Thursday, December 1, 2016

મોરનો ટહુકારો

મોરનો ટહુકારો


"અલ્યા, ભાઈ ઉમેશ આ દુર્બનનથી ઝાડ પર શું જોયા કરે છે!!"
"જીવાકાકા, આ દુર્બન નથી, કેમેરો છે "ઉમેશે જીવાકાકાને સમજણ આપી
"અને દુર્બન નહિ, દૂરબીન કહેવાય " કાકાની જોડણી સુધારતો ઉમેશ હસ્યો,
"એ તો તારે સુધારી લેવાનું ભાઈ, અમને તો તારા જેવું થોડું આવડે છે, પણ તું થાકતો નથી એ તારા આનંદી ચહેરા ઉપર મને ચોખ્ખું વંચાઈ છે"અને કાકા હસ્યા એટલે તેમનું મોઢું ખુલ્યું અને ઉમેશનો કેમેરો પડી ગયેલા દાંત અને રહી ગયેલા દાંત વચ્ચે ભીંસાયેલી બીડીના અનેરા દૃસ્યને કંડારતો ગયો"કાકાએ સળગાવેલી દીવાસળી ઉમેશ બાજુ ફેંકીને બોલ્યા
"લે તો જા, તારા કાકાને કંડારવાનું ઇનામ, અલ્યા ઉ તારો વડીલ ને તને મશ્કરી સૂઝે છે."
ઉમેશે દીવાસળી ના કાકાના ઘાને જમ્પ કરીને ચુકવ્યો ને ઘાસમાં  પડેલી દીવાસળી આગમાં   લપેટાઈ તે પહેલા પોતાના જોડાથી બુઝાવી દીધી"અને કાકા તરફ જોતા બોલ્યો
"કાકા તમે જબરા હાજર જવાબી છો, પણ હાલમાં તો તમે એકદમ ખોટી બાજુ છો "અને બીજી દિવાસળીયે સળગેલી બીડીનો કસ ખેંચતા કાકા બોલ્યા
"કેમ ભાઈ આ શહેર નથી, અહીં તો પડે એવી દેવાનો રિવાજ છે, નહિ તો જીવાય નહિ, અને હું ખોટો કેમ?"કાકાએ પ્રશ્નાર્થના વણાંક   ઉપરના ભારને ઝીણી નજરે ઉમેશ બાજુ વહેતો કર્યો.
"કાકા એકતો ચિનગારી આ વનરાઈમાં આગ બની કેટલા ય જીવોનો ખાત્મો બોલાવે તેનો તમને વિચાર નથી, અને બીડી તમારા કલેજાને બાળીને કોલસો બનાવી રહી છે તેનો અંદાજ છે ખરો.?"
"હવે ભઈ આ ઉંમરે શું અંદાજ લેવાનો, ચિનગારી વાળી વાત સાચી પણ તું આવ્યો ત્યારથી અત્યાર સુધી મારા મોઢા ઉપર કોઈ દુઃખ જોયું, કાયમ હસતા આ કાકાને કાયમની હસીનું કારણ તો આ બીડી છે, તારી કાકી વર્ષ પહેલા ગઈ પણ કાકાની આ ચહેરા પરની કરચલીઓમાં પણ એટલો સંતોષ લેતી ગઈ કે હસ્તી હસ્તી ગઈ, બાકી કોને મરતા હસવું ગમે, પણ તને હાચુ કહું છું, તારી કાકીએ જીવનમાં આનંદની કોઈ તક ગુમાવી નથી, ધર્મના જીવનમાં પણ પતિ ધર્મ તે બજાવતી હતી,હવે આ કાકો એકલો પડી ગયો,
