મોરનો ટહુકારો
"અલ્યા, ભાઈ ઉમેશ આ દુર્બનનથી ઝાડ પર શું જોયા કરે
છે!!"
"જીવાકાકા,
આ દુર્બન નથી, કેમેરો છે "ઉમેશે જીવાકાકાને સમજણ આપી
"અને દુર્બન નહિ,
દૂરબીન કહેવાય "
કાકાની જોડણી સુધારતો ઉમેશ હસ્યો,
"એ તો તારે સુધારી
લેવાનું ભાઈ, અમને તો તારા
જેવું થોડું આવડે છે, પણ તું થાકતો નથી
એ તારા આનંદી ચહેરા ઉપર મને ચોખ્ખું વંચાઈ છે"અને કાકા હસ્યા એટલે તેમનું
મોઢું ખુલ્યું અને ઉમેશનો કેમેરો પડી ગયેલા દાંત અને રહી ગયેલા દાંત વચ્ચે
ભીંસાયેલી બીડીના અનેરા દૃસ્યને કંડારતો ગયો"કાકાએ સળગાવેલી દીવાસળી ઉમેશ
બાજુ ફેંકીને બોલ્યા
"લે તો જા,
તારા કાકાને કંડારવાનું
ઇનામ, અલ્યા ઉ તારો વડીલ ને તને
મશ્કરી સૂઝે છે."
ઉમેશે દીવાસળી ના
કાકાના ઘાને જમ્પ કરીને ચુકવ્યો ને ઘાસમાં
પડેલી દીવાસળી આગમાં લપેટાઈ તે
પહેલા પોતાના જોડાથી બુઝાવી દીધી"અને કાકા તરફ જોતા બોલ્યો
"કાકા તમે જબરા
હાજર જવાબી છો, પણ હાલમાં તો તમે
એકદમ ખોટી બાજુ છો "અને બીજી દિવાસળીયે સળગેલી બીડીનો કસ ખેંચતા કાકા બોલ્યા
"કેમ ભાઈ આ શહેર
નથી, અહીં તો પડે એવી દેવાનો
રિવાજ છે, નહિ તો જીવાય નહિ,
અને હું ખોટો કેમ?"કાકાએ પ્રશ્નાર્થના વણાંક ઉપરના ભારને ઝીણી નજરે ઉમેશ બાજુ વહેતો કર્યો.
"કાકા એકતો
ચિનગારી આ વનરાઈમાં આગ બની કેટલા ય જીવોનો ખાત્મો બોલાવે તેનો તમને વિચાર નથી,
અને બીડી તમારા કલેજાને
બાળીને કોલસો બનાવી રહી છે તેનો અંદાજ છે ખરો.?"
"હવે ભઈ આ ઉંમરે
શું અંદાજ લેવાનો, ચિનગારી વાળી વાત
સાચી પણ તું આવ્યો ત્યારથી અત્યાર સુધી મારા મોઢા ઉપર કોઈ દુઃખ જોયું, કાયમ હસતા આ કાકાને કાયમની હસીનું કારણ તો આ
બીડી છે, તારી કાકી વર્ષ
પહેલા ગઈ પણ કાકાની આ ચહેરા પરની કરચલીઓમાં પણ એટલો સંતોષ લેતી ગઈ કે હસ્તી હસ્તી
ગઈ, બાકી કોને મરતા હસવું ગમે,
પણ તને હાચુ કહું છું,
તારી કાકીએ જીવનમાં
આનંદની કોઈ તક ગુમાવી નથી, ધર્મના જીવનમાં
પણ પતિ ધર્મ તે બજાવતી હતી,હવે આ કાકો એકલો
પડી ગયો,
તારા બંને ભાઈયો
શહેરના રંગોમાં રંગાઈને હવે પત્ની ધર્મ બજાવી રહ્યા છે,બાપને મળવા ક્યારેક આવી ચઢે છે થોડી ચિન્તયા તો
થાયને પણ હવે બંને સુખી છે એટલે મારો આત્મા ઠરે છે ભલે ગમે તેમ રહે,સુખી રહે" અને કાકાની પાંપણો ભીની થઇ
ઉમેશે પણ હસતા કાકાની એકલવાયી સ્થિતિ જોઈ
ચિંતા અનુભવી,પણ કાકાનો જમણો હાથ તેના ખભા ઉપર આવી ગયો,એક પળ ઉદાસીની ક્યાં જતી રહી અને ફરીથી કાકામાં
ઉમેશે ભઈબંધીનો અનુભવ કર્યો,કાકા બોલ્યા
" ઉમેશ, તું કેમ ખેંચાઈને આ જીવાકાકાને મળવા આવ્યા કરે
છે તેનું પણ એક કારણ છે.બાકી મને એકલવાયું રહેવું ગમે છે "અને સ્મિત રેલાવી
ઉમેશે કહ્યું
" શું કારણ છે કાકા,
હું પણ જાણું."
