Monday, November 9, 2020

એવા રે અમે એવા રે એવા.(ગુજરાતી ભજન )



 એવા રે અમે એવા રે એવા.


એવા રે અમો એવા રે એવા, 

તમો કહો છો વળી તેવા રે (૨)

ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો,

કરશું દામોદરની સેવા રે (૨)  એવા રે.

જેનું મન જે સાથે બંધાણું

પહેલું હતું તે ઘર રાતું રે (૨)

હવે થયું છે હરિરસ માતુ  ,

ઘેર ઘેર હીડે છે ગાતું રે(૨) એવા રે .

સઘળા સાથમાં હું એક ભૂંડો,

ભૂંડાથી વળી ભૂંડો રે (૨) 

તમારે મન માને તે કહેજો,

સ્નેહ લાગ્યો મને ઊંડો રે (૨) એવા રે .

કર્મ ધર્મની વાત છે જેટલી ,

તે મુજને નવ ભાવે રે (૨)

સઘળા પદારથ જે થકી પામે,

મારા પ્રભુની તુલે ના આવે રે.(૨) એવા રે.

હળવા કર્મનો હું નરસૈંયો,

મુજને તો વૈષ્ણવ વાલા રે(૨)

હરિજનથી જે અંતર .ગણશે,

તેના ફોગટ ફેરા ઠાલા રે (૨) એવા રે. 


ભક્ત કવિ નરસૈંયો.

જય શ્રી કૃષ્ણ 

Sunday, October 18, 2020

નવરાત્રની શુભ કામનાઓ



 નવરાત્રની શુભ કામનાઓ






ચાલી રહેલા પૂજ્ય માતાજીના શુભનવરાત્રની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત
‘મોગરાના ફૂલ’બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ.


જય માતાદી, જય શ્રી કૃષ્ણ.

મહેન્દ્ર ભટ્ટ .

Saturday, August 15, 2020

સ્વાતત્ર્યદિવસની શુભ કામનાઓ






     સ્વાતત્ર્યદિવસની  શુભ કામનાઓ 



પ્યારા વાચક મિત્રો ૧૫ મી ઓગસ્ટ સ્વાતત્ર્યદિવસની આપ સહુને કુટુંબ સાથે શુભ કામનાઓ 

કોવિદ -૧૯ ના કપરા સમયમાં નિયમોનું પાલન કરી સુરક્ષિત રહો એ જ અભ્યર્થના 

ભારત માતાની જય 

Tuesday, August 11, 2020

જન્માષ્ટમીની શુભ કામનાઓ


 જન્માષ્ટમીની શુભ કામનાઓ 

પવિત્ર શ્રાવણ માસની અષ્ટમી ,ગોકુળાષ્ટમી મુરલી મનોહર શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ની આપ સહુ વાચક મિત્રોને 'મોગરાના ફૂલ બ્લોગ' વતી કુટુંબ સહીત શુભ કામનાઓ,પ્રભુ સહુને સુખ શાંતિ અર્પે. 

જય શ્રી કૃષ્ણ.

Monday, August 10, 2020

પવિત્ર શ્રાવણ માસ

 પવિત્ર શ્રાવણ માસ 

શિવપુરાણમાં શિવજીએ  સનત કુમારોને કહ્યું હતું કે ચંદ્રમા ,સૂર્ય અને અગ્નિ એ ત્રણ મારી આંખો છે.ચંદ્રમા એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કર્કરાશીનો સ્વામી છે,સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે  અને શ્રાવણમાસમાં કર્ક રાશિમાંથી સિંહરાશિમાં સંક્રાંતિ થાય છે.શ્રાવણ માસ શિવજીનો અગત્યનો માસ છે.   