તારા બંને ભાઈયો શહેરના રંગોમાં રંગાઈને હવે પત્ની ધર્મ બજાવી રહ્યા છે,બાપને મળવા ક્યારેક આવી ચઢે છે થોડી ચિન્તયા તો થાયને પણ હવે બંને સુખી છે એટલે મારો આત્મા ઠરે છે ભલે ગમે તેમ રહે,સુખી રહે" અને કાકાની પાંપણો ભીની થઇ ઉમેશે પણ હસતા કાકાની  એકલવાયી સ્થિતિ જોઈ ચિંતા અનુભવી,પણ કાકાનો  જમણો હાથ તેના ખભા ઉપર આવી ગયો,એક પળ ઉદાસીની ક્યાં જતી રહી અને ફરીથી કાકામાં ઉમેશે ભઈબંધીનો અનુભવ કર્યો,કાકા બોલ્યા
" ઉમેશ, તું કેમ ખેંચાઈને આ જીવાકાકાને મળવા આવ્યા કરે છે તેનું પણ એક કારણ છે.બાકી મને એકલવાયું રહેવું ગમે છે "અને સ્મિત રેલાવી ઉમેશે કહ્યું
" શું કારણ છે કાકા, હું પણ જાણું."
"ભાઈ જ્યા દિલ હોય ત્યાંજ દિલ મળે, તું તારા કેમેરામાં હસ્તી કુદરતના અનેરા ફોટા પાડે છે ત્યાંજ તારી જાતની ઓળખ આવી જાય છે કે તું એક ભગવાનનો માણસ છે, પેલા લોકોમાં કેટલાક વાત વાતમાં કહેતા હોય છે ને " કે ભલા માણસ જવા દોને હવે, ભલા માણસ જોવું તો હતું, વગેરે વગેરે, તે તું છે, તું એક ભલો માણસ, કાકો ભલો ને કાકાનો ભત્રીજો ભલો, ત્યારે જ તો દિલનો મેળ ખાય. બાકી ખુશામત તો પકડાતા વાળ ન લાગે,પણ તું ખરો માણસ છે,આજે આવ્યો પણ કાકાની પાછળ પાછળ ખેતરમાં હો ખેંચાઈને આવ્યો,મારી આજ સુધરી ગઈ ઉમેશ,આ આજને ખુશી સિવાય બીજું કઈ યોગ્ય નથી" અને કેમેરાની ચાંપો દબાવતો ઉમેશ પણ ખુશીના ગીતને સ્વીકારતો રહ્યો.તેણે કહ્યું
"કાકા, મેં અનુભવ કર્યો છે, કે ગામના બધાજ માણસો ભોળા હોય છે, કદાચ ગામમાં લહેરાતા ઠંડા પવનનું એ પરિણામ હશે, દયા ધર્મ પણ અહીં પડાવ નાખીને પડ્યા હોય છે, કદાચ જીવન ગામડામાં સુખનો અનુભવ કરે છે, મારુ ચાલે તો અહીજ તમારી સેવામાં રોકાઈ જાઉં"
"તો રોકાઈ જાને એક થી ભલા બે, ખેતરમાં કોઈ ગીતની લોરી ગાઈશું આનંદ કરીશું"કાકાએ પોતાનું અંતર ઠાલવી નાખ્યું,
