ભૂતિયો પીપળો
તળાવની પાળે આવેલી પાળી ઉપર ભગ્ન હૈયે નિરાશ બેઠેલો નિમિષ એમનો એમ બેસી જોઈ રહ્યો હતો,તેનું હૈયું તૂટતાં તે ગામની વસ્તી છોડી અહીં વગડામાં એકાંતમાં આવી બેઠો હતો કઈ કરતા તેના ભગ્ન હૈયાને ટાઢક વળે,પણ વીટીં ગયેલી યાદ સામે ચાલીને તેના હૈયાને તોડી રહી હતી,અહીં એકાંતમાં પણ તેને શાંતિ ન હતી,તળાવમાં રહેલો એક મગર વારે ઘડી તેની ડોક ઊંચી કરી તેને ખાવા પ્રયત્ન કરતો હતો,પણ પાળી ઘણી ઊંચી હતી,સંધ્યા ઢળતી જતી હતી એટલે વગડામાંથી જંગલી પ્રાણીઓ પણ તરસ છીપાવવા આવશે પણ તે બેસી રહ્યો હતો ,આજુબાજુના ભયંકર વાતાવરણની તેને ખબર હતી કે નહિ પણ તે હજુ એમનો એમ બેસી રહ્યો હતો,તળાવની પાળ ઉપર એક તોતિંગ સુકાઈ ગયેલું ઝાડ હતું,ક્યારેક પસાર થતા પક્ષીઓ પાણી પીવા કિનારે ઉતરતા ને ઉડી જતા તેમને પણ ખબર હતી કે હવે રાત આવતા અંધારું આવશે એટલે તે પહેલા ઘેર પહોંચી જવું એટલે કે તેમનો વાસ જ્યાં હોય ત્યાં રાતવાસો માટે પહોંચી જવું પણ નિમિષ એમનો એમ બેસી રહ્યો હતો,દરેક જીવને ભય સતાવે ,જિંદગીનો કોઈ ભરોષો નહિ,અને અહીં તો વગડો ,ભાઈ, હૈયું તો ગમે ત્યારે સરખું થશે પણ અહીં બેસી રહ્યો તો,કાળની ઝપેટમાં ક્યાંય ખોવાઈ જઈશ,પછી નામોનિશાન ભૂંસાઈ જશે,પણ કોણ સમજાવે આ જિદ્દીને,સંધ્યા રાણીએ પણ વિદાય લેવા માંડી હતી,પણ તે બેસી રહ્યો હતો,
શું તેનું કોઈ ચિંતા કરવાવાળું વસ્તીમાં નહિ હોય કે પછી તે કોઈ અહીં એક મુસાફર હતો,કદાચ અજનબી વસ્તી પાસેથી પસાર થતા રોકાઈ ગયો હોય અને ભૂલો પડતા અહીં વગડામાં ભટકી પડ્યો હોય તે રાજપૂત ન હતો, અને નજીકની વસ્તી રાજપૂતોની હતી,તો કયા સંજોગોમાં તે ભાંગી પડ્યો હતો,યુવાન હતો,ઘણી લાંબી જિંદગી તેને નસીબ હતી,અને શા માટે આ વગડામાં તે જોખમ લેતો બેસી રહ્યો હતો,ખબર નહિ પણ ક્ષિતિજે સંધ્યાની લાલાશ ઓછી થઇ ગઈ હતી,સંધ્યાનું દ્રશ્ય સોહામણું હતું પણ તે તેના માટે કઈ કામનું ન હતું,શું કોઈ આત્મ હત્યા જેવો જીવલેણ વિચાર તો સવાર નહોતો,ખબર નહિ પણ તે બેસી રહ્યો હતો,કોણ સમજાવે આ વગડામાં , તેની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો,વગડો સારો ઝાડીઓથી ભરપૂર હતો, જે તળાવને કિનારે તે જ્યા બેઠો હતો તેની પાછળ ઝાડ પાસેથી એક કેડી પસાર થતી હતી,કદાચ તે વસ્તી સાથે જોડાતી હશે,જેના ઉપર તે ભૂલો પડ્યો હશે ને તળાવ જોતા રોકાઈ ગયો હશે,કોણ જાણે પણ તે બેસી કેમ રહ્યો હતો,વાતારણ જરૂર ભયાનક હતું,થોડીવાર થઇ અને તેની પાછળ પેલા સૂકા ઝાડ પરથી કઈ પડવાનો ભયાનક અવાઝ આવ્યો,કોઈ પડ્યું કે કોઈ પ્રાણીએ કૂદકો માર્યો,પણ તે અવાઝ તેને સતેજ કરતો ગયો,તે બેઠો હતો ત્યાંથી ઉભો થઇ આજુબાજુ જોઈ રહ્યો પણ કઈ નજરે ન પડ્યું,હવે તેને ભય સતાવવા મંડ્યો,વગડામાં ગમે તે થાય તે અહીં એકલો જ હતો,ભય લાગ્યો એટલે તેને મરવાનો ઈરાદો ન હતો પણ તેને બચવું હતું,ભગ્ન હૈયા માટે જરૂર કારણ હતું પણ તેને મરવું ન હતું,તેની ધડકનો એકાએક વધી ગઈ,કોઈ પણ સ્થિતિ માટે તે તૈયાર થયો,તેને કૈક આજુબાજુ ઘસાતું હોય તેવું લાગવા માંડ્યું,જાણે કોઈ તેને ધક્કો મારી રહ્યું હતું,અહીં કોઈ નહોતું પણ તેને કોઈ ભૂતિયો અનુભવ થતો હોય તેમ લાગવા માંડ્યું,તેને કોઈ ફોર્સ ઝાડ બાજુ ધકેલી રહ્યો હતો,તેને ખબર નહોતી પડતી અને તે ખરેખર ગભરાઈ ગયો,કોઈ હતું નહિ અને શું થઇ રહ્યું હતું,જે કોઈ ધક્કો મારતું હોય તેનો કોઈ ઈશારો હતો,તે ઝાડના થડની પાછળ ઘસેડાતા તે ફોર્સ ઓછો થયો,તે વિનંતી કરવા લાગ્યો,
" તમે કોણ છો ,જે હોય તે બહાર આવો,ભાઈ મને ગભરાટ થાય છે ," અને તેના હોઠ તે જ ફોર્સથી દબાઈ ગયા હવે તે બોલી શકતો પણ ન હતો ,અને સામેની ઝાડીમાં સળવળાટ થયો અને કોઈ મોટું રીછ તેના બચ્ચા સાથે પાણી તરફ વળ્યું પણ,તે વારેઘડી થડ બાજુ મોઢું કરી સૂંઘી રહ્યું હતું,તળાવને સામે કિનારે તેના બચ્ચા પાણી પી રહ્યા હતા,હવે નિમેષને ખબર પડી અહીં ભય છે ને તેનો ઈશારો કોઈ કરી રહ્યું છે,જરૂર કોઈ તેને બચાવવા માંગે છે,ખાતરી થતા તે થોડો શાંત થઇ ફોર્સના ઈશારામાં ચૂપ ઉભો રહ્યો,ગજબ થઇ રહ્યું હતું,વાતાવરણ સન્નાટાથી ભરાઈ ગયું હતું,થોડીવારમાં રીછ પાણી પીને જ્યાંથી આવ્યું હતું તે બાજુ ઝાડીમાં અદ્રસ્ય થઇ ગયું,થોડીવાર એમને એમ ગઈ,નિમિષને થયું હવે અહીંથી જવું જોઈએ,તે ભય ઓછો થતા કેડી બાજુ ચાલવા માંડ્યો,પણ જતા પહેલા જે થયું હતું તે કઈ સામાન્ય ન હતું,કોઈએ તેને બચાવ્યો હતો,જે હોય તે પણ તેનો આભાર તો માનવો જ જોઈએ,હવે તે કહેવા મંડ્યો,
"આભાર,ખુબ ખુબ આભાર"પણ તેણે જોયું,નીચે પડેલા સૂકા પાંદડાં ઉડવા લાગ્યા ,અને તેના વંટોળમાથી એક સ્ત્ર્રી બહાર આવી અને તેની તરફ જોઈ રહી,તે જોતોજ રહ્યો,એક ખુબ સુંદર સ્ત્રી,જ્યાંથી તે નજરે પડી ત્યાંથી ચાલીને તળાવની પાળે તે જ્યા બેઠો હતો ત્યાં જઈને બેસી ગઈ,આછા પ્રકાશમાં પણ તેને જોઈ શકાતી હતી,ખબર નહિ પણ નિમેષે તેનો આદર કરતા હાથ જોડી નમસ્કાર કર્યા,અને ઈશારો કરી પૂછ્યું,હું