તેમાં શિવજીના જાપનો મહિમા છે,પંચાક્ષરી મંત્ર 'ઓમઃનમ;શિવાય',મહામ્રુત્યંનજય મંત્ર,'ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ ,જન્મ,મૃત્યુ જરા વ્યાધિ પીઢિતમ કર્મબંધનેહિ 'અથવા વેદોક્ત મહામૃતુંન્જય મંત્ર 'ૐ ત્રયંબકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ,ઉર્વારૃકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામરતાત' આ મંત્રોના જાપ ખુબ જ પુણ્યશાળી માનવામાં આવ્યા છે,રુદ્ર અભિષેકનો મહિમા છે,મહીં સ્ત્રોત્ર પાઠનો મહિમા છે. આ માસમાં કેટલાક તહેવારો આવે છે શ્રાવણ માસનું નામ ૨૭ નક્ષત્રોમાં આવેલું શ્રવન નક્ષત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે,આ માસમાં પરમાત્માના ગુણોની કથા સાંભળવાનો મહિમા છે.શ્રવણ એટલે સાંભળવું,નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ છે એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે.આ માસમાં જન્માષ્ટમી પણ આવે છે.એટલે હરિ અને હર બંનેના પૂજનનો ભક્તો લ્હાવો લે છે.શ્રાવણમાસમાં વરસાદથી ખેતરોમાં બીજ અંકુરિત થતા અન્ન પ્રાપ્તિની આશા બંધાય છે પ્રભુની ભક્તિ નો આ માસ છે,ઉપવાસ કરી ભક્તો પ્રભુની આરાધના કરે છે.આ મહિનાથી ચાતુર્માસ શરુ થાય છે માટે પણ તેનો મહિમા વિશેષ છે.શ્રાવણ માસના સોમવાર નું શિવપૂજન માટે વિશેષ મહત્વ છે.શિવ મહીમ ગાવાનો પણ મહિમા છે.

મહાદેવના પ્રથમ પત્ની સતી દક્ષ પ્રજાપતિની પુત્રી હતી દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કરવા યજ્ઞ રચ્યો અને બધા દેવોને આમંત્રણ આપ્યું પણ મહાદેવ અને સતીને ન બોલાવ્યા.અને યજ્ઞ કરતા પહેલા રાખવામાં આવતા દેવોના સ્થાનમાં પણ મહાદેવનું સ્થાન ન રાખ્યું જયારે દેવોના વિમાનો કૈલાશ ઉપરથી પસાર થયા ત્યારે સતીને પ્રશ્ન થયો અને મહાદેવને કારણ પૂછ્યું ,જવાબમાં મહાદેવે દક્ષના યજ્ઞ અને તેમને આમંત્રણ નથી તે જણાવતા,સતીએ પિતાના યજ્ઞમાં આમંત્રણની શી જરૂર એવું કહી મહાદેવ પાસે જવાની આજ્ઞા માંગી મહાદેવે સમજાવ્યા પણ ન માનતા જવાની આજ્ઞા આપી અને સતીને પિતાનું અપમાન સહન કરવું પડ્યું મહાદેવનું સ્થાન દેવોના સ્થાનમાં ન જોતા સતી પિતા પર ક્રોધિત થયા અને યજ્ઞમાં પડી જીવનને  અંત આપ્યો મહાદેવને સતીના મૃત્યુની ખબર પડતા ક્રોધ આવ્યો અને વીરભદ્રનને મોકલી યજ્ઞ તથા દક્ષ પ્રજાપતિનો નાશ કર્યો પણ કરુણાના સાગર મહાદેવને દક્ષ ઉપર દયા આવી અને તેના  કપાયેલા  શરીરને એક બકરાના માથાથી જોડી તેને જીવતદાન આપ્યું દક્ષપ્રજાપતિએ મહાદેવની સ્તુતિ કરી.શ્રાવણ માસમાં આ સ્તુતિ ગાવાનો પણ મહિમા છે 


રાવણ શિવજીનો પરમ ભક્ત હતો તેણે શિવ તાંડવઃ સ્તોત્ર રચ્યું હતું તેને ગાવાનો પણ મહિમા છે.આમ આ શ્રાવણ માસ ભક્તિ માટેનો શ્રેષ્ઠ માસ ગણાય છે.શિવજી ભોળા દેવ છે ફળની પ્રાપ્તિ અતિ સરળતાથી દેનારા દેવનો મહિમા ગાઈ આપણું જીવન ધન્ય કરીયે 


પવિત્ર માસની  શુભકામનાઓ સાથે 

હર હર મહાદેવ 

Saturday, July 25, 2020

ગિલોય (ઔષધી)

ગિલોય (અમૃતા )




ગિલોય એક એવો વેલો છે તેને આપણે ૧૦૦ રોગની એક દવા જેવી કહી શકીયે.એટલા માટે તેને સંસ્કૃતમાં અમૃતા નામ અપાયું છે.દેવતા અને દાનવો વચ્ચે જયારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી નીકળેલા અમૃતના છાંટા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં ગિલોયની ઉત્ત્તપત્તિ થઇ.
તેનું વનસ્પતિ નામ ટિનોસ્પોરા કોર્ડીફોલિઆ  છે તેના પાંદડા નાગરવેલનાં પાન જેવા દેખાય છે,અને તે જે છોડ પર ચઢી ગઈ તે છોડને મરવા નથી દેતી.તેના ઘણા બધા લાભ આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે.તેમાં તે તબિયત તો સારી રાખે જ છે ઉપરાંત સુંદરતા પણ વધારે છે.કેટલુંક તેના ફાયદા વિષે ;
ગિલોય રોગપ્રતિરોધક  છે,તે એક એવી વેલ છે જે વ્યક્તિની રોપ્રતિરોધક શક્તિનો વધારો કરી તેને માંદગીથી દૂર રાખે છે.તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેડેટ્સ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તે લોહી સાફ કરે છે.બેક્ટેરિયાથી લડે છે.લીવર અને કિડનીની સારી સંભાળ લેવાનું પણ તેનું એક કામ છે.આ બંને અંગો લોહી સાફ રાખવાનું કામ કરે છે.