"કાકા,રોકાવાય તેવું નથી,પણ થોડાક વધારે ફોટા ખેંચી લઉં,અને ફરીથી ઝાડ પરના માળા સામે તે કેમેરામાં જોતો આજુબાજુ ઉડતા રંગીલા પક્ષીના ફોટા પાડી રહ્યો હતો ત્યાં કાકાની અનુભવી આંખે માળા ના પક્ષીઓ ઉડી ઉડીને પોતાની ચાંચથી હુમલો કરતા હતા તે તેના બચ્ચાનો બચાવ કરી રહ્યા હતા,કાળોતરો સાપ માળામાં ઘુસવા પ્રયત્ન કરતો હતો અને પક્ષીઓ ઉડી ઉડીને તેના માથા ઉપર ચાંચ મારી રહ્યા હતા,ઘડીક પહેલાના  ઉમેશ અને કાકાના ચહેરા પણ ચિંતિત બન્યા,કાકા બોલ્યા
"કાળોતરો કોળિયો કરી જશે તો નવું જીવન અસ્ત થઇ જશે તે,બરાબર નથી"કાકા એ એક પથ્થર લીધો,
અને ઉમેશ બોલ્યો
" કાકા શું કરો છો?"
"પથ્થર મારી કાળોતરાને ભગાડું છું"
" પણ પથ્થર ઉડતા પક્ષીને કે બચ્ચાને વાગ્યો   તો !!"ઘડીવાર માટે કાકા મજબુર બન્યા અને રોકાયા પણ કાળોતરો તેના પ્રયત્નમાં  મશગુલ હતો,પણ તેના શરીરનો ભાર તેની પકડ ઉપરનો કાબુ ગુમાવતો હતો,આખરે પક્ષીઓના કકળાટમાં બીજા ઝાડના પક્ષીઓ પણ મદદે આવી ચઢ્યા અને હિમ્મત કરી કરીને જીવલેણ હુમલો કરવા મંડ્યા આખરે "સંપ ત્યાં જંપ"કાળોતરો પકડ મજબૂત કરતો પકડ ગુમાવી બેઠો અને ઝાડ પરથી ફેંકાયો,સીધો પડ્યો કાકાથી થોડે દૂર અને જાણે ખિજવાયેલો હોય તેમ તેણે એક ફુટ ઊંચો થઇ તેની ફણા ફેલાવી ઉમેશે પણ તેને બરાબર કેમેરામાં જકડી લીધો,પણ સાપ તે પછી ત્યાંથી ઘાસમાં અદ્રશ્ય થઇ ગયો,કુદરતની ભવ્ય શાંતિમાં આવી અશાંતિ પણ હોય તે ઉમેશે પહેલી વખત અનુભવ્યું,કાકા બોલ્યા,
"જીવ જીવના આશરે,કોઈ સુખી તો કોઈ દુઃખી,બધી ઉપરવાળાની મહેરબાની"
અને ઉમેશ બોલ્યો
"કાકા, ઉપરવાળાની મેહરબાની જોવી છે "
"ભાઈ શું મઝાક કરે છે,"
" મઝાક નથી કાકા ,આ જુઓ મારો કેમેરો બતાવે છે ,અને કાકા ઉત્સુકતાથી ઉમેશ બાજુ તેના કેમેરા ઉપર જોવા મંડ્યા," અને ખરેખર તેમાં ઉમેશ જેમ ચાપ દબાવતો તેમ ફોટો બદલાતો,અજબના કુદરતના રંગીન દ્રસ્યો કાકાની આંખ પહોળી કરવા મંડ્યા આખરે એક દ્રસ્ય એવું આવ્યું કે કાકાથી ન રહેવાયું અને ફોટામાં મોરની પહોળી ચાંચો  જોઈ તેમણે મોરના અવાજમાં જોરથી ટહુકારો કર્યો, આજુબાજુ પર્વતોની કંદરા નહોતી નહિ તો કાકાનો અવાજ વાતાવરણને પડઘામાં ફેરવી નાંખતે,ઉમેશના કેમેરાની મોરની ઉપજ કાકાની ખુશી વધારતી ગઈ,
ફોટોગ્રાફરની ફોટોગ્રાફી પણ એક નજરાણું છે.


