમાં છોકરીના માબાપે અને સરપંચે તેને શહેરની રીતે કોર્ટમાં લગ્નની સલાહ આપી એટલે ગામલોકોમાં દહેશત ન ફેલાય, અને આમ બધું હેમખેમ પાર પડ્યું, શાંતા ના  પતિએ કોર્ટમાં છૂટાછેડા આપી,પોતેજ લગ્ન માં જામીન બન્યો અને કોર્ટે બધું મંજુર કરતા નિમીષનો સંસાર શરુ થયો,બંને ખુશ થયા ,પણ નિમેષ સુંદરીને મળવા શાંતા બા અને તેના પૂર્વજ પતિ સાથે ગયો,નામ દેતા સુંદરી પ્રગતિ,પણ ત્રીજા માણસની હાજરી જોતા ફરી અદ્રશ્ય થઇ ગઈ,જો કે સુંદરીને ફક્ત નિમેષ જ જોઈ શક્યો,ફરી વિનંતી કરતા તે પ્રગટી પણ કપલને આશીર્વાદ આપી અદ્રશ્ય થઇ ગઈ,શાન્તાબાને મળવું હતું પણ તે ન જોઈ શક્યા છેલ્લે નિમેષ  નિરાશ થયો ,કેમકે ગઈકાલે જે સુંદરી હસતી હતી,તેની સલાહ થી તો તેનો સંસાર વસ્યો,અને આજે એક જ દિવસમાં શું ફેરફાર થયો,પણ અગોચર આત્માના જીવનની માણસને શું ખબર,આશીર્વાદથી સંતોષ માની નિરાશ ગ્રુપ પગે લાગતું ઝાડ પાસે સાથે લાવેલું શ્રીફળ મૂકી  વિદાય થયું.

-મહેન્દ્ર ભટ્ટ.

વીરપુરના તમે જોગી જલારામ






વીરપુરના તમે જોગી જલારામ



વીરપુરના તમે જોગી જલારામ
એ...તમે બોલતા નથી,ચાલતા નથી કેમ રિસાયા હે જોગી જલારામ (૨)
જય જય જય જોગી જલારામ
શું અપરાધ થયો છે અમારો ,મારે આધાર એક છે તમારો (૨)
તમે આશરો આપો ,મારા દુઃખડા કાપો
તમે વીરપુરના છો વાસી ....તમે બોલતા.......
બાલ ગોવિંદને તમે બચાવ્યો,જગમાં જય જય કાર મચાવ્યો (૨)
રાખી જાણી દયા,એની ટાળી હૂંડી
હે તમે જુના રે જુગના જોગી,
વીરપુરવાળા હે જોગી જલારામ....તમે બોલતા .........
હે તમે ઝોળી ને ઝોખો લીધો,તમે બાળપણે વેશ લીધો (૨)
કરવા સેવાના કામ ,એવી રુદિયામાં હામ
તમે રામ નામ કેરા પ્યાસી ........
વીરપુરવાળા હે જોગી જલારામ ....તમે બોલતા .........
હે તમે વીરબાઈને દાનમાં દીધા ,તમે પ્રભુને હરાવી દીધા
આશિક ઉભો રે દ્વાર ,દર્શન આપો પળવાર
અમે તારા તે નામના પ્યાસી
વીરપુરવાળા હે જોગી જલારામ ...તમે બોલતા......

જોગી જલારામ બાપાની જય