તાવમાં : જો કોઈને વારંવાર તાવ આવતો હોય તો તેને ગિલોયનું સેવન કરવું જોઈએ.તે કોઈ પણ પ્રકારના તાવમાં મદદ કરે છે, એટલા માટે તો ડેન્ગ્યુ ના દર્દીઓને ગિલોયના સેવનની સલાહ અપાય છે ડેન્ગ્યુ સિવાય મલેરિયા,સ્વાઈન ફ્લુમાં આવતા તાવમાં પણ ગિલોય છુટકારો અપાવે છે.
મધુમેહ(ડાયાબિટીસ) માટે: ગિલોય એક હાઈપોગ્લાઇસેમિક એજન્ટ છે,એટલે તે લોહીમાં ખાંડની માત્રા ઓછી કરે છે.તેનો ફાયદો ટાઈપ -૨ દર્દીઓને થાય છે.
પાચન શક્તિ વધારે છે,આ વેલ પાચન તંત્રના બધા કામોને સારી રીતે સંચાલિત કરે છે.અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે.તેનાથી માણસ કબ્જ અને બીજી બધી દુરસ્તીથી બચે છે.
સ્ટ્રેસ ઓછો કરે છે: ભયંકર પ્રતિસ્પર્ધાની દોડમાં તણાવ અને સ્ટ્રેસ એક મોટી મુસીબત થઇ પડી છે.ગિલોય એસ્ટોજનની માફક કામ કરે છે અને માનસિક તણાવ અને ચિંતા (એન્ઝાયટી) ના સ્તરોને ઓછા કરે છે.તેની મદદથી યાદદાસ્ત સારી થાય છે ઉપરાંત મગજની કાર્યશક્તિ દુરસ્ત થઇ એકાગ્રતા વધે છે.
આંખોનું તેજ :ગીલીને પાંપણોની ઉપર લગાવવાથી આંખોનું તેજ વધે છે.તેના માટે ગિલોયના પાવડરને પાણીમાં ગરમ કર્યા પછી જયારે તે સારીરીતે ઠંડુ પડી જાય પછી તેને પાપણ ઉપર લગાવવું.
અસ્થમામાં ફાયદો: ઋતુનો બદલાવ ખાસ કરીને ઠંડીની ઋતુમાં અસ્થમાના દર્દીઓને ખુબ જ પરેશાની થતી હોય છે તેવા સમયે દર્દીઓએ ગિલયની મોટી ડાળખીને ચાવવી જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ.તેનાથી તેને ખુબ આરામ મળે છે.
ગઠિયામાં ઉપીયોગી:ગાંઠિયા એટલે આર્થરાઇટિસમાં ફક્ત સાંધામાં દર્દ થતા ચાલવા ફરવામાં પણ પરેશાની થાય છે.ગિલોયમાં એન્ટી અર્થરાઈટિક ગુણ હોય છે. જેનાથી સાંધાના દર્દો સિવાય તેના કેટલાય લક્ષણોમાં ફાયદો થાય છે.
એનિમિયા : ભારતની સ્ત્રીઓ એનિમિયા એટલે લોહીની ઓછપથી પીડાતી હોય છે.તેનાથી તેઓ થાક અને કમજોરી અનુભવતી હોય છે.ગિલોયના સેવનથી લોહીમાં લાલ કણોનું પ્રમાણ વધે છે એટલે તેમને એનિમિયામાં રાહત થાય છે.
કાનનો મેલ: કાનનો જામેલો મેલ બહાર ન આવતો હોય તો થોડી ગિલોય છૂંદી પાણીમાં ઉકાળી ઠંડુ કરી ગાળી લઇ થોડાક ટીપા કાનમાં નાખતા એક બે દિવસમાં બધો મેલ બહાર આવી જશે.
પેટની ચરબી :ગિલોય શરીરનું ઉંપાપયય ( મેટાબોલિજ્મ) સુધારે છે સોજો દૂર કરે છે,અને પાચનશક્તિ વધારે છે તેનાથી પેટની આજુબાજુ ચરબી જમા થતી નથી અને વજન ઓછું થાય છે.
યોનની ઈચ્છા: કોઈ પણ દવા વગર યૌનેચ્છા વધારવા માટે ગિલોયનો ઉપીયોગ કરવો જેમાં તે વધારવાના ગુણો હોવાથી જાતિ(યૌન) સબંધ સારા થાય છે.
સુંદરતા: ગિલોય તબિયત સુધારે છે ઉપરાંત સુંદરતા અને વાળો પર પણ ચમત્કારિક રૂપથી અસર કરે છે.
યુવાની : ગિલોયમાં એન્ટી એજિંગ ગુણ હોવાથી તે ચહેરાના કાળા ધાબા,ખીલ,ઝીણી રેખા અને કરચલી દૂર કરી શકાય છે.તેના સેવનથી ખુબ સુંદર અને ચમકતી ત્વચા થાય છે જેની ઈચ્છા ઘણા   બધાને હોય છે.જો તેને ઘા પર લગાડતા તે જલ્દી સારો થઇ જાય છે.ચામડી પર લગાવવા ગિલોયના પાંદડાંને વાટીને  પેસ્ટ બનાવવી, એક વાસણમાં થોડા લીમડા અથવા દિવેલાનું તેલ ઉકાળવું,તેમાં ગિલોયની પેસ્ટ ઉમેરી,ઠંડુ થતા ઘા  પર લગાવવું  આ પેસ્ટ લગાડવાથી ચામડીમાં કસાવટ પણ આવે છે.