-મહેન્દ્ર ભટ્ટ

Wednesday, November 23, 2016

દાસી જીવણના ભજનો




દાસી જીવણના ભજનો


જાઉં છે મરી ....

જાઉં છે મરી ,જાઉં છે મરી,મેરણ,જાઉં છે મરી
લે લગાડી રામ ભજીલે જાઉં છે મરી (૨)
મેડી, વંડી,માળીયા તારા જાશે રે પડી,
કાચી કાયાનું ધડ બંધાણું,જાણે ધૂળની ઘડી,
જાઉં છે મરી ......
સગા, કુટુંબ તારા લૂંટવા લાગે,કાલની ઘડી,
કાઢો કાઢો સહુ કહે હવે રોકો માં ઘડી,
જાઉં છે મરી......
ફુલણજીની જેમ ફૂલી રહ્યો છે,જાણે વૃથજમાં ઘડી
જમડા આવશે જીવને લેવા ,ભાંગશે નળી
જાઉં છે મરી.......
સાધુ સંતનો સંગાથ કરી લે,ગુરુની સેવા એ વાત ખરી,
દાસી જીવણ ભીમને ચરણે,જનમ જાયે ઘડી,
જાઉં છે મરી.......

જેનો હંસલો...

એ ગુરુજી, જેનો હંસલો ગંગાજીમાં નાયો,
ગુરુજી   મારા ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકાણા...(૨)
પોતાના મંદિરીયાની પથિક નથી પાળતો ને
પારકે મંદિરિયે પૂજવા જાય રે..એ રે મંદિરિયેથી પાછો  ફરે
તો ભવ રે ચોર્યાસીમાં જાય -ગુરુજી મારા......
સહુને પેઠે  મૂર્ખે આ માયા ભેળી કીધી ને
નવ ખર્ચે નવ ખાય,લોભિયાની જેમ માયા ભેળી કીધી,
જમડા આવે જયારે જીવડાને લેવા ભાઈ,
ત્યારે જીવની શી ગત થાય,-ગુરુજી મારા.....
સાધુ શૂરા એ તો સન્મુખ રેવે,ને
કાયર કંપે મનની માય,(૨)
કાયર મનડાને એ જી ઘણું સમજાવો  ભાઈ,
છતાં ગાફિલ ગોથા ખાય,ગુરુજી મારા,,......
મુજ અબળાને મહેલે આવો,મારા નાથજી ને
દાસી તમારા શુરને ગાય,(૨)
દાસી જીવણ સંતો,ભીમ કેરે શરણે,
એ તો ઘોળી ઘોળી અમીરસ પાય,ગુરુજી મારા.....
એ ગુરુજી, જેનો હંસલો ગંગાજીમાં નાયો,
ગુરુજી   મારા ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકાણા...(૨)

રામ સમર મન ........

રામ સમર મન રામ સમરી લે,અરે મૂરખ મન ક્યુ સુતા,(૨)
જાગૃત નગરીમાં ચોર ન લૂંટે,જખ મારે જમદુતા   ...રામ સમર......
જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર,કાશીએ જય કરવત લેતા,(૨)
મુવા પછી એની મુક્તિ ન હોવે,રણમે સર્જે જમદુતા..રામ સમર......
જોગી હોકર જટા બધાએ,અંગ લગાવે ભભુતા(૨)
શમણાં ટાણે  સેહ જલાવે,જોગી નહિ જગ જુઠ્ઠા...રામ સમર......
જોગી હોય સો બસે જંગલમેં,કામ ક્રોધ કો દે જંગા(૨)
અધર પટલ પર આપ મિલા દે વો જોગી હૈ અવધૂત...રામ સમર.....
સુતા નર ગયા  ચોર્યાસી,જાગ્યા સોઈ નિર્ભય હોતા,(૨)
દાસી જીવણ ભીમને શરણે ,અનુભવી નર અનુભવ લેતા ...રામ સામ

જય શ્રી કૃષ્ણ.