ત્યાં આવી શકું,અને તેણે સ્માઈલ કરતા નિમેષને પરવાનગી આપી,નિમેષ હવે એકદમ ભય મુક્ત થઇ ગયો,ભલે જે કોઈ હોય પણ તે સ્ત્રીએ આજે તેનું જીવન બચાવ્યું હતું,તે તેનો સતત આભાર માનતો રહ્યો,તે જ્યારે નજીક પહોંચ્યો,ત્યારે પેલી સ્ત્રી એ તેને બેસવા ઈશારો કર્યો અને તે બેસી ગયો, નિમિષને ડર તો લાગવો જોઈએ પેલી સ્ત્રી ચમત્કારિક રીતે પ્રગતિ હતી તે મદદ કરી રહી હતી પણ આખરે માનવ ન હતી અત્યારે તે કદાચ હસતી હોય પણ ઘડીક પછી ભયાનક પણ બની જાય પણ ગમે તેમ નિમેષ તેની પાસે ગરીબની માફક બેસી ગયો,
અહીં આ વાર્તા પુરી થશે,ના ભાઈ ના જરા થોભો,હમણાં તો કોઈ સ્ત્રીએ પ્રવેશ મેળવ્યો,સાંભળો આ સ્ત્રી નિમેષની મદદ કરી રહી હતી,અને ભાંગેલા નિમેષનું સરખું ના થાય ત્યાં સુધી તો રહેવું પડે ને..!,ભલા માણસ વાર્તા વાંચો , ભૂલી જાવ આજુબાજુને ને ખોવાઈ જાવ વાંચવામાં,તો નિમેષ ગરીબની માફક બેસી ગયો,પેલી સુંદર સ્ત્રીએ કહ્યું
"તને આ વગડામાં ભય નથી લાગતો ?"
" લાગે છે,પણ હવે તમારો સાથ છે,મારુ નામ નિમેષ છે,આપ કોણ છો,આ તમે અને તું માં એક કહો કેમ કે હું તમારો આભારી છું."
"હું મીનળ બા છું,રાજપૂતોની વસ્તીની એક દીકરી,આ ઝાડ પર વર્ષોથી રહું છું એટલે સમજી શકો છો ભાષા પણ વર્ષો પહેલાની છે.એટલે એમાં ભૂલ થવાની શક્યતાઓ છે.અને નિમેષને મીનળ બાની આંખો ભારે લાગી,તે થોડો નરમ પડ્યો.,ને બોલ્યો,
"પણ ,તમે તો યુવાન દેખાઓ છો, "
"હું તમને દેખાઉં છું તે એકમાત્ર તારા મન ની એકાગ્રતા છે,"
" ના ના હું તમને બરાબર જોઈ શકું છું,તમે ખુબ સુંદર દેખાઓ છો,"
"હા, આ વર્ષો પહેલાનો દેહ અને પોશાક છે,સારું છે કે હું તને દેખાઉં છું,તારા જેવાને મારી રીતે મેં પહેલા પણ બચાવ્યા છે,પણ પહેલી વખત તું મને જોઈ શક્યો છે,એ બતાવ તું દુઃખી કેમ છે.?"
"મીનળ બા,એક મહિના પહેલા હું આ વસ્તીમાં આવ્યો હતો,કેમકે જે છોકરી મને પ્યાર કરતી હતી તે આ વસ્તીની હતી,પણ તેના વડીલોના તિરસ્કારથી અમે ન મળી શક્યા,અને આજે આવ્યો તો સમાચાર મળ્યા તેનું લગ્ન થઇ ગયું,આ વસ્તીએ મારો પ્યાર છીનવી લીધો,અને વસ્તીમાં હું કઈ કરી ન શક્યો,મેં જાણવાનો પ્રયત્ન કર્યો,તો ખુંખાર રાજપૂતોનો સ્વભાવ સામે આવ્યો,બંદૂકની નોચ મારા કપાળ ઉપર હતી,મને જીવતો જવા દીધો પણ હું ખોવાઈને વગડામાં ભટકી પડ્યો અને અહીં બેસી પડ્યો,હવે ક્યાં જાઉં,બસ મારુ હૈયું ભાંગી ગયું છે,મને એકજ ચિંતા છે શું શાંતા મારા વગર જીવી શકશે...!?"