વાળની સમસ્યા હોય ,વાળમાં ડેન્ટરપ,વાળ ખરવા કે માથાની ચામડીની બીજી સમસ્યાને ગિલોય દૂર કરે છે.
ગિલોયના ફાયદા જાણ્યા પછી તેનો ઉપીયોગ જાણો;
ગિલોય નો રસ: ગિલોયની દાંડીયો ઉપરથી છાલ કાઢી તેને પાણી સાથે મિક્સચરમાં સારી રીતે મિક્સ કરી ગાળી લઇ સવારે સવારે ખાલી પેટે પીવો.,જુદા જુદા બ્રાન્ડના ગિલોય રસ બજારમાં મળે છે.
ગિલોયનો ઉકાળો :ચાર ઇંચ ગિલોયની દાંડીને નાના ટુકડા કરી એક કપ પાણીમાં નાખી ઉકાળી લેવું,પાણી ઉકળતા અડધું રહે એટલે ગાળીને પીવું,વધારે ફાયદા માટે તેમાં લવીંગ,શુંઠ,તુલસી પણ મૂકી શકાય છે.
પાઉડર: આમ તો ગિલોયનો પાવડર બજારમાં મળે છે.તેને ઘરે પણ બનાવી   શકાય,તેને તડકામાં સુકવતા સુકાઈ જાય પછી નાના ટુકડા કરી મિક્સચરમાં પાવડર બનાવી શકાય.
ગિલોયવટી : બજારમાં ગિલોયની ગોળીયો એટલે ટેબ્લેટ્સ પણ મળે છે.ઘરની આજુબાજુ તાજી ગિલોયની વેલ ન હોય તો તેનો ઉપીયોગ કરી શકાય.
સાથે જુદી જુદી માંદગીમાં તે કામ આવે :
દિવેલાનું તેલ અથવા કેસ્ટર ઓઇલ સાથે ગિલોય મેળવી લગાવવાથી સાંધાના(ગઠિયા) દુખાવામાં આરામ થાય છે. તેને શુંઠ સાથે મેળવી લેવાથી રુમેટાઇડ આર્થરાઈટ્સ ની સમસ્યાથી લડી શકાય છે.ખાંડની સાથે તેને લેવાથી ચામડી અને લીવરની માંદગી દૂર થાય છે.આર્થરાઇટિસથી આરામ માટે તેને ઘી સાથે ઉપીયોગ કરવો.કબ્જ થાય તો તેને ગોળ સાથે મેળવી ખાવી.
સાઈડ ઇફેક્ટનું ધ્યાન રાખવું:
આમ તો ગિલોયને નિયમિત રૂપથી ઉપીયોગ કરવાથી કોઈ ગંભીર દુષ્પરિણામ અત્યાર સુધી સામે નથી આવ્યા,પરંતુ તે લોહીમાં ખાંડનું પ્રમાણ ઓછું કરે છે માટે એ વાત ઉપર ધ્યાન રાખવું કે બ્લડસુગર જરૂરથી વધારે ઓછી ન થઇ જાય.ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ગિલોયનું સેવન ન કરવું જોઈએ.પાંચ વર્ષથી નાના બાળકો ગિલોયનો ઉપીયોગ ન કરે તેનું સહુએ ધ્યાન રાખવું જોઈએ.
એક નિવેદન છે  વર્ષાઋતુમાં આપણા ઘરમાં એક મોટા કુંડામાં અથવા  આંગણામાં જ્યાં પણ ઉચિત સ્થાન હોય ગિલોયનો વેલો જરૂર લગાવો,તેમજ બીજા સ્વજનોને પણ આપો.આ બહુ જ ઉપીયોગી વનસ્પતિ જ નહિ પણ આયુર્વેદનું અમૃત અને ઈશ્વરનું અવદાન છે ,આભાર.
(સૃજનના પબ્લિશ લેખના આધારે એક મહત્વની ઔષધિની માહિતીનો ગુજરાતી અનુવાદ.)
ગાયત્રીમાતાની જય 

Monday, July 20, 2020

શ્રાવણ માસની શુભકામનાઓ


શ્રાવણ માસની શુભકામનાઓ 



Hindi HelpGuru on Twitter: "kaal bhairav jayanti Video Status For ...





કાલથી શરૂ થતા  શ્રાવણ માસ અને ચાતુર્માસની આપ સહુને ખુબ ખુબ શુભ કામનાઓ કાલભૈરવ
 મહાદેવની કૃપા આપ સહુ તેમજ આપના કુટુંબી જનો પર વર્ષે તેવી મોગરાનાફૂલ બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ.
હર હર મહાદેવ.