Tuesday, November 8, 2016

મન લાગો( હિન્દી ભજન)

મન લાગો( હિન્દી ભજન)


મન લાગો રે,મેરો મન લાગો
યાર ફકીરીમેં ,હો યાર ફકીરીમેં -મન....
જો સુખ પાવો રામભજનમે (2)
સો સુખ નાહી અમીરીમેં,ભલા બુરા સબકા સુન લીજે
કર ગુજરાન ગરીબીમેં...મન લાગો....
પ્રેમનગરમેં રહીમી હમારી રે
ભલી બની આયી સબૂરીમેં,હાથમે કુંડી,બગલમે સોટા
ચારો દિશા જગીરીમેં...મન લાગો....
આખિર તન ખાક મિલેગા
કહા ફિરત મગરુરીમેં,કહત કબીરા સુનો ભાઈ સાધુ,
શાહિદ મિલે સબૂરીમેં..મન લાગો.....
મન લાગો રે,મેરો મન લાગો
યાર ફકીરીમેં ,હો યાર ફકીરીમેં -મન....

કવિ શ્રી અશ્વિન સોનીની બે રચનાઓ



કવિ શ્રી અશ્વિન સોનીની બે રચનાઓ 


સમયની વાત 

સમયની વાત કોઈ ના જાણે (2)
માનવ મોટો મોટી વાતો માંડે,પણ પળભરની ના જાણે,
સમયની વાત......
માત પિતા સમજે ,દીકરો મારો એક દિ મોટો થાશે,
સ્વપનાનો સંસાર માનવનો,(2)
એક દિ તો એ વિખાશે,સમયની વાતો.....
મોટી મોટી આશા બાંધે,પણ ઘડીભરનું ના જાણે
સમયની વાત....(2)
અખંડ  આશિષ લઈને કન્યા સાસરિયામાં જાશે,
કોઈ ના જાણે ચૂડલો એનો એક દિ તો નંદવાશે,
સમયની વાતો.....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
કોણ રળે,ને કોણ ભોગવે,કોણ રોવે, કોણ ખાશે,(2)
ઊંચી ઊંચી મેડી બાંધીને કોણ રહેવાને જાશે,
સમયની વાતો ....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
પથરા પૂજીને માનતાઓ માને,દીકરા કેવા થાશે...(2)
મરણ પથારીએ સુતા ત્યારે પાણી કોણ પાશે
સમયની વાતો....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)
અશ્વીન સોની કહે સમયનો ભેદ કોઈ ના જાણે,
વિરલા એવા કોક  જ પાકે,હસતા હસતા સુખ દુઃખ માણે
સમયની વાતો.....(2)
મોટો મોટી ....પણ ઘડીભર.... સમયની વાતો....(2)

સમય છે મહાન....

સમય છે  જગમાં મહાન, ભાઈ સમય છે જગમાં મહાન,
સમયના સથવારે ચાલી સમયને દેજો માન
સમય છે જગમાં...(2)
સમયના તો ખેલ છે ન્યારા,સમયના તો રંગ નિરાળા(2)
ઘડીમાં કોઈને તાજ પહેરાવે
ઘડીમાં કરે લીલામ,સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
સમય છે જુગજુગનો રાજા,સમય છે રાજાનો રાજા,
સહુના માટે કાનૂન એનો રહેતો એક સમાન,
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
આ મારુ આ તારું કહીને, ખોટા રે ગુમાનમાં  ફરતા (2)
જેવાને ઠોકર સમય કરાવે
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
અશ્વિન સોની કહે સાવધ રેજો,સમયને તમે ઓળખી લેજો(2)
સમય કોપશે તે દિ કોઈનું નહિ રહે નામો નિશાન,
સમય છે...જગમાં...ભાઈ રે સમય છે.....
સમયના સથવારે રહીને  સમયને દેજો માંન
ભાઈ રે સમય છે  જગમાં મહાન... સમય છે જગમાં....