"શાંતા,નહિ શાંતા બા,અમારી વસ્તીમાં આ એક માન છે,અને તે તેના પતિએ પણ સાચવવું પડે છે,લગ્ન થયા તો અગ્નિની સાક્ષીએ થયા,હવે બે વસ્તુ બને,એક તો તેના પતિ ને સત્યની ખબર પડે ને શાંતાબાના જીવનની દયા ખાઈને તને શોધે,પતિ પત્નીના સંસારની પહેલી રાત પછી આ બને,જો તારો પ્યાર સાચો હોય,નહિ તો તે એક દીકરી છે ,જો પતિ ને પિતાની લાજ વચ્ચે નિર્ણય ન કરે તો,એક ભયંકર ઘટના બને,હું તને આઘાત આપવા નથી માંગતી પણ,તે શક્ય છે,એટલે અમારી વસ્તીમાં જે બસસ્ટોપનો ચોરો છે તેમાં બેસી કાલનો દિવસ રાહ જો,કદાચ તારી આશાની નાવડીને કોઈ કિનારો મળે બાકી તો,હું પણ એક આત્મા છું આ તળાવમાં પડી ડૂબી જવાથી મારુ મોત થયું હતું,મારે જીવવું હતું ,હું પણ એક દીકરીજ હતી,સખીઓ સાથે સ્નાન કરતા હું ડૂબી અને પ્રયત્ન છતાં ન બચી,પછી તો મારી કાયા રાખ થઇ ત્યાં સુધી ત્યાં જોતી રહી બધાને પાસે જઈને સમજાવતી રહી,પણ કોઈ મને સાંભળતું ન હતું,કોઈ મને સમજતું ન હતું,હું નિરાશ થઇ , સ્મશાનમાંથી બધા જતા રહ્યા હું બધાને સમજાવતી રહી,પણ મારા પ્રયત્નો નકામાં નીવડ્યા હું ફક્ત એક આત્મા હતી,હું સહુથી વિખુટી પડી ગઈ હતી,અને પછી અહીં આવી આ ઝાડ પર સ્થાયી થઇ, ત્યારથી આ આત્મા આ સ્થળ છોડી શકી નથી,બસ આ તોતિંગ ઝાડ પીપળાનું હતું,મારા મોત પહેલા તે બધાને છાયા આપતું હતું,અને મેં તેનો સહારો લીધો તો તે સુકાઈ ગયું,ગામની વસ્તી હવે તેને ભૂતિયો પીપળો કહે છે,એટલે ડરને લીધે અહીં કોઈ આવતું નથી,એટલે હું તો તારી શુભની કામના કરું એટલુંજ બાકી તો ભગવાનની મરજી,નિમેષ સાચા દિલથી જો તમે પ્યાર કરતા હશો તો,બધું શુભ થશે.હવે અંધારું થાય તે પહેલા જા,કાલે આવજે,કઈ પણ બને નિરાશ ન થતો,કેમકે જીવન જીવવામાં મઝા છે,નસીબ હશે તો ફરીથી મળીશું ,તું આવીને મારુ નામ કહેજે હું પ્રગટ થઈશ.જા હવે,આત્મા ને કોઈ બંધન નથી,પણ તને બચાવી મને કોઈ માયા જાળનું બંધન ન લાગે , અને નિમેષ કઈ કહે તે પહેલા મીનળ બા નામની આ સુંદરી વાતાવરણમાં અલોપ થઇ ગઈ,એક પવનનો સુસવાટા સાથે પાંદડા ઉડ્યા,અને નિમેષ તેનો આભાર માનતો એક આશાના કિરણ સાથે ત્યાંથી વસ્તી બાજુ રવાના થયો,
સુંદરીએ કહેલું તેણે ધ્યાન રાખ્યું,તેને કોઈ આશાનો સંચાર થયો ,તે બસ સ્ટોપના ચોરામાં આવી બેઠો,રાત પડવાથી લોકો પોતાના ઘરોમાં થરી થામ થઇ ગયા હતા એટલે અહીં કોઈ દેખાતું ન હતું,એક આમલીના તોતિંગ ઝાડની આજુબાજુ પાકો બેઠકનો ચોરો બનાવેલો હતો,અહીં, પસાર થતી બસો રોકાતી હતી,તે બેઠો બેઠો આજુબાજુ જોઈ રહ્યો,કોઈ સંચાર ન હતો ,કદાચ છેલ્લી બસ પણ જતી રહી હશે,થાક,નિરાશા અને ચિંતાઓ વચ્ચે તેને જાગતા રહેવું હતું પણ તેના શરીરે સાથ ન આપ્યો,વહેલી સવારે કોઈએ તેને ઢંઢોળીયો એટલે તે હોબાળો બેઠો થઇ ગયો,તેણે જોયું,એક મૂછાળો જુવાન ખભે રૂમાલ અને એક ધારિયા જેવા હથિયાર સાથે તેની સામે ઉભો હતો,તેની આંખો પરથી રાજપૂતાઈ ચોખ્ખી નીતરતી હતી,અને તેને સુંદરી યાદ આવી ,પેલાએ સીધુજ પૂછ્યું,
"તું, તું રાજપૂત નથી ને તારું નામ નિમેષ છે,"
જુવાન ચોકી ગયો અને પોતાને વ્યવસ્થિત કરતો બોલ્યો,
"હા ભાઈ તમે કેવી રીતે મને જાણો છો...!"
