એવા રે અમે એવા રે એવા.
એવા રે અમો એવા રે એવા,
તમો કહો છો વળી તેવા રે (૨)
ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો,
કરશું દામોદરની સેવા રે (૨) એવા રે.
જેનું મન જે સાથે બંધાણું
પહેલું હતું તે ઘર રાતું રે (૨)
હવે થયું છે હરિરસ માતુ ,
ઘેર ઘેર હીડે છે ગાતું રે(૨) એવા રે .
સઘળા સાથમાં હું એક ભૂંડો,
ભૂંડાથી વળી ભૂંડો રે (૨)
તમારે મન માને તે કહેજો,
સ્નેહ લાગ્યો મને ઊંડો રે (૨) એવા રે .
કર્મ ધર્મની વાત છે જેટલી ,
તે મુજને નવ ભાવે રે (૨)
સઘળા પદારથ જે થકી પામે,
મારા પ્રભુની તુલે ના આવે રે.(૨) એવા રે.
હળવા કર્મનો હું નરસૈંયો,
મુજને તો વૈષ્ણવ વાલા રે(૨)
હરિજનથી જે અંતર .ગણશે,
તેના ફોગટ ફેરા ઠાલા રે (૨) એવા રે.
ભક્ત કવિ નરસૈંયો.
No comments:
Post a Comment