જય શ્રી કૃષ્ણ 

Tuesday, October 25, 2016

દિવાળી તેમજ નવા વર્ષની આપ સહુ વાચક મિત્રોને શુભકામનાઓ



દિવાળી તેમજ નવા વર્ષની આપ સહુ વાચક મિત્રોને શુભકામનાઓ 












દિવાળી તેમજ નવું વર્ષ આપ સહુ વાચક મિત્રો તેમજ આપના કુટુંબમાં ખુશીઓથી ઉભરાઈ જાય તેવી શુભ કામના .
-મહેન્દ્ર ભટ્ટ

                                                                                                                                                                                                                            



                                              







                                      






Monday, October 10, 2016

પ્રાચીન ગરબા....

પ્રાચીન ગરબા....



પડવેથી પહેલું....



પડવેથી પહેલું માનું નોરતું જીરે(2)
એવા બીજ તણા અપવાસ, માત  આશાપુરા ગરબે રમે જી રે...(2)
ગરબે રમે ને તાલિ પડે જી રે...(2)એના પડછંડે ટહુકે ઝીણા મોર ...માત આશાપુરા...........
પડવેથી પહેલું માનું નોરતું જી રે....

ત્રીજેથી ત્રીજું માનું નોરતું જી  રે....(2)
એવી ચોથ તણા અપવાસ ..માત આશાપુરા.....
માં ગરબે રમે ને તાલિ પડે જીરે..(2) એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા....
માં ગરબે રમે ને તાલિ પડે જી રે.....

માં પાંચમેંથી પાંચમું માનું નોરતું જી રે...(2)
એવા છઠ તણા અપવાસ રે...માત આશાપુરા....
માં ગરબે રમે ને તાલિ પડે જીરે(2)એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા.......
.
માં સાતમેથી સાતમું માનું નોરતું જી રે...(2)
એવા આઠમના ૐ ,હવન થાય...માત આશાપુરા......
માં ગરબે રમે ને તાલિ પડે જી રે...(2) એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા.......
.
માં નવમેથી છૂટયા માના નોરતા જી રે...(2)
એવા દશમના જય જયકાર ...માત આશાપુરા ગરબે રમે જીરે
માં ગરબે રમે ને તાલિ પડે જી રે....(2)એના પડછંડે ટહુકે ઝીણા મોર...માત આશાપુરા.......
માં ગરબે રમે ને તાલિ પડે જી રે....(3)...

છલકાતું આવે બેડલું.....


છલકાતું આવે બેલડું(2)
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેલડું (2)
છલકાતું આવે બેલડું...
મારા ગામના સુથારી રે,વીરા તમને વિનવું
માની માંડવડી કરી લાવો રે ,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારા ગામના લુહારી રે ,વીરા તમને વિનવું
માની માંડવડી પુરી લાવો રે ,મારી સાહેલીનું બેલડું.
છલકાતું આવે બેલડું..
મારા ગામના કુંભારી રે ,વીરા તમને વિનવું
માના ગરબે કોડિયાં મેલ રે,મારી સાહેલીનું બેલડું.
છલકાતું આવે બેલડું..
મારા ગામના પીંજારી રે,વીરા તમને વિનવું,
માના ગરબે પેટ મુકાવ રે ,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારા ગામના ગાંચીડા રે,વીરા તમને વિનવું
મન ગરબે દિવેલ પૂરાવ રે,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારા ગામના મણિયારા રે ,વીરા તમને વિનવું,
માના ગરબે રટણ ચઢાવ રે,મારી સાહેલીનું બેલડું
છલકાતું આવે બેલડું..
મારી ગામની વહુ રાણી રે ,બેની તમને વિનવું,
માના ગરબે રમવા આવ રે, મારી સાહેલીનું બેલડું  
છલકાતું આવે બેલડું..(2) મલકાતી  આવે નાર રે,

મારી સાહેલીનું બેલડું,મારી સાહેલીનું .........મારી....

પુરા થતા નોરતે માં સહુને આશીર્વાદ આપે,સહુની રક્ષા કરે,અવની ઉપર પવિત્રતા વધે,પાપ ઓછા થાય.

જય માં જગદંબે.....