"જો હું શાંતાબાનો પતિ છું,તેની વાત જાણ્યા પછી અહીં તને શોધતો આવ્યો છું,હું તેનું દુઃખ સમજ્યો છું,પણ તેના માબાપ પર કેવી વીતશે તેની ખબર નથી,"
"અમે સાચી રીતે એકબીજાને ચાહિયે છીએ,જો તે તમારી સાથે રાજી હોય તો મને વાંધો નથી પણ રાજી ન હોય તો તેના જીવનું જોખમ છે,માબાપને સમજાવ્યા હતા પરંતુ મને મારી નાખવાની ધમકીએ તે લગ્ન માટે સંમત થઇ હતી."નિમેષ બોલ્યો
"મને ખબર છે,તેણે હાથ જોડીને મને બધું કહ્યું છે,અને એટલેજ તું અહીંથી જતો રહે તે પહેલા અહીં આવી ગયો છું,મારાથી બનતું બધું કરીશ,હું સરપંચનો દીકરો છું,બધું સારું થઇ જશે,તને મારા માણસો આશરો આપશે ત્યાં તું જતો રહેજે હજુ આ વાતની કોઈને ખબર નથી એટલે પહેલાતો મારા પિતાશ્રીને સમજાવીશ પછી આગળ વાત થશે," અને હૈયા ધારણ આપી તે ત્યાંથી જતો રહ્યો ,ત્યાર પછી બે માણસો આવ્યા તેની સાથે તે છુપા સ્થળે જતો રહ્યો,બે દિવસો પસાર થયા પછી શાંતા નો પતિ ફરી ત્યાં આવ્યો અને બધું સલામત નું કહી તેને ત્યાં લઇ ગયો તેમાં છોકરીના માબાપે અને સરપંચે તેને શહેરની રીતે કોર્ટમાં લગ્નની સલાહ આપી એટલે ગામલોકોમાં દહેશત ન ફેલાય, અને આમ બધું હેમખેમ પાર પડ્યું, શાંતા ના પતિએ કોર્ટમાં છૂટાછેડા આપી,પોતેજ લગ્ન માં જામીન બન્યો અને કોર્ટે બધું મંજુર કરતા નિમીષનો સંસાર શરુ થયો,બંને ખુશ થયા ,પણ નિમેષ સુંદરીને મળવા શાંતા બા અને તેના પૂર્વજ પતિ સાથે ગયો,નામ દેતા સુંદરી પ્રગતિ,પણ ત્રીજા માણસની હાજરી જોતા ફરી અદ્રશ્ય થઇ ગઈ,જો કે સુંદરીને ફક્ત નિમેષ જ જોઈ શક્યો,ફરી વિનંતી કરતા તે પ્રગટી પણ કપલને આશીર્વાદ આપી અદ્રશ્ય થઇ ગઈ,શાન્તાબાને મળવું હતું પણ તે ન જોઈ શક્યા છેલ્લે નિમેષ નિરાશ થયો ,કેમકે ગઈકાલે જે સુંદરી હસતી હતી,તેની સલાહ થી તો તેનો સંસાર વસ્યો,અને આજે એક જ દિવસમાં શું ફેરફાર થયો,પણ અગોચર આત્માના જીવનની માણસને શું ખબર,આશીર્વાદથી સંતોષ માની નિરાશ ગ્રુપ પગે લાગતું ઝાડ પાસે સાથે લાવેલું શ્રીફળ મૂકી વિદાય થયું.
-મહેન્દ્ર ભટ્ટ.
No comments:
Post a Comment