પંખીડાને આ પીંજરું …( ગુજરાતી ભજન )
પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે
બહુરે સમજાવ્યું તો યે નવું પીંજરું માંગે (૨)
પંખીડાને આ પીંજરું …….
ઉમટ્યો અજંપો એને પડના રે પ્રાણનો (૨)
અણધાર્યો કીધો મેનોરથ દૂરના પ્રયાણનો,
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી
બહુરે સમજાવ્યું તો યે …….
સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હિરે મઢેલ વીંઝણો મોતીના મોંઘા મુલનો
કાજલના બનીએ ભેરુ કોઈ રંગ ન લાગે
બહુરે સમજાવ્યું તો યે ……..
પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે
બહુરે સમજાવ્યું તો યે નવું પીંજરું માંગે (૨)
પંખીડાને આ પીંજરું …….
જય શ્રી કૃષ્ણ .
%20Beautiful%20Crane.jpg)
No comments:
Post a Comment