પવિત્ર શ્રાવણ માસ
શિવપુરાણમાં શિવજીએ સનત કુમારોને કહ્યું હતું કે ચંદ્રમા ,સૂર્ય અને અગ્નિ એ ત્રણ મારી આંખો છે.ચંદ્રમા એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કર્કરાશીનો સ્વામી છે,સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને શ્રાવણમાસમાં કર્ક રાશિમાંથી સિંહરાશિમાં સંક્રાંતિ થાય છે.શ્રાવણ માસ શિવજીનો અગત્યનો માસ છે.
તેમાં શિવજીના જાપનો મહિમા છે,પંચાક્ષરી મંત્ર 'ઓમઃનમ;શિવાય',મહામ્રુત્યંનજય મંત્ર,'ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ ,જન્મ,મૃત્યુ જરા વ્યાધિ પીઢિતમ કર્મબંધનેહિ 'અથવા વેદોક્ત મહામૃતુંન્જય મંત્ર 'ૐ ત્રયંબકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ,ઉર્વારૃકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામરતાત' આ મંત્રોના જાપ ખુબ જ પુણ્યશાળી માનવામાં આવ્યા છે,રુદ્ર અભિષેકનો મહિમા છે,મહીં સ્ત્રોત્ર પાઠનો મહિમા છે. આ માસમાં કેટલાક તહેવારો આવે છે શ્રાવણ માસનું નામ ૨૭ નક્ષત્રોમાં આવેલું શ્રવન નક્ષત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે,આ માસમાં પરમાત્માના ગુણોની કથા સાંભળવાનો મહિમા છે.શ્રવણ એટલે સાંભળવું,નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ છે એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે.આ માસમાં જન્માષ્ટમી પણ આવે છે.એટલે હરિ અને હર બંનેના પૂજનનો ભક્તો લ્હાવો લે છે.શ્રાવણમાસમાં વરસાદથી ખેતરોમાં બીજ અંકુરિત થતા અન્ન પ્રાપ્તિની આશા બંધાય છે પ્રભુની ભક્તિ નો આ માસ છે,ઉપવાસ કરી ભક્તો પ્રભુની આરાધના કરે છે.આ મહિનાથી ચાતુર્માસ શરુ થાય છે માટે પણ તેનો મહિમા વિશેષ છે.શ્રાવણ માસના સોમવાર નું શિવપૂજન માટે વિશેષ મહત્વ છે.શિવ મહીમ ગાવાનો પણ મહિમા છે.
મહાદેવના પ્રથમ પત્ની સતી દક્ષ પ્રજાપતિની પુત્રી હતી દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કરવા યજ્ઞ રચ્યો અને બધા દેવોને આમંત્રણ આપ્યું પણ મહાદેવ અને સતીને ન બોલાવ્યા.અને યજ્ઞ કરતા પહેલા રાખવામાં આવતા દેવોના સ્થાનમાં પણ મહાદેવનું સ્થાન ન રાખ્યું જયારે દેવોના વિમાનો કૈલાશ ઉપરથી પસાર થયા ત્યારે સતીને પ્રશ્ન થયો અને મહાદેવને કારણ પૂછ્યું ,જવાબમાં મહાદેવે દક્ષના યજ્ઞ અને તેમને આમંત્રણ નથી તે જણાવતા,સતીએ પિતાના યજ્ઞમાં આમંત્રણની શી જરૂર એવું કહી મહાદેવ પાસે જવાની આજ્ઞા માંગી મહાદેવે સમજાવ્યા પણ ન માનતા જવાની આજ્ઞા આપી અને સતીને પિતાનું અપમાન સહન કરવું પડ્યું મહાદેવનું સ્થાન દેવોના સ્થાનમાં ન જોતા સતી પિતા પર ક્રોધિત થયા અને યજ્ઞમાં પડી જીવનને અંત આપ્યો મહાદેવને સતીના મૃત્યુની ખબર પડતા ક્રોધ આવ્યો અને વીરભદ્રનને મોકલી યજ્ઞ તથા દક્ષ પ્રજાપતિનો નાશ કર્યો પણ કરુણાના સાગર મહાદેવને દક્ષ ઉપર દયા આવી અને તેના કપાયેલા શરીરને એક બકરાના માથાથી જોડી તેને જીવતદાન આપ્યું દક્ષપ્રજાપતિએ મહાદેવની સ્તુતિ કરી.શ્રાવણ માસમાં આ સ્તુતિ ગાવાનો પણ મહિમા છે
રાવણ શિવજીનો પરમ ભક્ત હતો તેણે શિવ તાંડવઃ સ્તોત્ર રચ્યું હતું તેને ગાવાનો પણ મહિમા છે.આમ આ શ્રાવણ માસ ભક્તિ માટેનો શ્રેષ્ઠ માસ ગણાય છે.શિવજી ભોળા દેવ છે ફળની પ્રાપ્તિ અતિ સરળતાથી દેનારા દેવનો મહિમા ગાઈ આપણું જીવન ધન્ય કરીયે
પવિત્ર માસની શુભકામનાઓ સાથે
હર હર મહાદેવ
No comments:
Post a Comment