"ભાઈ જ્યા દિલ હોય
ત્યાંજ દિલ મળે, તું તારા
કેમેરામાં હસ્તી કુદરતના અનેરા ફોટા પાડે છે ત્યાંજ તારી જાતની ઓળખ આવી જાય છે કે
તું એક ભગવાનનો માણસ છે, પેલા લોકોમાં
કેટલાક વાત વાતમાં કહેતા હોય છે ને " કે ભલા માણસ જવા દોને હવે, ભલા માણસ જોવું તો હતું, વગેરે વગેરે, તે તું છે, તું એક ભલો માણસ, કાકો ભલો ને કાકાનો ભત્રીજો ભલો, ત્યારે જ તો દિલનો મેળ ખાય. બાકી ખુશામત તો
પકડાતા વાળ ન લાગે,પણ તું ખરો માણસ
છે,આજે આવ્યો પણ કાકાની પાછળ
પાછળ ખેતરમાં હો ખેંચાઈને આવ્યો,મારી આજ સુધરી ગઈ
ઉમેશ,આ આજને ખુશી સિવાય બીજું
કઈ યોગ્ય નથી" અને કેમેરાની ચાંપો દબાવતો ઉમેશ પણ ખુશીના ગીતને સ્વીકારતો
રહ્યો.તેણે કહ્યું
"કાકા, મેં અનુભવ કર્યો છે, કે ગામના બધાજ માણસો ભોળા હોય છે, કદાચ ગામમાં લહેરાતા ઠંડા પવનનું એ પરિણામ હશે,
દયા ધર્મ પણ અહીં પડાવ
નાખીને પડ્યા હોય છે, કદાચ જીવન
ગામડામાં સુખનો અનુભવ કરે છે, મારુ ચાલે તો
અહીજ તમારી સેવામાં રોકાઈ જાઉં"
"તો રોકાઈ જાને એક
થી ભલા બે, ખેતરમાં કોઈ
ગીતની લોરી ગાઈશું આનંદ કરીશું"કાકાએ પોતાનું અંતર ઠાલવી નાખ્યું,
"કાકા,રોકાવાય તેવું નથી,પણ થોડાક વધારે ફોટા ખેંચી લઉં,અને ફરીથી ઝાડ પરના માળા સામે તે કેમેરામાં
જોતો આજુબાજુ ઉડતા રંગીલા પક્ષીના ફોટા પાડી રહ્યો હતો ત્યાં કાકાની અનુભવી આંખે
માળા ના પક્ષીઓ ઉડી ઉડીને પોતાની ચાંચથી હુમલો કરતા હતા તે તેના બચ્ચાનો બચાવ કરી
રહ્યા હતા,કાળોતરો સાપ
માળામાં ઘુસવા પ્રયત્ન કરતો હતો અને પક્ષીઓ ઉડી ઉડીને તેના માથા ઉપર ચાંચ મારી
રહ્યા હતા,ઘડીક
પહેલાના ઉમેશ અને કાકાના ચહેરા પણ ચિંતિત
બન્યા,કાકા બોલ્યા
"કાળોતરો કોળિયો
કરી જશે તો નવું જીવન અસ્ત થઇ જશે તે,બરાબર નથી"કાકા એ એક પથ્થર લીધો,
અને ઉમેશ બોલ્યો
" કાકા શું કરો છો?"
"પથ્થર મારી
કાળોતરાને ભગાડું છું"
" પણ પથ્થર ઉડતા
પક્ષીને કે બચ્ચાને વાગ્યો તો
!!"ઘડીવાર માટે કાકા મજબુર બન્યા અને રોકાયા પણ કાળોતરો તેના પ્રયત્નમાં મશગુલ હતો,પણ તેના શરીરનો ભાર તેની પકડ ઉપરનો કાબુ
ગુમાવતો હતો,આખરે પક્ષીઓના
કકળાટમાં બીજા ઝાડના પક્ષીઓ પણ મદદે આવી ચઢ્યા અને હિમ્મત કરી કરીને જીવલેણ હુમલો
કરવા મંડ્યા આખરે "સંપ ત્યાં જંપ"કાળોતરો પકડ મજબૂત કરતો પકડ ગુમાવી
બેઠો અને ઝાડ પરથી ફેંકાયો,સીધો પડ્યો
કાકાથી થોડે દૂર અને જાણે ખિજવાયેલો હોય તેમ તેણે એક ફુટ ઊંચો થઇ તેની ફણા ફેલાવી
ઉમેશે પણ તેને બરાબર કેમેરામાં જકડી લીધો,પણ સાપ તે પછી ત્યાંથી ઘાસમાં અદ્રશ્ય થઇ ગયો,કુદરતની ભવ્ય શાંતિમાં આવી અશાંતિ પણ હોય તે
ઉમેશે પહેલી વખત અનુભવ્યું,કાકા બોલ્યા,
"જીવ જીવના આશરે,કોઈ સુખી તો કોઈ દુઃખી,બધી ઉપરવાળાની મહેરબાની"
અને ઉમેશ બોલ્યો
"કાકા, ઉપરવાળાની મેહરબાની જોવી છે "
"ભાઈ શું મઝાક કરે
છે,"
" મઝાક નથી કાકા ,આ જુઓ મારો કેમેરો બતાવે છે ,અને કાકા ઉત્સુકતાથી ઉમેશ બાજુ તેના કેમેરા ઉપર
જોવા મંડ્યા," અને ખરેખર તેમાં ઉમેશ
જેમ ચાપ દબાવતો તેમ ફોટો બદલાતો,અજબના કુદરતના
રંગીન દ્રસ્યો કાકાની આંખ પહોળી કરવા મંડ્યા આખરે એક દ્રસ્ય એવું આવ્યું કે કાકાથી
ન રહેવાયું અને ફોટામાં મોરની પહોળી ચાંચો
જોઈ તેમણે મોરના અવાજમાં જોરથી ટહુકારો કર્યો, આજુબાજુ પર્વતોની કંદરા નહોતી નહિ તો કાકાનો
અવાજ વાતાવરણને પડઘામાં ફેરવી નાંખતે,ઉમેશના કેમેરાની મોરની ઉપજ કાકાની ખુશી વધારતી ગઈ,
ફોટોગ્રાફરની
ફોટોગ્રાફી પણ એક નજરાણું છે.
-મહેન્દ્ર ભટ્ટ
No comments:
Post a Comment